ભલભલી હિરોઈનોને ટક્કર મારે તેવી લાગે છે સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની પત્ની,જુઓ તસવીરો…….

બોલીવુડમાં ગ્લેમરસ ઘણો બધો જોવા મળે છે.એકથી એક ચઢિયાતી અને સુંદર અભિનેત્રીઓ બોલીવુડમાં આપણે જોઈએ છે.જોકે બૉલીવુડ સિવાય સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ સુંદર અભિનેત્રીઓ ચર્ચામાં છે.અને સાઉથના સુપર હીરો સ્ટાર્સના પણ ઘણા ઉંચા શોખ હોય છે.એવા જ એક સ્ટાર્સ અને તેમની પત્ની વિશે આજે અમે તમને જણાવીશું..

આલ્લુ અર્જુન સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ખૂબ મોટા સુપરસ્ટાર છે. આલ્લુ તેના જોરદાર અભિનય અને એક્શન માટે જાણીતા છે. હાલમાં જ રિલીઝ થયેલી તેની ફિલ્મ ડીજેએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા. આલ્લુ અર્જુનની કરિયરની શરૂઆત ‘ગંગોત્રી’ નામની ફિલ્મથી થઈ હતી. અલ્લુ અર્જુને 6 માર્ચ, 2016 ના રોજ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કર્યાં. તેમણે ધૂમધામથી હૈદરાબાદ શહેરમાં લગ્ન કર્યાં. તેની પત્ની સ્નેહા ખૂબ જ સુંદર છે. દેખાવમાં તે કોઈ મોડેલ અથવા અભિનેત્રીથી ઓછી નથી લાગતી .

અલ્લુ અર્જુનની પત્ની.એક ઇન્ટરવ્યુમાં, અલ્લુ અર્જુને કહ્યું હતું કે તેની અને તેની પત્નીની પહેલી મુલાકાત મિત્રના લગ્ન દરમિયાન થઈ હતી. લગ્નમાં જાણ ઓળખાણ થઈ અને વાત મિત્રતા સુધી પહોંચી ગઇ. ધીરે ધીરે, બંને એકબીજાની નજીક આવવા લાગ્યા અને એક સમય એવો આવ્યો કે જ્યારે તેઓને પ્રેમ થઇ ગયો. થોડા દિવસો પછી બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.સ્નેહા (અલ્લુ અર્જુનની પત્ની) દેખાવમાં જેટલી સુંદર છે, તે મગજથી પણ એટલી જ તીક્ષ્ણ છે. સ્નેહાએ પોતાનો અભ્યાસ અમેરિકામાં રહીને જ કર્યો. તેણે કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી મેળવી છે. સ્નેહાના પિતા હૈદરાબાદના પ્રખ્યાત ઉદ્યોગપતિ છે. લગ્ન પહેલા સ્નેહાને ઘણા ઓછા લોકો જ જાણતા હતા.

અલ્લુ અર્જુનનો જન્મ 8 એપ્રિલ 1983 માં તેલુગુ સિનેમા સાથે સંકળાયેલા એક પરિવારમાં થયો હતો. અલ્લુ સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીનો ભત્રીજો છે. તેમના જોરદાર અભિનય બદલ તેમને ફિલ્મફેર અને નંદી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. અલ્લુ અભિનયની સાથે સાથે ડાન્સમાં પણ નિપુણ છે. સાઉથમાં તેના ખુબજ મોટા ફેન્સ ફોલોવર્સ છે. તે પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અલ્લુ અરવિંદના પુત્ર છે. તેની માતાનું નામ અલ્લુ નિર્મલા છે. અલ્લુ અર્જુને સાઉથની ઘણી હિટ ફિલ્મમાં કામ કર્યું છે. બદ્રીનાથ, બન્ની, જુલાઈ, દેસમુદુરુ, વરૂડુ, પરૂગુ વગેરે તેની શ્રેષ્ઠ મૂવીઝ છે.

હાલમાં અલ્લુ અર્જુનની દીકરીનો ક્યૂટ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે, ગલૂડિયા સાથે રમતી દેખાઈ અરહા. સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફેન ફોલોઈંગ ફેમસ અભિનેતાઓથી ઘણી વધુ છે. તેના પ્રસંશકો ભારતમાં જ નહિ પરંતુ આખી દુનિયામાં છે. જેમાં ફેસબુક ઉપર અલ્લુના ફોલોઅર્સની સંખ્યા એક કરોડની વધારે છે. અને ઈંસ્ટાગ્રામ ઉપર લગભગ 90 લાખ લોકો તેને ફોલો કરે છે. તેની ફેમીલી સાથે જોડાયેલા કોઈ પણ ફોટા કે વિડીયો સોશિયલ મીડિયા ઉપર આવતા જ વાયરલ થઇ જાય છે.

હાલમાં જ એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર સામે આવ્યો છે, જે ક્ષણભરમાં વાયરલ થઇ ગયો. અલ્લુ અર્જુન પહેલી વખત પોતાની પહેલી ફિલ્મ ‘ગંગોત્રી’ (2003) માં મોટા પડદા ઉપર દેખાયા હતા. પોતાની પહેલી ફિલ્મથી જ અલ્લુએ લોકોના દિલોમાં સ્થાન બનાવી લીધું હતું. અલ્લુ અર્જુને માર્ચ, 2011 ના રોજ પોતાની લાંબા સમયની ગર્લફ્રેન્ડ સ્નેહા રેડ્ડી સાથે લગ્ન કરી લીધા હતા. આ દંપત્તિને 3 એપ્રિલ 2014 ના રોજ એક દીકરો થયો જેનું નામ ‘અલ્લુ અયાન’ છે.

તેના બે વર્ષ પછી 21 નવેમ્બર 2016 ના રોજ દંપત્તિ બીજી વખત માતા-પિતા બન્યા. આ વખતે અલ્લુના ઘરે એક દીકરીનું આગમન થયું, જેનું નામ અલ્લુ અરહા’ છે. હાલના દિવસોમાં અલ્લુ અર્જુન અને સ્નેહાના આ બે બાળકોના ફોટા અને વિડીયો સામે આવતા રહે છે, જેને પ્રશંસકોનો ઘણો પ્રેમ મળે છે.આવો જ એક સુંદર વિડીયો સ્નેહાએ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર શેયર કર્યો છે.

આ વિડીયોમાં ‘નાની રાજકુમારી’ અરહા પોતાની ક્યુટનેસથી પ્રશંસકોના દિલ જીતી રહી છે. વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ કે, અરહા પોતાના ડોગી ‘કજોકુ’ સાથે રમી રહી છે. વિડીયો શેયર કરતા સ્નેહા રેડ્ડીએ કેપ્શનમાં લખ્યું, ‘કજોકુ અને અરહા, મારા કયુટીઝ.’ આ વિડીયો ઉપર પ્રશંસકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. આ આર્ટિકલ લખાય ત્યાં સુધી તેને એક લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

આ પહેલી વખત નથી જયારે અરહાની ક્યુટનેસના વખાણ માટે અમારી પાસે શબ્દ ઓછા પડી રહ્યા છે. ઉદાહરણ તરીકે 2 માર્ચ, 2020 ના રોજ અલ્લુ અર્જુને પોતાના ઈંસ્ટાગ્રામ હેન્ડલ ઉપર પોતાની દીકરી અલ્લુ અરહા સાથે એક ક્યુટ એવો વિડીયો શેયર કર્યો હતો. તે વિડીયોમાં અભિનેતાને પોતાની દીકરી સાથે પ્રેમાળ વાતો કરતા જોઈ શકાય છે, જેમાં અર્જુને દીકરીને ‘bae’ કહ્યું હતું. આ વિડીયોમાં પિતા અને દીકરીનો પ્રેમ જોઈ શકાય છે. વિડીયો સાથે, તેમણે લખ્યું હતું.

અલ્લુ અર્જુને બીજી વખત પિતા બનવાની જાહેરાત રસપ્રદ અને પ્રેમ પૂર્વક કરી હતી. તેની માહિતી આપતા તેમણે પોતાના ટ્વીટર ઉપર લખ્યું હતું, ‘ધન્ય છે એક બાળકી સાથે! એટલા માટે હાલમાં ખુશ છીએ. એક છોકરો અને એક છોકરી. વધુ નહિ માંગી શકીએ. તમારી તમામ ઇચ્છાઓ માટે આભાર. હું ભાગ્યશાળી છું.’અભિનેતાએ દીકરીના નામનો અર્થ જણાવતા પોતાની દીકરીનો પહેલો ફોટો શેયર કર્યો હતો. તેમણે લખ્યું હતું, અમારા નવા આગમનના દૂત અલ્લુ અરહા. હિંદુ અર્થ : ભગવાન શિવ. ઇસ્લામિક અર્થ : શાંત અને નિર્મળ. ‘અર’ જુન અને સને ‘હા’ અરહા,.

22 સપ્ટેમ્બર, 2020 ના રોજ ‘દીકરી દિવસ’ ના પ્રસંગ ઉપર, અલ્લુએ પોતાના ઈંસ્ટાગ્રામ હેન્ડલ ઉપર પોતાની દીકરી સાથે એક સુંદર વિડીયો શેયર કર્યો હતો, જેમાં બાપ-દીકરી વચ્ચેનો પ્રેમ જોવા મળ્યો હતો. વિડીયો સાથે, તેમણે એક ઈમોશનલ કેપ્શન લખ્યું હતું. તેમણે લખ્યું હતું, ‘દીકરી દુનિયાની સૌથી સુંદર વસ્તુ છે. દુનિયાની તમામ દીકરીઓને ડોટર્સ ડે ની શુભકામનાઓ. વિચાર્યું કે એક સુંદર વિડીયો શેયર કરુ જે મેં મારી દીકરી સાથે શૂટ કર્યો હતો.