આટલાં રૂપિયા છાપે છે” કપિલ શર્મા” શો નાં કલાકારો,જાણો કોની સંપત્તિ છે સૌથી વધુ……

કપિલ શર્મા આજે ભારતનો નંબર વન કોમેડિયન છે.ધ કપિલ શર્મા શો’ એ દેશનો સૌથી પસંદ કરવામાં આવેલ ટીવી શો છે. કપિલ શર્મા ઉપરાંત કૃષ્ણા અભિષેક, કિકુ શારદા, સુમોના ચક્રવર્તી, ચંદન પ્રભાકર અને બાકીના અન્ય સભ્યો પણ લોકોનું સમાન મનોરંજન કરે છે. ચોક્કસપણે શોના કપિલ શર્મા કપિલ અને તેની બાકીની ટીમને શો માટે સારા પૈસા મળે છે. તે એક ફેમિલી કોમેડી છે. અહીંયા બોલિવૂડના સિતારાઓ પોતાની ફિલ્મના પ્રમોશન કરવા માટે આવે છે. આ દરમિયાન કપિલ આ સિતારાઓની સાથે વાતચીત કરે છે અને તેમની સાથે કોમેડી કરીને લોકોનું મનોરંજન કરે છે.કપિલના શોમાં તેમના સિવાય અન્ય પણ ઘણાં સિતારાઓ છે, જે આજે ઘરે ઘરે જાણીતા બની ચૂક્યા છે. આજે અમે તમને આ શોમાં કામ કરતા કોમેડી કલાકારોની કુલ સંપત્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સિતારાઓએ લોકોને હસાવીને ખૂબ જ બેંક બેલેન્સ વધારી દીધું છે.

Advertisement

કપિલ શર્મા.કપિલ શર્મા એક હાસ્ય અભિનેતા, નિર્માતા, ગાયક અને ટીવી પ્રેઝન્ટર છે. કપિલ ત્યારે ચર્ચા માં આવ્યા, જ્યારે તેમને પોતાના કેરિયર ની શરૂઆત વર્ષ 2007 માં એક કોમેડી રીયાલીટી શો, દ ગ્રેટ ઇન્ડીયન લાફ્ટર ચેલેન્જ થી કરી. તેમને પ્રતિયોગીતા જીતી અને પુરસ્કાર રાશી ના રૂપ માં તેમને 10 લાખ રૂ. મળ્યા. કપિલ પોતાના શો ધ કપિલ શર્મા શો ના મુખ્ય કલાકાર છે. તેઓ આ શોમાંથી ખૂબ જ પૈસા કમાય છે. તે સિવાય તેમનું “K9 પ્રોડક્શન્સ” નામનું એક પ્રોડક્શન હાઉસ પણ છે. જેમાં તેઓ પંજાબી ફિલ્મ પ્રોડ્યુસ કરે છે. ૨૦૧૯માં કપિલનું નામ ફોર્બ્સની સૌથી વધારે પૈસા કમાનાર સેલિબ્રિટીના લિસ્ટમાં પણ આવ્યું હતું. તેની કુલ સંપત્તિ લગભગ ૧૯૯ કરોડ રૂપિયા છે.કપિલ શર્મા પાસે અનેક મોંઘી વસ્તુઓ છે જેમાં મર્સિડીઝ બેંજ S ક્લાસ- 1.19 કરોડ રૂ.વોલ્વો XC 90- 1.3 કરોડ રૂ.વેનિટી વેન- 5.5 કરોડ રૂ.DHL એનક્લેવ માં ફ્લેટ- 15 કરોડ રૂ.પંજાબ માં બંગલો – 25 કરોડ ની વગેરે વસ્તુઓનો સમાવેશ થાય છે.

અર્ચના પુરન સિંહ.’ધ કપિલ શર્મા શો’માં અર્ચના પૂરણ સિંહને નવજોત સિંહ સિદ્ધુની જગ્યાએ આવી હતી. આ માટે, તેમને ઘણા પૈસા આપવામાં આવે છે. શો પર તેમનું કાર્ય ટિપ્પણી કરવા, પ્રેક્ષકોને ઉત્સાહિત કરવા, રમુજી લાઇનો બોલવાનું અને શોમાં આવનારી સેલિબ્રિટીઓને ખુશ કરવાનું છે. તેના બદલામાં તેમને 2 કરોડ રૂપિયા મળશે. આ પૈસા તેમને 20 એપિસોડ માટે આપવામાં આવશે.અર્ચના પુરન સિંહ એક અભિનેત્રી હોવાની સાથે-સાથે ટીવી પ્રેઝેન્ટર પણ છે. તે હાલના દિવસોમાં ધ કપિલ શર્મા શોમાં જજની ભૂમિકા નિભાવી રહી છે. આ પહેલા તે કપિલના અન્ય એક શો કોમેડી સર્કસમાં પણ જજ રહી ચુકેલ છે. તેની કુલ સંપત્તિની કિંમત અંદાજે ૨૨૨ કરોડ રૂપિયા છે.

કિકુ શારદા.તમને જણાવી દઈએ કે કિકુ શારદાનું અસલી નામ રાઘવેન્દ્ર છે. કિકુ શારદાએ પોતાની કારકિર્દીની શરૂઆત પંજાબી ફિલ્મ મીટ્ટીથી કરી હતી. જોકે, તેને વધારે લોકપ્રિયતા મળી ન હતી. આ પછી તેણે ટીવી સિરિયલોમાં કામ કર્યું. ટીવી સિરિયલોમાં કામ કરતી વખતે તેની લોકપ્રિયતા ઝડપથી વધી. હવે કિકુ શારદા પાસે 35 કરોડની સંપત્તિ છે.પાછલા ઘણા વર્ષોથી કિકુ અભિનય કરી રહ્યા છે. તે મનોરંજનની દુનિયામાં એક જાણીતો ચહેરો છે. તે અત્યાર સુધીમાં ૧૮ ટીવી શો અથવા સીરિયલ્સમાં નજર આવી ચુકેલ છે. આ સિવાય તેણે બોલિવૂડની ૧૦ ફિલ્મોમાં પણ કામ કરેલ છે. તેને સાચી ઓળખ બાળકોના શોખ “હાતિમ” માં “હોબો” કેરેક્ટર થી મળી હતી. ત્યારબાદ તે કપિલ શર્મા શો માં આવીને ફેમસ થઈ ગયા. તેની કુલ સંપત્તિ ૩૮ કરોડ રૂપિયા છે.

સુમોના ચક્રવર્તી.સુમોના એક એપિસોડ માટે કેટલો ચાર્જ લે છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુમોનાને ‘ધ કપિલ શર્મા શો’ના દરેક એપિસોડ માટે લગભગ 6 થી 7 લાખ રૂપિયા ફી લે છે. જણાવી દઈએ કે સુમોના ગાડીઓની ખૂબ શોખીન છે. આને કારણે તેની પાસે ફેરારી છે જેની કિંમત લગભગ 3 કરોડ છે. આ સિવાય તેમની પાસે હ્યુન્ડાઇની એક કાર પણ છે, જેની કિંમત આશરે 27 લાખ રૂપિયા છે.સુમોના જેટલી ટીવી પર જાણીતિ છે. તેનાથી ઘણી વધારે સોશિયલ મીડિયા પર પણ પોપ્યુલર છે.સુમોનાને ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી વધારે લોકો ફોલો કરે
છે. ટીવી સિરિયલ “બડે અચ્છે લગતે હૈ” માં નતાશા નો રોલ કરી ફેમસ થઇ હતી. ત્યારબાદ તેણે કપિલ શર્માની સાથે “કહાની કોમેડી સર્કસ કી” શોમાં ભાગ લીધો હતો. તેમાં તે કપિલની સાથે વિજેતા બની હતી. બસ ત્યારથી સુમોના અને કપિલ ની જોડી ફેમસ થઈ ગઈ. વર્તમાનમાં સુમોના પાસે લગભગ ૩૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

ચંદન પ્રભાકર.ચંદનના જીવનનો વળાંક તે કપિલ શર્મા શો હતો જ્યાં તે હંમેશાં ચંદુ ચાઇ વાલા બનીને શ્રોતાઓનું મનોરંજન કરતો હતો. આજે ચંદન કપિલ શર્મા શો માટે અઠવાડિયામાં 5 થી 7 લાખ રૂપિયા લે છે. આ સિવાય તેની પોતાની BMW કાર અને પંજાબમાં ઘણી પ્રોપર્ટી પણ છે.મુંબઈમાં તેનું ઘર પણ છે.ચંદન “ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ-૩” માં ફર્સ્ટ રનર-અપ હતા. વર્તમાનમાં તે કપિલના શો પર લોકોને ખડખડાટ હસાવે છે. ચંદનને એક શો કરવા માટે લગભગ ૫ થી ૭ લાખ રૂપિયા મળે છે. હાલમાં તેમની કુલ સંપત્તિ વિશે જાણકારી નથી.

કૃષ્ણા અભિષેક.કોમેડિયન કૃષ્ણા અભિષેક ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માં સપનાનો રોલ પ્લે કરે છે. કૃષણા અભિષેક પહેલા કપિલના પ્રતિસ્પર્ધી હતા, પરંતુ હાલના દિવસોમાં તે કપિલની સાથે કામ કરી રહ્યા છે. ખબરોનું માનવામાં આવે તો કૃષ્ણા એક એપિસોડના ૪૦ થી ૫૦ લાખ રૂપિયા સુધી ચાર્જ વસૂલ કરે છે.કૃષ્ણા અભિષેકની વાત કરીએ તો તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. જેમ કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃષ્ણા અભિષેકની સંપત્તિ લગભગ 130 કરોડ રૂપિયા છે. જો કે, હવે તમે અનુમાન કરી શકો છો કે કોમેડિયન પાસે વધુ સંપત્તિ છે

Advertisement