આ 6 સરળ રીતે તમે ઓછું કરી શકો છો વજન,દવા ની પણ જરૂર નહીં પડે,જાણી લો રીત….

ભૂખ એ એક એવી વસ્તુ છે.જે ભાગ્યેજ કોઈનાથી કન્ટ્રોલ થતી હોય છે.ઘણા લોકો એવા હોય છે જે ગમે એટલું ખાઈ પણ થોડીવાર પછી ફરી ભૂખ્યા થઈ જાય છે.જોકે ભૂખ તો ગમે તે ઋતુમાં લાગી શકે છે.પરંતુ વધારે ભૂખ શિયાળા દરમ્યાન વધુ લાગે છે.મસ્ત ઠંડીમાં ગરમા ગરમ ચા નાસ્તો જે દરેક વ્યક્તિ ઈચ્છે છે.આખો દિવસ ઠંડી લાગે તો દરેક ને ચા પીવાનું મન થઇ જાય અને ગુજરાતી લોકો એટલે ચા હોઈ તો નાસ્તો તો જોવે ને..જોકે આ બધો એક આનંદ છે.પરંતુ ઘણા એવા લોકો પણ હોઈ છે જે શિયાળામાં ઠંડીમાં પોતાને ફિટ રાખવા માટે સવાર સવારમાં વૉક કરે છે.યોગા કરે છે.

અને કેટલાક લોકોએ તો ફિટ દેખાવાના ચક્કરમાં જિમની મેમ્બરશિપ પણ રિન્યૂલ કરાવી લીધી હશે. ત્યાં જ ઘણા લોકોએ તો ઓઈલ ફ્રી, ઓછું સ્પાઈસી, બેસ્વાદ ખાવાનું પણ શરૂ કરી દીધું હશે. સ્લિમ અને ફિટ દેખાવા માટે લોકોએ જુદા જુદા જતન શરૂ કરી નાંખ્યા હશે.પરંતુ આજ અમે આ આર્ટિકલમાં તમને વજન ઓછો કરવાના કેટલીક એવી અજીબોગરીબ ટિપ્સ જણાવીશું જેના દ્વારા તમે તમારા શરીરમાંથી વધુ પ્રમાણમાં વેટલોટ કરી શકો છો.

ફુદીનો, કેળા અને સેવને સૂંઘો.જી હાં, બિલ્કુલ સાચુ સાંભળ્યું તમે. હેલ્દી ફ્રૂટને સૂંઘવાથી જ પેટ ભરાઈ જાય છે. તેના વિશે તમે પહેલા નહી સાંભળ્યું હોય પરંતુ તમે એક વાર એક્સપેરિમેન્ટ કરીને જોવો જેટલી તમે આ ફ્રૂટ્સની ગંધને સૂંઘશો તેટલી જ તમને ભૂખ ઓછી લાગશે. તેના કારણે વજન પણ ઓછો થશે.

તમારા ભોજનનો ફોટો લો.બિલ્કુલ સાચું. ખાવાનુ ખાતા સમયે તમે એક પિક્ચર લો હવે તેને ઈંસ્ટાગ્રામ કે ફેસબુક પર ના નાંખો તે ખાવાને ધ્યાનથી જુઓ. પછી વિચારો કે શું તમે હેલ્દી ફૂડ ખાઈ રહ્યા છો કે નહીં. તમારી બોડીને તેની જરૂર છે કે નહી.

રિલેશનશિપમાં આવી જાઓ.શું…? સાંભળીને હસવાનું તો આવી જ રહ્યું હશે, પરંતુ આ સાચું છે. એક રિચર્સ મુજબ જ્યારે પણ તમે પ્રેમમાં હોય છો તો શરીરમાંથી હોર્મોન ઝડપી નીકળે છે, જેની મદદથી તમારી ભૂખ મરી જાય છે. મૂવી જોતા સમયે કે જ્યારે પણ તમે એકલા હોય તો તમને બિલ્કુલ પણ ભૂખનો અહેસાસ થશે નહી. રિચર્સમાં એ પણ સામે આવ્યું છે કે એક લાંબી કિસથી તમે એક મિનીટમાં ૨ કેલેરી સુધી વજન ઓછું કરી શકો છો. જો તમે સિંગલ છો તો આજથી જ તમારા માટે પાર્ટનર જોવાનું શરૂ કરી દો.

ફેસબુક પર રહો એક્ટિવ.અમે આ વાત સાથે બિલ્કુલ સહમત નથી. ફેસબુકના ૭ વર્ષોમાં આજ સુધી આવું કોઈની સાથે નહી થયું હોય. પરંતુ એક રિચર્સ મુજબ ફેસબુક પર એક્ટિવ રહેનાર લોકો એટલા બિઝી થઈ જાય છે કે લોકોની પ્રોફાઈલ ચેકઆઉટઝ કરવામાં અને પોતાના નવા પિક્ચર્સ અપલોડ કરવામાં તેમને સમયનો અંદાજો પણ રહેતો નથી. અને તેમને ભૂખ પણ ઓછી લાગે છે.

બ્લૂ ઈફેક્ટ.એમ તો બ્લૂનો અર્થ દુખ. જ્યારે તમે દુખી હોવ છો ત્યારે કોઈ વસ્તુમાં મન લાગતું નથી. અહી સુધી કે તમે ખાવાનુ ખાવામાં પણ તમારી દિલચસ્પી ઓછી થઈ જાય છે પરંતુ એક રીસર્ચ મુજબ જ્યારે તમારા હોલ કે કલરનો રૂમ બ્લૂ હોય છે કે ત્યાં લાગેલો બલ્બ કે લાઈટનો કલર બ્લૂ હોય છે તો તમે જમવાનું ઓછુ જમો છો. કેમકે બ્લૂ લાઇટમાં ખાવાનું જોવામાં ઓછું સારું લાગે છે. એટલા માટે ખાવાનું મન થતું નથી. એટલે ઘરમાં બ્લૂ પ્લેટ અને ક્રોકરી લઈ આવો જેથી તમને ખાવામાં મન ઓછું લાગે.

મિરરની સામે બેસીને.મિરરની સામે બેસીને જમવાનું જમો તે વધારે મુશ્કેલ કામ નથી. જમતી વખતે તમે મોટાભાગે પોતાને જોતા રહેશો તો તમને અંદરથી અહેસાસ થશે કે તમારે કેટલું ખાવાનું ખાવું જોઈએ અને કેટલું નહીં. સાચું માનો આ ટ્રીકથી તમે પોતાના પર કંટ્રોલ કરી શકશો.

ડાઇટ કરતી વ્યક્તિ સાથે બેસીને ખાવ.જીહા મોટેભાગે આપણે એકલા ખાઈએ તો ન જાણે કેટલુ બધું ખાતા હોઈએ છીએ.આવી સ્થિતિમાં જો કોઈ વ્યક્તિ સ્ટ્રીક ડાઇટ કરે તેની સાથે બેસીને ખાવ જેનાથી તમને પણ અનુભવ થશે કે આ વ્યક્તિ કેટલું ફિટ છે.તમે પણ પોતાને ફિટ રાખવા માટે એ સમયે ઓછું ખાશો.રોજ આવું કરો ધીમે ધીમે તમેં જાતે જ ઓછું કરી દેશો જમવાનું.