અઢળક રોગો નો રામબાણ ઈલાજ છે,આ ઔષધી,જાણો એનાથી થતા ચમત્કારી ફાયદા….

આપણી આસપાસ અનેક એવી ઔષધી ઉઠતી હોય છે કે જેનો ઉપયોગ કરીને આપણે કાયમી માટે સ્વસ્થ રહી શકીએ છીએ આપણી આસપાસ અનેક એવા ઔષધિય ગુણો ધરાવતા વનસ્પતિ છોડ અને વૃક્ષો હોય છે કે જો તેનો યોગ્ય ઉપયોગ કરતા આપણે જાણી લઈએ તો આપણે ક્યારેય દવાખાને જવાની જરૂર પડતી નથી.

કેસુડાને શાસ્ત્રોમાં બ્રહ્માના પૂજા અર્ચના માટે પવિત્ર માનવામાં આવે છે. કેસુડાના ત્રણ પાંદડા ભારતીય દર્શન શાસ્ત્રના ત્રીત્વના પ્રતિક છે. તેના ત્રિપર્નકોમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ માનવામાં આવે છે. કેસુડાના ઝાડમાં આખા ભારતમાં ખુલ્લા વિસ્તારોથી લઈને ૧૨૦૦ મીટરની ઉંચાઈ સુધી મળી આવે છે. તેનું થડ વાંકું અને પાંદડા ૩-૩ ના સમુહમાં લાગેલા હોઈને થોડા મોટા અને એક બાજુથી ખરબચડા અને બીજી તરફથી થોડા સુંવાળા અને વધુ ઘાટા હોય છે. તેના ફૂલ ઘાટા કેસરી લાલ રંગના હોય છે. જેના દલપત્ર ઘાટા કથ્થાઈ રંગના અને સહેજ મોટા અને મખમલી હોય છે. વસંત ની શરૂઆતમાં જયારે તે ઝાડ પાનખર પછી ફૂલોથી લચકે છે. ત્યારે દુરથી જોનારા ઉપર ઝાડ આખું અગ્નિ જ્વાળા જેવું દેખાય છે તેથી તેને જંગલની આગ પણ કહે છે.

ખાખરાના ઝાડ પર જે ફૂલ આવે છે તેને કેસુડો તરીકે ઓળખવામાં આવે છે. ફાગણ માસના ધમધખતા તાપના દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીના પર્વમાં કેસુડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચુક્યો છે. કેસુડાના ફૂલ પંચમહાલ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે, કેસુડાંના ફૂલો ઉનાળાના દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે.

પાનખર ઋતુમાં જ્યારે વૃક્ષોના પાંદડા ખરી પડે ત્યારે ફાગણ માસની શરૂઆતમાં કેસુડા ના ફૂલ આવતા હોય છે, કેસુડો એ પ્રાકૃતિક કલર ગણાય છે,જેના ફૂલમાંથી કલર બનાવવામાં આવતો હોય છે, તેના દ્વારા ધુળેટી પણ રમી શકાય છે, અને કેસુડો સરળતાથી મળી પણ રહેતો હોય છે. કેસુડાના વૃક્ષના પાન વડે પડિયા પતરાળાં પણ બનાવી શકાય છે.નિષ્ણાંત ડો.આર કે શ્રીવાસ્તવે જણાવ્યું કે પલાશ જેનું વાનસ્પતિક નામ બ્યૂટિયા મોનોસ્પર્મા થાય છે.વસંત આવતા જ તેની સંખ્યામાં જબરજસ્ત વધારો થાય છે.કેસુડાં લાલ હોવાનાં કારણે આ ફૂલોને જંગલની આગ પણ કહેવામાં આવે છે. થોડા સમય પહેલા સુધી ગ્રામીણ ક્ષેત્રો સુધી આ ઝાડની સંખ્યા વધારે મળી આવી હતી.

પરંતુ હવે સિવિલ લાઈસન્સ ,વિજય નગર અને ગૌર સહિત અન્ય ક્ષેત્રમાં પણ તેનો ખૂબ સંખ્યામાં વધારો જોઈ શકાય છે. મુખ્ય રૂપથી કેસુડાના ફૂલોનો ઉપયોગ અબીલ અને ગુલાલ બનાવવા માટે કરવામાં આવતો હતો,સાથે જ ઘણી ઔષધીમાં હવે તેનો ઉપયોગ કરવામાં આવવા લાગ્યો છે.જુદી જુદી ભાષાઓમાં તેના નામહિન્દી –પલાશ, પરાસ, ઢાક, ટેસુ, છીડ્લ. સંસ્કૃત – પલાશ, કીશુક, ક્ષર શ્રેષ્ઠ, બંગાળી – પલાશ ગાછ, મરાઠી – પલસ ગુજરાતી –ખાસરો ફારસી- દરખપ્તેપલ, અંગ્રેજી – બસ્ટર્ડ ટીક

કેસુડાની પ્રજાતિઓકેસુડાની બે પ્રજાતિઓ મળી આવે છે, સફેદ અને લાલ, લાલ કેસુડાને સર્વ સામાન્ય છે પણ સફેદ કેસુડા દુર્લભતા થી મળે છે. કેસુડા ઢગલાબંધ આયુર્વેદિક ગુણોથી ભરપુર છે.ગર્ભવતી સ્ત્રી ને દરરોજ કેસૂડાં નો ભૂકો દૂધ સાથે આપવામાં આવે તો એનાથી આવનારું બાળક બળવાન અને વીર્યવાન બને છે. અને શરૂઆત ના મહિના માં જો સ્ત્રી ને કોમળ કેસૂડાં ના ફૂલ મસળીને ગાયના દૂધ સાથે આપવમાં આવે તો બાળક શક્તીશાળી અને પહેલવાન પેદા થાય છે . કેસૂડાં ના બીજ નો લેપ કરીને લગાડવાથી મહિલાએ ગર્ભ ધારણ ના કરવો હોય તો આ રીત અપનાવી શકે છે.

જો અંડકોષ વધી ગયું હોય તો કેસુડાના છાલ નું ૬ ગ્રામ ચૂર્ણ પાણી જોડે પીવાથી ફાયદો થાય છે. જો પેશાબ માં બળતરા થતી હોય તો કેસૂડાં નો રસ કાઢી ને પીવાથી તેમાં ફાયદો થાય છે. મસા થી પરેશાન થતા લોકો કેસૂડાં ના પાન ને દહીં જોડે ખાય તો મસા માં રાહત મેળવી શકે છે

સફેદ કુષ્ઠ ઉપચારમાંશરુઆતની અવસ્થામાં સફેદ કુષ્ઠ કેસુડાના મૂળ ના ચૂર્ણના સેવનથી ઠીક થઇ જાય છે. તેના માટે કેસુડાના મૂળને સારી રીતે સુકવીને તેનું ચૂર્ણને પાંચ ગ્રામ ના પ્રમાણમાં પાણી સાથે લેવું જોઈએ. મૂળ ને ઘસીને તે જગ્યા ઉપર લગાવી પણ શકાય છે.તેજ તાવ આવી ગયો હોય ત્યારે કેસૂડાં ના પાન નો રસ બનાવી શરીર પર લગાડવાથી ૧૫ મીનટ માં જલન ઓછી થઈ જશે અને ઠંડક પણ મળશે. જો વાગ્યું હોય અને ઘા મટી ના રહ્યો હોય તો કેસૂડાં ના થડ નું ચૂરણ બનાવી ઘા પર લગાડવાથી રાહત મળે છે.

પગ સુજી ગયો હોય કે હાથીપગો થયો હોય, તો કેસૂડાં ના થડ નો રસ સરસવ ના તેલમાં મેળવીને સવારે સાંજે ૨-૨ ચમચી પીવાથી મોટી રાહત મળે છે. જો આંખો જોવામાં નબળી હોય કે આખો ની રોશની તેજ બનાવી હોય તો કેસૂડાં નો રસ કાઢી એમાં મધ ભેળવીને આંખોમાં કાજલ લગાવતા હોય એ રીતે લગાવી સુઈ જવાનું ,એનાથી મોટો ફાયદો મળશે અને રાત ના સમયે ના દેખાતું હોય તો કેસૂડાં ના થડ નું અર્ક લાગવાથી લાભ થશે.

પુરુષો માં જોવા મળતી નપુંસકતા માં પણ કેસૂડાં ના બીજ કામ આવે છે જેને તમે દવા માં મેળવી ને પણ લઈ શકો છો. શરીર માં કંઈક ગાંઠ ઉભરી આવી હોય તો એમાં કેસૂડાં ના પણ ને ગરમ કરી ને એની ચટણી જેવું બનાવી એનો લેપ એ જગ્યા પર લગાડવાથી રાહત મળે છે. જયારે પથરી નો દુખાઓ ઉપડ્યો હોય ત્યારે કેસુડાના ફૂલ ને પલાળી રાખી સવારે એ પાણી આપવું અને એના ફૂલ ને પેડા ઉપર બાંધવા અને પછી પેશાપ સમયે ફોર્સ માં પથરી નીકળી જશે, આ એક સફળ વસ્તુ છે .

લોહી અને પિત્ત વિકાર માંકેસુડાની તાજી કાઢવામાં આવેલ છાલની રાબનું સેવન થોડા દિવસ સુધી કરો. રાબ પાણીમાં બનાવો. તે માટે ૨૦૦ મી.લિ. પાણીમાં ૧૦ ગ્રામ છાલ ને જરૂર મુજબ ઉકાળીને રાબ તૈયાર કરો.આંખોનો રોગ :કેસુડાના તાજા મૂળનું એક ટીપું રસ આંખમાં નાખવાથી આંખની ઝાંખ, ખીલ, ફૂલી, મોતિયાબિંદ અને રતાંધળાપણું વગેરે પ્રકારના આંખના રોગો ઠીક થઇ જાય છે.કેસુડાના મૂળનો ઉપયોગ રતાંધળાપણા ને ઠીક કરીને, આંખોના સોજાને દુર કરીને આંખોની દ્રષ્ટિ વધારવા માટે કરવામાં આવે છે

કેસુડાના બીજ ને લીંબુ ના રસ જોડે પીવાથી દાદ, ખુજલી, ખંજવાળ માં આરામ મળે છે. કેસૂડાં ના પાન થી બનેલા પતરાળાં માં જો ભોજન કરવામાં આવે તો એ ચાંદી ના વાસણ માં ખાધા બરોબર છે. જે પેલા ના લગ્ન પ્રસંગ માં ઉપયોગ કરતા હતા. કેસુડાના ફૂલ નો ભૂકો ગળ્યા દૂધ સાથે અથવા આમળા ના રસ જોડે પીવાથી વીર્ય માં વૃદ્ધિ થાય છે અને હાડકા પણ મજબૂત બને છે અને શરીર પણ સારું રહે

મહિલાઓ ને માસિક વખતે પેશાપ માં રુકાવટ આવતી હોય તો કેસૂડાં ને ઉકાળી એના ગરમ નરમ ફૂલ ને પેડા પર બાંધવાથી ખુબ જ લાભ થાય છે. મોતિયા આવિયા હોય એવા લોકો એ કેસૂડાંનો રસ આંખ માં નાખે તો ખુબ જ લાભ મળી શકે છે. આખો આવી હોય એવા સમયે કેસુડાના ફૂલો નો રસ મધ માં મિલાવી આંખ માં લાગવાથી રાહત મળી રહે છે.કેસુડાના બીજ માં પેલાસોનીંન નામ નું તત્વ આવેલ હોય છે. જે એક ઉત્તમ કૃમિનાશક છે , એને ૩ થી ૬ ગ્રામ બીજ નું ચૂરણ સવારે દૂધ જોડે દિન દિન તક ચોથે દિવસ સવારે ૧૦ થી ૧૫ મી લી એરંડાના તેલ માં મેળવીને પીવડાવામાં આવે તો ચરમીયા નો તાત્કાલિત નિકાલ થાય જાય છે.

જો તમારા વાળ ખરતા હોય તો તેને દૂર કરવા માટે તમે ખાખરા ના પાન નો રસ કાઢી લઇ તેને વાળમાં લગાવી દો અને ત્યાર બાદ અંદાજે અડધો કલાક બાદ તમારા વાળને ધોઈ નાખો આમ કરવાથી માત્ર એક મહિનાની અંદર તમારા ખરતા વાળની સમસ્યાઓ દૂર થઈ જશે.જો વીંછી કરડ્યો હોય તો કેસુડાના બીજ અને આકડાના પાન ને દૂધ સાથે પીસી ને લગાવામાં આવે તો વીંછી કરડેલી જગ્યા થતો દુખાવો મટાડી શકાય છે .નાક કે મૂત્ર વાટે અથવા મળત્યાગ ની જગ્યા એ થી લોહી આવતું હોય તો કેસૂડાં ની છાલ નો ઘાઢો (૫૦ મી.લી ) બનાવી ઠંડુ કરી, એમાં ખાંડ ભેળવી પીવા માં આવે તો મોટી રાહત મળે છે.