આજ રોજબરોજ ની જિંદગી માં ઘણા એવી સમસ્યાઓ ઉભી જેને તમે કોઈને કહી નથી સકતા,તમસર જીવન માં ઘણી એવી મુજવાનો હોય છે જેને તમે સામે ચાલી ને કોઈને પૂછી નથી સકતા નહીં તમને એવી ઘણી બધી સમસ્યાઓ નો ઉકેલ મળશે.પણ અહીં તમને એવી તમારી દરેક સમસ્યાનો નો ઉકેલ મળશે તો જાણીએ એના વિશે અને મિત્રો આની સાથે થોડા સવાલ જવાબ પણ જાણીશું તો ચાલો જાણીએ.
સવાલ:હું ૪૧ વર્ષનો પરિણીત પુરુષ છું. મને બે બાળકો છે. લગ્નને પંદર વરસ થયાં છે. સમાગમનો સંતોષ મળે છે, પણ મારી પત્ની ક્યારેક સાથ નથી આપતી. મને મુખમૈથુન કરાવવું ખૂબ ગમે છે, પણ મારી પત્નીને એવું કરવું નથી ગમતું. તે સમાગમ કરવા તૈયાર છે, મને હસ્તમૈથુન પણ કરી આપે છે; પણ ઇન્દ્રિય મોમાં લેવાનું તેને નથી ગમતું. ખેર, આ બાબતે ઝઘડા કરવાને બદલે મેં સમાધાન કરી લીધું છે, પણ શું તેનો અણગમો દૂર કરવાનો કોઈ રસ્તો ખરો? બીજું, મને વીર્યની ગંધથી ખૂબ એક્સાઇટમેન્ટ ફીલ થાય છે તો શું હું હસ્તમૈથુન કરીને પછી મારું જ વીર્ય પી શકું ખરો? હું પ્યુબર્ટી એજમાં હતો ત્યારથી મને આમ કરવાની ખૂબ ઇચ્છા થતી હતી, પણ ડરને કારણે કરી શકતો નહોતો. હવે મારી પત્ની પણ ટોકે છે કે એનાથી મને કોઈ ઇન્ફેક્શન લાગી જશે. શું આનાથી કોઈ આડઅસર થાય ખરી?
જવાબ : તમારી પત્નીને નૅચરલી જ મુખમૈથુન ન ગમતું હોય તો એને પરાણે ફોર્સ કરવાનું ઠીક નથી, પણ જો યોગ્ય સ્વચ્છતા ન હોવાને કારણે ચીતરી ચડતી હોય તો તમે એમાં ઇમ્પ્રૂવમેન્ટ કરી શકો છો. રોજ દિવસમાં બે વાર ઇન્દ્રિયને સ્વચ્છ પાણીથી સાફ કરો. સવારે નાહતી વખતે સ્કિન પાછળ લઈને એની આસપાસ જમા થતો સફેદ મેલ દૂર કરો. આસપાસના વાળ કાપેલા રાખો. કદાચ આ બધાથી પત્નીનો અણગમો થોડોક દૂર થઈ શકે છે.
બીજું, મને લાગે છે કે તમે સમાગમ, પરસ્પરના સહવાસ અને પ્રેમચેષ્ટાઓમાંથી સુખ મેળવવાને બદલે વીર્યને મુખ્ય મુદ્દો બનાવીને નાહકની પરેશાની વહોરી રહ્યા છો. ઘણાં વષોર્થી જે ચીજ કરવાની ઇચ્છા દબાવી રાખી હોય એ સ્પ્રિંગની જેમ ઊછળે છે. મને લાગે છે કે તમે થોડાક દિવસ મનફાવે એ કરો. તમારું જ વીર્ય પીવાથી તમને કોઈ મોટી તકલીફ કે ઇન્ફેક્શન લાગવાની શક્યતાઓ ખૂબ ઓછી છે, સિવાય કે તમારા વીર્યમાં જ કોઈ ઇન્ફેક્શન હોય. થોડાક દિવસ તમારા મનની મુરાદ પૂરી કરી લેશો તો સમજાશે કે વીર્ય પીવા કરતાં એની કલ્પના જ વધુ સારી હતી. તમારા મનમાંથી ડંખ પણ નીકળી જશે.
સવાલઃ અમારાં લગ્નને પચીસ વર્ષ થઈ ગયાં છે. છેલ્લાં દોઢ-બે વર્ષથી મારી પત્નીનું માસિક ખૂબ જ અનિયમિત થઈ ગયું છે. ચાર-પાંચ મહિને એકાદ વાર આવે છે અને એને કારણે તેને સંભોગમાં પણ રસ નથી રહ્યો. હું ખૂબ કહું તો તે તૈયાર થાય છે, પણ ખૂબ જ પીડા થાય છે. સમાગમ પછી બળતરા થાય છે અને ચામડી ઘસાવાને કારણે લોહી નીકળે છે. એને કારણે હવે અમે સમાગમ કરવાનું ટાળીએ છીએ. મારી પત્ની મને મુખમૈથુનથી સંતોષ આપે છે, પણ તેને સંતોષ મળતો નથી એ તેને નથી ગમતું. પત્નીના પ્રાઇવેટ પાર્ટની ત્વચા ખૂબ જ પાતળી થઈ ગઈ છે એટલે હાથના ઘર્ષણથી પણ બળતરા થાય છે.
જવાબઃ માસિકમાં અનિયમિતતાનો મતલબ એ કે તેને મેનોપૉઝની શરૂઆત થઈ ચૂકી છે. રજાનિવૃત્તિને કારણે સ્ત્રી પ્રજનનક્ષમતામાંથી નિવૃત્ત થાય છે, સેક્સ માણવાની ક્ષમતામાંથી નહીં. સ્ત્રીઓ મેનોપૉઝ પછી પણ સેક્સ કરી શકે છે અને માણી પણ શકે છે. તમે ખોટી માન્યતાનો ભોગ બન્યા છો કે માસિક બંધ થયા પછી સમાગમ ન કરી શકાય.
મેનોપૉઝ દરમ્યાન એસ્ટ્રોજન હૉર્મોન્સનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. એને કારણે સ્ત્રીઓમાં ત્વચા પાતળી થવા લાગે છે. માત્ર પ્રાઇવેટ પાર્ટની જ નહીં, ઓવરઑલ એ અસર થઈ શકે છે. જોકે એની સાથે યોનિમાર્ગમાં લુબ્રિકેશનનું પ્રમાણ પણ ઘટી જાય છે. પાતળી અને ડ્રાય ત્વચા પર ઘર્ષણ થવાથી ઘસરકા થાય અને લોહી પડે એ પણ એટલું જ સ્વાભાવિક છે.
તમે પહેલાંની જેમ ઝટપટ ફોર-પ્લેમાંથી સીધા સમાગમ તરફ જતા હો તો એને કારણે યોનિમાર્ગ ઇન્દ્રિયપ્રવેશ માટે તૈયાર નથી હોતો. એટલે જ કદાચ તમે જ્યારે પણ પ્રયત્ન કર્યો ત્યારે પત્નીને પીડા થઈ હશે. ચીકાશ ન હોવાથી ઘર્ષણને કારણે કોમળ ત્વચા ઘસાતાં એ પછી બળતરા પણ થાય છે. એટલે તમે પહેલાં કરતાં ફોર-પ્લેમાં થોડોક વધુ સમય ગાળો. ત્યાર બાદ શુદ્ધ કોપરેલ તેલથી એ ભાગમાં ચીકાશ વાપરી શકો છો. આંગળીથી ચેક કરી લો કે ચીકણો સ્રાવ થયો છે કે નહીં. ચીકાશ થયા પછી આંગળી ફેરવશો કે યોનિપ્રવેશ કરશો તો ઘર્ષણ અને ઘસરકાનું પ્રમાણ ઘટશે અને આનંદ વધશે.
સવાલ: હું ૧૮ વરસની છું. માસિક નજીક આવે ત્યારે મારો સ્વભાવ ચીડચીડો બને છે. બહારગામ જવાનું હોય ત્યારે આ સમસ્યા વધુ વકરે છે. મારું માસિક પણ અનિયમિત હોવાથી હું પ્રવાસની પૂર્વ યોજના પણ બનાવી શકતી નથી. માસિક લંબાવી શકાય એવી કોઈ પદ્ધતિ છે ખરી.
જવાબ: પ્રોજેસ્ટોરોન ગોળીઓ લઈને તમે તમારું માસિક લંબાવી શકો છો. આ બાબતે તમારા ડૉક્ટરનો સંપર્ક કરી યોગ્ય દવા લો. આ દવા માસિક આવે એના પહેલા છ-સાત દિવસ પૂર્વે શરૂ કરવી પડે છે.અને પ્રવાસ પૂરો થાય ત્યાં સુધી ચાલુ રાખવી પડે છે. ગોળી બંધ કર્યાંના સાત દિવસ પછી માસિક આવે છે. આ ઉપરાંત તમારે તમારા અનિયમિત માસિકની સમસ્યા માટે ડૉક્ટરનો સંપર્ક કરવાની જરૂર છે.
સવાલ: મારા બન્ને પગમાં સતત દુ:ખાવો રહે છે. ખાસ કરીને રાત્રે આ દુ:ખાવો અસહ્ય હોય છે. આ કારણે મને બેચેનીનો અનુભવ થાય છે. અને આખી રાત આમતેમ પગ ફેરવીને પસાર કરું છું. યોગ્ય માર્ગદર્શન આપશો.
જવાબ: તમને ‘રેસ્ટલેસ લેગ સિન્ડ્રોમ’ હોવાની શક્યતા છે. આ સમસ્યાથી પીડાતા લોકોને પગમાં તીવ્ર ઉત્તેજના થાય છે અને પગ આમ-તેમ ફેરવે નહીં ત્યાં સુધી રાહત મળતી નથી. કેટલાક આ સમસ્યા પર જળ ચિકિત્સાનો ઉપાય અજમાવે છે. બન્ને પણ વારા ફરતી ઠંડા અને ગરમ પાણીમાં નાખી પગ સુધી પહોંચતા રક્ત અને વાયુ સંબંધી આપૂર્તિને સુધારી શકાય છે. આ ચિકિત્સાથી થોડો આરામ મળે છે. આ ઉપરાંત ડૉક્ટરની સલાહ લઈ વિટામીનની દવાઓ લઈ શકાય છે. આ સમસ્યા મોટે ભાગે મધ્યમ વયની મહિલાઓમાં ચિંતા, ટેન્શન, લો-બ્લડ પ્રેશર તેમજ ખરાબ રક્ત જેવા કારણોને લીધે જોવા મળે છે. તમે સંતુલિત આહાર લેવાનું રાખો. તેમજ નિયમિત વ્યાયામ કરી માનસિક તાણથી દૂર રહો.
સવાલ:મેં સેક્સના ઉપકરણો વિશે ઘણું સાંભળ્યું છે. એ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
જવાબ:સેક્સ ઉપકરણો સેક્સ ટોયસ નામે પણ ઓળખાય છે. વર્ષોથી તેનો ઉપયોગ થાય છે. છેલ્લા કેટલાક વરસમાં તેનું મશીનીકરણ થઈ ગયું છે. સિન્થેટીક અને વૈજ્ઞાાનિક દ્રષ્ટિથી માન્ય લિંગ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સ્ટીમ્યુલેટર વાઈબ્રેટર્સ તેમજ સેક્સ ઉપકરણો પણ મોજુદ છે. પરંતુ આવા ઉપકરણો વાપરવા કરતા પ્રાકૃતિક રૂપે સેક્સ માણવું યોગ્ય છે. એકલા હો તો તમે હસ્તમૈથુનનો સહારો લઈ શકો છો. સેક્સ ટોયસનો ઉપયોગ ડૉક્ટરની યોગ્ય સલાહ લીધા પછી જ કરવો જોઈએ.
સવાલ:હું ૨૫ વરસની નવ પરિણીત છું. છેેલ્લા છ મહિનાથી અને નિયમિત સેક્સ કરીએ છીએ પરંતુ મને ચરમ સુખનો અનુભવ થતો નથી. આ વિશે વિસ્તુત માહિતી આપવા વિનંતી.
જવાબ:ઘણી મહિલાઓને આ સમસ્યા સતાવે છે, પરંતુ ચરમ સુખને સમજવું તેમજ તેને સમજાવવાનું કામ મુશ્કેલ છે. સંભોગ દરમિયાન ઘણી મહિલાઓને આ અનુભવ થાય છે, પરંતુ ઘણી મહિલાઓને આ અનુભવ થતો નથી, પરંતુ આનો સંબંધ સફળ સેક્સ સાથે નથી. ક્યારેક વધુ સમય સુધી હસ્ત મૈથુન કરવાથી પણ આ અનુભવ થાય છે. દર વખતે સેક્સ દરમિયાન આ અનુભવ થવો આવશ્યક નથી. આ એક એવી અનુભૂતિ છે જે સમયે અને પ્રેક્ટિસથી જ મળે છે.
સવાલ:હુું ૪૧ વરસની છું. મારા લગ્નને ૧૩ વર્ષ થયા છે. અમારા ત્રણ સંતાન છે. મારી યોનિમાં સતત ખંજવાળ આવે છે. ડૉક્ટરોએ ઇન્ફેકશન હોવાનું કહ્યું હતું. સંભોગ દરમિયાન મારા પતિના લિંગની ઉપરી ચામડી છોલાઈ જાય છે. જેને કારણે તેમને દરદ થાય છે. કંડોમ વાપરવાથી પણ આ તકલીફ રહે છે. શું મારી યોનિના ઇન્ફેકશનને કારણે તેમને આમ થતું હશે.
જવાબ:તમને ઇન્ફેકશન થયું હોવાની શક્યતા છે. આ સમસ્યાનો સમયસર ઇલાજ થાય નહીં તો આ સમસ્યા વકરી શકે છે. આ દરમિયાન શારીરિક સંબંધ સ્થાપિત કરવામાં આવે તો તમારા પતિને આ ઇન્ફેકશનનો ચેપ લાગી શકે છે.પરંતુ તમારા પતિની સમસ્યા સેક્સ સંબંધી હોય એમ લાગતું નથી. આ માટે તેમણે સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવાની જરૂર છે તેમજ તમારે કોઈ ગાયનેકોલોજીસ્ટની સલાહ લઈ ઇલાજ કરાવવાની જરૂરી છે. ઇલાજ પૂર્ણ થયા પછી ડૉક્ટરની સલાહ લીધા પછી જ યૌન સંબંધ ચાલુ કરવાની સલાહ છે.
સવાલ : મારાં લગ્નને હજી દાયકો પણ પૂરો નથી થયો, પણ જાતીય જીવનમાં બહુ શુષ્કતા આવી ગઈ છે.દેખાવમાં વાઇફ બહુ સુંદર છે, પણ સમાગમની બાબતમાં સાવ નીરસ છે. તેને કોઈ પણ પ્રકારનું વેરિયેશન કરવા કહું તો તરત જ રેઝિસ્ટન્સ જ આવે છે. ખાસ કરીને ઓરલ ચેષ્ટાઓ બાબતે તે વધુ વિરોધ કરે છે. મેં જોયું છે કે ક્યારેક તેને હું એમ જ કરી આપું તો એન્જૉય પણ કરે છે, પણ જો તેને પૂછીને કરું તો તરત જ ના પાડશે.તેનું કહેવું છે કે એમ કરવાથી વધુ ઉત્તેજના આવતી હોવા છતાં એમ કરવામાં કે કરાવવામાં સૂગ ચડે છે.પોઝિશનની બાબતમાં પણ તે ખૂબ સંકોચશીલ છે.કંઈક નાવીન્ય લાવવાની વાત કરું એટલે સૌથી પહેલાં તો ના જ હોય. તેને નવું કરવા માટે કંઈક મન થાય એ હેતુથી હું જાતીય માર્ગદર્શન આપતું મૅગેઝિન લઈને આવ્યો તો-તો હોબાળો જ મચી ગયો.આ ગંદું સાહિત્ય નાની વયનાં બાળકોને બગાડશે એવી તેને ચિંતા છે. બીજું બધું તો ઠીક, પણ મુખમૈથુનનો અણગમો દૂર કરવા શું કરવું?
જવાબ: સેક્સમાં નાવીન્ય સમજાવવા માટે તમે કયું મૅગેઝિન આપ્યું છે એ બહુ મહત્ત્વનું છે. કેમ કે આજકાલ સેક્સની ખોટી માન્યતાઓ ફેલાવતાં અને માત્ર ગલગલિયાં પેદા કરવા માટે બનેલાં ચોપાનિયાંઓ અને મૅગેઝિનોની ભરમાર ખૂબ વધી ગઈ છે.અનુભવી અને સેન્સિબલ સેક્સોલૉજિસ્ટનું પુસ્તક હોય એની કાળજી રાખવી જરૂરી છે.બીજી વાત, મુખમૈથુનની ક્રિયા ભારતમાં ગેરકાનૂની છે, પણ પાર્ટનરની સંમતિ હોય તો મુખથી સંતોષ આપવાની ક્રિયાને મહર્ષિ વાત્સ્યાયને પણ વર્ણવી છે.એકબીજાને વફાદાર પાર્ટનરો પરસ્પરને મુખમૈથુન કરી આપે તો એનાથી ચેપી રોગ ફેલાવાની શક્યતા નહીંવત્ રહે છે.સૂગ અને અણગમો દૂર કરવા માટે બન્ને વ્યક્તિઓ જનનાંગોની સ્વચ્છતાની વિશેષ કાળજી લે એ જરૂરી છે. ગુપ્તાંગો પાસેના વાળ સમયાંતરે કાઢીને રોજ સાબુ અને પાણીથી ધોઈને એ ભાગને સ્વચ્છ રાખવાનું જરૂરી છે.ઘણી વાર એ ભાગમાંથી સ્મૅલ આવતી હોવાને કારણે સૂગ ચડતી હોઈ શકે.
સવાલ: હું 19 વર્ષની છું અને મારો પાર્ટનર 30 વર્ષનો છે. અમે ગયા મહિને કોન્ડોમ વિના સેક્સ કર્યું હતું. ગયા મહિને મારા પિરિયડ્સ સમયસર આવી ગયા હતા છતાં તેમાં ખૂબ જ ઓછું બ્લીડિંગ થયું. તે પછીના બે અઠવાડિયાં પછી થોડું વધારે બ્લીડિંગ થયું. છેલ્લાં એક અઠવાડિયામાં મને વારેવારે યુરિન કરવાની ઈચ્છા થાય છે. મેં પ્રેગનન્સી ટેસ્ટ કર્યો છે અને તેનું પરિણામ નેગેટિવ આવ્યું છે. શું મારે ડોક્ટરને મળવું જોઈએ કે થોડી રાહ જોવી જોઈએ?
જવાબ: કોઈ ગાયનેકોલોજિસ્ટને મળો. કદાચ તમે પ્રેગ્નન્ટ તો નહીં જ હોવ પણ તમારી હેલ્થ તો સારી છે ને તે ચેક કરાવી આવો. ગાયનેકોલોજિસ્ટ તમારા બ્રેસ્ટ્સ પણ તપાસશે અને બ્રેસ્ટ્સનું રેગ્યુલર ચેકઅપ કરાવવું જોઈએ.
સવાલ: મારા લગ્ન તાજેતરમાં જ થયા છે અને સેકસ દરમિયાન મારું પેનિસ વજાઈનામાં ગયા પછી માત્ર એક જ મિનિટમાં ઈજેક્યુલેશન થઈ જાય છે. શું શિઘ્રપતનનો કોઈ મેડિકલ ઈલાજ છે? અથવા કોઈ અન્ય ઈલાજ ખરો? અને ઈલાજમાં કેટલો સમય લાગશે?
જવાબ: આ સમસ્યાનો ઈલાજ થઈ પણ શકે અને કદાચ ના પણ થાય. ઈલાજ થવો કે ના થવો તે તમારી શીખવાની ઈચ્છા પર આધારિત બાબત છે. એક કામ કરો, ઈન્ટરનેટ પર જઈને ગૂગલ કરો અને આ પ્રોબ્લેમનાં ઈલાજ વિશે માહિતી મેળવો. પણ તેનાથી કદાચ સંપૂર્ણ ઈલાજ શક્ય નથી. વધુ સલાહ માટે તમારા શહેરના કોઈ લોકલ સેક્સપર્ટને મળો.
સવાલ: હું 18 વર્ષનો છું અને યુરિન કરતી વખતે હું કિગલની મેથડ પ્રમાણે સ્ટોપ એન્ડ સ્ટાર્ટ કરી રહ્યો છું. હું નાનો હતો ત્યારે હું યુરિન પાસ કરવાનું વચ્ચેથી જ સ્ટોપ કરતો ત્યારે મને પેનિસમાં બળતરા થતી. હવે બળતરા તો બિલકુલ નથી થતી પણ મને યુરિન પાસ કરવામાં વધુ સમય લાગે છે. બધું બરાબર છે ને?
જવાબ: કોઈ પ્રોબ્લેમ નથી. તમે બિલકુલ સ્વસ્થ છો. આ નોર્મલ છે અને ટેન્શન ના કરો.
પ્રશ્ન : નમસ્તે સર, મારે જાણવું છે, કે માસ્ટરબેશન કરવું તે બીમારી છે? મને માસ્ટરબેશન કરવાથી લઘુતાગ્રંથિ આવી ગઇ છે, તો તેના કારણે કરિયર કે ભણવા પર કોઇ અસર થઇ શકે? તો હું માસ્ટરબેશન બંધ કરું કે એન્જોય કરવા શું કરું? મને માસ્ટરબેશન કર્યા બાદ દુઃખ થાય છે, મને લાગે છે કે હું કંઇ ખોટું કરી રહ્યો છું તો મારી આ મૂંઝવણ દૂર કરો અને યોગ્ય જવાબ આપો.
જવાબ : ભાઇ, તમારો જ ફક્ત આ વિચાર નથી, અનેક લોકો માસ્ટરબેશનને એક બીમારી માને છે, પરંતુ માસ્ટરબેશન કરવું એ કોઇ બીમારી નથી. માસ્ટરબેશન કરવાથી તમારા કરિયર પર કોઇ પ્રકારની અસર નહીં થાય. સાથે એક વાત છે કે દરેક વસ્તુ એક મર્યાદામાં હોય, તેનું ધ્યાન તમે રાખશો તો તમારી લાઇફમાં કોઇ મુશ્કેલી નહીં આવે. તથા ભણવાના સમયે ભણવા પર જ ધ્યાન આપો. માસ્ટરબેશન કરવું તે કોઇ ખોટી બાબત નથી તેથી તેનાથી દુઃખ લગાડવાની પણ જરૂર નથી. ચિંતા કર્યા વિના તમારા કરિયર પર ધ્યાન આપો.
પ્રશ્ન : સર, મારી ઉંમર ૨૫ વર્ષ છે. મારા લગ્નને ૪ વર્ષ થઈ ગયા છે, અમારે બાળક જોઇએ છે. પત્ની સાથે સેક્સ વખતે ક્લાઈમેક્સ પછી બધો ડિસ્ચાર્જ વજાઈનામાંથી બહાર નીકળી જાય છે. મને લાગે છે કે એના કારણે પત્ની પ્રેગ્નન્ટ થઈ શકતી નથી, તો મારે શું કરવું જોઇએ.
જવાબ : સામાન્ય રીતે જો પતિ-પત્નીની વજાઈનામાં ક્લાઈમેક્સ પછી સીમન ડિસ્ચાર્જ કરે તો પ્રેગ્નન્સી થઈ જ જાય છે. શુક્રાણુઓ ખૂબ જ વેગથી વજાઈનામાંથી ગર્ભમુખમાં થઈ ગર્ભાશયમાં પહોંચી જાય છે. ત્યાંથી ફેલોપિયન ટયૂબ સુધી પણ પહોંચી જાય છે. તમારા કેસમાં એમ ન થતું હોય તો બે કારણ હોઈ શકે. પત્નીની વજાઈના એસિડીક હોવાથી શુક્રાણુઓ નબળા પડી મૃત્યુ પામી શકે. બીજું, તમારા શરીરની ખામીના કારણે નબળા અને વિકૃત શુક્રાણુ બનતા હોય એ પણ શક્ય છે. શરૂઆતમાં એક અખતરો કરી જુઓ, સેક્સ માટે જેને મિશનરી પોઝિશન કહે છે એ આસન અજમાવો. ક્લાઈમેક્સ આવે અને ડિસ્ચાર્જ થાય એ પછી દસેક મિનિટ એ જ સ્થિતિમાં સ્થિર રહો. એમ કરવાથી સીમન બહાર નીકળશે નહીં.પત્ની માસિક ધર્મથી ૫રવારે એના નવમા દિવસથી ૧૨મા દિવસ દરમિયાન રોજ સેકસ કરો.ત્રણ-ચાર મહિના આ પ્રયોગ કર્યા છતાં પત્ની પ્રેગ્નન્ટ ન થાય તો ગાયનેક ડોક્ટરને બતાવવું પડશે.
પ્રશ્ન : સર મારી ઉંમર ૧૮ વર્ષ છે. મારું પેનિસ ઉત્તેજિત થાય છે, ત્યારે તે ડાબી બાજુ વળેલું હોય છે. મને ડર છે કે આ સીધું કઇ રીતે કરી શકાય? અને જો તેના કારણે ભવિષ્યમાં સેક્સલાઇફમાં કોઇ મુશ્કેલી થાય ખરી? હું દિવસમાં ચારથી પાંચ વખત માસ્ટરબેશન કરું છું તો તેના કારણે તો પેનિસ વળી નહીં ગયું હોય ને?
જવાબ : ઘણા છોકરાઓને આ સમસ્યા રહે છે, જે સામાન્ય છે. ઘણી વખત એક જ પરિસ્થિતિમાં રોજ સુવાના કારણે પણ આ સમસ્યા થતી હોય છે. તેનો અર્થ એ નથી કે તમારી સેક્સલાઇફમાં મુશ્કેલી થશે. આ ઉપરાંત તમે જે માની રહ્યા છો કે માસ્ટરબેશન કરવાના કારણે તમારું પેનિસ વળી ગયું છે, તે વાત સાચી નથી. માસ્ટરબેશનના કારણે આમ ન થાય, આ ફક્ત તમારો ભ્રમ છે. તમારી ઉંમર નાની છે, તેના કારણે તમારા મનમાં આ પ્રકારના વિચાર આવે તે સ્વાભાવિક છે, પરંતુ ચિંતા ન કરો. તમારી સેક્સલાઇફમાં કોઇ પ્રોબ્લેમ નહીં થાય.છતાં જરૂર જણાય તો તમે સેક્સોલોજીસ્ટની સલાહ લઇ શકો છો.
પ્રશ્ન : મારા લગ્ન થોડા મહિના બાદ થવાના છે, મેં ક્યારેય સેક્સ કર્યું નથી, કે મારી મંગેતરે પણ સેક્સ કર્યું નથી. તેને સેક્સ કરવાથી ડર લાગે છે. તેનું માનવું છે કે લગ્ન કર્યા બાદ તરત જ સેક્સ કરવું સારું નથી. તો મારે શું કરવું જોઇએ? મને માર્ગદર્શન આપો.
જવાબ : જી, ના લગ્ન બાદ સેક્સ કરવામાં કોઇ ખરાબી નથી, કે ડરવાની વાત નથી. પહેલાં તમે તમારી મંગેતરના મનમાં સેક્સને લઇને કેમ ડર છે, તે જાણો ત્યાર બાદ વીડિયો દ્વારા સેક્સ વિશેની ઇન્ફોર્મેશન આપો. આમ કરવાથી તેના મનમાં રહેલો ડર દૂર થશે.