બાળપણમાં આવા લાગતાં હતાં “તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં”નાં કલાકારો,એક નજરમાં તો તમે નહીં ઓળખી શકો….

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં શો એ દુનિયામાં સૌથી લોકપ્રિય સિરિયલો માંથી એક છે જેની વલ્ડરેકોર્ડની ગિનિસ બુકમાં પણ નામ લખાઈ ગયું છે.આ સિરિયલની ઘણા એવોર્ડ મળ્યા છે.આ સીરિયલમાં દરેક પાત્રએ પોતાની અલગ અલગ ઓળખ બનાવી છે.પહેલા આ સીરિયલના કલાકારોને વિશ્વાસ ન હતો કે આ સિરિયલથી અમને આટલી બધી સફળતા મળશે અને અમે આટલા ફેમશ થઈ જઈશું.પરંતુ શુ તમે જાણો છો કે તમારા આ ફેવરિટ સ્ટાર પોતાના બાળપણમાં કેવા દેખાતા હતા ચાલો જોઈ તેમની કેટલીક તસવીરો.

Advertisement

કુશ શાહ(ગોલી).ગોલીએ પોતાના ગોળમટોળ દેખાવથી તો લોકો પર પોતાની એક અલગ છાપ છોડી જ છે પણ અવારનવાર જેઠાલાલને પરેશાન કરી કરીને તેણે દર્શકોને મનોરંજનનો ફુલ ડોઝ પણ આપ્યો છે. ગોલીનું મુળ નામ કુશ શાહ છે અને તે ભવ્ય ગાંધીનો કઝીન બ્રધર પણ છે. તારક મહેતા ઉપરાંત ગોલીએ ઘણી શોર્ટ ફીલ્મોમાં પણ કામ કર્યું છે.ડૉક્ટર હાથીનો દીકરો બનતો કુશ શાહ ગોલીનાં પાત્રને એકદમ મસ્ત મજાનું બનાવી દે છે.ગોલી અને નવી સોનુ એટલે કે પલક સિધવાની વચ્ચેની દોસ્તીને લઇને કોઇએ ઇન્સ્ટાગ્રામ પર સોનુને સવાલ કર્યો હતો તો સોનુએ આ વાતમાં કંઇ દમ નથી એમ કહી ઉમેર્યું હતું કે તેઓ બહુ સારા મિત્રો છે.તેનો આ નાનપણનો ફોટગ્રાફ તો જુઓ, એના ગાલ પર મસ્ત બકી ભરી લેવાનું મન થાય એવો છે, પિંક શર્ટમાં તો એ નાનપણમાં પણ મજાનો લાગતો હતો, ખરું ને.

ઝીલ મહેતા(સોનુ).સોનાલિકા આત્મારામ ભીડે ઉર્ફે સોનુનું પાત્ર ભજવતી હતી ઝીલ મહેતા. તેને વર્ષ 2008થી 2012 સુધી ટપ્પુ સેનાની એક માત્ર છોકરી સોનુનું પાત્ર ભજવ્યું હતું. પરંતુ જયારે ઝીલ દસમા ધોરણમાં આવી ત્યારે તેને આ સિરિયલ છોડવાનો નિર્ણય કર્યો. તેની ઈચ્છા વિદેશ જઈને એમબીએ કરવાની છે. તેના આ સિરિયલ છોડ્યા પછી નિધિ ભાનુશાલી સોનુનું પાત્ર ભજવી રહી છે.પહેલા ઝીલ મહેતા કરતી હતી સોનુનો રોલ, અત્યારે સાડીમાં યંગ અને અપીલીંગ દેખાતી ઝીલના નાનપણનાં ફોટો મસ્ત છે.લાગે છે ઝીલ કોઇ કાર્યક્રમમાં પરફોર્મ કરવાની હશે.જો તો ઝીલ આ પોઝમાં કેવી મીઠડી લાગે છે.

સમર શાહ(ગોગી).આ સીરિયલમાં ગોગી ટાપુસેના નો સૌથી નાનો સભ્ય છે.ગોગીનું પાત્ર ભજવનાર ગુજરાતી કલાકાર સમય શાહ પાસે ઈનોવા કાર છે સમયના ઘરમાં તેના માતા-પિતા તથા બે મોટી બહેનો છે. સમય શાહ પોતાની માતાની ઘણી જ નિકટ છે. સમય શાહ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા આરખી ગામનો વતની છે અને તે વર્ષે એકવાર પોતાના ગામની મુલાકાત લે છે.ગુજરાતી સમય શાહ પંજાબી ગોગી સિંઘના રોલમાં જામે છે.જુઓ આ સ્ટાઇલીશ તસવીરમાં સમય ઉર્ફે ગોગીનું જુદું જ રૂપ જોવા મળે છે.આ તસવીરમાં નાનકડો ગોગી સિંઘ દેખાય છે કવિ કુમાર આઝાદ સાથે જેઓ ભજવતા હતા ડૉક્ટર હાથીનું પાત્ર પણ હાર્ટ અટેકને કારણે તેમનું દેહાંત થયું.સમય શાહની આ ક્રિકેટ ગ્રાઉન્ડ પરની ફટકા બાજી જોરદાર લાગે છે.

ભવ્ય ગાંધી(ઓલ્ડ ટપુ).ભવ્ય ગાંધી એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે. તે લોકપ્રિય સબ ટીવી પર દર્શાવવામાં આવતી ભારતીય ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ભજવેલા પાત્ર ટીપેન્દ્ર જેઠાલાલ ગડા માટે જાણીતા છે. તેમણે વર્ષ ૨૦૧૭ના ફેબ્રુઆરી મહિના પછી ટપુની ભૂમિકા છોડી હતી. ધારાવાહિકમાં ફેબ્રુઆરી ૨૦૧૭ પછી ટપુની ભૂમિકા રાજ અનડકટ ભજવી રહ્યા છે. ભવ્ય ગાંધી ટીપેન્દ્ર જેઠાલાલ ચંપકલાલ ગડા સામાન્ય રીતે ટપુ તરીકે ઓળખાય છે, જે જેઠાલાલ ગડા અને દયા જેઠાલાલ ગડાના પુત્ર છે, જે ભારતીય ધારાવાહિક શ્રેણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્માનાં મુખ્ય પાત્રો છે. તેણે વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૭ પર્યંત ટપુની ભૂમિકા ભજવી હતી.ભવ્ય ગાંધીએ વર્ષ ૨૦૧૦માં હિંદી ચલચિત્ર સ્ટ્રાઈકરમાં બાળ કલાકાર તરીકે સુર્યકાંતની ભૂમિકા પણ ભજવી હતી. તેણે વર્ષ ૨૦૧૭માં ગુજરાતી સિનેમા ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું.પહેલાં ભવ્ય ગાંધી ભજવતો હતો જેઠાલાલનાં દીકરા ટપુનું પાત્ર.ભવ્ય ગાંધીનો આ ચાઇલ્ડ હુડ પિક કેવો મજાનો છે.શો છોડ્યા પછી તેણે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું છે.ભવ્ય આવા મસ્ત ફોટોગ્રાફ્સ તેના સોશ્યલ મીડિયા પર શેર કર્યા કરતો હોય છે.

રાજ અનડકટે(ન્યુ ટપુ).સોની એન્ટરટેઈનમેન્ટ ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ઇક રિશ્તા સાઝેદારી કા ધારાવાહી શ્રેણીમાં નિશાન્ત શેઠિયાનું પાત્ર ભજવ્યું હતું, જેનું પ્રસારણ ૮ ઓગસ્ટ ૨૦૧૬થી શરૂ થયું હતું. વર્ષ ૨૦૧૭ના માર્ચ મહિનાથી સબ ટીવી પર દર્શાવવામાં આવતી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાં ટિપેન્દ્ર જેઠાલાલ ગડા લના પાત્ર ભજવતા ભવ્ય ગાંધીને બદલે રાજ અનાડકટ કાર્ય કરી રહ્યા છે.આ સીરિયલમાં પહેલા ટપુનો રોલ ભવ્ય ગાંધી કરતો હતો ત્યાર બાદ રાજા ઉનડકટ ટપુનો રોલ પ્લે કરે છે જેની એક એપિસોડની ફી 10-15 હજાર આપવામાં આવે છે.નવા ટપુ તરીકે સિરીયલમાં રાજ અનડકટે એન્ટ્રી કરી.રાજ ઘણો સ્ટાઇલિશ યંગ મેન છે.જુઓ અહીં કાનાનાં રૂપમાં કેવો રૂપાળો લાગે છે.જો કે તેણે મોટા થઇને પણ કાનાનો વેશ ધર્યો છે.એના નાનપણની આ તસવીરો તો જુઓ.આ ફોટામાં રાજ કેવો ગોલુમોલુ લાગે છે.આ લાગે છે કે રાજના મુંડનનો દિવસ છે, રાજની બાબરી ઉતરાવ્યા પછીની આ તસવીર છે.

નિધિ ભાનુશાળી(સોનુ).નિધિ તેની કારકિર્દી એક નાના પાત્ર માટેના કલાકાર તરીકે શરૂ કરી હતી, પરંતુ ઝડપથી લોકપ્રિયતા હાંસલ કરી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકમાંથી અગાઉની કલાકાર ઝીલ મહેતા છૂટી થયા પછી સોનુની ભૂમિકા માટે નિધિએ ઓડિશન આપ્યું હતું. તેણીને પસંદ કરવામાં આવી અને તેના પ્રથમ પૂર્વાવલોકન તરીકેનું પ્રદર્શન સોનુ ભીડે, આત્મારામ તુકારામ ભીડેની પુત્રી તરીકે નવેમ્બર ૨૦૧૨માં પ્રસારિત કરવામાં આવ્યું હતું.સોનુ ભીડેનું પાત્ર પહેલા તો ઝીલ ભજવતી હતી પણ પછી નિધિ ભાનુશાળીએ આ રોલ ભજવવાનું શરૂ કર્યું.નિધિ પોતાના સોશ્યલ મીડિયા પર નાનપણની તસવીરો શેર કરતી રહે છે.નિધિની તસવીરો જોતા લાગે છે કે તેને પોતાના ફોટોગ્રાફ્સ પડાવવાનો પહેલેથી જ શોખ હતો.મકાઇનો ભુટ્ટો માણતી નિધિનો આ ફોટો કેવો મજાનો છે.પોઝિઝ આપવામાં પણ નિધિ પહેલેથી જ એક્સપર્ટ લાગે છે.કપાળ પર આ બેંગ્ઝ અને પછી મજાના લાંબા વાળ,નિધિની આ સ્વીટ સ્વીટ અદા.આ નાનકડી નિધિ કયા પ્રોફાઇલમાં ફોટો પડાવવો એ પણ જાણે નાનપણમાં સમજતી હતી.પોઝ આપે છે કે પછી નાનકડી નિધિ સ્કૂલ બેગ લઇને સાચેસાચ ભણી રહી છે.

શ્યામ પાઠક(પત્રકાર પોપટલાલ).પત્રકાર પોપટલાલ , જે “તૂફાન એક્સ્પ્રેક્સ”માં પત્રકાર છે. તે ઉત્તર ભારતીય છે અને મૂળ ભોપાલનો વતની છે. તે હંમેશા તેની સાથે એક છત્રી સાથે લઇ ફરે છે. અનેક વખત લગ્ન થતાં થતાં રહી ગયા અને હંમેશા છત્રી સાથે જોવા મળતા પત્રકાર પોપટલાલ એટલે કે શ્યામ પાઠક ઈનોવા કાર લઈને સેટ પર આવે છે. શ્યામ પાઠક રીઅલ લાઈફમાં પરિણીત છે. શ્યામ પાઠક નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્ટુડન્ટ રહી ચૂક્યા છે. કોલેજમાં તેની રેશમી સાથે મુલાકાત થઈ હતી, બાદમાં બંનેએ લગ્ન કરી લીધા હતા. તેમને સંતાનમાં એક દીકરી અને બે દીકરા છે.પત્રકાર પોપટલાલના લગ્નની ચિંતા કેટલા બધાને છે નહીં.શ્યામ પાઠક ભજવે છે આ વાંઢા પોપટલાલનું પાત્ર પણ અસલ જિંદગીમાં તો પરણેલા છે અને એ પણ સુખી લગ્ન જીવન ધરાવે છે.તેનો આ ફોટો જોયો. શ્યામ પાઠકની આ તસવીર કોઇ સ્પેશ્યલ ફોટો શૂટનો હિસ્સો હોય એમ લાગે છે.

અમિત ભટ્ટ(ચંપકલાલ ગડા).ચંપકલાલ જયંતીલાલ ગડા, જે જેઠાલાલ ના પિતા છે તે એક દયાળુ વ્યક્તિ અને આદર્શ પિતા છે. તેઓ ધાર્મિક છે અને પૂરી સોસાયટી તેમનો આદર કરે છે.દમદાર એક્ટિંગથી લોકોને હસાવનાર ચંપકચાચા એટલે કે અમિત ભટ્ટ હોન્ડા સિટી કારના માલિક છે . અમિત ભટ્ટ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે શરૂઆતથી જોડાયેલા છે. આ પહેલા પણ તેઓ ઘણી ટીવી સીરિયલ્સમાં કામ કરી ચૂક્યા છે. જેમાં ખિચડી, યસ બોસ, ચુપકે ચુપકે, ફની ફેમિલી ડોટ કોમ, ગપશપ કૉફી શોપ અને FIRનો સમાવેશ થાય છે.દાદાજી કબીર સિંઘ બને તો કેવું? એવો સવાલ જો તમને થતો હોય તો તેનો આ જવાબ છે.દાદાજીને તો ભુલવા શક્ય જ નથી, અમિત ભટ્ટ ભજવે છે ચંપકલાલ ગડાનું પાત્ર, દાદાજી એટલે કે અમિત ભટ્ટ રિયલ લાઇફમાં જબરા સ્ટાઇલીશ છે.આ ફોટો કદાચ દાદાજીના કૉલેજ ડેઝનો હશે લાગે છે.

શૈલેષ લોઢા(તારક મહેતા).શૈલેષ લોઢા પહેલા કોમેડી સર્કસમાં અને પછી કોમેડીના મહામુકાબાલામાં સ્પર્ધક તરીકે જોવા મળી હતી. 28 જુલાઈ 2008 થી, તે સિટકોમ તારક મહેતા કા ઓલતાહ ચશ્મામાં રીઅલ-લાઇફ કટારલેખક તારક મહેતા તરીકે દેખાયો.તારક મહેતા વ્યવસાયે લેખક છે અને ધારાવાહિકના કથાવાચક છે.તે જેઠાલાલના સોસાયટીમાં સૌથી સારા મિત્ર છે.તેનુ ચિત્રણ આધુનિક માણસ તરીકેનુ થયેલુ છે, પરંતુ તે ક્યારેય પોતાના પરંપરાગત મૂલ્યોને ભુલતો નથી.જેઠલાલ માટે ફાયર બ્રિગેડનું કામ કરતાં તારક મહેતા એટલે કે શૈલેષ લોઢા પણ એક એપિસોડના એકથી 1.25 લાખની ફી લે છે. તેઓ એક જાણીતા કવિ પણ છે. તેમની નેટવર્થ સાતથી 15 કરોડની આસપાસ હોવાનું ચર્ચાય છે.શૈલેશ લોઢા ભજવે છે તારક મહેતાનું પાત્ર, તેઓ પોતે બહુ સારા લેખક પણ છે.તેમની આ તસવીરો તેમની સ્ટાઇલની ઝલક બતાડે છે.આ ફોટોગ્રાફ તો લાગે છે સ્કૂલનાં દિવસોનો છે, શૈલેશ લોઢાનું સ્માઇલ હજી બદલાયું નથી.આ તસવીરમાં શૈલેષ લોઢાએ કોઇ અવનવો વેશ ધારણ કર્યો છે.આ તો ઇસ્ટમેન કલરની તસવીર છે.જુઓ તો ખરા કેવા અલગ લાગે છે આ કલાકાર.

અંબિકા રંજનકર(કોમલ હાથી).કોમલ હાથી આ સિરિયલ ડૉક્ટર હાથીના પત્નીનો અને રોલ કરનાર કોમલભાભી એટલે કે અંબિકા રંજનકર ઈનોવા કારના માલિક છે. અંબિકા રંજનકર શોમાં હોમમેકર છે. પરંતું તે ખૂબ જ કોન્ફિડેન્ટ અને ફની છે. તે મહિલા મંડળમાં પણ બરાબર એક્ટિવ રહે છે. અંબિકાના પતિ અરૂણ રંજનકર પણ પ્રખ્યાત ડાયરેક્ટર અને એક્ટર છે. અરૂણે એક્ટિંગ અને ડાયરેક્શન બંને જ ક્ષેત્રોમાં ઘણાં અવોર્ડ્સ જીત્યા છે.કોમલ ભાભીની એક એપિસોડની ફી પણ 40-50 હજાર આપવામાં આવે છે.અંબિકા રંજનકરને આપણે ડૉક્ટર હાથીનાં પત્ની કોમલ હાથીનાં રોલમાં જોઇએ છીએ.તેમણે અનેક ગુજરાતી, હિંદી, મરાઠી પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે અને આ છે તસવીર જ્યારે તેમણે ડિરેક્ટર પ્રિયદર્શનની ફિલ્મ યે તેરા ઘર યે મેરા ઘરમાં અભિનય કર્યો હતો.આ તસવીર અંબિકા રંજનકરનાં કૉલેજ ડેઝની છે.પોર્ટફોલિયો બનાવડાવીને તેમણે સંપર્ક અલગ અલગ પ્રોડ્યુસર્સનો કામ મેળવવા સંપર્ક કર્યો હતો.

દિશા વાકાણી (દયા ગડા).દયાભાભી તારક મહેતાના શોની મુખ્ય કલાકાર છે તે અત્યારે આ શોમાં નથી પરંતુ ઘણા દર્શકો તેમની રાહ જોઇને બેઠા છે.દિશા વાકાણી આ સીરિયલમાં ગરબા કવીન્ અને હે માં માતાજીના ડાયલોગ વધારે ફેમશ છે.દિશા વાકાણીએ મયૂર પડિયા સાથે લગ્ન કર્યા છે. મયૂર મુંબઇ બેસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને દિશાએ 24 નવેમ્બરે 2015ના રોજ તેમની સાથે લગ્ન કર્યા હતા. દિશા અને મયૂર દીકરી સ્તુતિના પિતા પણ છે.દિશાનો ભાઈ મયુર વાકાણી ઉર્ફે સુંદર લાલ પણ તારક મહેતાના શો માં દયાભાભીના ભાઈનો કિરદાર નિભાવે છે.નાનકડી દિશાને તમે ઓળખી કે નહીં.અહીં દિશા સાથે છે તેનો વ્હાલો ભાઇ, સુંદરલાલનું પાત્ર ભજવનારા મયુર વાકાણી મોટી બહેન સાથે કેવો મસ્ત પોઝ આપીને ઉભા છે.આ છે દિશાના પહેલાનાં પોર્ટફોલિયોની તસવીરની એક ઝલક.

Advertisement