આ જગ્યાએ ચેહર માતાજી પ્રગટયાં હતા જાણો શું છે તેનો ઈતિહાસ જાણો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ વાત અંદાજે 1000(એક હજાર) વર્ષ પહેલાની છે. એક રાજપૂત દરબારની પૂજા-આરાધનાથી પ્રસન્ન થઈને મા ચામુંડાએ રાજપૂત દરબાર કુળમાં દીકરી સ્વરૂપે જન્મ ધારણ કર્યો હતો. પાકિસ્તાન અને ગુજરાતની સરહદના “હાલર“ (અથવા હલાડી) ગામમાં શેખાવતસિંહ રાઠોડને ત્યાં જ જગતજનની ચેહર મા પ્રગટયાં હતાં. ચેહરમાનાં પ્રાગટય પાછળ એક રાજપૂત દરબારની જગતજનની પરની અસીમ શ્રદ્ધા, સેવા અને સમર્પણની કથા જોડાયેલી છે. રાજપૂત દરબાર શેખાવતસિંહનાં લગ્નને અનેક વર્ષો વીતી ગયાં હોવા છતાં પણ તેમના ઘરે શેર માટીની ખોટ હતી.

આ ખોટને પૂરી કરવા તેમણે ખૂબ પ્રાર્થના કરી, પણ તેમની આ ખોટ પૂરી નહોતી થતી. એવામાં એક વાર તેમને કોઈ મહાત્માએ ચામુંડા માતાની પૂનમ ભરવાનું તથા આરાધના કરવાનું કહ્યું હતું. શેખાવસિંહે નિયમિત રીતે પૂનમ ભરી અને દરરોજ ચામુંડામાની પૂજા-આરાધના કરી. જેવી પૂનમ ભરવાનું પૂરું થયું કે માતાજીએ તેમને સપનામાં સંકેત આપ્યો. ચામુંડામાએ સ્વપ્નમાં આવીને આશીર્વાદ આપ્યા હતા કે તારા રાજદરબારમાં કેસૂડાનું ઝાડ છે, ત્યાં મારું ઘોડિયું બંધાવજે, એ જગ્યાએ હું તને મળીશ.

આ સાંભળીને રાજપૂત ખૂબ ખુશ થઈ ગયા. તેમણે માતાજીના આદેશ પ્રમાણે કર્યું અને થોડા સમય બાદ સપનાની વાત સાચી પડી. શેખાવતસિંહને ત્યાં ત્રણ દીકરીઓનો જન્મ થયો. જેમાં એક હતાં ગંગાબા, બીજાં હતાં સોનબા અને સ્વયંભૂ કેસૂડાના ઝાડની નીચે મળ્યાં હતાં તે ત્રીજાં ચેહુબા. ચેહરમાનું મૂળ નામ ચેહુબા હતું. જેમનું કેસરબા જેવું હુલામણું નામ પણ રાખવામાં આવ્યું હતું.

ત્રણ-ત્રણ દીકરીઓ જોઈને રાજા-રાણીના હરખનો પાર ન રહ્યો. ચેહર મા જે દિવસે પ્રગટયાં એ મહા સુદ પાંચમ એટલે કે વસંતપંચમીનો શુભ દિવસ હતો, તેથી આ દિવસને માતાજીનાં પ્રાગટય દિન તરીકે મનાવવામાં આવે છે. ચેહરબાઈ તો સાક્ષાત્ માતાજીનો જ અવતાર હતાં એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ-તેજસ પણ નિરાળું હતું. આમ કરતા કરતા ચેહુબા સાત- આઠ વરસના થયા. આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવરામાં કરાવ્યા. ચેહુબાના લગ્ન થયા કે તરત જ તેમના પતિનું મૃત્યુ થયું. ચેહુબાના પતિના મૃત્યુ નું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા. પણ લોકોને ખબર ન હતી કે, આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે.

આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો. આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતું તેમનું નામ ઔગર્ધ્નાથ (ઓધડનાથ) હતું. એટલે ચેહુબા રોજ આ સાધુની સેવા- પુજા કરવા જતા. ગુરુ ઔગર્ધ્નાથ એ બહુ સમય પ્રસાર કાર્ય પછી ચેહર માં ને એકનિષ્ઠ બનાવ્યા અને તેમને તૈયાર કર્યા આધ્યાત્મિક તાલીમ આપીને, પછી ચેહર માં ને તેમને નિષ્ણાંત બનાવ્યા આધ્યાત્મિક અને તાંત્રિક વિદ્યા માં. આમ કરતા કરતા તેરવાડાના લોકોને ખબર પડી કે, ચેહુબા રાજપૂત થઇને સાધુની સેવા કરવા જાય છે. ચેહુબા રોજ આ સાધુની ભકિત કરતા એટલે તેરવાડા ગામના લોકો ચેહુબા વીશે અલગ-મલકની વાતો કરવા માંડ્યાં. એટલે વાઘેલા પરિવારે ચેહુબાને સૂચના આપી કે, આજ પછી આ સાધુની સેવા કરવા તમારે જાઉ નહીં.

પરંતુ તોય ચેહુબા આ સુધીની સેવા- ભકિત કરવા જતાં. એક દિવસ આ વાઘેલા રાજપૂતોએ વીચાર કર્યો કે, આ બાઇ આપણું કીધું માનતી નથી. આપણે આ બાઇ જોઇએ નહીં. અને ચેહુબાને મારી નાખવાનો કારસો ઘડ્યો. પછી ચેહુબાને તેરવાડા ગામના કુવામાં ફેંકી દીધા. જેવા ચેહુબાને કુવામાં નાખ્યાં એટલે કુવામાંથી અવાજ આવ્યો કે, અલ્યા તમે મને ઓળખી ના શક્યા હું ચામુંડાનું સ્વરૂપ ચેહુબા હતી. પણ આજથી ચેહર માતા તરીકે જગતમાં ઓળખાઈશ અને જતા જતા મારી ચેહરની એક વાત સાંભળતા કે તમારા આ નગર તેરવાડા ગામને ઉજ્જડ બનાવું ને તો એમ માનજો કે, ચેહર માતા બોલ્યાં હતાં.

પછી ચેહર માતાએ વીચાર કર્યો કે, હું આ કુવામાં જ બેસી રહીશ તો મને ઓળખશે કોણ આમ વીચારીને ચેહર માતા રથડો જોડીને મરતોલીની મીઠી વરખડીએ ઉતર્યા. ત્યારે મરતોલી ગામ જુનું આયરોનું ગામ હતું અને આવી રીતે માતાજીનું મરતોલીમાં પ્રાગટ્ય થયું અને મરતોલી ના લોકો ને ખાલી ચેહર માં ના નામ જપવા થી ગણા ફાયદા થવા લાગ્યા. અને ચેહર માં પણ બધા ને આશીર્વાદ આપતી હતી અને તેમની ઇચ્છાઓ પૂરી કરતી હતી.

ચેહર માં રોજ ના ૩ સ્વરૂપ બદલે છે. ચેહર માં તમને નાની છોકરી કે મોટી ઉમર ની સ્ત્રી ના સ્વરૂપ માં જોવા મળશે. ચેહર માં તેમના ભક્તો ની બધી ઈચ્છા પૂરી કરે છે કે જે ભક્તો તેમને સાચા દિલ થી પૂજા કરે છે અને જે ભક્તો તેમની માન્યતા પૂરી કરવા માટે કોય પણ પરીક્ષા આપવા તૈયાર હોય છે. ચેહર માં હમેશા સત્ય નો સાથ આપે છે અને જુઠાણું બંધ કરે છે. ચેહર માં એ ચામુંડા માં નું બીજું સ્વરૂપ છે. ચેહર માં તેમના સાચા ભક્તો ને જ દર્શન આપે છે. : ચેહર માં મંત્ર માં વધારે માને છે અને જો સાચા દિલ થી મંત્ર જપો તો, ચેહર માં જલ્દી મદદે આવે છે.

ચેહર માં નું બીજું નામ “ભવાની” પણ છે (સંસ્કૃત માં ”ભાવ” એટલે ભ્રમણા ની દુનિયા) અને ચેહર માં તેમના ભક્તો ને બહાર કાઢે છે કે જે ભ્રમ માં ફસાયેલા હોય છે. ચેહર માં નો અવતાર કેશુડાના ઝાડ નીચે થયેલ એટલે તે “કેશર ભવાની માં” ના નામે પણ પ્રખ્યાત છે. ગુજરાતભરમાં ચેહરમાનાં નાનાં-મોટાં મંદિરો આવેલાં છે. અમદાવાદમાં મેમનગર, મણિનગર વિસ્તારમાં તેમજ મરતોલી સહિત અનેક જગ્યાએ ચેહર માતાજીનાં મંદિરો આવેલાં છે, જ્યાં ધામધૂમપૂર્વક ચેહરમાનો પ્રાગટય દિવસ ઊજવવામાં આવે છે.

ગામની અમૂક અભાગણ બાઈઓ તેમના નામે જાત-જાતની વાતો કરતી. ચેહુબા હમેશાં ભજન ગાતા રહેને ગવડાવતાં રહે.નાનાને માન આપે. દુઃખ પડે તોયે હસ્તાં-હસ્તાં વેઠી લે ભીતરની વેદનાનો અન્યને અહેસાસ થવા દે નહી.શિવ પૂજા વખતે સ્તવનો ગાતાં ત્યારે ભક્તગણો અને આસ્થાળુઓ અચંબામાં પડી જતાં સાક્ષાત શક્તિનો અવતાર હોય તેવું સ્વરૂપ જોવા મળતું. ભજનનો સૂર મિલાવતાં જાય.અદભુત અને દિવ્ય વાતાવરણ પથરાઈ જતું.એ સદાચારી,ભક્તિ પરાયણ અને હેતાળ વિદુષી માતાનું હેત ત્યારે સૌના હૈયે હેતની હેલી વરસાવતું વસ્તીમાં આનંદના ગુલાલ ઉડાડતું.ખોરડે-ખોરડે જાણે દીવા પ્રગટતા.

સત્યના તો પારખાં જ થાય. ચેહુબાને તો કયાં સિમાડાઓમાં જ ઓજસ પાથરવાં હતાં ! એમને તો સમગ્ર દેશમાં શક્તિનો સંચાર કરવો હતો. કાળક્રમે વાઘેલાઓના એક ભાટીએ રાજની સ્ત્રી કેસરબાને આવા સાધુમય રૂપમાં જોઈને વાઘેલા દરબારોની કાન ભંભેરણી કરી અને સારાં-ખોટાં વચનો કહી ઘણા આરોપો નાખ્યા “નગર આખામાં આપની અપકીર્તી થાય છે.

” આવાં કટુવચનો એ ભક્તિમય વાતાવરણમાં દ્રેષ અને શંકા-કુશંકાએ સ્થાન લીધું.શક્તિને પોત પ્રગટાવવાનો સમય પાકી ગયો.દરબારી માણસો એ ભેગા થઈ ચેહુબાને જણાવ્યુ ; “આપ રાજની આબરુ ને લાંછન લગાડતાં ત્યાં બાવાના આશ્રમે જવાનું બંધ કરશો. પણ આતો શક્તિનો અવતાર સાક્ષાત ચામુંડાનો અવતાર.

બીજા દિવસે પોતાના નિત્યક્રમ પ્રમાણે કાંકરેચી ગાયનું દુધ લઈને શિવને ચડાવવા અને સાધુને પીવડાવવા નીકળી ગયાં. આજ્ઞાનું ઉલ્લંઘન જાણી ક્રોધમાં પાછળ પાછળ આવેલા ક્ષત્રિયોએ યુક્તિ રચી કે ગામની વાવમાં ફેંકી દેવા.આશ્રમમાં દરબારના માણસો આવે છે તો એ સમયે ઓગડનાથજી સમાઘિમાં લીન હતા.તો માણસો ચેહુબાને બન્ને બાજુથી બન્ને હાથે પક્ડીને આશ્રમની આગળ આવેલ વાવમાં ફેંકી દીધાં.

ફેંકીને આવેલ વાઘેલા પરિવારના યુવાનોને વળતા આશ્રમ માં આવતા જોઈને મહાત્મા ઓગડનાથજી બાવા પણ ત્યાંથી ચાલવા લાગ્યા અને થળીમાં આવેલ મીઠાંજાળાં(ઢુલી) ના ગોડાં(ઝાડી)ને ઓળંગી ને એક જગ્યાએ કુંમકુંમના પગલાં પડયા રહ્યાં ને અન્તર્ધાન થઈ ગયા.હાલે પણ ત્યાં ઓગડનાથનાં પગલાં જોવા મળે છે. એ દિવસ હતો અષાઢ મહિનાની અમાસનો એટલે કે ‘દિવાસા’ નો દિવસ આ દિવસે હાલ પણ ‘ઓગડનો મેળો’ ભરાય છે.

ચેહુબાને વાવમાં ફેંકીને આવેલા માણસો જયારે ઘરે આવીને જુએ છે તો ચેહુબા પોતાના ઘરે આંગણામાં બેઠેલા હોય છે.ક્રોઘથી જવાળા નાખતી આંખો સામે પણ જોવાની કોઈની હિંમત નથી. ક્રોપાયમાન ચેહુબા ત્યાંથી ઊભા થઈ ને નિકળ્યા ને વાઘેલા પરિવારને શાર્પ આપતા ગયા કે “તમારા નગરનું ઝગર થશે, દરબારોનું છે તે તરગાળાનું રાજ થશે.” આમ, ક્રોપાયમાન સ્વરૂપ સાથે રાજ દરબારમાંથી નિકળ્યા કહેતા ગયા ;

‘તમે મને જેમાં નાખવા માગતા હતા તેમાં જ જાઉં છું આવું કહી નગરના મહેલની બહાર નિકળી ગયા.દંતકથા મુજબ નગરની બહારની વાવમાં જયારે ગરકાવ થતાં.એ સમયે કુવામાં ઉતરતાં હતા ત્યારે નગરના રાજા મોતીશા વાધેલા આવીને કરગરવા લાગ્યા; ”અમો પામર માનવીઓ આપને ઓળખી શક્યા નહિં…મા ! આપતો દેવી છો , અમારા ઉપર કૃપા ર્દષ્ટિ કરો.”

દરબારના દયામણાં વચનો સાંભળી એમને માફ તો ન કર્યા પણ ઓગળનાથની ઉપાસના કરવાનું કહયું.ઓગડનાથ મહાત્માની ઉપાસના કરતાં વાઘેલાઓને “જયાં દિવો દેખાય ત્યાં નગર વસાવજો” એવો સંકેત થયો.વાઘેલાઓએ ‘દિવા’ પરથી ‘દિયોદર’ વસાવ્યું.જયાં હાલ પણ વાઘેલા વંશના રાજપુત-દરબારો વસે છે. માતાજી જે સમયે થોડો સમય થોભ્યા એ સમયે દરબારની નજરમાં ર્દશ્ય આવ્યુ તે ર્દશ્યને ચિત્રકાર પાસે ફોટો બનાવડાવ્યો એ અડઘી તસ્વીર જ છે.

વર્ષોના વાણા વહી ગયા પછી હાલે નગર તેરવાડામાં ચેહરબાઈના બહેન ગંગાબાના નામનો ગંગાજળિયો કુવો,સોનબાના નામનું સોનેરી તળાવ, નિલકંઠ મહાદેવનું મંદિર અને સિદ્ધયોગી ઓગડનાથના પગલાં થળીમાં જોવા મળે છે.હાલે પણ ત્યાં થળીમાં “ઓગડનાથની જાગીર”નો કિલ્લો જોવા મળે છે.ચેહર માતાજીની કૃપાથી ત્યાંના પુજારી તરીકે ગામના જ બે વર્ષની વયે જેને વાલનું દર્દ હતું માતાજીની કૃપાથી દુર થતાં બ્રહ્મચારી નટુભાઈ પૂજારી તરીકે પૂજાઅર્ચના કરે છે. ભુવાજી ગામના ઠાકોર ઉદાભાઈ મફાભાઈ માતાજીની સેવા-પૂજા ને ભાવીભક્તોને આશીર્વાદ આપે છે.

પુજારીના જણાવ્યા મુજબ ગંગાજળિયા કુંવામાં જયાં ચેહરમા એ જળમાં સંચાર કર્યો હતો તે ગંગાજળિયા કુવામાં મા ચેહર સાક્ષાત નાગણીના રૂપે દર્શન આપે છે.હાલ આવા કુડા કળયુગમાં પણ કુવાનું પાણી દર રવિવારે અને પૂનમના દિવસે સાતકલરનું જોવા મળે છે,જો કોઈ ભાવિક શંકા કરેને કુવામાં ઉતરે તો કુવામાં ચારેબાજુ રંગબેરંગી રોશની થતી હોય તેવો આભાસ જોવા મળે છે.દર પૂનમના દિવસે પ્રસાદ હોય છે.ચૈત્ર માસની આઠમના દિવસે માતાજીની જાતર થાય છે.સમગ્ર નગર તેરવાડા નવેનવ દિવસ માતાજીના નવલા નોરતાની ઉજવણી કરે છે. “મા ચેહર દરેક ભાવિક ભક્તોની મનોકામના પૂર્ણ કરે એવી બેહાથ જોડી પ્રાર્થના