બંગાળી સ્ત્રીઓની સાડીઓ પાછળ છુપાયેલુ છે ખાસ રહસ્ય જાણો શું આ રહસ્ય….

મિત્રો આજે આપણે જાણીશું બંગાળી સ્ત્રી ઓની લાલ સાડી પહેરવાં પાછળનું ખાસ કારણ આ કારણ ખાસ નવરાત્રી સાથે જોડાયેલ છે તો આવો જાણીએ વિગતે. નવરાત્રી માં દરેક લોકો પોતાની શક્તિ ભક્તિ અને શ્રદ્ધાથી દેવીની આરાધના કરે છે. જ્યારે નવરા ત્રીમાં આપણાં ગુજરાતમાં ગરબે ઘૂમીને દેવીની નવ દિવસ પુજા કરવામાં આવે છે.

Advertisement

તો દેશના બીજા રાજ્યમાં પણ જુદી-જુદી રીતે નવરાત્રીનું મહત્વ રહેલું છે. તેમાંથી એક બંગાળ વિશે આપણે આજે જાણીશું. જ્યારે આપણે બંગાળની વાત કરીએ તો ત્યાં નવરા ત્રીના આ નવદિવસનું વિશેષ મહત્વ ગુજરાત જેટલુંજ છે.જેમાં બંગાળી મહિલાઓ સફેદ અને લાલ રંગની જામદાની સાડી પહેરીને દેવીની પુજા કરે છે. ત્યારે સૌ કોઈને આ પ્રશ્ન થાય છે કે આવોજ વેશ શા માટે તો આજે આપણે તેના વિશે જાણવા ના છીએ તો આવો જાણી લઈએ.

જેમ ગુજરાત માં નવરાત્રીની ઉજવણી જોરદાર કરવામાં આવે છે તેમ બંગાળમાં માતા દુર્ગાની ભવ્ય પૂજા-અર્ચના કરવામાં આવે છે. બંગાળમાં ચારેબાજુ ખુબ જ સુંદર પંડાલ નાખી તેને શણગારવામાં આવે છે.આ સમય દરમિયાન ત્યાંની મહિલાઓ સફેદ અને લાલ રંગની સાડીમાં જ જોવા મળે છે. અહીં પેહલાથીજ નવરાત્રી માં આ રીતનો વેશ ધારણ કરવું એ એક પરંપરાગત બની ગયું છે. એવું કહેવાય છે કે અહીંની મહિલાની પહેલી પસંદ લાલ બોર્ડરવાળી સફેદ સાડી હોય છે.

તો આવો જાણીએ તેના વિશે વધુમાંમિત્રો આ સફાઈ ખુબજ ખાસ હોય છે આ સાડી ખાસ કાપડથી બનાવવામાં આવી હોય છે. જેને જામદાની કહેવામાં છે. જે એક ખાસ પ્રકારનું કાપડ છે. આ જામદાની સાડીઓ હાથ વણાટની બનાવટ છે.આ સાડી કપાસની બનેલી હોય છે. પરંતુ હવે ધીરે ધીરે તેમાં રેશમ પણ ઉમેરવામાં આવે છે. આ સાડીની સૌથી મોટી વિશેષતા એ છે કે આ સાડીના ફેબ્રિકનું વજન ખુબ જ ઓછું હોય છે.

જે બંગાળના ભેજવાળા હવામાન માટે યોગ્ય છે. આ સાડી દેખાવા માં ખુબજ વજનદાર લાગે છે પરંતુ આ સાડી ખુબજ હલકી હોય કે તે વજનમાં અન્ય સાડીની કરતા હલકી હોય છે. વજન ઓછું હોવાને કારણેજ અહીંની મહિલાઓ આ સાડીને ખુબ જ પસંદ કરે છે.

સમય જતાં વધુ ફેશનને જોતા જામદાની સાડીઓ પણ એક કરતા વધારે ડિઝાઇનમાં મળવાની શરૂઆત થઇ ગઈ છે. જે મહિલાઓથી લઈને છોકરીઓ સુધી દરેકને પસંદ આવે છે. અહીં ની દરેક યુવતીની પેહલી પસંદ આજ સાડી હોય છે.અહીં ની મહિલાઓ પર આ સાડી ખુબજ સુંદર લાગે છે અને તે તેમની સુંદરતા માં વધારો પણ કરે છે. મિત્રો આજ કારણ છે કે અહીંની મહિલાઓ આવી સાડી પેહરે છે આ પરંપરા વર્ષો થી ચાલી આવી છે.

Advertisement