આ ગુજરાતી અભિનેત્રીએ કર્યુ હતુ આ હિન્દી ફિલ્મમા કામ,બોલ્ડ સીન હતા ખુબજ મુશ્કેલ…

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો આજે આપણે આ લેખમા વાત કરીશુ હિન્દી મૂવી બિયાબાન વિશે મિત્રો તમને જણાવી દઇએ કે ગુજરાતી ફિલ્મોમાં સૌથી લાંબી ઇનિંગ કોઈ અભિનેત્રી રમી હોય તો પ્રથમ સ્નેહલતાનું નામ આવે છે અને તે સમયમાં સ્નેહલતાને બાદ કરતા બીજી કોઈ અભિનેત્રી આટલી વ્યસ્ત નહોતી અને અરૂણા ઈરાની હતી પણ તે પણ ટૂંક સમય માટે જ હતી અને ગુજરાતી ફિલ્મોમાં જ્યાં સુધી અભિનેત્રી ઓરિએન્ટેડ ફિલ્મો મળી ત્યાં સુધી જ તેમણે રસ લીધો હતો અને લાંબી ઈનિંગની હરોળમાં અત્યારે જો કોઈ અભિનેત્રી નું નામ મોખરે છે તો તે છે કિરણ આચાર્યતો આવો જાણીએ કિરણ આચાર્યના ફિલ્મ બિયાબાન ના ફિલ્મી અનુભવ વિશે.

Advertisement

મિત્રો આ ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી કિરણ આચાર્ય જેમણે ગુજરાતી ફિલ્મી કરિયરમાં અત્યાર સુધીમાં પોતાની દરેક ફિલ્મોમાં પોતાના ચાહકોને કંઇક નવું આપીને ખુશ કર્યા છે અને કોઈપણ ફિલ્મ હોય અને તેમા
હીરો તરીકે જીત ઉપેન્દ્ર હોય, હિતેન કુમાર હોય, હિતુ કનોડિયા હોય, ચંદન રાઠોડ હોય કે પછી સંજય મૌર્ય હોય કિરણ આચાર્યએ બધા કલાકારો સાથે કિરણ આચાર્યે સારુ એવુ કામ કર્યુ છે.

કિરણ આચાર્યનો લૂક લોભામણો છે તેમજ તે ખુબજ ગ્લેમરસ છે અને તે ખુબજ સુંદર પણ લાગે છે આ ઉપરાંત સોનામાં સુગંધ ભળે તેમ તેની ભૂરી આંખો તેની સુંદરતા મા વધારો કરે છે તેમજ મિત્રો કિરણ આચાર્ય અત્યારે દર ત્રીજી ફિલ્મે દર્શકોને જોવા મળી રહી છે ભૂપત ભાવનગરીની હિરોઈન પ્રધાન ફિલ્મ કેસર કેશવ ને કંકુ તથા ડી વી પટેલની પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર જેવી ફિલ્મોમાં કિરણ પોતાના અભિનયનો જાદુ ચલાવ્યો છે.

મિત્રો તમને જણાવી દઇએ કે કૃષ્ણકાંત પંડ્યાના ડિરેક્શન હેઠળ બનેલી ફિલ્મ બિયાબાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ધૂમ મચાવી હતી અને આ ફિલ્મને વિવિધ કેટેગરીમાં અનેક એવોર્ડ્સ મળ્યા હતા અને નોંધનીય છે કે આ ફિલ્મથી ગુજરાતી એક્ટ્રેસ કિરણ આચાર્યએ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રિમાં ડેબ્યૂ કર્યું હતુ અને મિત્રો દે તાલી,એક્કો બાદશાહ રાણી,પિયુ તારો કરે પોકાર,અને સાજણ તારા વિના સુની જિંદગી જેવી ફિલ્મ્સમાં કામ કરનાર કિરણ આચાર્યએ એક ઇન્ટરવ્યૂમાં પોતાના અનુભવ શૅર કર્યા હતાં.

મિત્રો આ ઈન્ટરવ્યૂમા કિરણ આચાર્યએ જણાવ્યું હતું કે મારા માટે ગર્વની વાત હતી અને જ્યારે હું આ ફિલ્મ કરતી હતી ત્યારે જરાપણ જાણ નહોતી કે ફિલ્મને આટલા એવોર્ડ મળશે અને અત્યાર સુધી મેં અનેક ગુજરાતી ફિલ્મ્સ કરી છે પરંતુ આ ફિલ્મ કરવી એ મારા માટે એક અલગ જ અનુભવ રહ્યો હતો અને જો ફિલ્મમાં એ જ વાત બતાવવામાં આવી હતી કે જો મહિલાઓ ના હોય તો શું હાલત થઇ શકે છે અને આ મેસેજ ખૂબ જ સારી રીતે આપવામાં આવ્યો હતો અને જ્યારે આ ફિલ્મ રીલિઝ થશે ત્યારે આશા છે કે દર્શકોનો પણ સારો પ્રતિસાદ મળશે.

મિત્રો કિરણ આચાર્યએ આગાળ જણાવ્યું હતું કે આ સ્ટોરીને અનુરૂપ આ ફિલ્મમાં થોડા બોલ્ડ સીન પણ હતા પરંતુ મેં ક્યારેય આ પ્રકારના બોલ્ડ સીન કર્યા નહતા તો આવા સીન કરવાં એ મારા માટે થોડું મુશ્કેલ હતું પરંતુ આ સીન પણ ફિલ્મનો એક ભાગ જ હતા અને જ્યારે આ ફિલ્મની સ્ટોરી મારી પાસે આવી હતી ત્યારે ફિલ્મ કરતાં પહેલા મેં વિચાર્યું હતું પરંતુ સબ્જેક્ટ પસંદ આવતાં મેં આ ફિલ્મ કરવાનું નક્કી કર્યું હતું.

મિત્રો કિરણ આચાર્યએ જણાવ્યું હતું કે આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનના મંડાવામાં થયું હતુ અને આ ફિલ્મનું શૂટિંગ સવારે 7 વાગ્યાથી લઇને રાતે 12 વાગ્યા સુધી ચાલતું હતું અને તે દરમિયાન અનેક મુશ્કેલીઓ પણ આવતી હતી તેમણે જણાવ્યુ હતું કે આ ફિલ્મની સ્ટોરી મજબૂત હોવાને કારણે શૂટિંગ કરવાની મજા આવતી હતી અને તેમણે કહ્યું હતું કે દરેક સ્ત્રી પ્રેમની મૂર્તી હોય છે અને સ્ત્રીનું જિંદગીમાં ખૂબ મહત્વ હોય છે અને તે પછી તેનું ભાભી, મા, સાસુ, દીકરી ગમે તે રૂપ હોય પરંતુ આ ફિલ્મ જોઇને એ ખ્યાલ આવી ગયો હતો કે જો સ્ત્રી વગર જિંદગી અધૂરી છે.

મિત્રો બિયાબાન એવી સ્ટોરી રજૂ કરતી ફિલ્મ હતી જેમાં ભ્રુણ હત્યાથી સમાજમાં યુવતીઓ ઓછી થઇ જાય છે અને આ પછી શું હાલાત સર્જાય છે તે ફિલ્મમાં બતાવવામાં આવ્યું હતુ મિત્રો આ ફિલ્મના ડિરેક્ટર કૃષ્ણકાંત પંડ્યાએ પનાહ, થોડી સી બેવફાઇ,બેદર્દી અને હત્યા જેવી ફિલ્મ્સમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું હતુ અને આ ઉપરાંત તેમણે પૃથ્વીરાજ ચૌહાણ,જય શ્રી ક્રિષ્ના અને અન્ય સીરિયલ્સ પણ ડિરેક્ટ કરી હતી.

બિયાબાન યુવા રાઇટર પંકજ સુબીરની શોર્ટ સ્ટોરી દો એકાંત પર આધારીત હતી અને પંકજે જ આ ફિલ્મના ગીતો લખ્યા હતા અને નોંધનીય છે કે આ ફિલ્મમાં કિરણ આચાર્ય સાથે લીડ રોલમાં એક્ટર યજુવેન્દ્ર પ્રતાપ સિંહ જોવા મળ્યા હતા અને આ ઉપરાંત પીપલી લાઇવ ના નથ્થા એટલે કે ઓમકારદાસ માણેકપુરી અને મુકુલ નાગે પણ મહત્વનો રોલ કર્યો હતો

Advertisement