બે કિન્નરોએ નશાની દવા ખવડાવી યુવકનો પ્રાઈવેટ ભાગ કાપ્યો જાણો ત્યારબાદ શું થયું.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સોનિયા કિન્નરે પહેલા તેની સાથે દોસ્તી કરી હતી અને પોતાના ઘરે લઈ જતો હતો. ત્યારબાદ તે પોતાની સાથે પ્રોગ્રામ કરવા માટે પણ લઈ જતો હતો. સોનિયાએ તેનો સંપર્ક પોતાના ગુરુ પરવીન કિન્નર સાથે કરાવ્યો હતો. એક તરફ અનેક લોકો ખુશીના તહેવાર ઉપર કિન્નરોને પોતાના ઘરે બોલાવવું શુભ સમજે અને કિન્નરોની પૂજા કરે છે. ત્યારે પંજાબના ગુરુદાસપુરમાં બે કિન્નરોએ એક યુવાનને પોતાની જાળમાં ફંસાવીને અનેક મહિનાઓ સુધી તેની સાથે કામ કરાવ્યું હતું અને ત્યારબાદ દગો કરીને તેનો પ્રાઈવેટ પાર્ટ કપાવી નાંખ્યો હતો. આ અંગે યુવકની માતાને જાણ થતાં તેણે બંને કિન્નરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.

Advertisement

જાણાકરી આપતા નવજુવાને જણાવ્યું હતું કે, ગુરુદાસપુરમાં માતાના જાગરણમાં કામ કરીને ઘર ચલાવતો હતો. જાગરણમાં જ તેનો સંપર્ક સોનિયા નામના એક કિન્નર સાથે થયો હતો. સોનિયા કિન્નરે પહેલા તેની સાથે દોસ્તી કરી હતી અને પોતાના ઘરે લઈ જતો હતો. ત્યારબાદ તે પોતાની સાથે પ્રોગ્રામ કરવા માટે પણ લઈ જતો હતો. સોનિયાએ તેનો સંપર્ક પોતાના ગુરુ પરવીન કિન્નર સાથે કરાવ્યો હતો. તે અનેક મહિનાઓ સુધી પરવીનના ઘરે કામ કરતો હતો.

અનેક મહિનાઓ સુધી કામ કરવા છતાં પણ સોનિયા કિન્નર તેને ઘરે જવા દેતી ન હતી. તેની સાથે મારપીટ કરતી હતી. એક દિવસ સોનિયા કિન્નરે તેને નશાની દવા આપીને અમૃતસર લઈ ગઈ હતી. જ્યાં તેનો પ્રાઈવેટ પાર્ટ કપાવી નાંખ્યો હતો. અને તેને પરવિન કિન્નરના ઘરે છોડી દીધો હતો. બે દિવસ બાદ બાદ તે ભાગીને ઘરે આવ્યો હતો. અને આખી ખટના પોતાની માતાને જણાવી હતી. માતાએ પોલીસને ફરિયાદ કરીને કિન્નરોને કડક સજા કરવાની માંગ કરી હતી.

પીડિત માતાના જણાવ્યા પ્રમાણે તેણે પોતાના પુત્ર અંગે મોટા મોટા સપનાઓ જોયા હતા. તેના લગ્ન કરાવશે અને તેનો વંશ પણ આગળ વધશે. પરંતુ બે કિન્નરોએ તેના પુત્રની અને તેના પરિવારની જિંદગી નરક કરી દીધી. આ મામલે એસએચઓ ગુરુદાસપુર જબરજીત સિંહે જણાવ્યું કે માતાના નિવેદન પછી ફરિયાદ નોંધી છે. કિન્નરોએ દગો કરીને તેમના પુત્રનું ગુપ્તાંગ કાપી નાંખ્યું છે. ફરિયાદના આધારે બંનેને પકડવા માટે રેડની કાર્યવાહી ચાલું કરવામાં આવી છે.

આવીજ બીજી ઘટના કોઈ સારો પ્રસંગ હોય તો કિન્નરો દાપુ માગવા આવતા હોય છે. અને લોકો ખુશીથી દાપુ આપતા પણ હોય છે. જોકે, સુરતમાં કિન્નરોની દાદાગીરીની એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દીકરાના જન્મને લઈને દાપુ માંગવા આવેલા કિન્નરોને યુવકે ઓછું દાપું આપતા હુમલો કર્યો હતો. જેના પગલે યુવકને આઈસીયુમાં દાખલ કરવાની ફરજ પડી છે. દરમિયાન યુવકની પત્નીએ કિન્નરો વિરુદ્ધ ફરિયાદ નોંધવી હતી. પોલીસ તપાસ કરતા કિન્નરો રિક્ષામાં આવતા કેદ થઈ ગયા હતા. અને સીસીટીવી આધારે પોલીસે ત્રણ કિન્નરોની ધરપકડ કરી છે.

ગોડાદરા માનસરોવર સોસાયટી ખાતે રહેતા ગેહરીલાલ કસ્તુરી ખટીક(ઉ.વ.32) ગીતાંજલી પેટ્રોલ પંપ પાસે પાનનો ગલ્લો ચલાવે છે. તેમને સંતાનમાં બે પુત્રીઓ હતી અને ચાર દિવસ પહેલા તા.31મીએ તેમના ઘરે પુત્રનો જન્મ થયો હતો. પરિવારમાં પુત્રના જન્મની ખુશીનો માહોલ હતો. ગેહરીલાલને ત્યાં પુત્રનો જન્મ થયો હોવાની જાણ કેટલાક કહેવાતા કિન્નરોને થતા એક રિક્ષામાં કથિત કિન્નર તેમના ઘરે પહોંચી ગયા હતા. અને 21 હજાર દાપુ માગ્યું હતું. બાદમાં આખરે પિતાએ લોકો પાસે ઉછીના લઈને બન્ને કિન્નરોને 7 હજાર આપ્યા હતા.

રૂપિયા લીધા બાદ પણ કિન્નરોએ બેફામ વાણી વિલાસ કર્યો હતો અને અર્ધ નગ્ન પણ થયા હતા અને તમાશો કર્યો હતો. માત્ર એટલું જ નહીં ગેહરીલાલને માર માર્યા બાદ તેમનું માથું દિવાલ સાથે અફડાવી દીધું હતું. માથું દિવાલ સાથે અથડાતાં ગેહરીલાલને માથામાં ગંભીર ઈજા થતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી કિન્નરો ત્યાંથી પલાયન થઈ ગયા હતા. ગેહરીલાલના પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં ત્રણ કિન્નરો સામે ફરીયાદ નોંધાવતા પોલીસે હત્યાની કોશીશનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બેભાન થયેલા ગેહરીલાલને તાત્કાલિક સારવાર માટે સ્મીમેરમાં ખસેડાયા હતા. જ્યાં તેમના મગજની નસ ફાટી જતા આઇસીયુમાં દાખલ કરાયા છે. ગેહરીલાલની હાલત હાલ નાજુક હોવાનું તબીબોએ પરિવારને જણાવ્યું હતું. ગહેરીલાલના પત્ની મંશાબેને લિંબાયત પોલીસમાં કિન્નરો સામે ફરીયાદ નોંધાવી છે. પોલીસે તે લોકો સામે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં રિક્ષામાં આવેલા કિન્નરો સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા. જેથી પોલીસે સીસીટીવી આધારે ત્રણ કિન્નરો રેણક કુંવર મજલી કુંવર ઉર્ફે શકર જાદવ, ભાગ્ય શ્રી કુંવર શીલા કુંવર ઉર્ફે શુશાંત બીસનોઈ, સાગરી કુંવર અર્ચના કુંવર ઉર્ફે રદ મલિકની ધરપકડ કરી છે.

આવીજ બીજી ઘટના ટ્રેનોમાં હવે દિન-પ્રતિદિન કિન્નરોનો ત્રાસ વધતો જઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તાજેતરમાં અમદાવાદની એક ઓફિસમાં 8 જેટલા કિન્નરોએ ઓફિસના ખાત મુહર્ત સમયે પહોંચી પૈસા માગ્યા હતા, પણ માલિકે ઓછા પૈસા આપતા તેને ઢોર માર મારવામાં આવ્યો હતો. હવે અન્ય એક કિસ્સામાં કિન્નરોએ ચાલુ ટ્રેનમાં યુવક પાસે પૈસાની માંગણી કરી હતી. જો કે યુવક પાસે પૈસા ન હોવાને કારણે તેણે ના પાડી હતી. આથી કિન્નરો દ્વારા તેને ઢોરમાર મારવામાં આવતા ગંભીર રીતે ઘવાયેલા આ યુવકને તાત્કાલિક સારવાર અર્થે સુરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતુ.

પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તર પ્રદેશનાં અમેઠી જિલ્લાના બંધોયા ગામનો વતની લલિત રામપ્યારે ચૌહાણ (35) એમપી, જાંબુવા ખાતે ભાઈ સુનિલકુમાર ચૌહાણ સાથે દાણાચણાનો ધંધો કરે છે. ગત તા. 22મીએ લલિત મોટા ભાઈ અનિલકુમાર (હાલ, રહે. શિવાજીનગર, સોનગઢ) સહિતના સંબંધીઓ સુરત સુલ્તાનપુરથી અમદાવાદ અને અમદાવાદથી એમપી, જાંબુવા જવાના હતા. આ દરમિયાન ટ્રેનમાં ચડેલા 4 કિન્નરોએ દિલ્હી-છાવણી રેલવે સ્ટેશન વચ્ચે પ્રવાસીઓ પાસે પૈસા માંગવાનું શરૂ કર્યું હતું. તેમણે લલિત પાસેથી રૂ. 100 માંગ્યા હતા. જો કે લલિતે તેમને રૂ. 50 આપતા ઉશ્કેરાયેલા કિન્નરોએ તેને ગડદાપાટુનો માર માર્યો હતો. લલિતના ગુપ્તાંગ અને પેટમાં કિન્નરોએ લાત મારી દેતા ટ્રેનમાં લલિતની તબિયત લથડી ગઈ હતી. જ્યારે કિન્નરો સ્ટેશન આવતા ભાગી છૂટયા હતા.

જે બાદ બીજા દિવસે લલિત મોટા ભાઈ અનિલકુમાર સહિતના સંબંધીઓ સાથે અમદાવાદ પહોંચ્યો હતો. જ્યાં તેની તબિયત ગંભીર હોય અનિલકુમારે તેને એમપીની ટ્રેનમાં નહીં મોકલી પોતાની સાથે સોનગઢ લઈ આવ્યો હતો. અહીંથી તેને વ્યારા અને બાદમાં વધુ સારવાર અર્થે સુરત સિવિલમાં ખસેડાયો હતો, જ્યાં રવિવારે સવારે તેનું મોત નીપજ્યું હતું. મૃતક લલિતને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. આ મામલે ખટોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement