આ દિવસે કરીલો બજરંગદાસ બાપાનો આ ચમત્કારી પાઠ, ખુલી જશે તમારી કિસ્મત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો આજે આપણે જેમના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે તે બગદાણા ગામ ના સંત શ્રી બજરંગ દાસ છે અને તેમના વિશે વધુ જાણકારી મેળવીએ તો ચાલો મિત્રો બજરંગદાસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં બગદાણા ગામે થયેલ સંત હતા. તેઓ બજરંગદાસ બાપા, બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે પણ ઓળખાય છે.

Advertisement

ગુરુવારે કરો બગદાણા બાપા સીતારામ નો અષ્ટક નો પાઠ ગુજરાતી લખાણ સાથે. બગદાણા બાપા સીતારામ અષ્ટક રુવે શંખનાદ નગારાને ઝાલર રુવે આજ દીવડા રુવે આજ દેવળ રુવે આરતીના આજે અજવાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા ધ્રુસકા ભરે આજ ધુણો તમારો ને હીબકા ભરે છે બગડનો કિનારો રુવે છે. તમારી મઢુલીને માળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા પીધો જ્યાં તમે બાપા ભક્તિ નો પ્યાલો જુવે વાટ દેવળની બધીયે દીવાલો રુઠયા રામ સૌના રુઠયા રખવાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા સરગમા પડી ખોટ સત્સંગની જ્યારે તેડાવી લીધા દેવે બાપાને ત્યારે ને વૈકુંઠથી આવ્યા પાષૅદ પગપાળા મુકી સૌને રડતા ગયા.

બંડીવાળા ટાળી સૌની આધિ વ્યાધિ ઉપાધિ સીતારામ કહીને લીધી છે સમાધિ ભયૉ ભૂમિ પરથી બાપા ઉચાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા લુછે કોણ આંસુ કહોને અમારા રુવે જ્યાં આ આભલિયે નવલખ તારા રુવે ચાંદ સૂરજ તણા અજવાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા

હવે કોણ વરસાવે હેત કેરી હેલી ગયો ગોહિલવાડેથી ગરીબોનો બેલી રુવે આજ ભક્તિ તણી ગંગાધારા મુકી સૌને રડતા ગયા બંડીવાળા ધર્મના ધુણા પર સુરતાયુ સાધી બુઝાવી શકે ના કળજુગની આંધી ગામે ગામ શોભે મઢુલીના માળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા આ અંતરથી અષ્ટક રસિકથી રચાયું ને રુદિયાના રાગે રધુવીરે ગાયું ભાંગી ભ્રમણાયુ તુટ્યા ભવના તાળા મુકી સૌને રડતા ગયા બંડીવાળા.

આજે આપણે બગદાણા ગામ બનાવ્યુ સ્વર્ગ ધામ બાપા સીતારામ. પોષવદ ચોથ આવે એટલે હૈયે ને હોઠે બગદાણા રમવા મંડે કારણ કે ચોથ એટલે પુજ્ય બજરંગદાસ બાપા ની ”પુણ્યતીથી”બગદાણા એટલે સૌંરાષ્ટ્ર ના વાળાંક પંથક ના મહુવા તાલુકાનુ નાનુ એવુ એક ગામડુ ઉતર દિશામા પર્વતોની હારમાળા ને દક્ષિણમાં દુરદુર દરીયો એની મદ્યમા આપણુ બગદાણા ધામ એ ધામમાં એક અલગારી સંત શ્રી બજરંદાસ બાપાના બેસણા પુજ્ય શ્રી બજરંગદાસ બાપા નો પરીચય આપવો એ એક પ્રકારનુ ગાંડપણ ગણી શકાય સતા પણ બાપા ની થોડી વાત કરું.

દોસ્તો બજરંગ દાસ બાપુ નો જન્મ ઇ.સ 1906 માં ભાવનગર ના અધેવાડા માં થયો હતો તો આજે આપણે તેમના જીવન માં આપેલા પરચા વિસે જાણીશું તો ચાલો જેમકે, એક વાર જ્યારે બાપા બજરંગદાસ ઊનાળાના સમયમાં મુંબઈ માં સાધુ ની જમાત જોડે હતી ત્યારે સાધુ ની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યકત કરી ત્યાં પીવાના પાણી ની ખૂબ અછત હતી. ગુરૂજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું.ગુરુજીની આજ્ઞા માની ને બાપા બજરંગ દાસ એ ત્યાં મુંબઈ માં દરીયાકીનારે એક ખાડો બનાવ્યો દરીયાની રેતી માં હાથ થી ખાડો ખોદી ને પાણી કાઢવુ તે અને એ ખાડા માં થી મીઠુ પાણી નીકળ્યું હતું અને ત્યાં એ લોકો બાપા ના સરણ માં આવી ગયા હતા.

એવોજ બીજો પરરચો બાપ એ કર્યો હતો એક સમયે બાપ ઔરંગાબાદમાં ગયા હતા અને તેમણે એક મકાન ની અગાસી ઉપર એક બાળક ફરતું હતું અને અચાનક એ બાળકને તેના ઘરની અગાસી પરથી નીચે પડી જતું જોયું તો બાપા એ તે પડી ગયેલ બાળક ને બાપાએ તેને તેડી ને બચાવી લીધુ હતું અને તેના માં બાપ ને સોંપ્યું હતું.બીજો એવોજ પ્રસંગ છે એક વાર જયારે બાપા તેમના ગુરુ અને તેમની સાધુ જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં મળેલ અને બાપા એ તેમને સીતારામ નામ નો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાને હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત ને આગળ વધારી હતી.

બાપા એ સૂરત લક્ષ્મીનારાયણ મંદિર, હાનોલ રણજીત હનુમાનજી ભાવનગર, પાલિતાણા, જેસર વગેરે જગ્યાઓ એ ફરતા અને સેવા કરતા કાલમોદર પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને ત્રણ વર્ષ અહીં રહ્યા.બાપા ત્યાર પછી બગદાણા આવ્યા. બાપા બજરંગદાસે ત્યાર પછી અહીં સ્થાયી થઇને સેવા અને સમાજ સુધારણાનું કાર્ય કર્યું હતું.મિત્રો એવોજ બીજો પ્રસંગ વિશે ચર્ચા કરીએ બજરંગ દાસ બાપા એ 1971 માં જ્યારે ભારત પાકિસ્તાન નું યુદ્ધ થયું હતું ત્યારે પોતાનો આશ્રમ ની હરાજી કરી નાખી હતી અને તે પૈસા સૈન્ય ને મદદ કરી હતી અને તેમનો દેશ પ્રત્યે નો પ્રેમ વ્યક્ત કર્યો હતો.

બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત, જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ ચાલતાં ચાલતાં હણોલ ગામે રણજીત હનુમાનજીનાં મન્દીરમાં સાત વરસ રહ્યાં. તેમનાં ભ્રમણ દરમ્યાન તેઓ ભાવનગર જાડેજા ને ત્યાં પણ ગયાં હતાં ત્યાંથી તેઓ પાલીતાણા, જેસર અને કલમોદર ગયાં અને કળમોદર બાપા ત્રણ વરસ રહ્યાં હતા.બાપાનાં ભ્રમણ દરમ્યાન એમનાં હાથે ઘણાં ચમત્કાર થયાં પણ બાપાતો ફકત એક જ વાકય બોલતાં જેવી મારાં વ્હાલાની મરજી. ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે એમની ઉંમર હતી ૪૧ વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો.

બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા મળ્યાં:બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ, બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગદાણામાં જ રહ્યાં. બાપાએ બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો હતો. બાપા ૧૯૪૧ માં બગદાણા આવ્યાં.૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી.૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલું કર્યુ.૧૯૬૦ માં ભુદાન હવન કર્યો.૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.

સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ,બાપા બજરંગદાસ અને રટતા સીતારામ. બગદાણા જવા માટે અમદાવાદથી ડાયરેકટ એસ.ટી. બસ મળે છે તેમજ ભાવનગર અને તળાજા વગેરે સ્થળેથી પણ બસની સગવડ છે. બગદાણા ખાતે દર વરસે અત્રે બે ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસબાપાની પુણ્યતિથિ, જે પોષ વદ ૪નાં દિવસે અને બીજો ઉત્સવ અષાઢ સુદ ૧૫ એટલે કે ગુરુ પૂર્ણિમાનાં દિવસે ધામધુમથી ઉજવાય છે. આ ઉત્સવો દરમિયાન બજરંગદાસ બાપના લાખો શ્રધાળું ભક્તો ઉમટી પડે છે પણ બાપા નો કોઈપણ ભક્ત પ્રસાદી નો લાભ લીધા વગર પાછો ફરતો નથી. હાલ માં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રીના પરમ શિષ્ય મનજીબાપાની દેખરેખ થઇ રહ્યું છે. સૌ ભકતો ત્યાં બાપાનો મહાપ્રસાદ પણ લે છે અને આ મહાપ્રસાદ રોજ આખો દિવસ ચાલુ રહે છે.

આમ ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખું બગદાણા ગામ,બગડ નદી, વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી.પશું પંખીઓએ પણ પોતાનો કિલ્લોલ છોડી દીધો હતો.બગદાણા ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે.ભકતો માનતા લઇને જાય છે અને ખરેખર બાપા પણ ભકતોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભવનો બેડો પાર થઇ જશે.

આવોજ એક બીજો પરચો પુજ્ય બાપા ફરતા ફરતા બગદાણા આવેલા ને બગદાણા ના મનવીયો ના હૃદયમાં એવુ સ્થાન મેળવી લિધેલુ કે બાપા કહે દિવસ તો દિવસ ને રાત કહે તો રાત બાપા ની સેવામાં બગદાણા ગામના લોકો હાજર રહેતા પછી તો ધિરે ધિરે આજુબાજુના ગામડામાં પણ બાપાની સુવાસ ફેલાઈ ગઈ. બાપા ની પોતાના ગામમાં પધરામણી થાય એવુ લોકો ઇચ્છતા અને બાપા આમંત્રણ નુ માન રાખવા જતા પણ બાપાની મરજી મુજબ ગમે ત્યારે ઉભા થઇ ને હાલતા થઇ જતા કે હાલો વાલા હુ જાવ વિચાર કરો કે જે સમયે કોઇ પાસે સાયકલ ન હતી એ સમય મા બાપા પાસે મોટર હતી.

બાપા ને ગમે ત્યાં જવાનુ હોય પણ ડ્રઇવરથી પુછાય જ નહી કે બાપા કયા જવુ અને કદાચ પુછ્યુ હોય તો કેવો જવાબ મળે એનુ નક્કી નહી એટલ બાપા મોટર મા બેસી જાય એટલે બાપાની આંગળી ના ઇશારે જ ગાડી ચલાવે જે સ્થળે જવુ હોય તે સ્થળ આવી જાય ત્યારે જ ડ્રઇવરને ખબર પડે કે ઠિક બાપા ને અહી આવું હતુ. બાપા નુ મસ્તી ભર્યુ જીવન,બગદાણા નો આ આપણો ગાંડો બાવલિયો એક દિવસ અસ્ત પછી ધિરે ધિરે ધરતી માથે અંધારા ના ઓળા ઉતરી રહ્યા છે એવા ટાણે બગડનદી ની વેળુ મા બેઠા છે ઉનાળા નો વખત છે નદી ની વેળુ ઠરી ને હિમ જેવી થઇ ગઇ છે બાપા વેળુ ની મોજ માણી રહ્યા છે એવે ટાણે કોઇ ના પગ તળે રેતી ચળવાવા નો અવાજ આવે છે.

બાપાએ જોયુ તો કોઇ પ્રસંડ કાયા વાળો કાળો માનવ સામે આવી ને ઉભો રહ્યો ને કહેવા લાગ્યો કે બાવા તારી મઢીયે હરીહર શરૂ કરાવ ને બાપા એ પ્રસંડ કાયા વાળા માનવી ને ઓળખી ગયા એ પ્રસંડ મા માનવી ના રૂપ મા કાળ ભૈરવ પોતે હતા બાપા કહે મારી પાહે શુ છે તુ એટલો બધો દયાળુ છો તો કે’દુ નો આ બગડેહરે નવરોં બેઠો છો તે તુ કે’તો હો તો હરીહર સરૂ કરુ એવુ કહેવાય છે ત્યાર થી આજ દિવસ સુધી હરીહર શરૂ છે કયારેય કોઇ વસ્તુ ખુટી હશે એવો એક પણ દાખલો શોધવા જઇએ તો મળે નહી રોજ હજારો યાત્રાળુ પ્રસાદ આરોગે છે. આજ તો ગુરૂ આશ્રમ બગદાણા વિશ્વમા પ્રખ્યાત છે. ભાઇ અને મારબલ ના મહામંદિર મા ચાંદીના શરીરે બાપા બિરાજે છે

અને એક માનવી આરતી ઉતારે છે આમ તો ગુરૂ આશ્રમ બગદાણા મા વર્ષમા બે મેળા ભરાય છે એક ગુરૂ પુર્ણી માનો મેળો ને બિજો પોષ મહીના ની પુર્ણી મા થી ચોથ સુધી ચોથ એટલે બાપા ની ”પુણ્યતિથી” એટલેકે ચાર દિવસ નો મેળો ભરાય છે એમાય ચોથ ના દિવસે તો ભાઇ માનવ મહેરામણ ઉભરાય છે હૈયે હૈયુ દળાય એટલી જન મેદનીનું કિડીયારૂ ઉભરાય છે અને માનવી માટે સરસ મજાની આશ્રમ દ્વારા સુવિધા ગોઠવ્વા મા આવે છે આટલા બધા માનવીયો ને ગૂરૂ આશ્રમ દ્વારા પંગત મા બેસાડી ને જમાડે તે નવાઇ કહેવાય ને?હા મને નવાય લાગેલી ત્યારે મે બગદીણા આશ્રમ મા વરસો થી સેવા આપતા બગદાણા ના જ શ્રી કરણાભાઇ ભંમર ના પુત્ર રાજુભાઇ ભંમર ને પુછ્યુ કે આપને આશ્રમ ની નિકટ રહેવાનો મોકો મળ્યો છે તો મારે જાણવુ છે કે મેળા મા કેટલા માનવી ઉમટે છે.

અને એ માનવી ને સાચવ્વા કેટલા માનવી જોતરાય છે તે અગે ની માહીતી આપશો તો રાજુભાઇ ભંમર દ્વારા મને જાણવા મળ્યુ કે ગુરૂ આશ્રમ મા મેળા દર્મિયાન આશરે અઢી થી ત્રણ લાખ ની સંખ્યા મા માનવ ની મેદની ઉમટે છે અને એ ગુરૂ ભક્તો ને કોઇ જાતની અડસણ નડે નહી એ માટે આજુબાજુ કે દુર દુર ના ગામો માથી અઢીસો ભાઇઓ ના સેવા મંડળ સેવા કરવા આવે છે ને દોઢસો બહેનો ના સેવા મંડળો આવે છે દરેક મંડળ મા સાઠ થી ચિંતેર માણસ ની સંખ્યા હોય છે તો વિસ હજાર આજુબાજુ ની ભાઇઓ ની સંખ્યા થાય છે અને પંદરેક હજાર બહેનો ની સંખ્યા થાય છે સેવા કરવા વાળા ભાઇઓ ને બહેનો મળી ને ત્રિસ હજારે આકડો પહોચે છે.

ભાઇ રાજુભાઇ ભંમર નો આભાર કે જેમણે સરસ માહીતી આપી આ બજરંગદાસ બાપા ની ચોથ ના પ્રભાત થી મા જ સણગારેલા રથ મા નગરયાત્રા નિકળે છે અબીલ ગુલાલ ની છોળો સાથે ભાવિકભક્તો સુમધુર સંગીત ની ધ્વની ના તાલે ગાંડા થઇ ને નાચતા નાચતા ભાવવિભોર મનોવૃત્તિ સાથે બાપા ની નગર યાત્રામા જોડાઇ જાય છે અને બગદાણા ગામ ની એકે એક ગલીઓ મા બાપા ઘુમતા નજરે પડે છે બેનદિકરીયુ પોતાનો બાપ આગણે પધાર્યો હોય એવા ભાવથી પુજ્ય બાપા ને ચોખલિયા થી વધાવતી નજરે પડે છે આવી બાપાની નગર યાત્રા ને નેણે થી નિહાળવા દુરદુર થી માનવિયો ઉમટી પડતા હોય છે આખો દિવસ ફર્યા પછી બાપા સંધ્યાઆરતી ટાણે આશ્રમ મા પાછા ફરે છે જૈં હો બાવલિયા ની જૈં હો જો ત્યાર બાદ બાપા ની આરતી થાય છે.

આ બાપાની શુ વાત કરવી અરે આશ્રમ મા સેવા કરનાર ની વાત કરીયે તો આપણ ને નવાય લાગે કે આજ ના યુગ મા માણસ ને એક મિનિટનો સમય મળતો નથી તો ચારચાર દિવસ આમ નિસ્વાર્થ ભાવે જે સેવા કરવી એ એક ધન્યતા ને પાત્ર છે અને હો સરકારી પોલિસો ની સેવા પણ પ્રસંસનિય છે જ સતા પણ સિક્યુરીટી તરીકે સ્વયંમ સેવકો પણ પોલિસ ખાતાને મદદ કરે છે મેળા મા સિક્યુરીટીના રૂપમા આશ્રમ દ્વારા ઠેર ઠેર સેવકો ને ગોઠવ્વા મા આવે છે કોઇ અનિચનિય ધટના ન ઘટે તેની આશ્રમ દ્વારા કાળજી લેવાય છે.અને દુરદુર થી આવતા યાત્રીકો ના વાહન માટે સુંદર પાર્કિગ ની વ્યવસ્થા કરવામા આવે છે અને પાર્કિંગ ના સ્થળે સ્વયંમ સેવકો ગોઠવ્વામા આવે છે અને આવનાર યાત્રીકો ને કોઇ જાત ની તકલિફ ન ઉભી થાય જેની કાળજી લેવાય છે.

Advertisement