આ હીરો સાથે સૌથી પેહલી ફિલ્મ કરી હતી કાજોલએ,જાણો કોણ છે આ હીરો……..

મિત્રો આજના અમારામાં આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારા માટે આ લેખમાં કાજલના સૌથી પહેલા હીરો અને તેના પાછળની રોચક કહાણી વિશે જણાવવા જઈ રહ્યા છે. તમારા જન્મદિવસ પર તમારા માતાપિતા અને બહેન એક સાથે મૃત્યુ પામવું આ વિચાર કર્યા પછી તમારી આત્મા કંપાય છે. તમારા જીવનમાં આવી ઘટના બને તે કેટલું દુર્ભાગ્યપૂર્ણ છે તે વિશે વિચારો. આ એક અભિનેતાની સાચી વાર્તા છે. ‘બેખુદી’ ફિલ્મથી તેમની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર કમલ સદાનાને તમે ભૂલી ગયા હશો.

આજે અમે કમાલ વિશે આવી વાર્તાઓ જણાવીશું, જેથી તમારી યાદો ફરી એકવાર જીવંત થાય. કમલની ‘બેખુદી’ વર્ષ 1992 માં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે કાજોલે કામ કર્યું હતું.90’sમાં આવેલી ફિલ્મ ‘બેખુદી’માં કાજોલનો હીરો રહેલા કમલ સદાનાને હવે લોકો ભૂલી ગયા છે. કમલની પર્સનલ લાઈફ ઘણી મુશ્કેલીઓથી ભરેલી રહી છે.

5 ઓગસ્ટ 1974 માં જન્મેલ કાજલે જ્યારે ની પહેલી ફિલ્મ ‘બેખુદી’ સાઇન કરી, ત્યારે તે 16 વર્ષની હતી અને શાળામાં અભ્યાસ કરતી હતી. તેમણે ફિલ્મોમાં કારકિર્દી બનાવવા માટે શાળા છોડી દીધી હતી.ફિલ્મ ‘બાજીગર’થી ફૅમસ થયેલી એક્ટ્રસ કાજોલ 46 વર્ષની થઈ ગઈ છે. 5 ઓગસ્ટ, 1974માં મુંબઈમાં જન્મેલી કાજોલે તેમના કરીયરની શરૂઆત વર્ષ 1992માં આવેલી ફિલ્મ ‘બેખુદી’થી કરી હતી.

આ ફિલ્મમાં તેમના હીરો કમલ સદાના હતાં, પણ તેમની દર્દભરી કહાણી સંભળી લોકો કંપી ઉઠે છે. ઉલ્લેખનીય છે કે, 21 ઓક્ટોબર, 1990ના કમલના 20માં બર્થડે પર તેમના પિતા વૃજ સદાનાએ તેમની મા સઇદા ખાન અને બહેન નમ્રતાની ક્રૂર રીતે હત્યા કરી દીધી હતી.કમલની મા સઈદા અને તેના પિતા વૃજ સદાના વચ્ચે ઘણીવાર ઝઘડા થતાં હતાં. કમલના બર્થડે પર પણ ઝઘડો થયો હતો.

દારૂના નશામાં ગુસ્સ થયેલાં વૃજ સદાનાએ તેમની લાઇસન્સવાળી પિસ્તોલથી પહેલાં તેમની વાઇફ અને પછી દીકરીને ગોળી મારી હતી. બંનેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.આ પછી વૃજ સદાના તેમના બેડરૂમમાં ગયા અને ખુદે પણ ગોળીમારી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના કમલની આંખો સામે થઈ હતી, જેની ખરાબ અસર તેમના મગજ પર થઈ હતી.

એક ઇન્ટરવ્યૂમાં કમલે કહ્યું હતું કે, ‘’મને યાદ છે જ્યારે ‘બેખુદી’ના એક સીનમાં કાજોલે મને માર્યો હતો. જોકે, સીન એવો હતો કે, મેં કાજોલના ભાઈને માર્યો હતો અને આ વાતને લીધે કાજોલે મને મારવાનો હતો.અનફોર્ચુનેટલી, ડિરેક્ટરે મને આ સીન માટે 10 રીટેક્સ આપ્યા અને કાજોલના લાફા ખાઈને મારો ચહેરો તરબૂચની જેમ લાલ થઈ ગયો હતો.બેખુદી કાજોલની ડેબ્યુ ફિલ્મ હતી. એવામાં કેનેડામાં શૂટિંગ દરમિયાન તેમની મા તનુજા સાથે હતી.

જોકે, તે ક્યારેય પણ શૂટિંગ દરમિયાન ઇન્ટરફેયર કરતી નહોતી. કમલ સદાના મુજબ, ‘‘કેનેડામાં શૂટિંગ દરમિયાન તનુજાજીનું હાજર હોવું સારો એક્સપીરિયન્સ હતો.કમલે જણાવ્યા મુજબ, કાજોલની મા મને રમી(પત્તાની એક ગેમ) રમતા શીખવાડી હતી. અમે ડૉલરમાં રમતા’તા અને આ રમતમાં મેં તેમની પાસેથી ઘણાં રૂપિયા ગુમાવ્યા હતાં.

આ પછી મેં કાજોલને કહ્યું કે, ‘હું તમારી મમ્મી સાથે ક્યારેય રમી રમીશ નહીં.કમલ સદાનાએ મેકઅપ આર્ટિસ્ટ લીસા જૉન સાથે લગ્ન કર્યાં છે. તેમને બે બાળકો 14 વર્ષનો દીકરો અંગદ અને 12 વર્ષની દીકરી લીયા છે. કમલ સદાનાએ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. તેમણે ‘કર્કશ’ અને 2014માં આવેલી ફિલ્મ ‘રોરઃ ટાઇગર્સ ઓફ ધી સુંદરવન્સ’નું ડિરેક્શન પણ કર્યું છે.

કાજોલના પહેલાં હીરો કમલ સદાનાએ ‘રંગ’ (1993), ‘બાલી ઉમર કો સલામ’ (1994), ‘રૉક ડાન્સર’ (1995), ‘હમ સબ ચોર હૈ’ (1965), ‘હમ હૈ પ્રેમી’ (1996), ‘અંગારા’ (1996), ‘નિર્ણાયક’(1997), ‘મોહબ્બત ઔર રંગ’ (1998), ‘કર્કશ’ (2005) અને ‘વિક્ટોરિયા નંબર 203’ (2007) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, ‘રંગ’ ઉપરાંત તેમની કોઈપણ ફિલ્મ હિટ થઈ નથી.વર્ષ 2006માં કમલ સદાના ટીવી સિરિયલ ‘કસમ સે’માં કામ કર્યું હતું. આ પછી તેમણે વર્ષ 2007માં તેમના પિતાની 1972ની હિટ ફિલ્મ ‘વિક્ટોરિયા નંબર 203’નું રિમેક બનાવ્યું હતું.

૧૯૯૬માં કાજોલની બમ્બઈ કા બાબુ નામે એક જ ફિલ્મ આવી, જે નિષ્ફ્ળ ફિલ્મ રહી. ૧૯૯૭માં એક ફિલ્મ આવી જેમાં કાજોલની હિમ્મતને દાદ આપવી પડે. તે ફિલ્મ હતી ‘ગુપ્ત’ જે ફિલ્મે એક્ટ્રેસ માટે નવી જ દિશા ચીંધવાનું કામ કર્યું હતું. આ ફિલ્મમાં તેની નકારાત્મક ભૂમિકા હતી. નકારાત્મક પાત્ર માટેનો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતનાર પ્રથમ મહિલા કલાકાર હતી.

કાજોલનું મહત્ત્વનું વર્ષ રહ્યું ૧૯૯૮. આ વર્ષમાં તેની ચાર ફિલ્મ આવી સલમાન ખાન સાથે ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, અજય દેવગણ સાથે ‘પ્યાર તો હોના હી થા,’ શાહરૂખ ખાન સાથે ‘કુછ કુછ હોતા હૈ’ અને સંજય દત્ત સાથે ‘દુશ્મન’ જેમાં પહેલી વાર ડબલ રોલમાં ઔજોવા મળી હતી. દુશ્મન સિવાયની બધી જ સુપરહિટ થઇ હતી.