બે સંતાન ની માતા ને થઈ ગયો બીજા પુરુષ જોડે પ્રેમ,પણ એમાં પતિની એવી હાલત થઈ ગઈ કે..

જો પતિ પત્ની માંથી એક પણ પોતાના લગ્ન જીવનથી દૂર જાય તો પોતાનો સંસાર હલી જાય છે.પરંતુ આજના સમયમાં પતિ પત્ની કંઈક અલગ જ દેખાય છે પતિના વિચારો પત્ની કરતા અને પત્નીના વિચારો પતિ કરતા કંઈક અલગ જ હોય છે.લગ્ન જીવન વિશે આવી ઘણી વાતો જે લોકોને આશ્ચર્યચકિત કરી નાખે છે.આજના સમયમાં કોઈ પર વિશ્વાસ કરી શકાતો નથી, ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. આવી સ્થિતિમાં, આજે અમે તમને આવા જ કેટલાક સમાચાર જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમારા હોશ ઉડી જશે.મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદ સાયન્સ સિટી વિસ્તારમાં રહેતાં ફેકટરી માલિકની પત્નીના પ્રેમ પ્રસંગ સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે. બે સંતાનની માતા એવી ચાલીસની નજીક પહોંચેલી મહિલાને વિસનગરના યુવક સાથે પ્રેમ થઈ જતા બે નાના બાળકો અને પતિને છોડી દીધા હતા. તેણે સાથે સાથે બાળકોના પાસપોર્ટ, દાગીના અને 2 લાખ રૂપિયા રોકડ સહિત 10 લાખ રૂપિયાની મતાની ચોરી કરી હતી. પતિએ સોલા પોલીસ સ્ટેશનમાં પત્ની અને તેના પ્રેમી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મિત્રો તમને જણાવી દઈએ કે આ બંને સાયન્સ સિટી વિસ્તારમાં રહેતાં અને બાયોટેક પ્રોડક્ટની વિરમગામમાં ફેકટરી ધરાવતા મોહનભાઈ (નામ બદલ્યું છે)ના પરિવારમાં પત્ની પ્રીતિ (નામ બદલ્યું છે), પુત્ર અને પુત્રી છે.મોહન પત્ની પ્રીતિને જ્યારે પણ ફોન કરે ત્યારે તેનો ફોન વ્યસ્ત આવતો હતો.આ બાબતે પતિએ વાત કરતા ઉશ્કેરાયેલી પ્રીતિએ તકરાર કરી મોહનને જણાવ્યું કે આ મારું ઘર છે.તમે બાળકોને લઈ તમારા માતા-પિતાને ત્યાં જતા રહો.મોહ. બન્ને બાળકોને સોલા ઉમિયા કેમ્પસ પાછળ આવેલા રેસિડન્સમાં રહેતાં માતા પિતાને ત્યાં ગયો હતો.

તમને જણાવી દઈએ કે આ દરમિયાનમાં મોહનને જાણકારી મળી કે પ્રીતિને વિસનગરના મયંક નામના યુવક સાથે પ્રેમ છે.સ્વાતી સાયન્સ સિટીનું ઘર બંધ કરી તેના માતા પિતાના ઘરે ગાંધીનગર રહેવા ગઈ હતી.મોહનના મામાની પુત્રીનું શ્રીમંત હોઈ દાગીનાની જરૂર પડી હતી.આથી મોહન દાગીના લેવા સાયન્સ સિટીવાળા ઘરે પહોંચ્યો અને બીજી ચાવીથી લોક ખોલ્યું હતું.

જોકે પ્રીતિએ ઘરમાંથી બન્ને બાળકોના પાસપોર્ટ, 8.10 લાખ રૂપિયાના દાગીના અને 2 લાખ રૂપિયાની રોકડ મતા લઈ જતી રહી હતી.મોહન તેના બેંક લોકર અંગે તપાસ કરાવતા જાણવા મળ્યું કે, તમારી પત્નીએ બપોરે લોકર ઓપરેટ કર્યું છે.આ બનાવ અંગે મોહન સોલા પોલીસ સ્ટેશનમાં બુધવારે પત્ની પ્રીતિ અને તેના પ્રેમી મયંક વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

બીજી એક એવી ઘટના સામે આવી છે જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું.કહેવાય કે એક ભારતીય પુરૂષ જ આવું બલીદાન કરી શકે. હકીકતમાં, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતા એક પતિએ તેના બાળકોની માતા અને પત્નીને સ્વેચ્છાએ છૂટાછેડા આપવાનું નક્કી કર્યું છે જેનું કારણ ઘણું અજીબ છે. ભોપાલના કોલાર વિસ્તારમાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા એક વ્યક્તિએ તેની ફેશન ડિઝાઈનર પત્નીને પ્રેમી સાથે ખુશીથી જીવન પસાર કરી શકે તે માટે છૂટાછેડા આપી દીધા છે.

બંનેના લગ્નને 7 વર્ષ થયા છે અને બે બાળકો પણ છે. પત્નીના જીવનમાં તેના પૂર્વ પ્રેમીની એન્ટ્રી થતા પતિ-પત્ની વચ્ચે અંતર વધી ગયું અને વાત પત્નીના ઘર છોડવા સુધી આવી ગઈ ત્યારે મામલો ફેમિલી કોર્ટમાં પહોંચ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, મહિલાના લગ્ન પહેલા એક યુવક સાથે પ્રેમ સંબંધ ચાલતા હતા. લગ્ન બાદપણ પ્રેમી સાથે સંબંધ રહ્યો હતો. પ્રેમી બીજી જ્ઞાતીનો હતો એટલા માટે કલ્પનાના પિતા આ લગ્ન માટે તૈયાર ન્હોતા થયા. અને કલ્પનાની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરાવ્યા હતા.

 

જોકે, પાગલ પ્રેમીએ અત્યાર સુધી પણ લગ્ન કર્યા નહીં. પતિ-પત્ની વચ્ચે અંતર ઘટે એટલા માટે બંનેએ કાઉન્સિલિંગ કરાવ્યું પરંતુ કોઈ ફેર ન પડ્યો. પતિએ કાઉન્સિલરને જણાવ્યું કે પત્ની તમામ પ્રયત્નો કરવા છતાં ખુશ નથી રહેતી. તે પ્રેમીને વધારે પ્રેમ કરે છે. તેને ભૂલાવી નથી શકતી. બીજી તરફ પત્નીના કાઉન્સિલિંગ વખતે તેણે સ્વીકાર્યું કે તે પોતાના પહેલા પ્રેમીને ભૂલાવી નથી શકતી. તે પ્રેમી સાથે રહેવા માંગે છે. જો પતિ બાળકોને નહીં રાખે તો તે પોતાની સાથે લઈ જશે.

ફેમિલી કોર્ટમાં રાજેશે પોતાની પત્નીના પ્રેમી સાથે લગ્ન કરાવાની વાત કરી હતી. અને છૂટાછેડાની અરજી પણ કરી હતી. કાઉન્સિલર શૈલ અવસ્થી પણ આ પ્રેમ કહાની સાંભળીને હેરાન રહી ગયા હતા. તેમને કહ્યું કે આ પહેલા તેમણે આવો કિસ્સો નથી જોયો. જેમાં પતિ એટલા માટે છૂટાછેડા આપવા માટે તૈયાર થયો હતો છે કારણ કે તે પોતાની પત્ની તેના પ્રેમી સાથે રહી શકે. એટલું જ નહીં પતિ પોતાના બાળકોને ઉછેરવાની જવાબદારી પણ લેવા તૈયાર થયો છે.