આ ડ્રિંક ના સેવનથી તમારી ચરબી મિનિટોમાં થઈ જશે ગાયબ, આ રીતે બનાવી કરો તેનું સેવન…..

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં એવા ડ્રિંક વિશે જણાવવા જઈ રહ્યા છે જેને પીવાથી તમારી ચરબી મિનિટોમાં ગાયબ થઈ જશે. વજન ઓછું કરવું એ મોટાભાગના લોકો માટે એક પડકાર બની ગયું છે. વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા. વજન ઘટાડવા માટેના પીણાં વજન ઘટાડવા માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. વજન ઓછું કરવું એ દરેકનું સ્વપ્ન છે. પરંતુ આયુર્વેદિક વજન ઘટાડવાનું પીણું આ સ્વપ્નને પૂર્ણ કરી શકે છે.

વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે.ભૂખ્યા રહે છે, કસરત કરે છે.આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે.ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે.બાદમાં તે વજન ઘટાડવા માટે જીમ અથવા આહારનો આશરો લે છે.જીમ વજન ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ તેના માટે સખત મહેનત કરવી જરૂરી છે.

જો તમે જીમમાં જઇને વજન ઓછું કરવા માંગો છો, તો તે માટે સમય અને સમર્પણની જરૂર છે. આની સાથે વજન ઓછું કરવા માટે ધીરજની પણ જરૂર છે. કારણ કે વર્કઆઉટ્  કરવાથી વજન ઓછું થાય છે, પણ ધીરે ધીરે.ઘણા લોકો ડાયેટિંગ કરીને વજન ઘટાડવાનો પણ પ્રયત્ન કરે છે. પરંતુ તેની પણ એક યોગ્ય રીત છે.

કેટલાક લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના ડાયેટીંગ શરૂ કરે છે, જે તેમના સ્વાસ્થ્યને વધુ નુકસાન પહોંચાડે છે. જીમની જેમ આહાર દ્વારા વજન ઓછું કરવામાં પણ સમય લાગે છે કારણ કે તે પણધીમી પ્રક્રિયા  છે.પરંતુ આજે આ લેખમાં એક ચમત્કારી ડ્રિંક લઈને આવ્યા છે જેના સેવન માત્રથી જ તમારું વજન માખણની જેમ ઉતરી જશે.

કોબુચા ટી વિશે ખૂબ જ ઓછા લોકોને જાણકારી હશે. એટલે સુધી કે ઘણા લોકો એવા પણ છે જેમણે આ ચાનું નામ પહેલી વખત સાંભળ્યું હશે. કોબુચા ટી પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ લાભકારી હોય છે. આ ચાનાં સ્વાદ વિશે વાત કરવામાં આવે તો તે થોડી ખાટી હોય છે. કોબુચા ટી ની સાથે ઘણા પ્રકારના ફાયદા જોડાયેલા છે અને આ ચા પીવાથી વજન પણ ઓછું કરી શકાય છે. કોબુચા ટી શું છે, તેને કેવી રીતે બનાવવામાં આવે છે અને તેના લાભ શું છે, તેના વિશે આજે અમે તમને અમારા આર્ટિકલમાં જણાવીશું.

કોબુચા ટી ચીન દેશમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. આ ચાર ખમીર અને બેક્ટેરિયાને બ્લેક/ગ્રીન ટીમાં ઉમેરીને બનાવવામાં આવે છે. આ ચા નું ઉત્પાદન હજારો વર્ષથી ચીનમાં થઈ રહ્યું છે અને આ ચા ચીન દેશની સંસ્કૃતિ છે.

કોબુચા ટી બનાવવાની રીત.

એક ગ્લાસ પાણી ગરમ કરવા માટે રાખી દો. આ પાણીમાં બ્લેક અથવા ગ્રીન ટી ઉમેરી દો અને સ્વાદનાં હિસાબે ખાંડ ઉમેરો. પાણી યોગ્ય રીતે ગરમ જાય તો ગેસને બંધ કરી દો. હવે આ ચા ની અંદર સ્કેબી (ખમીર અથવા બેક્ટેરિયા) ઉમેરો અને તેને ડબ્બામાં બંધ કરીને એક સપ્તાહ માટે રાખી દો. એક સપ્તાહ બાદ આ ચા બનીને તૈયાર થઇ જશે. તમે આ ચાનો સ્વાદ વધારવા માટે તેમાં એલચી અને તજ જેવા મસાલા પણ ઉમેરી શકો છો. કોબુચા ટી બનાવવાની પ્રક્રિયા જાણી લીધા બાદ તમે આ ચા સાથે જોડાયેલા લાભ પણ જાણી લો.

વજન ઘટે છે, કોચૂબા ટી પીવાથી વજન ખૂબ જ ઝડપથી અને સરળતાથી ઉતારી શકાય છે. હકીકતમાં આ ચા પીવાથી મેટાબોલિઝ્મ માં વધારો થાય છે અને મેટાબોલિઝમ વજન ઓછું કરવામાં સહાયક હોય છે. એટલા માટે જો તમે પોતાનું વજન ખૂબ જ ઝડપથી ઓછું કરવા માંગો છો તો આ ચાનું સેવન તમારે દરરોજ બે વખત કરવું જોઈએ.

ડાયાબિટીસ અને બ્લડપ્રેશર, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની સમસ્યા હોય તો પણ આ ચા જરૂરથી પીવો. જો કે સુગરનાં દર્દીઓએ આ ચાની અંદર ખાંડ ઉમેરવી જોઇએ નહીં. આ ચા પીવાથી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે અને સાથોસાથ બ્લડ પ્રેશર પણ નિયંત્રિત રહે છે. કોબુચા ટી ટાઈપ-૨ ડાયાબિટીસ વાળા લોકો માટે ફાયદાકારક છે.

હૃદયની બીમારીઓને રાખે દૂર, કોબુચા ટી પીવાથી હૃદય સાથે જોડાયેલા રોગોથી રક્ષા મળે છે.આ ચા કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખે છે અને આવું થવા પર હૃદયરોગ થવાની સંભાવનાઓ ઓછી રહે છે. કોબુચા ટી હૃદયના ધબકારાને પણ યોગ્ય રાખે છે અને હૃદયના ધબકારાને વધારે વધવા દેતી નથી અને ઓછું પણ થવા દેતી નથી.

આંતરડા રહે યોગ્ય, કોબુચા ટી આંતરડાનાં સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ છે. કોબુચા ટી પીવાથી આંતરડા યોગ્ય રીતે કામ કરે છે અને તેમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવાની સંભાવના ઓછી થઈ જાય છે. એટલું જ નહીં જીનને સ્વસ્થ બનાવી રાખવામાં પણ કોબુચા ટી લાભદાયક માનવામાં આવે છે.

જો તમે મેદસ્વીપણું ઓછું કરવા માંગતા હોવ તો તમે મેથીના દાણા પાણી સાથે લઈ શકો છો. ડોકટરોના કહેવા મુજબ, મેથીના પલાળેલા દાણાનું પાણી પીવાથી જાડાપણામાં ઘટાડો થાય છે. મેથી શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને ચરબી બર્ન કરે છે. મેથીના દાણામાં એન્ટાસિડ હોય છે જે પાચક પ્રક્રિયાને પણ મજબૂત બનાવે છે. તમે સૂવાના સમયે અડધા કલાક પહેલાં પાણીમાં મેથીના દાણા પલાળીને પીસી શકો છો.

જો તમારે વજન ઓછું કરવું હોય તો કેમો માઈલ ચા પીવો. કેમો માઈલ ચા જે ઔષધીય ગુણધર્મોથી ભરેલી છે. તેમાં કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે. તમે એક ગ્લાસ હૂંફાળું પાણી લો અને તેમાં કેમોલી ઉમેરો અને સૂવાના સમયના અડધો કલાક પહેલાં પીવો. આ તમને સારી ઉઘ જ આપશે નહીં, પરંતુ તમારું મેદસ્વીપણું પણ ઘટાડશે.