બે મહિના સારવાર લીધા બાદ સાવ બદલાઈ ગયા નટુકાકા,પેહલી નજરમાં તો ઓળખી પણ નહીં શકો.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નટુકાકાનું પાત્ર ભજવીને લોકપ્રિય થનાર ઘનશ્યામ નાયક છેલ્લાં ઘણાં મહિનાથી સીરિયલમાં જોવા મળતા નથી. પહેલાં લોકડાઉનને કારણે સીરિયલનું શૂટિંગ બંધ હતું. ત્યારબાદ શૂટિંગ ફરીવાર શરૂ થયું ત્યારે 65 વર્ષથી ઉપરની વયના લોકો શૂટિંગ કરી શકશે નહીં.

Advertisement

પછી આ નિયમમાં ફેરફાર થયો. જોકે, આ સમયે નટુકાકાની તબિયત ખરાબ હતી. તબિયત સારી થયા બાદ નટુકાકા પહેલી જ વાર જામનગરમાં જોવા મળ્યા હતા. માનવામાં આવે છે કે નટુકાકા જામનગરમાં માનતા પૂરી કરવા આવ્યા હતા. નટુકાકા પર ગળાની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી દરમિયાન તેમના ગળામાંથી આઠ ગાંઠ કાઢવામાં આવી હતી.

સર્જરીને કારણે નટુકાકાનું વજન એકદમ ઘટી ગયું છે. આટલું જ નહીં તેમનો ચહેરો પણ એકદમ અલગ લાગે છે. જોકે, તેમનામાં જે જુસ્સો અને ઉત્સાહ હતો તેમાં સહેજ પણ ઘટાડો થયો નથી. નટુકાકાએ કોવિડ 19 અંગે સરકારી ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરવાની તથા માસ્ક પહેરવાની સલાહ આપી હતી. ઓક્ટોબરમાં સર્જરી કરાવી હતી.

નટુકાકાએ ઓક્ટોબર મહિનામાં સર્જરી કરાવી હતી. સર્જરી દરમિયાન તેઓ ત્રણ દિવસ ICUમાં રહ્યાં હતાં. ત્યારબાદ સાત દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા હતા. હોસ્પિટલમાં પણ તેઓ મેડિકલ સ્ટાફ તથા ડોક્ટર્સ સાથે ઘણી જ મજાક મસ્તી કરતા હતા. વર્ષ 2008મા અસિત મોદીએ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ બનાવવાનો નિર્ણય લીધો હતો.

નટુકાકાના રોલ માટે ઘનશ્યામ નાયકને લેવામાં આવ્યા હતાં. જોકે, એ સમયે સપનેય કોઈને ખ્યાલ નહોતો કે આ સીરિયલ આટલી લાંબી ચાલશે. આ સીરિયલ લોકપ્રિય થતાં જ ઘનશ્યામ નાયકના જીવનમાં આર્થિક રીતે ઘણો જ ફાયદો થયો.આ સીરિયલને પ્રતાપે ઘનશ્યામ નાયક હવે મુંબઈમાં પોતાનું ઘર ખરીદી શક્યા.

તેમણે મુંબઈમાં બે બેડરૂમ, હોલ, કિચનનો ફ્લેટ ખરીદ્યો છે. 76 વર્ષીય ઘનશ્યામ નાયકનો પરિવાર થિયેટર સાથે જોડાયેલ છે. તેમના પિતા, દાદા, વડદાદા થિયેટર આર્ટિસ્ટ હતાં. જોકે, ઘનશ્યામ નાયક પોતાના સંતાનો આ ફિલ્ડમાં જાય તેમ ઈચ્છતા નથી. તેઓ માને છે કે આ ફિલ્ડમાં ઘણો જ સંઘર્ષ છે. તેમનો દીકરો વિકાસ નાયક કોલમિસ્ટ છે.

ઘનશ્યામ નાયક એ વાતથી ખુશ છે કે તેમના સંતાનો આ ફિલ્ડમાં આવવા માગતા નથી. ઘનશ્યાન નાયકે 1960મા ‘માસૂમ’ ફિલ્મમાં ચાઈલ્ડ એક્ટરની ભૂમિકા ભજવી હતી. આ સમયે તેમની ઉંમર માત્ર 13-14 વર્ષની હતી. તેમણે ‘લજ્જા’, ‘હમ દિલ દે ચૂકે સનમ’, ‘તેરે નામ’, ‘ચાઈના ગેટ’ જેવી ફિલ્મ્સમાં નાના-નાના રોલ કર્યાં હતાં. જોકે, તેમને ખરી ઓળખ ‘તારક મહેતા..’થી મળી હતી.

નટુ કાકાનું પાત્ર ભજવતા ઘનશ્યામ નાયક લગભગ 55 વર્ષોથી મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. આ સમય દરમિયાન તેમને પોતાના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. 200 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સાથે 350 હિન્દી સિરિયલોમાં કામ કરનાર અભિનેતા, પૈસા કમાવવા માટે રસ્તાઓ પરફોર્મ કરતા હતા. ઘનશ્યામ નાયક રંગભૂમિ, ફિલ્મો, હિન્દી ફિલ્મો અને ટીવી સીરિયલ્સમાં જાણીતું નામ છે.

નાયક પરિવાર ત્રણ પેઢીથી રંગભૂમિ સાથે જોડાયેલો છે. ઘનશ્યામ નાયકના પિતા પ્રભાકર નાયક તથા દાદા કેશવલાલ નાયક પણ નાટ્ય અને ચલચિત્રોના કલાકાર રહી ચૂક્યા છે. તેમના વડદાદા, વાડીલાલ નાયક, શાસ્ત્રીય સંગીતના પ્રખર હિમાયતી હોવાની સાથો સાથ ધરમપુર અને વાંસદાના રાજવી પરિવારના સંગીતાલયમાં સંગીતના આચાર્ય હતા. ચાર પેઢીથી તેઓનો પરિવાર કલાને સમર્પિત છે. તેમના વારસાને ઘનશ્યામ નાયક આગળ વધારી રહ્યા છે. ભવાઈની કલા જે હવે ઘણી ઓછી જોવા મળે છે, તેમાં ઘનશ્યામ નાયકનું ઘણું મોટું પ્રદાન છે.

તેઓ વર્ષોથી રંગભૂમિના ‘રંગલો’ શ્રેણીના ભવાઇ નાટકોમાં ભાગ લેતા આવ્યા છે. ‘મુંબઇનો રંગલો’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઘનશ્યામ નાયક 12થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક પણ આપી ચુક્યા છે. ઘનશ્યામ નાયકનો જન્મ 12 જુલાઈ 1945ના રોજ, મહેસાણા જિલ્લાનાં વડનગર તાલુકાના ઊંઢાઈ ગામમાં થયો હતો.

તેમણે બાળવયે શોભાસણ ગામે આવેલા રેવડીયા માતાના મંદિરે ભવાઇમાં સ્ત્રીપાત્ર ભજવ્યું હતું અને ત્યાર પછી મુંબઇ જઇ રામલીલામાં બાળ કલાકાર તરીકે કામ શરૂ કર્યું હતું. અભિનય જગતમાં 55થી વધુ વર્ષોથી લોકોનું મનોરંજન કરતા ઘનશ્યામ નાયકે પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત 1960માં માસૂમ ફિલ્મથી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કરી હતી. ગુજરાતી રંગભૂમિ પર પણ ઘનશ્યામ નાયક 100થી વધારે નાટકોમાં કામ કરી ચુક્યા છે.

તેમને દાદા સાહેબ ફાળકે અવૉર્ડ પણ મળી ચુક્યો છે. ઘનશ્યામ નાયક જણાવે છે કે એક સમય હતો કે જયારે માત્ર 3 રૂપિયા માટે 24 કલાક કામ કરતા હતા. 10-15 વર્ષ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વધુ પૈસા મળતા ન હતા. ક્યારેક ક્યારેક તો પૈસા જ મળતા ન હતા. ત્યારે પાડોશીઓ પાસેથી પૈસા ઉધાર લઈને ઘરનું ભાડું અને બાળકોની ફી ભરતા હતા.

એક ઇન્ટરવ્યૂમાં તેમને કહ્યું હતું, ‘મેં પોતાનું આખું જીવન સંઘર્ષ કર્યો છે. પણ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કર્યા બાદ જીવનમાં બદલાવ આવ્યો. મેં પૈસા કમાવવાનું શરુ કર્યું અને પછી ક્યારેય પાછું ફરીને નથી જોયું. આજે મુંબઈમાં મારા બે ઘર છે.’ 75 વર્ષીય ઘનશ્યામ નાયકનો પરિવાર થિયેટર સાથે હતો, તેમના પિતા, દાદા, વડદાદા થિયેટર આર્ટિસ્ટ હતાં. જોકે, ઘનશ્યામ નાયક પોતાના સંતાનોને થિયેટરમાં નથી જોવા માંગતા. તેઓ નથી ઈચ્તા કે તેમના સંતાનો આ ફિલ્મ જાય. તેઓ માને છે કે આ ફિલ્ડમાં ઘણો જ સંઘર્ષ છે.

તેઓ કહે છે કે માત્ર ત્રણ બાળકો છે અને એમાંથી કોઈ પણ આ ફિલ્ડમાં કારકિર્દી નથી બનાવી રહયું. હું નથી ઈચ્છતો કે મારા બાળકો મારી જેમ સ્ટ્રગલ કરે. તેમને પોતાના પિતાને જીવનનિર્વાહ માટે સંઘર્ષ કરતા જોયા છે, એ જ તેમના માટે પૂરતું છે. તેઓ કોઈ પણ અભિનયમાં કારકિર્દી નથી બનાવવા ઈચ્છું અને હું તેમના નિર્ણયથી ખુશ છું.’ ઘનશ્યામ નાયકે 8 મે 1969ના રોજ નિર્મલાદેવી સાથે લગ્ન કર્યા હતા.

તેમના ત્રણ સંતાનો છે, એક દીકરો અને બે દીકરીઓ. તેમનો દીકરો વિકાસ નાયક સ્ટોક એક્સચેન્જમાં મેનેજર અને બ્લોગર પણ છે. વિકાસના લગ્ન પણ થઇ ચુક્યા છે અને તેના પણ બે બાળકો છે. તેમની બંને દીકરીઓએ લગ્ન કર્યા નથી. તેમની મોટી દીકરી ભાવના નાયકની ઉંમર 49 વર્ષ છે જે ઘરે જ માતાપિતાનું ધ્યાન રાખે છે તથા નાની દીકરી તેજલ નાયક 47 વર્ષની છે.

તેજલ પ્રાઈવેટ સ્કૂલમાં નોકરી કરે છે.તેમની પહેલી ગુજરાતી ફિલ્મ વર્ષ 1968માં આવેલી હસ્તમેળાપ હતી. તેમના દ્વારા અભિનય કરાયેલું પ્રથમ હિન્દી ચલચિત્ર માસૂમ હતું. જેમાં તેમણે બાળકલાકાર તરીકે કામ કરેલું. તે સિવાય કચ્ચેધાગે, ઘાતક, લજ્જા, હમ દિલ દે ચૂકે સનમ, તેરે નામ, બરસાત, આશિક આવારા, તિરંગા, ચાઈના ગેટ જેવી ફિલ્મ્સમાં નાના-મોટા રોલ કર્યાં હતાં.

તેમનું પહેલું ગુજરાતી નાટક પાનેતર હતું. તેમને સિરિયલો જેવી કે એક મહલ હો સપનો કામાં મોહન તરીકે, સારથી ઘનુ કાકા તરીકે, સારાભાઇ vs સારાભાઇમાં વિઠ્ઠલ કાકા તરીકે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં નટુકાકા તરીકે કામ કર્યું છે, પણ તેમને ખરી ઓળખ ‘તારક મહેતા.’થી મળી હતી. હાલમાં ઘનશ્યામ નાયક મલાડમાં 2BHKમાં રહે છે.તેમની બંને દીકરીઓ તેમની સાથે જ રહે છે. જયારે દીકરો બીજા ઘરમાં રહે છે. ઘનશ્યામ નાયક પાસે પહેલાં કાર હતી પરંતુ તેમને ડ્રાઈવિંગ ફાવતું ના હોવાથી તેમણે કાર કાઢી નાખી હતી. હાલમાં તેઓ ઓટોમાં જ સફર કરવાનું પસંદ કરે છે. 75 વર્ષની વયે પણ ઘનશ્યામ નાયક એટલા જ એક્ટિવ છે. અને લોકોને હસાવતા રહે છે.

Advertisement