આખી દુનિયામાં પ્રખ્યાત કથાકારો એક કથા વાંચન ના લે છે એટલા રૂપિયા જાણીને તમે પણ ચોંકી જશો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણે એવિ વ્યક્તિઓની વાત કરીશું જે આખી દૂનિયામાં કથા કરવા માટે જાણીતા છે અને અધધ રૂપિયા લે છે કથા કરવાના મોરારી બાપુ.૨૦૧૮ ના વર્ષ સુધી તેઓ કથા કરવા માટે દક્ષિણા લેતા હતા પણ હવે એવું જાણવામાં આવ્યું છે કે તે ૨૦૧૮ પછી ફી લેતા નથી. મોરારી બાપુનો જ્ન્મ તલગાજરડા ગામે થયો હતો. તે ખૂબ જ સારા ઉપદેશક છે અને ગુજરાતી ભાષામાં તેમની કથાઓ ખૂબ જ રસપ્રદ હોય છે. તે ઉચ્ચ કક્ષાંના વક્તા છે અને પ્રખર રામભક્તિમા માને છે અને રામકથા કરે છે અને તેમણે સાહિત્યનુ પણ ઊંડો અભ્યાસ કરેલ છે તેમના નામથી ઘણા સાહિત્ય પુરુસ્કારો પણ આપવામાં આવે છે.

૧૯૭૯ માં પ્રથમવાર તેમણે વિદેશમાં નૈરોબીમાં રામકથા કરી હતી તે સમયે તેઓ ૩૦વર્ષના હતા મોરારીબાપુએ કૈલાશમાનસરોવરમાં વિમાન પર કથા નું આયોજન કરેલ છે. મોરારીબાપુ જગવિખ્યાત કથાકાર છે આમતો મોટાભાગના કથાકાર ગુજરાત માં જ જન્મ લે છે.મોરારીબાપુ પોતાની કથામાં બૌદ્ધ ધર્મ,જૈન ધર્મ,ખિસ્તી ધર્મ વિશે વાત કરતા ખચકાતા નથી અને તેઓ સર્વધર્મ માં માને છે અને કોઈના વિરોધી નથી તેમણે લખો લોકોને વ્યસનમુક્ત કર્યા છે. કથા સિવાય બાપુ હમેશા માટે મૌન વ્રતમાં રહે છે તેમણે ઘણા સમાજ કલ્યાણ ના કામો પણ કરેલા છે.

માત્ર ૧૪ વર્ષ ની ઉમરે પેલીવાર ૧૯૬૦ માં એક મહિના સુધી રામકથા કરી હતી. તેમનું ભણવામાં ઓછો અને રામકથામાં વધારે રસ હતો તે મહુવા ની શાળામાં શિક્ષક હતા તે જ શાળામાં તે ભણ્યા નોકરીએ લાગ્યા અને ત્યારબાદ નોકરી મૂકીને રામકથા કરવા લાગ્યા. બાપુએ પુલવામાં હુમલામાં શહિદ થયેલા જુવાનો ના પરિવાર ને તેઓ ૧ લાખ રૂપિયા ની મદદ કરી અને શહીદ જવાનો ના પરિવાર માટે તેમણે ઘણી કથા પણ કરી છે. તેમના દાદા પાસેથી બાપુએ રામચરિતમાનસ ના પાઠ શીખ્યા હતા.

જે તેઓ શાળા માં પણ ગાતા અને વર્ષ ૨૦૦૨નાં રમખાણોમાં મોરારી બાપુએ તોફાનો દરમિયાન અમદાવાદના મુસ્લિમ વિસ્તારમાં સભા કરી હતી.જેમાં શાંતિની અપિલ કરી હતી. શાંતિયાત્રાનું આયોજન પણ કર્યું. અમદાવાદનાં જે ઇલાકામાં શાંતિયાત્રા નીકળી હતી તે હિન્દુ સમર્થકોનો વિસ્તાર હતો. જયાં ઉચ્ચ જાતિ અને પાટીદાર લોકો રહેતા હતા.

ત્યારબાદ વીસ વર્ષની ઉંમરથી શરૂ કરી નવ દિવસ ની રામકથાની પરંપરા.મહુવામાંથી આગળ વધીને બાપુએ નાગબાઇ માતાના પવિત્ર સ્થાન એવા ગોઠિયામા તેમની પ્રથમ નવ દિવસ ની રામકથા કરી. મોરારી બાપુએ ૨૦૧૪નાં વર્ષ માં સેકસવર્કરો ને માટે રામ કથાનું આયોજન કર્યુ હતું. તેમના કલ્યાણ માટે ૯.૯૨ કરોડ રૂપિયાનું દાન પણ કર્યુ હતું.બાપુ જાતિય કામદારો ને પણ મળે છે અત્યાર સુધી માં બાપુ ૮૦૦ થી વધારે કથા નું વાંચન કરી ચૂક્યા છે

જીગ્નેશ દાદા.હાલમાં તેઓ કોરોનની બીમારીથી પીડિત છે અને એક કથા કરવાની ૩૦ લાખસુધી ની ફી લે છે તે બધી કથામાં કહી ચૂક્યા છે કે આટલા રૂપિયા તે પોતાની સાથે રહેનારા લોકો માટે લે છે જેમકે રસોયા તબલા વાદક વગેરે હાલના સમયમાં જિગ્નેશ દાદા ખુબજ પ્રખ્યાત છે હવે દરેકજગયા એ જિગ્નેશદાદા ના નામના સુવિચાર જોવા મળે છે તેનો જ્ન્મ અમરેલીમાં કરિયાચડ ગામે થયો હતો અને એમના પિતાનું નામ શંકરભાઇ છે.તેમની માતાનું નામ જયાબેન છે.તેનું સાચુ નામ “જીગ્નેશભાઈ શંકરભાઈ ઠાકર” છે.

તે એક એવા વ્યક્તિ છે એને યુવાનો ને ભજન સાંભળતા કરી દીધા.જીગ્નેશ દાદા એ ઘણી કથાઓ કરી છે.લોકો ને ધર્મનુ જ્ઞાન આપ્યુ છે.તેના કેટલાક ભજનો ખુબજ લોકપ્રિય છે જેમાં ૧.દ્રારકા નો નાથ મારો રાજા રાણછોડ છે. એને મને માયા લગાડીરે. ૨.ભાઈબંધીમા સુદામા ને ક્રુષ્ણ મળ્યા રે એને ભાઈ બંધ, ૩.તાળી પાડો તો મારા રામ ની રે. ૪.મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જજો રે. લોકો પોતાની યથાશક્તિ પ્રમાણે કથા કરાવે છે.હાલ રાજ્યમાં કથાકારોનો પણ રાફડો ફાટયો છે આવા સંજોગોમા હવે ઘણા કથાકારો પર લાખો રૂપિયા લઈને કથા બેસાડવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. જીગ્નેશદાદાએ લગભગ સો થી વધુ કથાઓ કરી છે તેમજ તેને દોઢસો થી વધુ એવોર્ડ મેળવેલા છે.તેમનું નામ ગુજરાત માં જ નહીં પણ દેશ ના દરેક ખૂણે પ્રસિદ્ધ છે.

જીગ્નેશ દાદા રાધે રાધે નો જન્મ 25 માર્ચ 1986 ના રોજ ગુજરાત ના અમરેલી જિલ્લા ના કારીયાચડ ગામ માં થયો હતો.અને એમના પિતા નું નામ શંકરભાઇ છે.અને એમની માતા નું નામ જયાબેન છે અને એમને એક ધર્મ ની બહેન છે.જીગ્નેશ દાદા નું સાચું નામ જીગ્નેશભાઈ ભાઈશંકરભાઈ ઠાકર છે.અને બાળપણ માં એમની માતા પિતા ની પરિસ્થિતિ પણ ખૂબ નબળી હતી.અને એમને રાજુલા પાસે આવેલ જાફરાબાદ માં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યું હતું.

જીગ્નેશ દાદા એરોનોટિકલ એન્જિનિયર કરતા હતા પણ એ બાદ એમને ભણવાનું છોડી ને કથા કરવાનું ચાલુ કર્યું હતું.અને જીગ્નેશ દાદા અમરેલી ની એક કોલેજ માં સંસ્કૃત ના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે.અને એમને સંસ્કૃત નું શિક્ષણ દ્વારકા માં લીધું હતું.તેમનાં ભક્તોના જણાવ્યા મુજબ આ એવા વ્યક્તિ છે એને યુવાનો ને પણ ભજન સાંભળતા કરી દીધા. આ વ્યક્તિ ની ઘણા લોકો એ બદનામી કરવાની કોશિશ કરી હતી પણ એમાં કોઈ સફળ ના થયું.

હાલ જીગ્નેશ દાદા સરથાણા જકાત પાસે વરાછા,સુરત માં રહે છે.અને સુરત માં પણ એમની કથા ના ઘણા પોગ્રામ થાય છે.જણાવી દઈએ કે જીગ્નેશ દાદા એ એમના જીવન ની પહેલી કથા 16 વર્ષ ની ઉંમરે કેરિયાંચાડ એક ગામ માં કરી હતી.અને આજે જીગ્નેશ દાદા એ ઘણી કથાઓ કરી છે.અને લોકો ને ધર્મ નું જ્ઞાન આપ્યું છે. જીગ્નેશ દાદાના અમુક ભજનો ખુબજ લોકપ્રિય છે જેમાં દ્રારકા નો નાથ મારો રાજા રાણછોડ છે એને મને માયા લગાડી છે.આ ભજન આખા ગુજરાતીઓ જે વિશ્વ ના ખૂણે ખણે રહે તેમનું દિલ જીત્યું.તેમનાં પ્રસિદ્ધ ભજનો:ભાઈ બંધી મા કૃષ્ણ ને સુદામા મળ્યા રે એને ભાઈ બંધ,દ્વારિકા નો નાથ મારો રાજા રણછોડ છે એને મને માયા લગાડી રે,તાળી પાડો તો મારા રામ ની રે બીજી તાળી નાં હોય જો,મુજ દ્વારે થી ઓ પંખીડા હસતા મુખડે જજો રે.

મોરારી બાપુ આજે પણ લોકોમાં સાત્વિક ગુણો વિકસાવવાનું અને ભગવાનના અસ્તિત્વને લોકો સુધી પહોંચાડવાનું પુણ્યનું કાર્ય કરી જ રહ્યા છે. તો મિત્રો આજે અમે મોરારી બાપુના બાળપણનો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. તે પ્રસંગ છે ખુબ જ નાનો પરંતુ તેમાં રહેલો મર્મ દરેક વ્યક્તિને એક સારો સંદેશ આપે છે. એટલા માટે આ લેખને એક પણ લાઈન ચુક્યા વગર અંત સુધી વાંચો. તમારા જીવનમાં પણ એક નાનો એવો સુધાર આવી શકે.

મિત્રો પહેલાના સમયમાં કોઈ ગેસ ન હતા માત્ર ચુલા જ હતા. જો રસોઈ બનાવવી હોય તો લાકડાની જરૂર પડે. તો પહેલાના સમયમાં લોકો રસોઈ બનાવવા માટે બળતણ લેવા માટે જતા હતા. તો વાત એમ છે કે મોરારી બાપુના માતા પણ આ રીતે રોજે વાડીઓમાં બળતણ લેવા માટે જતા હતા. તે સમયે મોરારી બાપુની ઉમર પણ ખુબ જ નાની હતી. એટલે મોરારી બાપુ પણ માતા સાથે જતા હતા. મોરારી બાપુ ખુબ જ નાના હતા એટલે તેમને એક મગની શીંગ માતા હાથમાં આપી દેતા. તે મગની શીંગને ચાવતા ચાવતા માતા સાથે જતા.

તેમાં એક દિવસ ઇંધણ લઈને તેઓ પોતાની માતા સાથે આવતા હતા. તો રસ્તા પર મોરારી બાપુના પગમાં કાંટો વાગ્યો. તો મોરારી બાપુને થયું કે જો તે લંગડા ચાલશે તો તેમની માતાને ખબર પડી જશે કે તેમને કાંટો વાગ્યો છે. અને મોરારી બાપુને થયું કે મારા કરતા તો વધારે દુઃખ મારી માતાને થશે એટલે માટે તેણે કાંટાને દબાવ્યો અને વ્યવસ્થિત ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ કાંટો પગમાં જ ભાંગી ગયો અને પાનીમાં અંદર ઘુસી ગયો. છતાં પણ મોરારી બાપુ કંઈ બોલ્યા નહીં અને માતા સાથે ચાલવા લાગ્યા.

ચાલતા ચાલતા તેઓ ઘરે પહોંચ્યા તો સામે મોરારી બાપુના ગુરુ બેઠા હતા. મોરારી બાપુના ગુરુ એટલે તેમના દાદા. તેમના ગુરુજીને જોઇને મોરારી બાપુ થોડા વધારે વ્યવસ્થિત ચાલવા લાગ્યા. કારણ કે મોરારી બાપુ’ના મતે ગુરુજી માતાની પણ માતા હોય અને પિતાના પણ પિતા હોય છે. આપણા શાસ્ત્રોમાં પણ સુરુજીને સાક્ષાત બ્રહ્મા અને વિષ્ણુનો દરરજો આપવામાં આવ્યો છે. એટલે મોરારી બાપુ’ને ચાલતા જોઇને તેમના ગુરુજીને ખબર પડી ગઈ. કે પગમાં કાંટો વાગ્યો છે. આપણે હંમેશા એટલું યાદ રાખવું જોઈએ કે ગુરુજી થી આપણે ગમે એટલું આપણું દુઃખ છુપાવીએ એ બહાર આવી જ જાય છે. અને મોરારી બાપુ સાથે કંઈક એવું જ થયું.

ગુરુજીને શંકા હતી એટલે તેમણે મોરારી બાપુને પૂછ્યું, “કે શું થયું છે તારા પગમાં ?” પણ મોરારી બાપુ કંઈ બોલ્યા નહિ. ત્યારે મોરારી બાપુની માતાને પણ ખબર પડી ગઈ કે તેના દીકરાને પગમાં કાંટો વાગ્યો છે. પછી મોરારી બાપુના ગામમાં એક માધાભાઈ બાબર હતા. તો તેમના માતાએ ગુરુજીને મર્યાદા પૂર્વક કહ્યું કે માધાભાઈ બાબરને બોલાવી લો એ કાંટો કાઢી આપશે. માધાભાઈ બાબર મોરારી બાપુના દાદાની ખુબ જ સેવા કરતા હતા. એટલા માટે એ ઘરના સભ્ય જેવા જ હતા.

પરંતુ મોરારી બાપુના ગુરુજીએ મોરારી બાપુનો પગ પોતાના ગોઠણ પર રાખ્યો અને મોરારી બાપુના માતાને કહ્યું કે “મને એક સોય આપો, આજે હું આનો માધો છું.” મિત્રો આ પ્રસંગ આપણને ખુબ જ સામાન્ય લાગે પરંતુ પ્રસંગમાં ગુરુ શું હોય તેનું મહત્વ છુપાયેલું છે. ગુરુજીને માતાની માતા અને બ્રહ્માથી અને વિષ્ણુ ભગવાન કરતા પણ ઉંચો દરરજો આપવામાં આવે છે. પછી છેલ્લે જે દ્રશ્ય સર્જાયું કે મોરારી બાપુનો પગ તમને ગુરુજી પોતાના ગોઠણ પર રાખીને કાંટો કાઢે છે. એ દ્રશ્ય આપણે એક ગુરુ શું હોય છે આપણા જીવનમાં એ સમજાવી જાય છે.

આપણા જીવનમાં ગુરુજીનું મુલ્ય શું હોય એની પ્રતીતિ કરાવે છે આપણને, કે ગુરુનું જીવનમાં ખુબ જ મહત્વ છે. એક સાચા ગુરુ તેને જ કાહેવાય કે જે પોતાના ગોંઠણ પર તમારો પગ રાખીને તમારામાં રહેલા અંધકાર રૂપી અજ્ઞાન સમાન કાંટાને દુર કરે. તમારામાં રહેલા દુર્ગુણોને દુર કરી સદગુણોને વિકસાવે, તમારામાં રહેલા વ્યર્થ અભિમાનને દુર કરે. જે વ્યક્તિ તમારા પગમાંથી કાંટો કાઢી શકે છે એ આપણા જીવનમાં આવતા કાંટાને પણ દુર કરી નાખે છે અને આ વસ્તુ એક સાચા ગુરુ જ કરી શકે.

જેમ માતા પોતાના બાળકના પગમાં કાંટો વાગ્યો હોય તો ફૂંક મારતા મારતા કાઢેને તેવી જ રીતે એક ગુરુ પણ પોતાના શિષ્યમાં રહેલા આંતરિક કાંટાઓને કાઢે છે અને તેને સાચા માર્ગ પર દોરે છે. અને એટલા માટે જ આજે મોરારી બાપુ એક સંતની પ્રતિમા છે અને દુનિયામાં તે એક સદ્કાર્ય કરી રહ્યા છે. જેને આજના લોકો ભૂલી રહ્યા છે. મોરારી બાપુ તેમના ગુરુજીના રસ્તા પર જ ચાલ્યા અને તેમણે એક સારા કાર્ય માટે સિદ્ધી પ્રાપ્ત કરી. એટલા માટે જ જગતમાં ગુરુનું સ્થાન આટલું ઊંચું છે.