આ જગ્યાએ અચાનક મહિલા જોડે ચાલવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ અને ત્યારબાદ તો જે ચમત્કાર થયો…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, એવુ શું થયું કે જેથી ભગવાનની મૂર્તિ તેના ભક્તોની સાથે ચાલવા લાગી. હકીકત જાણીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આમ તો આપણે ભગવાન અને તેના ભક્તો સાથે જોડાયેલા ઘણા ચમત્કારો જોયા છે અને સાંભળ્યા છે. પરંતુ આજે અમે તમને એક એવા ચમત્કાર વિશે જણાવીશું જેને જાણીને તમે હેરાન થઈ જશો.

Advertisement

ઘણા સમય પહેલાની વાત છે. એક મહિલા ગુજરાતથી વૃંદાવન શ્રી કૃષ્ણ (બાકેબિહારી) ના દર્શન કરવા આવી હતી. તે મહિલા શ્રી બાકેબિહારીના મંદિરે પહોંચી અને હાથ જોડીને તે દર્શન કરવા લાગી. દર્શન કરી રહેલી મહિલાને બાકેબિહારીજીની મૂર્તિ એટલી પસંદ આવી કે તેને ત્યાં ઊભા ઊભા જ તેની સાથે લગાવ થઈ ગયો. તે મહિલા બિહારીજીને કહેવા લાગી, લાલા તું કેટલો સુંદર છે, તારી આંખો કેટલી પ્યારી છે. હું અહીંયાથી જતી રહીશ તો હું કઈ રીતે તને જોઈ શકવાની. લાલા તું મારી સાથે જ આવ, તું મારી સાથે જ રહે. જેથી હું તારા દર્શન દરરોજ કરી શકું. આવું નિવેદન એ મહિલાએ શ્રી બાકેબિહારીજીને કર્યું.

એવામાં બાકેબિહારીજી એ નિવેદનને ઠુકરાવી ના શક્યા અને બાળ રૂપ ધારણ કરીને એ મહિલા સાથે ચાલવા લાગ્યા. આ જોઈને બધા લોકો હેરાન થઈ ગયા. મંદિરના તમામ ભક્તજનો દંગ થઈને રહી ગયા. પૂજારીજી પણ ચિંતિત હતા કે જો બાકેબિહારીજી આ મંદિરથી ચાલ્યા જાય તો મંદિરનું શું થશે, વૃંદાવનનું શું થશે? પૂજારીજીએ બાકેબિહારીજીને રોકવા માટે ઘણા પ્રયાસો કર્યા પરંતુ બિહારીજી તે મહિલાને ના પાડી શક્યા નહીં. ત્યારે પૂજારીજીએ એ મહિલાને કહ્યું કે બાકે બિહરીજીને ના પાડી દો. જો તે અહીંયાથી જતા રહ્યા તો અનર્થ થઈ જશે. બિહારીજી અહીંયા રહે છે અને અહીંયા રહે તેમાં જ બધાની ભલાઈ છે.

પુજારીજીએ ઘણીવાર સુધી મહિલાને મનાવી ત્યારે તે મહિલા માની ગઈ. અને બિહારીજીને વૃંદાવનમાં રહેવા માટે કહ્યું. ત્યારથી લઈને આજ સુધી બિહારીજીને વૃંદાવનથી કોઈ હટાવી શકતું નથી. એવું માનવામાં આવે છે કે બિહારીજી પ્રાર્થના અને નિવેદનથી ખૂબ જલ્દીથી આકર્ષિત થઇ જાય છે અને ભક્તો સાથે ચાલવા લાગે છે. ત્યારથી લઈને આજ સુધી બિહારીજીની સામે પડતો રહે છે અને એ પડદો આજે પણ છે.

આવોજ એક બીજો કિસ્સો, મધ્યપ્રદેશના પ્રાચીન કિલ્લા પર ૐ ની તસ્વીર જોવા મળી હતી.૨૮ મેં ના રોજ અદભુત ઘટના બની હતી.મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે પોતાના હેલીકૉપટરમાંથી ઉતર્યા હતા.ત્યારે એક પ્રાચીન કિલ્લા પર ૐ લખેલું જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયામાં જયારે આ તસ્વીર વાયરલ થઈ તો ભક્તોએ દાયકાઓથી બંધ પડેલા મંદિરના દ્વાર ખોલવાની માંગણી કરી હતી.

માનવામાં આવે છે કે આકસ્મિક સ્વરૂપ પરિવર્તનને કારણે ૐ કાર દેખાયો હતો.આ અંગે પૂર્વ કેબિનેટ મંત્રીના પુત્ર મુદીત સહેજવાર સાથે વાત કરવામાં આવી હતી. તેમને પણ કહ્યું હતું કે આ તસ્વીર તેમને પણ શેર કરી હતી રાયસણના પર્વત પર બનેલા સોમેશ્વર ધામનું પ્રાચીનતત્વ થતા કળાનું છે.આ મંદિરમાં જે પણ શિવલિંગ છે.તે ખુબજ જ મહત્વ નું છે.આ મંદિરમાં પહેલા કેટલાય વિવાદ તથા ટેક્નિકલ કારણો સર મંદિર લાંબા સમય સુધી બંધ કરવામાં આવ્યું હતું.

ભૂતકાળમાં આંદોલન કરવામાં આવ્યું હતું.હવે તે માત્ર શિવરાત્રીના દિવસે જ ખુલે છે.આ મંદિર અનેક ભક્તોનું આસ્થાનું કેન્દ્ર છે.રાજ્યના અનુક લોકો ઈચ્છે છે કે આ મંદિર રોજ માટે ખુલ્લું રહે.ઉલ્લેખનીય છે આ સોમેશ્વર મંદિર રોજ ખોલવા માટે માંગણી પણ કરવામાં રહી છે.જોકે આ માંગણી નકારી કાઢવામાં આવી છે.જેથી આ મંદિરને મહા શિવરાત્રીના દિવસે ખોલવામાં આવે છે.

આવોજ એક બીજો કિસ્સો, મધ્યપ્રદેશની રાજધાની ભોપાળથી થોડે દૂર બરખેડા અબ્દુલ્લા ગામમાં ખોદકામ દરમ્યાન જમીનમાંથી હનુમાનજીની મૂર્તિ મળવાની ઘટના સામે આવી છે. આ મૂર્તિ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે હનુમાનજીની આ મૂર્તિ ઘણી પ્રાચીન છે અને હનુમાનજી ધરતીમાંથી ખુદ પ્રગટ થયા છે. જો કે આ મૂર્તિ કેટલી જૂની છે એ વિશે પુરાતત્વ વિભાગ તપાસ કરશે.

નોંધનીય છે કે મધ્યપ્રદેશના બરખેડા અબ્દુલ્લા વિસ્તારમાં જમીનમાં વૃક્ષારોપણ કરવા માટે ખોદકામ કરવા દરમ્યાન હનુમાનજીની એક મોટી મૂર્તિ મળી આવી છે. આ મૂર્તિને બહાર કાઢવામાં આવી. આ વાતની જાણ થતા જ આસપાસના લોકો અહીં મૂર્તિના દર્શન માટે પહોંચી રહયા છે. અહીં ભજન કીર્તન પણ શરુ થઇ ગયા છે. લોકો સિંદૂર ચોલા ચઢાવવા લાગ્યા છે. જો કે સ્થાનિક પ્રશાસને અહીં સુરક્ષા માટે પોલીસને તૈનાત કરી દીધા છે.

જણાવી દઈએ કે આ વિસ્તારમાં અહીં પ્રખ્યાત મન્નત બાબા ઘણા સમયથી આશ્રમ બનાવવા માંગતા હતા અને તેમને આ જમીન આશ્રમ બનાવવા માટે લઇ રાખી હતી. આ જમીન પર બાબાએ 4-5 વર્ષ પહેલા એક યજ્ઞ પણ કરાવ્યો હતો. હવે મન્નત બાબા કહી રહયા છે કે હનુમાનજીની મૂર્તિ પ્રગટ થયા બાદ, તેઓ એક મોટું અનુષ્ઠાન રાખશે જેને કારણે અહીં હજારો ભક્તોની ભીડ જમા થશે. મન્નત બાબા દાવો કરી રહ્યા છે કે આ મૂર્તિ ઘણી પ્રાચીન છે. પરંતુ આ મૂર્તિ વિશે સંપૂર્ણ જાણકારી માત્ર પુરાતત્વ વિભાગ જ આપી શકે છે.પોલીસના જણાવ્યા અનુસાર, ખેતરમાં મળેલી આ મૂર્તિ સંપૂર્ણ સાફ છે, અને પુરાતત્વ વિભાગ જ તપાસ બાદ બધી જાકારી આપી શકશે કે આ મૂર્તિ કેટલી જૂની છે, આ વિસ્તારમાં મૂર્તિ કેમ મળી, આ મૂર્તિ કયા પથ્થરથી બનેલી છે વગેરે.

જો કે મૂર્તિ મળવાની ખબર સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઇ ગઈ છે. જેના પર લોકો જુદી-જુદી કૉમેન્ટ્સ કરી રહયા છે. કોઈ લોકો આને ભગવાનનો ચમત્કાર માની રહયા છે તો ઘણા લોકો આને કોઈ વાદ-વિવાદથી બચવાની એક રીત પણ માની રહયા છે. તો કેટલાક લોકો એવા પણ છે કે તેઓ આને બાબાનો ખેલ કહી રહયા છે.

Advertisement