અક્ષયથી લઈને કંગના અને સલમાન સુધી આ 5 સ્ટાર્સ ફિલ્મો સાઈન કરતા પહેલાં રાખે છે આવી ડિમાન્ડ…

બોલિવૂડ સ્ટાર્સ પોતાની એક્ટિંગથી કરોડો લોકોના દિલ પર રાજ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ ફિલ્મ સ્ટાર્સ ફિલ્મ સાઈન કરતાં પહેલાં કેવી કેવી માંગ કરે છે. જી હાં, આજે અમે તમને એવા સ્ટાર્સ વિશે જણાવીશું જેઓ ફિલ્મોમાં કામ કરતા પહેલાં એવી એવી ડિમાન્ડ રાખે છે જે જાણીને તમે ચોંકી જશો.બોલિવૂડ સ્ટાર્સ પોતાની એક્ટિંગથી કરોડો લોકોના દિલ પર રાજ કરે છેફિલ્મ સ્ટાર્સ ફિલ્મ સાઈન કરતાં પહેલાં કેટલીક માંગ કરે છે કંગના રનૌત.


કંગના રનૌત હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક એવું નામ છે હંમેશાં ચર્ચામાં રહે છે, વિવાદોમાં રહે છે, ક્યારેક પોતાના અભિનયને લઈને તો ક્યારેક લડાઈ ઝઘડાઓને લઈને.હિમાચલ પ્રદેશમાં જન્મેલાં કંગનાએ જ્યારે અભિનેત્રી બનવાનો પ્લાન બનાવ્યો ત્યારે સૌથી પહેલાં તેમણે થિયેટર ડિરેક્ટર અરવિંદ ગૌડ સાથે દિલ્હીમાં અભિનયના ગુણ શિખ્યા, તે પછી મુંબઈ તરફ વળી.બોલિવૂડની ક્વિન કંગના રનૌતને એક્ટિંગ મામલે કોઈ ટક્કર આપી શકે તેમ નથી. કંગના હમેશાં તેની સાથે પર્સનલ આસિસ્ટન્ટ રાખે છે. જે તેનાથી જોડાયેલી દરેક બાબતનું ધ્યાન રાખે છે. તે જ્યાં પણ શૂટિંગ કરવા જાય તેનો પર્સનલ આસિસ્ટન્ટ તેની સાથે જ હોય છે.સલમાન ખાન.


સુપરસ્ટાર સલમાન ખાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પોપ્યુલર કલાકારોમાંના એક છે. સૂત્રો મુજબ સલમાન ખાન કોઈપણ ફિલ્મ સાઈન કરતા પહેલાં ફિલ્મમાં કિસિંગ અને ઈન્ટિમેટ સીન ન હોય એવી શરત રાખે છે.તેમને ફિલ્મી કરિયરમાં 30 વર્ષ થઈ ગયા છે. સલમાન ખાનને ઘણા અવાર્ડથી સમ્માનિત કર્યુ છે. તેનું પુરૂ નામ અબ્દુલ રશીદ સલીમ સલમાન ખાન છે. તેનો જન્મ ડિસેમ્બર ૨૭, ૧૯૬૫ નાં રોજ થયો હતો. તેમની કારકિર્દીની શરુઆત 1988માં બીવી હો તો ઐસી નામનાં હિંદી ફિલ્મથી થઈ હતી. તેઓને જીવનની સૌ પ્રથમ સફળતા “મૈને પ્યાર કીયા” મૂવીથી મળી હતી. તેમણે ૮૦ કરતા વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.રીતિક રોશન.


૧૯૮૦ના દાયકામાં બાળ કલાકાર તરીકે ચમક્યા બાદ, હૃતિકને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ હતી ‘કહો ના પ્યાર હૈ’ (૨૦૦૦). આ ફિલ્મે જંગી સફળતા મેળવી હતી અને હૃતિકના અભિનયને કારણે તેને શ્રેષ્ઠ નવોદિત અભિનેતા અને શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો હતો. આ બાદ આવેલી કેટલીય ફિલ્મોમાં તેના અભિનયની નોંધ લેવામાં આવી છે, જેમાં ‘કોઈ મિલ ગયા’ (૨૦૦૩), ‘ક્રિશ’ (૨૦૦૬), ‘ધૂમ-૨’ (૨૦૦૬) અને ‘જોધા અકબર’ (૨૦૦૮)નો સમાવેશ થાય છે. આ ફિલ્મો પણ વ્યવસાયી રીતે ભારે સફળ રહી હતી. આ ફિલ્મોને કારણે તેને શ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારો મળ્યા હતા.જોકે ગ્રીક ગોડ કહેવાતા એક્ટર રીતિક રોશન ફિલ્મ સાઈન કરતા પહેલાં એક શાનદાર જિમની માંગ કરે છે. જેથી શૂટિંગ દરમિયાન પણ તે તેની ફિટનેસનું ધ્યાન રાખી શકે. આ સિવાય રીતિક દરેક ફિલ્મની શૂટિંગ પર પર્સનલ શેફ સાથે લઈને જાય છે.કરીના કપૂર ખાન.


કરીના કપૂર બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે અને આજે 39 વર્ષની ઉંમરે પણ કરીનાએ તેની સુંદરતા અને માવજત જાળવી રાખી છે. તેણે બોલિવૂડમાં ઘણી હિટ ફિલ્મો પણ આપી છે અને તેની ઉંમર હોવા છતાં તે આજ સુધી ફિલ્મોમાં મુખ્ય અભિનેત્રી તરીકે આવી રહી છે.સૂત્રો મુજબ કરીના કપૂર ખાન જ્યાં સુધી ફિલ્મમાં એ લિસ્ટ એક્ટરનો રોલ ન હોય ત્યાં સુધી ફિલ્મ સાઈન કરતી નથી.

અક્ષય કુમાર.બોલિવૂડમાં પોતાના નામનો સિક્કો જમાવનાર ખિલાડી એટલે કે અક્ષય કુમારની ફિલ્મોનો દર્શકો આતુરતાથી રાહ જોતા હોય છે.બીજા કલાકારો કરતા અક્ષય ધડાધડ ફિલ્મો કરે છે બોક્સ ઓફિસ પર તેની ફિલ્મોનો દબદબો હોય છે.બોલિવૂડના ખેલાડી કુમાર તેની લાઈફમાં અનુસાશનનું પાલન કરે છે. અક્ષય જે પણ ફિલ્મ સાઈન કરે, શૂટિંગ દરમિયાન રવિવારે રજાની ડિમાન્ડ કરે છે.