આ મહિલા સાડી પહેરીને ફેરવે છે વોલ્વો બસ,કારણ જાણી તમને પણ નવાઈ લાગશે…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલાં દરેક કામને મુશ્કેલ માનવામાં આવે છે અને આ કામ માત્ર પુરુષો જ કરતાં હોય છે. જોકે, બસ અને ટ્રક ચલાવવા માટે હવે નારી શક્તિ પણ આગળ આવી છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક મહિલા સાડી પહેરીને બસ ચલાવતી જોવા મળી રહી છે.

Advertisement

આ વીડિયો આઈએએસ અવનીસ શરણે પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં 60 હજારથી વધુ વ્યૂ અને 7500થી વધુ લાઇક્સ મળ્યા છે. આ વીડિયોમાં સાડી પહેરેલી એક મહિલા ફુલ એસી વોલ્વો બસ ચલાવતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, મહિલા બસની અંદર જાય છે અને સીટ બેલ્ટ બાંધીને બસ સ્ટાર્ટ કરે છે.

વીડિયોમાં વધુ જોઈ શકાય છે કે, મહિલા ટ્રાફિકમાં આરામથી બસ ચલાવતી જોવા મળી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો ઓડિશાના કોઈ શહેરમાં શૂટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં દેખાતી મહિલાનું નામ મોનાલિસા છે. જે યુટ્યુબ પર ‘બદ્રી નારાયણ બદ્રા’ નામથી એક યુટ્યૂબ ચેનલ પણ ચલાવે છે.આ વીડિયો પર ટ્વિટર યુઝર્સે અનેક પ્રતિક્રિયા આપી છે. ટ્વિટર યુઝર્સે આ મહિલાને નારી શક્તિની મિશાલ ગણાવી છે. તો કેટલાક લોકોનું કહેવું છે કે, મહિલાઓને આવું કામ કરતાં જોઈને ઘણો આશ્ચર્ય થાય છે કેમ કે, બસ ચલાવવાનું કામ મર્દોનું માનવામાં આવે છે.

ટ્વિટર યૂઝરે લખ્યું કે, ” અમે ગર્વ અનુભવીએ છીએ કે અમારા દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે અને પોતાની આવડત સાબિત કરી રહી છે.” જોકે, બસ ચલાવવા માટે એક ડ્રેસ કોડ હોય છે જે દરેક ડ્રાઇવરે પાલન કરવો જોઈએ.” મહિલાઓએ હવે સાબિત કરી દીધું છે કે, કામ ભલે ગમે એટલું મુશ્કેલ હોય પણ તે ક્યારેય કોઈનાથી પાછળ નથી.

આવીજ એક બીજી મહિલા, જ્યાર આમીરખાને કહ્યું છે ‘અમારી છોકરીઓ છોકરાથી ઓછી છે શું?’ ત્યારથી તો એવું લાગે છે કે ક્યારેય પણ કોઈ નારીની ક્ષમતા ઉપર શંકા નથી કરી શકાતી. બાઈક અને કાર ચલાવવી આજકાલની મહિલાઓ માટે સામાન્ય બની ગયેલ છે. પણ જો કોઈ મહિલા મુસાફરોથી ભરેલી બસ ચલાવે છે અને તે પણ ઘૂંઘટ કાઢીને તો નવાઈ થશે જ. ખાસ કરીને સોસીયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થઇ રહેલ છે જેમાં રાજસ્થાન વેશભૂષામાં એક મહિલા બસ ચલાવતી જોવા મળી રહેલ છે. એટલું જ નહિ મહિલાએ ઘૂંઘટ પણ લઇ લીધેલ છે. જાણકારી મુજબ બસ મકરાણા થી વાયા કુચામન, ડીડવાના, લાડનુ, સુજાગઢ થઈને બીદાસર જઈ રહી હતી.

જણાવી આપીએ બસ મકરાણા થી બીદાસર જાય છે. ત્યાં બસ પોતાના નિર્ધારિત સ્થળે પહોચી, અહિયાં વિડીયો સોસીયલ મીડિયા ઉપર. કોઈ મોબાઈલ વાળાએ વિડીયો રેકોર્ડ કરી લીધો હતો, તો વાયરલ થઇ ગયો. અમને સાડીમાં બસ ચલાવનારી ડ્રાઈવર સાહિબાનો નમ્બર મળ્યો. તો ડ્રાઈવર સાહેબે કહ્યું હોળીની મસ્તી ભૈયા હોળીની મસ્તી. બધા લોકો તેમાં કઈક ને કઈક કરતા હતા તો અમે પણ જોડાયા. સાડી પહેરીને બસ સ્ટેંડ ઉપર પહોચ્યા અને ગાડી જવા દીધી. હવે લો મજા. હવે હોળીમાં ડ્રાઈવર સાહેબની મજા તો તમે જોઈ લીધું. પણ થોડા બીજા લોકોએ પણ ખુલ્લા મનથી મજા કરી. આખા દેશમાં તેનો ફોટો આવ્યો. ક્યાંક કોઈ નાળા માં કુદી રહ્યા હતા કોઈ ઝાડ ઉપર લટકી રહ્યા હતા. કોઈ સડક ઉપર પડ્યા હતા.

હોળીનો તહેવાર ઉંમંગ થી ભરેલો તહેવાર છે અને દરેક તેને પોતાની રીતે ઉજવે છે અને તેથી આ જે વિડીયો શોશ્યલ મીડિયા ઉપર વાયરલ થઇ રહેલ છે તે પણ હોળીની મસ્તી ને જ શું કરી રહ્યા છે. જણાવી આપીએ હોળીના સમયે ઠંડાઈએ એટલી અસર બતાવી કે લોકો પોતાને ભૂલી ગયા. કોઈએ કહ્યું હતું કે હોળી યુવાનોનો તહેવાર છે. એટલે હોળીમાં ૧૦૩ વર્ષના ઘરડા પણ યુવાન થઇ જાય છે. પણ હોળીની મજા લેવા માટે કોઈ આવી જાય તો તેનું કાંઈજ નથી થઇ શકતું.

આવીજ એક બીજી મહિલા,ઓરિસ્સામાં જાહલ ગામની રહેવાસી મોનાલિસા ભદ્ર સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની છે. મોનાલિસાના વીડિયો જોઇને યુઝર્સ વિચારમાં પડી જાય છે. મોનાલિસા ઘોડેસવારી હોય કે પછી ટ્રેક્ટર-ટ્રક ચલાવવાનું હોય, આ બધા કામ સાડી પહેરીને કરે છે. ઘણી છોકરીઓને તો સાડી પહેરીને સરખું ચાલતા પણ નથી આવડતું અને મોનાલિસા સાડી પહેરીને બધા કામ કરે છે.

તેના પતિનું નામ બદ્રીનારાયણ ભદ્ર છે, તેઓ મોનાલિસાના વીડિયો શૂટ કરીને યુટ્યુબ પર શેર કરે છે. યુટ્યુબ ચેનલના 22.6 લાખ સબસ્ક્રાઈબર્સ છે. મોનાલિસા પોતાને મળેલી ઓળખનો શ્રેય તેના પતિને આપે છે. મે, 2016માં યુટ્યુબ ચેનલ શરુ કરી અને આજે ત્યાં એક મોટો પરિવાર બની ગયો.

મોનાલિસા યુટ્યુબ ચેનલથી દર મહીને આશરે દોઢ લાખ રૂપિયા કમાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણીવાર તેના વીડિયો યુઝર્સ શેર કરતા રહે છે. હાલમાં જ IAS ઓફિસર અવનીશ શરણે મોનાલિસાનો સાડી પહેરીને વોલ્વો બસ ચલાવતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 75 હજાર વ્યૂઝ મળી ગયા છે. મોનાલિસા પશુપ્રેમી પણ છે. તે ઘણીવાર ગામનાં વાનરોને ખવડાવતી કે તેમની સાથે રમતી દેખાય છે. ગામવાસીઓનું કહેવું છે કે, પશુપ્રેમને લીધે મોનાલિસાને આટલી ઓળખ મળી છે. ઘણીવાર તેનું ઘર પણ એક ઝૂ જેવું લાગે છે.

આવીજ એક બીજી મહિલા,હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના પાલમપુર વિસ્તારમાં રહેતી કિરણે નાનપણથી જ એક ટ્રેન ચલાવવાનું સપનું હતું અને કિરણનું આ સપનું થોડા દિવસોમાં પૂર્ણ થવા જઈ રહ્યું છે. જેની સાથે તે તેના રાજ્યની પ્રથમ મહિલા બનશે જે ટ્રેન ડ્રાઈવર તરીકે સેવા કરશે. કિરણના પિતાના જણાવ્યા અનુસાર, તેમની પુત્રીનું ટ્રેન ચલાવવાનું સપનું હતું અને હવે તે તેનું સપનું પૂરું કરવાની છે.

કાનપુરમાં તાલીમ આપવામાં આવી રહી છે.વધુ માં તમને જણાવીએ કે તે આ કિરણ તેના પરિવાર સાથે પાલમપુરના માસેર્ના ગામમાં રહે છે અને હાલમાં તે કાનપુરમાં તાલીમ લઈ રહી છે. કિરણની તાલીમ 25 માર્ચે પૂર્ણ થવાની છે. જે બાદ તે ટ્રેન ચલાવનારી હિમાચલ પ્રદેશની પહેલી મહિલા બનશે. તાલીમ પૂર્ણ થયા બાદ કિરણ રેલ્વે વિભાગમાં સહાયક લોકો પાઇલટ તરીકે સેવા આપશે.

કિરણના પિતા રાજેન્દ્ર કુમારે એસડીએમ પાલમપુરના ડ્રાઇવર તરીકે સેવા આપી હતી અને હવે તેઓ નિવૃત્ત થયા છે. કિરણના પિતા રાજેન્દ્ર કુમારના જણાવ્યા અનુસાર તેમને ત્રણ બાળકો છે. જેમાંથી કિરણ બીજા ક્રમે છે. કિરણે શરૂઆતથી જ રેલવે ચલાવવાનું સપનું જોયું. કિરણ ભણવામાં હોશિયાર હતી અને તેના શિક્ષકોએ તેમને ઇલેક્ટ્રોનિકમાં ડિપ્લોમા કરવાની સલાહ આપી હતી. જે બાદ કિરણે ત્રણ વર્ષ સુધી ડિપ્લોમા કર્યો. કિરણે આ ડિપ્લોમા કાંગરાની એક કોલેજમાંથી કરી હતી. ડિપ્લોમા કર્યા પછી કિરણે આગળ અભ્યાસ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. પરંતુ પરિવારના સભ્યોની હાલત એટલી સારી નહોતી કે તેઓ આગળનો અભ્યાસ મેળવી શકે.

પરંતુ કિરણે કોઈક રીતે ઘરના સાથીઓને ખાતરી આપી અને કિરણને બી.ટેક કરવા માટે પંજાબના લોંગોવાલ મોકલવામા આવી. બીટેક પૂર્ણ કર્યા બાદ કિરણે રેલવેમાં નોકરી માટે અરજી કરી હતી.કિરણે સારી પરીક્ષા આપીને તેની પરીક્ષા પાસ કરી અને કિરણની નોકરી રેલ્વેમાં લાગી ગઈ. કિરણની પસંદગી થયા પછી તેને તાલીમ માટે કાનપુર મોકલવામા આવી હતી. લાંબા સમયથી કાનપુરમાં તાલીમ લીધા બાદ હવે કિરણ ટ્રેનો ટૂંક સમયમાં દોડાવવા માંડશે. કિરણની આ તાલીમ પૂર્ણ થવાને આરે છે અને 25 માર્ચથી કિરણ હવે ટ્રેન ડ્રાઇવર તરીકે સેવાઓ પૂરી પાડશે.

સુરેખા વર્ષ 1988 માં પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઈવર બની હતી.તમને તે પણ જણાવીએ કે તે સુરેખા યાદવ ભારતીય રેલ્વેની પ્રથમ મહિલા ટ્રેન ડ્રાઇવર હતી. સુરેખા યાદવે 1988 ની સાલમાં ટ્રેન ચલાવી હતી અને તેની પહેલી પોસ્ટ મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં હતી. બીજી તરફ, કિરણ હિમાચલ પ્રદેશની પહેલી મહિલા છે જે ટ્રેનની ડ્રાઈવર બનવાની છે. કિરણ હિમાચલ પ્રદેશની તમામ છોકરીઓ માટે એક દાખલો બેસાડી રહી છે અને છોકરીઓને તેમના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

Advertisement