આ જગ્યાઓ પરથી ચપ્પલ કે બુટ ચોરી થઈ જવા અશુભ નહિ પણ છે શુભ સંકેત આપે છે સારા પરિણામો આપે છે થાય છે આ લાભ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, મિત્રો તમે જોયું હશે કે, ઘણા લોકોના બુટ કે ચપ્પલ જ્યારે મંદિરની બહાર કાઢે છે ત્યારે તેના બુટ કે ચપ્પલ કોઈ ચોરી જાય છે અને તે સમયે લોકો નિરાશ તેમજ ઉદાસ થઈ જાય છે. પણ જો તમે તમારા બુટ કે ચપ્પલ ચોરી થાય ત્યારે દુઃખી થવાને બદલે આ કામ કરશો તો ઘણું સારું રહેશે. ચાલો તો આ કામ વિશે વધુ જાણી લઈએ.

Advertisement

ભગવાનનું દ્વાર એટલે કે મંદિર, મસ્જિદ, ચર્ચ અથવા ગુરુદ્વારમાં રોજ લોકોને આપણે આવતા- જતાં જોઈએ છીએ અને તેમાં કોઈ નવી વાત નથી. ખાસ કરીને કોઈ ઉત્સવ, તહેવાર કે પૂજાના સમયે દેવ સ્થાનોમાં ખુબ જ સંખ્યામાં લોકો જોવા મળતા હોય છે.આવી જગ્યાએ અંદર જતાં પહેલા લોકોને બુટ કે ચપ્પલ બહાર ઉતારીને જ અંદર પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવે છે.

જો કે મોટાભાગે બુટ કે ચપ્પલ મૂકવા માટે સ્ટેન્ડ મુકવામાં આવ્યા હોય છે. જ્યાં ભગવાનના ભક્તો બુટ કે ચપ્પલ મૂકી દે છે. સામાન્ય રીતે એવા વ્યક્તિની કોઈ કમી નથી કે જે બહાર ખુલ્લામાં ચપ્પલ કાઢીને અંદર જાય છે. ક્યારેક સ્ટેન્ડ કે કાઉન્ટર ન હોય તો આવું કરવું પડે છે.

ખુલ્લામાં બુટ કે ચપ્પલ મૂકવાથી તે ખોવાઈ જવાની કે ચોરી થઈ જવાની બીક રહે છે. ભીડ વાળી જ્ગ્યા પર બુટ કે ચપ્પલની ચોરી થવી એ કોઈ નવી વાત નથી. સામાન્ય રીતે કોઈ પણ વસ્તુની ચોરીથી આપણે કોઈને કોઈ રીતે નાનું એવું આર્થિક નુકશાન તો જરૂર થાય છે.

જો આપણે આપણી હિંદુ પૌરાણીક કથાઓ અને માન્યતાઓની વાત કરીયે તો એવું માનવામાં આવે છે કે, બુટ કે ચપ્પલની ચોરી થવી આ એક શુભ સંકેત છે અને જો આ ઘટના મંદિરમાં થાય તો વધુ સારું માનવામાં આવે છે. અને એ સંજોગથી આ દિવસ શનિવાર હોય તો ખુબ જ સારું માનવામાં આવે છે.

માન્યતા પ્રમાણે મનુષ્યના પગમાં શનિ ગ્રહનો પ્રભાવ હોય છે. તેવામાં જો શનિની સાડાસાતી અથવા ઢૈયયા ચાલે તો તેનો ખરાબ પ્રભાવ વધી જાય છે. આવી સ્થિતિમાં જ્યોતિષ કોઈ મંદિરમાં અથવા જરૂરતમંદ વ્યક્તિને ચપ્પલ કે બુટનું દાન કરવાની સલાહ આપે છે. એટલે કે જો મંદિર કે કોઈ જગ્યા પરથી તમારા ચપ્પલ કે બુટ ચોરી થઈ જાય તો એ વાતનું ક્યારે અફસોસ ન કરવો, પરંતુ તેના બદલામાં ખુશ થઈ જવું જોઈએ કારણ કે, તેનાથી તમને જ લાભ થશે.

લોકો મંદિરમાં ભગવાનના દર્શન કરવા માટે જાય છે ત્યારે બુટ-ચપ્પલ ચોરી થઈ જાય તો તે ક્યારેક આપણા જીવનમાં શુભ સંકેત પણ લઈને આવે છે, જે આપણા ભવિષ્ય માટે ખુભ લાભદાઈ છે. જો શનિવારના દિવસે તમારા બુટ કે ચપ્પલ મંદિરમાંથી ચોરી થઈ ગયા હોય તો તે વ્યક્તિ પર શનિ ગ્રહનો પ્રભાવ સારો જોવા મળે છે. તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી થઈ જાય છે અને જે વ્યક્તિ પર શનિ ગ્રહનો પ્રભાવ ખરાબ હોય છે તે વ્યક્તિનની આર્થિક સ્થિતિ ખરાબ થઈ જાય છે અને તેને ભવિષ્યમાં ખુબ સમસ્યાનો સામનો કરવો પડે છે.

એટલે મંદિરમાં બુટ કે ચપ્પલ જો શનિવારે ચોરી થાય તો એ શુભ માનવામાં આવે છે. અને કેટલીક વાર તો કેટલાક લોકો જાણી જોઈને ચપ્પલ કે બુટ મંદિરમાં છોડી આવે છે. શનિવારના દિવસે બુટ કે ચપ્પલનું દાન જો જરૂરત મંદ લોકોને કરવામાં આવે તો શનિ ગ્રહનો સારો પ્રભાવ બની રહે છે.

તેથી મંદિરની બહાર જો બુટ કે ચપ્પલ ચોરી થઈ જાય તો હેરાન થવાની જરૂર નથી. પરંતુ ખુશ થવું જોઈએ. આ બધા શુભ સંકેતો આપણા પૌરાણિક પુસ્તકમાં જોવા મળે છે અને કેટલાક ઋષિ મુનિઓ પણ એવું કહે છે કે મંદિરમાં બુટ કે ચપ્પલ ચોરી થવું એ શુભ સંકેત છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે મંદિરમાંથી બુટ અને ચંપલની ચોરી અથવા ગુમ થવી એ એક સામાન્ય પ્રથા છે, પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તે એક શુભ પ્રસંગ છે. ખાસ કરીને શનિવારે મંદિરમાંથી જૂતા અને ચપ્પલ ગુમ થવાનો અર્થ છે કે ટૂંક સમયમાં જ આપણે ખરાબ સમયથી છૂટકારો મેળવીશું. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંદિરમાંથી જૂતા અને ચપ્પલ ચોરી કરવા વિશે ઘણી માન્યતાઓ છે.

એવું માનવામાં આવે છે કે જો મંદિરમાંથી તમારા પગરખાં અને ચપ્પલ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય છે તો તમારી ઉપરથી દરિદ્રતા ઉતરી જાય છે. આ સિવાય બીજી માન્યતા છે કે જૂતા અને ચપ્પલની ચોરી પણ ગ્રહોના દોષનું એક કારણ છે. માન્યતા મુજબ જો શનિવારે મંદિરમાંથી પગરખાં અને ચંપલની ચોરી કરવામાં આવે છે, તો તે સંકેત છે કે શનિ હોવાને કારણે તમારે મુશ્કેલીઓનો સામનો કરવો નહીં પડે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવ્યા છે અને એમ કહેવામાં આવે છે કે શનિની અશુભતાને લીધે કોઈપણ કાર્યમાં સહેલી સફળતા મળતી નથી, પરંતુ કાર્ય વારંવાર અને સતત ખરાબ થતા જ રહે છે. આવી સ્થિતિમાં જો મંદિરમાંથી પગરખાં ચોરાઇ જાય છે તો તે શુભ માનવું જોઈએ.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા શરીરમાં બધા ગ્રહોનો નિવાસ અલગ-અલગ અંગોમાં હોય છે. એવું માનવામાં આવે છે કે શનિ પગમાં વસે છે, જેના કારણે તે પગ સાથે સંબંધિત છે. એવું કહેવામાં આવે છે કે શનિદેવ બુટ અને ચંપલનું દાન આપવાથી ખૂબ ખુશ થાય છે.

જો તમે શનિવારે પગરખાં અને ચપ્પલનું દાન કરો છો, તો શનિદેવ ખૂબ ખુશ થશે અને તમારું નસીબ પણ રોશન કરી શકે છે. આ જ કારણ છે કે જો શનિવારે મંદિરમાંથી પગરખાં અથવા ચપ્પલ ખોવાઈ જાય અથવા ચોરાઈ જાય તો તે એક શુભ સંકેત તરીકે જોવામાં આવે છે.

શનિદેવનો સંબંધ સીધો ખાસ કરીને પગથી થાય છે. ઘણી વખત મંદિરમાં ભગવાનના દર્શન કર્યા પછી તમારા બુટ કે ચપ્પલ ચોરી થઇ જાય છે. આ ઘટના તમારા માટે શનિના શુભ સંકેત તરફ ઈશારો કરે છે, એટલે શનિ તમારો પીછો છોડવાનો છે. તો આ વાતને ધ્યાનમાં રાખીને શનિવારે ભૂલથી પણ બુટ-ચપ્પલ ન ખરીદો એવું પણ કહેવામાં આવ્યું છે. એમ કરવાથી તમને જ આવનારા સમયમાં સમસ્યા થઇ શકે છે.

જે વ્યક્તિ ઘરની અંદર બુટ-ચપ્પલ પહેરીને આવી જાય છે, તેની સાથે ઘરમાં રાહુ અને કેતુ જેવા પાપી ગ્રહ પણ તમારા ઘરમાં પ્રવેશ કરે છે. ઘરના મુખ્ય દરવાજા ઉપર બુટ-ચપ્પલ ન રાખવા જોઈએ, કેમ કે એમ કરવાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ કરે છે. શનિની અશુભ છાયાથી બચવા માટે શનિવારના દિવસે કાળા રંગના ચામડાના ચપ્પલ કે બુટ મંદીરની બહાર ઉતારીને પાછા વળીને જોયા વગર આવવાથી શનિના દોષમાંથી છુટકારો મળી જાય છે.

ફાટેલા અને જુના બુટ પહેરવાથી શનિની અશુભ છાયા અને ઘર ઉપર ગરીબી જળવાયેલી રહે છે. શનિવારના દિવસે બુટ કે ચપ્પલ ખરીદવાની પણ કડક મનાઈ છે. કેમ કે શનિનો સંબંધ સીધો પગ સાથે હોય છે. એવું માનવામાં આવે છે કે, તે દિવસે બુટ કે ચપ્પલ ખરીદવાથી શનિ સંબંધી પીડા પણ ઘરમાં આવી શકે છે અને આ શક્યતાને લઈને શનિવારે તેને ન ખરીદવા જોઈએ. જો તમે શનિના પ્રકોપથી બચવા માગો છો, તો તમારે આ ઉપાય કરવા જોઈએ.

Advertisement