નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા આર્ટિકલ માં આજે અમે લાવ્યા છે તમારા માટે કઈ નવું જ અને તમને જાણી ને ખૂબ આનંદ થશે અને તમને કઈ નવું જાણવા મળશે તો ચાલો મિત્રો જાણીયે તેના વિશે ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે
.
સચિને ખૂબ જ નાની ઉંમરે ક્રિકેટ રમીને આખી દુનિયામાં ખૂબ ઓળખ બનાવી છે. સચિને તેની ક્રિકેટ કારકીર્દિમાં હજારો મેચ રમી છે અને એવા અનેક રેકોર્ડ બનાવી લીધા છે, જેને આજ સુધી કોઈ તોડી શક્યું નથી.આ સાથે એવું પણ કહેવામાં આવે છે કે આ રેકોર્ડને ભાગ્યે જ કોઈ તોડી શકશે.
ક્રિકેટની રમતમાં સચિનનું મહત્વ કેટલું છે, તેના વિશે તો આપણે બધા જાણીએ છીએ. તેને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે, તેથી તમે વિચારી શકો કે આપણે જે રીતે ભગવાનની પૂજા કરીએ છીએ, તે જ રીતે સચિનની પણ ક્રિકેટમાં અને આખી દુનિયામાં પૂજા કરવામાં આવે છે તમે બધા જાણો છો કે સચિનની જેમ તેમનો પુત્ર અર્જુન તેંડુલકર પણ ક્રિકેટ રમે છે અને તે ક્રિકેટની દુનિયામાં પોતાનું નવું સ્થાન બનાવવા માટે તૈયાર છે.
પરંતુ આજકાલ અર્જુન તેંડુલકરના વધુ એક સમાચાર સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યા છે.આપણે બધા જાણીએ છીએ કે સચિન તેંડુલકરે તેની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત 16 વર્ષની ઉંમરે કરી હતી. સચિનની જેમ તેમનો પુત્ર અર્જુન પણ પિતાના પગલે ચાલી રહ્યો છે અને તેના પિતા સચિનની જેમ તે પણ ક્રિકેટમાં નામ કમાવવા માંગે છે.
જોકે આજે અમે તમને અર્જુનની રમત વિશે નહીં પરંતુ તેની લવ લાઇફ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે ઇંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિયલ અને અર્જુન ખૂબ સારા મિત્રો બની ગયા છે. તમને ખબર હશે કે ડેનિયલે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પણ લગ્ન માટે પ્રસ્તાવ આપ્યો હતો પરંતુ હવે અર્જુન સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જેના પછી ચર્ચા કરવામાં આવી રહી છે કે અર્જુન અને ડેનિયલનું અફેર ચાલી રહ્યું છે. ઇંગ્લેન્ડની સુંદર ક્રિકેટર ડેનિયલ અને અર્જુન બંને ગાઢ બની રહ્યા છે.ડેનિયલની ક્રિકેટ કારકીર્દિ ખાસ ખાસ રહી નથી અને તેણે 2014 માં વિરાટ કોહલીને લગ્ન માટે પ્રસ્તાવ પણ આપ્યો હતો. ત્યારબાદથી તે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવી રહી છે.
ડેનિયલે વિરાટને ટ્વિટર પર લગ્ન માટે પ્રસ્તાવ પણ આપ્યો હતો. આ બંને અર્જુન અને ડેનિયલ વચ્ચેની નિકટતાને જોઈને લોકો અનુમાન કરી રહ્યા છે કે તેમની વચ્ચે કોઈ સંબંધ ચાલી રહ્યો છે.તમારી માહિતી માટે જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ડેનિયલે સોશિયલ મીડિયા પર અર્જુનનો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેણે લખ્યું હતું કે લોર્ડ્સના મેદાન પર તેના મિત્રને રમતા જોઈને આનંદ થાય છે. તે મિનિ સચિનની ભૂમિકા સારી રીતે ભજવે છે. તમને જણાવી દઈએ કે સચિન અને ડેનિયલ પણ ઘણા સારા મિત્રો છે. ડેનિયલ પણ થોડા વર્ષોની અર્જુનથી મોટી છે. હા, ડેનિયલ 26 વર્ષની છે અને અર્જુન હજુ 18 વર્ષનો છે.
વધુ માહિતી આપતા આઈપીએલની ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ વખતે પાંચમીવાર ટાઈટલ જીતવા માટે ખૂબ તૈયારી કરી રહી છે. મુંબઈની ટીમ પોતાની સાથે નેટ્સ બોલરોને પણ યુએઈ લઈ ગઈ છે, જે ત્યાં તેની ટીમના બેટ્સમેનોને બેટિંગ પ્રેક્ટિસમાં મદદ કરશે. નેટ્સ બોલરોમાં એક નામ મહાને બેટ્સમેન સચિન તેંડુલકરના દીકરા અર્જુનનું પણ છે.
સોમવારે મુંબઈ ઈન્ડિયન્સના યુવા લેગ સ્પિનર રાહુલ ચહરે અર્જુન અને પોતાના સાથી ખેલાડીઓ સાથે પૂલ સેશનનો એક ફોટો પોતાના ટ્વિટર પર પોસ્ટ કર્યો તો કેટલાક ફેન્સને આ પસંદ ન આવ્યું. મુંબઈની ટીમમાં અર્જુનની તસવીર જોઈને તેઓ ભડકી ઉઠ્યા અને અર્જુનની ઉપસ્થિતિને તેમણે ‘નેપોટિઝમ’ બતાવી દીધી.અર્જુન અહીં રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ સહિત મુંબઈના કેટલાક અન્ય ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફની સાથે પૂલમાં ચીલ કરી રહ્યો છે.
દીપક ચાહરે આ ફોટો પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું, સારા મૂડમાં આવવા માટે તમે માત્ર એક સ્વિમિંગથી દૂર છો.એક ફેને કરેલી ટ્વીટનો સ્ક્રીનશોટ કેટલાક ફેન્સે આ તસવીરને પ્રશંસા કરવાના બદલે અર્જુનને લઈને એક અલગ જ એન્ગલ કાઢી લીધી. એકે લખ્યું, નેપોટિઝમ ચરમ પર છે. જ્યારે અન્ય એક યુઝર લખે છે, આ નેપોટિઝમ નથી. અર્જુન તેંડુલકર વિરાટ કોહલી કરતા પણ વધારે સારો બોલર છે.
ઉલ્લેખનીય છે કે અર્જુન મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમે છે. તે અંડર-19 ક્રિકેટમાં પણ મુંબઈનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. આ ઉપરાંત ટીમ ઈન્ડિયાની જૂનિયર ટીમના ખેલાડી તરીકે તે ઘણા દેશો વિરુદ્ધ ક્રિકેટ રમી ચૂક્યો છે. આઈપીએલમાં તમામ ફ્રેન્ચાઈજી નેટ બોલર તરીકે કોઈ યુવા ખેલાડીને પસંદ કરે છે. જો તેમાંથી એક નામ અર્જુન હોય તો તેમાં કંઈ ખોટું થી.
આ ઉપરાંત અર્જુન સમય-સમય પર ભારતની મહિલા અને પુરુષ ટીમને પણ નેટ્સમાં બોલિંગ કરી ચૂક્યો છે.
આઈ પી એલ 13ની વાત કરીએ તો તેને શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેમાં પણ મુંબઈની પહેલી મેચ 19મી સપ્ટેમ્બરે ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાવાની છે. આ માટે બંને ટીમો નેટ્સમાં ખૂબ પરસેવો પાડી રહી છે. આ પહેલા પાછલી સીઝનમાં ચેન્નઈ સામેની ફાઈનલ મેચમાં મુંબઈની ટીમે જ બાજી મારી હતી. બંને ટીમો વચ્ચે હંમેશા ખરાખરીનો ખેલ જામતો હોય છે. એવામાં આ વર્ષે પહેલી મેચમાં જીતની શરૂઆત કોણ કરે છે તે જોવા માટે ફેન્સ આતુર છે.