આ રીતે થાય છે ગુજરાતી ફિલ્મોનું શુંટીંગ જુઓ ફોટા

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમાં આજે આપણે વાત કરીશું  કે કઇ રીતે થાય છે ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ તો આવો જાણીએ ગુજરાતી સિનેમા સામાન્ય રીતે ઢોલીવૂડ કે ગોલીવૂડ તરીકે ઓળખાવાય છે માં પ્રારંભકાળથી અત્યાર સુધીમાં ૧૦૦૦ કરતાં વધુ ચલચિત્રો નિર્માણ પામ્યા છે ભારતીય સિનેમા ઉદ્યોગનો પ્રાદેશિક અને સ્થાનિક ભાષાના મોટા સિનેમા ઉદ્યોગમાંનો એક એવો ગુજરાતી ભાષા સાથે જોડાયેલો ઉદ્યોગ છે.

Advertisement

મુંગી ફિલ્મોનાં જમાનામાં સિનેઉદ્યોગમાં વ્યક્તિગત રીતે ઘણાં ગુજરાતીઓ હતા અને ગુજરાતી સિનેમા નાં છેડા ભુતકાળમાં છેક ૧૯૩૨ સુધી લંબાય છે, જ્યારે ૯ એપ્રિલ ૧૯૩૨ના રોજ પ્રથમ ગુજરાતી ચલચિત્ર (બોલપટ) નરસિંહ મહેતા રજૂ થયું હતું ૧૯૬૦, ૭૦ અને ૮૦ના દશકમાં ફાલ્યા ફૂલ્યાં પછી આ ઉદ્યોગની પડતી શરૂ થઈ. ૨૦૦૦માં તો નવા બનેલાં ચલચિત્રોનો આંક ૨૦ કરતાં પણ ઓછો થઈ ગયો હતો. ત્યાર પછી ગ્રામ્ય વિસ્તારોની માંગ અને પછીથી નવી નવી તકનિકો તથા ચલચિત્રોમાં શહેરી વિષયોના સમાવેશને કારણે ૨૦૧૦માં વળી આ ઉદ્યોગમાં આંશિકરૂપે તેજી આવી.

વળી ૨૦૦૫માં તો સરકારે ગુજરાતી ફિલ્મોને ૧૦૦% કરમુક્ત જાહેર કરી હતી અને ૨૦૧૬માં પ્રોત્સાહનોની નીતિ પણ અમલમાં આવી બોલપટ નાં આગમન પહેલાંથી જ ઘણી બધી મુંગી ફિલ્મો ગુજરાતી લોકો અને સંસ્કૃતિ સાથે સંકળાયેલી રહી હતી, ઘણાં દિગ્દર્શકો, નિર્માતાઓ અને કલાકારો ગુજરાતી અને પારસીઓ હતા. ૧૯૧૩ થી ૧૯૩૧ દરમિયાન બોમ્બે (હવે મુંબઈ)માં ગુજરાતીઓની માલીકીનાં ૨૦ જેટલાં સિનેમા નિર્માણગૃહો કે ફિલ્મ કંપનીઓ હતાં અને ઓછામાં ઓછા ૪૪ મોખરાનાં ગુજરાતી દિગ્દર્શકો હતા.

મુંગી ફિલ્મ બિલ્વમંગલ ભક્ત સૂરદાસ, ૧૯૧૯, તરીકે પણ ઓળખાયેલી ગુજરાતી પારસી રુસ્તમજી ધોતીવાલાએ દિગ્દર્શિત કરી હતી, અને તેની વાર્તા ગુજરાતી લેખક ચાંપશી ઉદેશીએ લખી હતી. આ પૂર્ણ લંબાઈની (૧૩૨ મિનિટ્સ, 12,000 feet 3,700  ફિલ્મ કલકત્તા (હવે કોલકાતા, પશ્ચિમ બંગાળની એલ્ફિનસ્ટોન બાયોસ્કોપ કંપનીએ નિર્માણ કરી હતી, તે બંગાળી ફિલ્મ મનાય હતી. ૧૯૧૯માં, પ્રખ્યાત ગુજરાતી સામયિક વીસમી સદીના સંપાદક, હાજીમહંમદ અલ્લારખા ની મદદથી સુચેત સિંઘે ’ઓરિએન્ટલ ફિલ્મ મેન્યુફેક્ચરીંગ કંપની ઓફ બોમ્બે’ની સ્થાપના કરી હતી.

મુંગી ફિલ્મ નરસિંહ મહેતા (૧૯૨૦) આ ઓરિએન્ટ કંપનીએ બનાવેલી, જે ફિલ્મમાં પડદા પર જ્યારે સંબંધિત દ્રશ્યો દર્શાવાય ત્યારે ગીત વૈષ્ણવજન તો સિનેમા ખંડમાં ઉપસ્થિત સંગીતકારો અને દર્શકો દ્વારા ગાવામાં આવતું હતું શરુઆતના ગુજરાતી સિનેમાના નિર્માતા દ્વારકાદાસ સંપત સિનેમા જગત સાથે રાજકોટ ખાતે જોડાયા. તેમણે એક પ્રક્ષેપક ખરીદ્યું અને ચલચિત્રોના ખેલ યોજવા લાગ્યા. તેમને ચલચિત્રોના નિર્માણ માટે પાછળથી એસ એન પાટણકર સાથે મળી અને પાટણકર ફ્રેન્ડસ એન્ડ કુંની સ્થાપના કરી.

આ કંપનીનું પ્રથમ ચલચિત્ર રાજા શ્રીયાલ હતું; પરંતુ ક્ષતિયુક્ત મુદ્રણને કારણે તેને પ્રદર્શિત ન કરી શકાયું. પાટણકર દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર કચ-દેવયાની (૧૯૨૦)માં પ્રથમ વખત ગરબા નૃત્યનો પ્રયોગ થયો અને આમ, ચલચિત્રમાં પ્રથમ વખત ગુજરાતી સંસ્કૃતિને પ્રદર્શિત કરવામાં આવી. સંપતે ત્યારબાદ કોહીનુર ફિલ્મ કંપનીની સ્થાપના કરી અને તેનું પ્રથમ ચલચિત્ર સતી પાર્વતી (૧૯૨૦) હતું. ગુજરાતી સંસ્કૃતિનું પ્રદર્શન કરતા ચલચિત્રનું દિગ્દર્શન વિષ્ણુપંત દિવાકર દ્વારા કરવામાં આવ્યું હતું.

અને તેમાં રાજકોટના અભિનેત્રી પ્રભાને પાર્વતીના પાત્રમાં દર્શાવવામાં આવ્યા. ૧૯૨૧માં કાનજીભાઈ રાઠોડ દિગ્દર્શિત ચલચિત્ર ભક્ત વિદુર ગર્ભિત રાજકીય સંદેશ ધરાવતું હતું. આ ચલચિત્રમાં સંપત વિદુરના પાત્રમાં હતા જે ગાંધી ટોપી પહેરતું દર્શાવાયું હતું. તે મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ચાલી રહેલ ભારતીય સ્વતંત્રતા ચળવળ તરફ અછડતો સંકેત કરતો હતો. તત્કાલીન કોંગ્રેસના ધ્વજમાં રહેલ રેંટિયોના ચિહ્નનો સંદર્ભ આપતું અને ગુજરાતી ગીત રુડો મારો રેંટિયો, રેંટિયામાં નીકળે તાર, તાર તારે થાય ભારતનો ઉદ્ધાર પણ ચલચિત્ર માં સામેલ હતું.

અંગ્રેજ સરકાર દ્વારા ભારતમાં પ્રતિબંધિત આ પ્રથમ ચલચિત્ર હતું. તેને ધર્મ વિજય નામ હેઠળ ૧૯૨૨માં ફરીથી પ્રદર્શિત કરવામાં આવ્યું. પાવાગઢનું પતન (૧૯૨૮) ચલચિત્રનું દિગ્દર્શન નગેન્દ્ર મજમુદાર દ્વારા અને નિર્માણ ઇન્દુલાલ યાજ્ઞિક દ્વારા કરવામાં આવ્યું હતું. યાજ્ઞિક સ્વતંત્રતા સેનાની હતા અને પાછળથી તેમણે અલગ ગુજરાત રાજ્યની માંગણી કરતી મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. યાજ્ઞિકે વિવિધ શીર્ષકો હેઠળ દસ ચલચિત્રોનું નિર્માણ કર્યું.

મૂંગા ચલચિત્રોના સમયકાળમાં કોહીનુરએ ઘણા ચલચિત્રોનું નિર્માણ કર્યું જેમાં પૌરાણિક કથાઓ વિષયવસ્તુનું પ્રભુત્વ ધરાવતા ચલચિત્રોના યુગમાં સામાજિક સમસ્યાઓ પરના ચલચિત્રો સામેલ છે. તેની પ્રથમ સામાજિક ફિલ્મ ૧૯૨૦માં પ્રદર્શિત કટોરાભર કાનુન હતી. ગુજરાતી સાહિત્યના વિખ્યાત કવિ કલાપીની આત્મકથારુપ કવિતા હ્રદય ત્રિપુટી પર બનેલ ચલચિત્ર મનોરમા (૧૯૨૪)નું દિગ્દર્શન હોમી માસ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.

મોહનલાલ દવે દ્વારા લિખિત અને રાઠોડ દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર ગુલ-એ-બકાવલી આશરે ૧૪ અઠવાડિયા સુધી સફળતાપૂર્વક પ્રદર્શિત થઈ. પ્રયોગશીલ અને પ્રગતીશીલ ગુજરાતી દિગ્દર્શક મણિલાલ જોષીએ ૧૯૨૨માં અભિમન્યુનું દિગ્દર્શન કર્યું અને તેનું નિર્માણ સ્ટાર ફિલ્મ કંપની દ્વારા કરાયું. આ જ દિગ્દર્શકે પછીથી કનૈયાલાલ મુનશી રચિત નવલકથા પૃથિવીવલ્લભ પરથી તે જ નામના ચલચિત્રનું દિગ્દર્શન કર્યું.

હિંદી સિનેમાના લોકપ્રિય અભિનેતા સંજીવ કુમાર દ્વારા ઘણી ગુજરાતી ચલચિત્રોમાં અભિનય આપવામાં આવ્યો હતો જેમાં રમત રમાડે રામ (૧૯૬૪), કલાપી (૧૯૬૬) અને જીગર અને અમી સામેલ છે. જીગર અને અમી તે જ નામ ધરાવતી ચુનીલાલ વર્ધમાન શાહની નવલકથા પરથી બનાવવામાં આવી હતી. આ સિવાય વિધાતા (૧૯૫૬), ચુંદડી ચોખા (૧૯૬૧), ઘર દીવડી (૧૯૬૧), નંદનવન (૧૯૬૧), ઘરની શોભા (૧૯૬૩), પાનેતર (૧૯૬૫), મારે જાવું પેલે પાર (૧૯૬૮), બહુરુપી (૧૯૬૯) અને સંસારલીલા (૧૯૬૯) એ ગુજરાતી સાહિત્યના સર્જનો પર આધારિત ચલચિત્રો છે

Advertisement