આ જગ્યાએ એકબાજુ અંતિમ સંસ્કાર કરવામાં આવે છે અને બીજી બાજુ વૈશ્યાઓ ત્યાંજ નાચે છે,જાણો શું છે તેની પાછળ નું કારણ……

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે અને આજના આ લેખમા આજે આપણે વાત કરીશુ ભારતની એક એવી જગ્યા વિશે જ્યાની રૂપલલનાઓ મર્દાની સામે નૃત્ય કરે છે મિત્રો તમને જણાવી દઇએ કે આવુ દ્રશ્ય દુનિયાના કોઈ જગ્યાએ જોવા નહી મળે જે કાશીમા જોવા મળે છે અહી કાશીના સ્મશાન મણીકર્નિઁકા ઘાટ ઉપર જો કોઈ ચિતા સડગાવામા આવે છે તો તે ચિતા જ્યા સુધી ઠંડી ના પડે ત્યા સુધી ત્યાની રૂપ સુંદરીયો નૃત્ય કરે છે.

Advertisement

મિત્રો જ્યાં આખા વર્ષ દરમ્યાન મૃત્યુનો શોક રહે છે ત્યાં એક સાંજ હોય ​​છે જ્યારે વેશ્યાઓ નૃત્ય કરે છે અને આ વારાણસીના પ્રખ્યાત સ્મશાન મણિકર્ણિકા ઘાટની ચર્ચા છે અને એવું માનવામાં આવે છે કે જે રૂપ સુંદરીઓ અહીં નૃત્ય કરે છે તે આગળના જીવનમાં વધુ સારું જીવન મેળવે છે.

મિત્રો આ જ કારણ છે કે દર વર્ષે દૂર-દૂરથી વેશ્યાવૃત્તિ સાથે સંકળાયેલી મહિલાઓ અહીં આવે છે અને ઉત્સવને શણગારે છે અને આ વખતે પણ બુધવારે રાત્રે નાગરવિધ્ધોએ આગલા જન્મમાં તેમના શરીર વેચવા ન પડે તે માટે સળગતા ચિતાઓ વચ્ચે નૃત્ય કરીને આખી રાત રજૂ કરી હતી અને એવું કહેવામાં આવે છે કે આ પરંપરા અહીં ઘણા વર્ષોથી ચાલી આવી છે.

મિત્રો કાશીના મણિકર્ણિકાનું સ્મશાન એ વાત માટે પ્રખ્યાત જ છે કે ત્યાં જેને અગ્નિસંસ્કાર આપવામાં આવે છે અને તેને સીધો મોક્ષ મળી જાય છે તેમજ ભારતનું એક જ આવું સ્મશાન છે કે જ્યાં ચિતાની અગ્નિ ઠરતી જ નથી અને અહીં સતત મૃતદેહ અગ્નિદાહ માટે આવ્યા જ કરતા હોય છે પરંતુ ત્યાં મૃત્યુના માતમ નૃત્યની મસ્તીમાં બદલાઈ જાય તો આસાંભળીને ખુબ આશ્ચર્ય લાગશે.

મિત્રો તમને જણાવી દઇએ કે સંગીત સાથે મહિલાઓ કરે છે નૃત્ય અને સ્મશાન એ જીવનનું છેલ્લું પગથિયું અને જીવનનું છેલ્લું સત્ય જ છે. આમ તો સામાન્ય રીતે દરેક સ્મશાનમાં ખૂબજ ગમગીની અને દુઃખ ભર્યું અને એ સાથે જ સળગતી ચિતાનો અવાજ આવતો હોય તેવું વાતાવરણ હોય છે. પરંતુ કાશીમાં આવેલ મણિકર્ણિકા સ્મશાનનું વાતાવરણ એક રાત્રિ માટે આવું હોતું જ નથી.

અને અહીં એક રાત્રે ગમગીન વાતાવરણમાં પણ સંગીત સાથે મહિલાઓ નૃત્ય કરતી હોય છે. ગમગીન વાતાવરણમાં પણ ઉલ્લાસનો માહોલ ભરી દે છે તો ચાલો મિત્રો જાણી લઈએ કે મહિલાઓ તે રાત્રે શા માટે ચિતા પાસે નૃત્ય કરતી હોય છે તેનું રોચક સત્ય શુ હોય છે તો આ મહિલાઓ નૃત્ય કરતી હોય છે. ચિતા પાસે નૃત્ય કરતી મહિલાઓ બીજું કોઈ નહીં ત્યાંની સ્થાનિક એશિયા મહિલાઓ જ હોય છે પરંતુ આ મહિલાઓની જબરદસ્તી કે પછી પૈસા આપીને બોલાવવામાં નથી આવતી .

મિત્રો કાશીના મણિકર્ણિકા સ્મશાન ઘાટ ઉપર મોક્ષ માટે મૃતદેહોને અગ્નિ આપવામાં આવે છે. તેની સાથે જ નગરવધુઓ મહિલાઓ જીવતા મોક્ષ મેળવવા માટે આવી જાય છે જેથી તેમને આવતા જન્મમાં નગરવધુઓ ન બનવું પડે અને આ નગરવધુ મહિલાઓ એવું માને છે અને તેની શ્રદ્ધા છે કે આ એક રાત્રે ખુબ જ ઉત્સાહપૂર્વક નાચશે તો તેમને આવતા જન્મમાં વેશ્યાનો કલંક નહિ જ લાગે. અહીં તેમને આ જીવતા મોક્ષ મેળવવા માટેની મોહલત માત્ર એક રાત અને એ રાત ચૈત્ર નવરાત્રીની જ આઠમ છે.

મિત્રો અહીંના સ્મશાન પાસે આવેલ એક શિવ મંદિરમાં શહેરની દરેક નગરવધુઓ ભેગી થઈ જાય છે અને ઉચ્ચ સંગીત સાથે નૃત્ય પણ કરે છે અને અહીં આવવાવાળી દરેક નગરવધુ પોતાને ખુબજ ભાગ્યશાળી માને છે અને આવું કરવા પાછળ એક જૂની પરંપરા છે કે અહીં એવું માનવામાં આવે છે કે અનેક વર્ષો પહેલાં એક રાજા માનસિંહ દ્વારા બનાવેલ બાબા સ્મશાનના મંદિરમાં એક કાર્યક્રમ રજુ કરવા માટે તે સમયના પ્રખ્યાત નર્તકીઓને બોલાવવામાં આવી હતી.

પરંતુ આ મંદિર સ્મશાનની વચ્ચે હોવાના કારણે આ ઉચ્ચ નર્તકીઓએ અહીં પોતાની કલા દર્શાવવા માટે ના પાડી દીધી હતી રાજાએ આ મેહફીલનું એલાન સંપૂર્ણ શહેરમાં કર્યું હતુ અને રાજા પોતાની વાતથી પીછેહટ કરી શકતા ન હતા ત્યારબાદ આ સમસ્યાનું સમાધાન કરવા માટે શહેરની નગરવધુઓને નૃત્ય કરવા માટે બોલાવી અને રાજાના આદેશથી નગરવધુઓએ અહીં આવીને નૃત્ય કર્યું હતું.

મિત્રો ત્યારબાદ આ પરંપરા ચાલવા લાગી હતી સમય જતા અહીં આ શહેરની નગરવધુઓએ વેશ્યાનું કાર્ય કરવાનું છોડી દીધું છે. ત્યારબાદ આ પરંપરા નિભાવવા માટે મુંબઈથી અહીં બાર ગર્લ્સને પણ બોલાવવામાં આવે છે અને આજે આ પરંપરા એટલી મહત્વની બની છે કે આ પરંપરાને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે અને તે માટે પોલીસની ચુસ્ત સુરક્ષામાં આ પરંપરા નિભાવામાં આવે છે.મિત્રો આ પરંપરા જેટલી સાચી છે તેટલી આ નગરવધુઓનું વજૂદ પણ સાચું જ છે કે તેમને જીવતા જ મોક્ષ પ્રાપ્ત થઇ જાય છે.

મિત્રો તમને જણાવી દઇએ મે કેટલાક નગરવધુને આ નૃત્ય કરવાથી મુક્તિ મળી છે અને ત્યારથી આ પરંપરા માન્યતામાં પરિવર્તિત થઈ છે તમને આ પરંપરાના બીજા પાસાથી પરિચય કરું. ખરેખર પ્રથમ નૃત્ય કરનારા નર્તકોએ તે સમય દરમિયાન પૈસાને સ્પર્શ કર્યો ન હતો અને આજનુ દ્રશ્ય તેનાથી તદ્દન અલગ છે અને આ ખૂબ જ અનોખી અને આઘાતજનક પરંપરા છે કારણ કે આ તે નગરવધુ નું અસ્તિત્વ છે જે મોક્ષની પ્રાપ્તિ માટે અહીં દર વખતે આવ્યા કરે છે પરંતુ હાલનાં દ્રષ્ટિકોણો જોતાં એવું લાગતું નથી કે આ ભયાવહ પગલાઓની ઇચ્છા પૂર્ણ થઈ છે.

Advertisement