આ એક જ ચમચી ના સેવનથી 30 રોગો જડમૂળથી થઈ જશે ગાયબ,જાણી લો આ કામ ની માહિતી…

આપણા દેશમાં ઘણા પ્રકારની વસ્તુઓની ખેતી થાય છે જેમાં અલગ અલગ ઋતુમાં અલગ અલગ પાક થાય છે .જેના ફાયદાઓ પણ ઘણા બધા જોઇ છે. એવો જ એક પાક છે એરંડાનો.એરંડિયાનો પાક વર્ષા ઋતુમાં થાય છે. એના મૂળિયા, છાલ, પાંદડા, બિયાં તથા તેનું તેલ પણ ઉપયોગી છે. આ બધું જ ઔષધી બનાવવાના ઉપયોગમાં આવે છે. ઘરેલુ ઉપચાર માટે તે અતિ ઉપયોગી છે. તેના વૃક્ષ સમસ્ત ભારતમાં ઉગે છે. એરંડા બે પ્રકારના હોય છે. સફેદ તથા લાલ.ધોળો એરંડો તીખો, તીક્ષ્ણ, ગરમ, મધુર, કટુ, જડ, સ્વાદુ છે. તથા વાયુ કોઢ, બદ, ગુલ્મ, બરોળ, આમપિત્ત, પ્રમેહ, ઉષ્ણતા, વાતરક્ત, મેદ અને અંડવૃધ્ધિનો નાશ કરે છે.રાતો એરંડો તૂરો, રસકાળે તીખો, લઘુ અને કડવો છે. તથા વાયુ, કફ, દમ, ઉધરસ, કૃમિ, રક્તદોષ, પાંડુ, અરૃચિનો નાશ કરે છે. બંનેનાં પાંદડા વાતપિત્તને વધારનાર અને મુત્રકૃચ્છનો નાશ કરે છે.

એનાં બિયાંના ગોળા અગ્નિદીપક, અતિ ઉષ્ણ, તીખા, મીઠા, ખારા, સ્નિગ્ધ, મલભેદક અને લઘુ છે. તથા ગુલ્મ, શૂળ, કફ, યકૃત, વાતોદરનો નાશ કરે છે. એરંડાનું તેલ એટલે કે એરંડિયુ મધુર, ઉષ્ણ, ગુરુ, રૃચિકર, સ્નિગ્ધ અને કડવું છે તથા બદ, ઉદરરોગ, ગુલ્મ, વાયુ, કફ, સોજો, વિષમજવર અને કમર, પીઠ, પેટ ગુદાના શૂળનો નાશ કરે છે.કબજિયાત દૂર કરવામાં એરંડિયુ રામબાણ ઇલાજ છે. રાત્રે સુતી વખતે બે ચમચી એરંડિયુ પીવાથી મળ સાફ આવે છે.તેને ગરમ દૂધ અથવા હુંફાળા પાણીમાં ભેળવી પીવાથી લાભ થાય છે. પેટમાં વાયુ ભરાવવાને કારણે દુખાવો થાય ત્યારે એરંડિયુ લાભ કરે છે. બે ચમચી એરંડિયાને ગરમ દૂધમાં ભેળવી પીવાથી ફાયદો કરે છે.

એરંડાનું તેલ 20 મિલીલીટર અને આદુનો રસ 20 મિલીલીટર ભેળવીને પીવો, પછી ઉપરથી થોડું ગરમ પાણી પીવાથી વાયુના ગોળામાં તાત્કાલિક રાહત મળે છે. એરંડાનું તેલ અને તેની 2 થી 3 કળીઓ ખાવાથી પેટ સાફ થઇ જાય છે. એરંડાનાં પાન અને હરડેની છાલને ભેળવીને ઉકાળો બનાવીને પીવાથી બંધ પેટ ખુલે છે અને શૌચ ખુલીને આવી જાય છે.એરંડાનું તેલ 3 ચમચી, બદામ રોગન તેલ 1 ચમચીને 250 મિલીલીટર દૂધમાં ગરમ કરીને સુતા પહેલા લેવાથી કબજિયાત દુર થઇ જાય છે. 1 ચમચી એરંડાનું તેલ દૂધમાં ભેળવીને સૂવાના સમય પહેલાં પીવાથી ફાયદો થાય છે.

એરંડાના તેલનાં 30 ટીપાંને 250 મિલીલીટર દૂધમાં મિક્સ કરીને સેવન કરવાથી સામાન્ય પેટનો ગેસ દૂર થઇ જાય છે. નવજાત શિશુઓને નાની ચમચીમાં આપી શકાય છે.હરસ બહાર નીકળી ગયા હોય તો નિયમિત એરંડિયુ લગાડવાથી સૂકાઈ જાય છે. ઉપરાંત દુખાવામાં પણ રાહત થાય છે. કબજિયાતની તકલીફ રહેતી હોવાને કારણે પણ હરસ થાય છે. કબજિયાત દૂર કરવાથી હરસને કારણે મળ ત્યાગ વખતે તકલીફ થશે નહિ. સાંધામાં સોજો આવી જાય તો એરંડાના પાન પર થોડું એરંડિયુ અથવા સરસવ તેલ લગાડી ગરમ કરી સોજા પર લગાડી શકાય.

ઉપરાંત સોજાના સ્થાન પર કપડું બાંધી દેવું. નિયમિત આ પ્રયોગ કરવાથી દુખાવા તથા સોજામાંથી રાહત મળશે. વાયુ વિકારથી થતા પેટના વિકાર, કમરનો દુખાવામાં રાહત કરે છે. એરંડાના બિયાની પેશી ૧૦ ગ્રામ વાટી તેમાં પા લીટર દૂધ તથા તેના કરતાં અડધુ પાણી તેમાં ભેળવી પાણી બળી જાય અને દૂધ રહે ત્યાં સુધી ઉકાળવું ત્યાર બાદ તેમાં સાકર ભેળવી સાંજે પીવું.

માર લાગવાને કારણે ઘા માંથી રક્ત વહેતું હોય તો એરંડિયું લગાડી પાટો બાંધવાથી લાભ થાય છે. રૃના પુમડાંને એરંડિયામાં પલાળી રાતના સુવાના સમયે યોનિમાં રાખવાથી શૂળ માં લાભ થાય છે. આવશ્યક્તાનુસાર થોડા દિવસ સુધી નિયમિત પ્રયોગ કરવો. એરંડિયું પાયોરિયાને દૂર કરે છે. એરંડિયામાં થોડું કપૂર ભેળવી નિયમિત સવાર-સાંજ પેઢા પર ઘસવાથી પાયોરિયામાં લાભ થાય છે.

આંખમાં માટી, કચરો, ધુમાડાથી તકલીફ થાય તે સમયે એરંડિયાનું એક ટીપું આંખમાં નાખવાથી રાહત થાય છે. પગની એડીની ત્વચા ફાટે ત્યારે એરંડિયુ લાભ કરે છે. એરંડિયુ લગાડયા પૂર્વે પગને ગરમ પાણીથી ધોવા અથવા તો પાંચ મિનિટ સુધી હુંફાળા પાણીમાં ડુબાડી રાખવા, ત્યાર બાદ એરંડિયું લગાડવાથી ફાયદો થાય છે.

સ્ત્રીઓના સ્તનની નીપલ ફાટે ત્યારે તેના પર એરંડિયું લગાડવાથી લાભ થાય છે. દિવસમાં ત્રણ ચાર વખત લગાડવું અને આવશ્યક્તાનુસાર ત્રણ ચાર દિવસ સુધી પ્રયોગ કરી શકાય. સ્તનની નીપલ અંદરની તરફ હોય તો એરંડિયાથી માલિશ કરવાથી ફાયદો જણાશે. પરંતુ એરંડાના તેલનો ઉપયોગ વાળ અને માથાના સંબંધિત અલગ-અલગ વિકારોમાં પણ ખૂબ જ પ્રભાવકારી અસર દેખાડે છે.એડી ફાટવી : પગને ગરમ પાણીમાં ધોઈને તેમાં એરંડિયાનું તેલ લગાવવાથી ફાટેલ એડીઓ ઠીક થઈ જાય છે.માથાનો દુઃખાવો : એરંડિયાના તેલનું માલીશ માથામાં કરવાથી માથાના દુખાવાની પીડા દુર થાય છે. એરંડિયાની ડાળીને પાણીમાં વાટીને માથા ઉપર લગાવવાથી પણ માથાના દુખાવામાં રાહત મળે છે.

ડાઘ-ધબ્બા : તલ, મસ્સા, ચહેરા ઉપર ધબ્બા, ખીલ ફોડકી હોય તો એક બે મહિના સુધી સવાર સાંજ એરંડિયાના તેલનું માલીશ કરો. તેનાથી ઉપરના વિકાર ઠીક થઇ જાય છે. મસ્સા, ઉપર તેલમાં કપડું પલાળીને પાટો બાંધી રાખવું જોઈએ. કે એરંડિયાના તેલમાં ચણાનો લોટ ભેળવીને ચહેરા ઉપર ઘસવાથી ઝાઈ વગેરે દુર થઈને ચહેરો સાફ થઇ જાય છે.ડાઘ-ધબ્બા : તલ, મસ્સા, ચહેરા ઉપર ધબ્બા, ખીલ ફોડકી હોય તો એક બે મહિના સુધી સવાર સાંજ એરંડિયાના તેલનું માલીશ કરો. તેનાથી ઉપરના વિકાર ઠીક થઇ જાય છે. મસ્સા, ઉપર તેલમાં કપડું પલાળીને પાટો બાંધી રાખવું જોઈએ. કે એરંડિયાના તેલમાં ચણાનો લોટ ભેળવીને ચહેરા ઉપર ઘસવાથી ઝાઈ વગેરે દુર થઈને ચહેરો સાફ થઇ જાય છે.

ગઠીયા (સાંધાનો દુઃખાવો) : પેટમાં આંવ દબાઈ જવાથી ગઠીયા થઇ જાય છે. ગઠીયામાં એરંડિયાનું તેલ કબજિયાત દુર કરવા માટે સેવન કરો. તેનાથી આંવ બહાર નીકળશે અને ગઠીયામાં આરામ મળશે. કે ગોઠણનો દુઃખાવો દુર કરવા માટે એક ગ્રામ હરડે અને એરંડિયાનું તેલ સાથે સેવન કરવાથી રોગીના ગોઠણનો દુઃખાવો દુર થાય છે. કે 25 મી.લી. એરંડિયાનું તેલ રોજ સવાર સાંજ ખાલી પેટ પીવો તેનાથી ગઠીયાનો રોગ ઠીક થાય છે.

તલ મસ્સા : ચહેરા કે આખા શરીર ઉપર તલ, ધબ્બા કે ભૂરા ભૂરા ડાઘ (લીવર સ્પોટ્સ) હોય કે ગાલ કે ચામડી ઉપર નાની નાની ગાંઠો, કડક ગોટલા નીકળે તો દિવસમાં બે કે ત્રણ વાર સતત એરંડિયાનું તેલનું માલીશ કરથી ધીમે ધીમે બધું ઠીક થઇ જાય છે. એરંડિયાનું તેલ લગાવવાથી મસ્સા ઢીલા થઈને ખરવા લાગે છે. કે એરંડિયાના તેલને સવાર સાંજ એક બે ટીપા હલકા હાથથી મસ્સા ઉપર ઘસવાથી એક કે બે મહિનામાં મસ્સા પડી જાય છે.વાત રોગ : એરંડિયાના તેલમાં ગાયનું મૂત્ર ભેળવીને એક મહિના સુધી રોજ ખાવાથી દરેક જાતના વાત રોગ દુર થઇ જાય છે.

લોકો વાળોની સુંદરતા વધારવા માટે ન જાણે કેટલાંય પૈસા ખર્ચ કરે છે ત્યારે તેને અજાણતા ઘણા ફાયદા થાય છે. પ્રશ્ન એ ઉઠે છે કે જ્યારે ઓછા ખર્ચમાં તમે સરળતાથી વાળની સુંદરતા મેળવી શકો છો તો વધુ પૈસા ખર્ચ કરવાની શું જરૂર છે. જો થોડાંક સપ્તાહ સુધી એટલે કે અંદાજે 4-6 સપ્તાહ સુધી નિયમિત રીતે એરંડાના તેલનો ઉપયોગ કરવાથી વાળ સુંદર અને ઘાટા થઇ શકે છે.

નિયમિત રીતે વાળમાં એરંડાના તેલની માલિશ કરવાથી વાળ મજબૂત અને ઘાટા થઇ શકે છે.એરંડાનું તેલ પીળા રંગનું હોય છે. આ તેલ વાળ લાંબા કરવામાં અને નવા વાળ ઉગાડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા બે દિવસ માથામાં એરંડાનું તેલ નાંખો. આમ કરવાથી વાળના મૂળિયાને પોષણ મળે છે અને બલ્ડ સર્કયુલેશન વ્યવસ્થિત થાય છે.

તેના લીધે વાળના મૂળિયા મજબૂત થતા વાળ લાંબા અને ઘાટા થવા લાગશે. એક સામાન્ય વાત છે કે પુરુષોને ટકલા થવાથી બચાવામાં એરંડાનું તેલ ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવે છે. જો વાળા હાનિકારક રસાયણ કે ખૂબ જ તડકા વગેરેના લીધે ખરાબ થઇ રહ્યાં છે તો તોની સુંદરતા પાછી લાવવામાં એરંડાનું તેલ ઘરેલું ઉપચારના રૂપમાં લેવાય છે. કારણ કે આ ખૂબ જ ફાયદાકારક ઉપાય છે.ચહેરાની ઝાંખપ માટે : એરંડિયાનું તેલ 10 મિલી અને બેસન 50 ગ્રામ લઇ ભેળવીને લગાવવાથી ચહેરો સાફ થઈને સુંદર બને છે. ઝાંખપ દુર થાય છે.6ની માંગને અસર પહોંચી હતી, જેને પગલે ભારતીય દિવેલની નિકાસ ઘટી હતી.