દરેક લોકો ભોજનના અંતમાં થોડી વરીયાળી મુખવાસની રીતે ખાવાનું પસંદ કરતા હોય છે. આવી પ્રથા મોટા ભાગે ભારતીયોના ઘરે જોવા મળે છે સામાન્ય રીતે લોકો આ પ્રથાને ફક્ત શ્વાસને ફ્રેશ રાખવા માટે જ અપનાવે છે. પરંતુ તે નથી જાણતા કે સદીઓ જુનુ આ ચલણ ઘણા સ્વાસ્થને લગતા લાભ પણ પુરા પાડે છે. ભોજન બાદ મોઢાની દુર્ગંધ દૂર કરવા માટે માઉથ ફ્રેશનરના રૂપમાં વરીયાળી થાવાથી ઘણા પ્રકારના ફાયદા થાય છે કારણ કે તે કોપર, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગનીઝ, સેલેનિયમ, ઝીંક અને મેગ્નીશિયમ જેવા મિનરલ્સથી ભરપુર છે.
શ્વાસની દુર્ગંધ દૂર કરે છે.વરીયાળી સારૂ માઉથ ફ્રેશનર પણ છે દેમાં ઘણા પ્રકારના સુગંધિત તેલ હોય છે. તે મોઢાની ખરાબ ગંધથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. સાથે જ તે મોઢામાં લાળની માત્રાને વધારવામાં મદદ કરે છે, જે બદલામાં મોઢામાં કોઈ પણ ખાદ્ય કણોને દૂર કરે છે. આ ઉપરાંત વરીયાળીના એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ અને જીવોને છુટકારો આપવામાં મદદ કરે છે જે ખરાબ શ્વાસના કારણે બને છે.
બ્લડપ્રેશર કંટ્રોલ .વરીયાળીમાં નાઈટ્રાઈટ અને નાઈટ્રેટ હોય છે. બન્ને જ યોગિક રક્ત કોશિકાઓનો વિકાસ અને તેની સંખ્યા વધારવામાં મદદરૂપ છે. વરીયાળી લાળમાં રહેલા નાઈટ્રાઈટને વધારીને કુદરતી રીતે લોહીના દબાણને નિયંત્રિત કરે છે. તેમાં કોશિકાઓ અને જીવ દ્રવ્ય માટે જરૂરી પોટેશિયમ પણ હોય છે. જે હ્રદયના ધબકારા અને લોહીના દબાણને સારી કરે છે.
અપચો, કબજીયાત અને સોજો કરે છે દુર.લક્ષ્મીદત્તા શુક્લા કહે છે કે ભોજન બાદ વરીયાળીનું સેવન અપચો, સોજા, પેટ ફુલવા, એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારે આપે છે. ભોજન બાદ એક ચમચી વરીયાળી ખાવાથી પેટ દર્દમાં પણ રાહત મળે છે. જો અપચાની ફરીયાદ હોય તો તેની ચા બનાવીને પી પણ શકો છો. તેના એન્ટીસ્પાસ્મોડિક અને કાર્મિનેટિવ ગુણ પેટની ગંભીર સમસ્યાઓથી છુટકારો આવપવામાં ફાયદાકારક છે. એન્ટીસ્પાસ્મોડિકનો મતલબ એ છે કે પેટ અને આંતરડામાં એકત્રીત થતી દવાઓ અને કાર્મિનેટિવનો મતલબ એક પ્રકારની દવા જે પેટ ફૂલવા અને ગેસ બનવાથી રોકે છે.
ખાધા પછી વરીયાળી નું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચે છે.વરીયાળીને મસાલાનો રાજા કહેવાય છે.ખાંસી થાય તો વરીયાળી ખુબ ફાયદો કરે છે.વરીયાળીનું સેવન શરીરમાંથી નાની મોટી બીમારીઓ દૂર થવાનું કારણ બને છે.વરીયાળી ના 10 ગ્રામ અર્ક ને મધ સાથે ભેળવી લો તેનાથી ખાંસી આવવાનું બંધ થઇ જશે.વરીયાળીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જણાવીએ તમને પેટની તકલીફો દૂર કરવી હોય તો વરીયાળીનો પાવડર પીસી લેવો અને રોજ સવારે પાણી સાથે તેનું સેવન કરવુ.
બે ત્રણ વખત ઉપયોગ કરવાથી રાહત મળી જશે.તમને આ જાણીને નવાઈ લાગી હશે પણ ખરેખર વરિયાળી ખાવાથી આ ફાયદા થાય છે.અપચાની તકલીફ રહેતી હોય તો વરીયાળીને પાણીમાં ઉકાળી ગાળી લો.આ પાણીને હુંફાળુ હોય ત્યારે પી લેવું.ઉનાળામાં વરીયાળીને પીસી તેનો લેપ બનાવી માથા પર લગાવવાથી શરીરની ગરમી દૂર થાય છે.રોજ સવાર સાંજ ખાલી પેટ વરીયાળી ખાવાથી લોહી ચોખ્ખું બને છે અને ત્વચા માટે ખુબ ફાયદાકારક છે ત્વચામાં ચમક આવે છે.
ખીલ મુંહાસેને અટકાવે :ત્વચા ઉપર એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી ઓક્સીડેંટ ગુણોથી યુક્ત વરીયાળીનો લેપ લગાવવાથી ખીલ મુંહાસે ઓછા થાય છે. સ્કીન ટોંડ, હેલ્દી અને રીંકલ ફ્રી બને છે.
એનીમિયાથી બચાવ :એનીમિયા એટલે લોહીની ખામી થાય તો વરીયાળીના ફાયદા યોગ્ય સાબિત થાય છે. તેમાં આયરન, કોપર અને હિસ્ટીડાઈન જેવા તત્વ હોય છે. જે શરીરમાં લાલ રક્ત કણોને વધારી શકે છે. સાથે જ તે હિમોગ્લોબીનનું સ્તર પણ યોગ્ય રાખી શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે વરીયાળીનું સેવન કરવું લાભદાયક હોય છે.
કેન્સરથી રક્ષણ :આપણા શરીરમાં મેગનિજને કારણે એક શકતીશાળી એન્ટી-ઓક્સીડેંટ એન્જાઈમ સુપરઓક્સાઈડ ડીસ્મ્યુટેસ બને છે, જે કેન્સર પ્રત્યે રક્ષણ પ્રણાલી છે. એટલા માટે વરીયાળી ચાવવાથી ત્વચા, પેટ અને સ્તન કેન્સરની શક્યતા ઘટી જાય છે.
માહવારી(માસિક)નો દુ:ખાવો દુર કરે :વરીયાળી પેલ્વીક અને યુટરાઈનમાં લોહી સંચારને યોગ્ય બનાવે છે, જેથી દુ:ખાવામાં રાહત મળે છે. માસિક ધર્મના સમયે વરીયાળીનું સેવન કરવામાં આવે તો પીડા ઓછી થઇ જાય છે.એક મોટા વાસણમાં વરીયાળીમાં પાણીમાં નાખીને રંગ બદલે ત્યાં સુધી ઉકાળો. આ રાબને ગાળીને મૂકી દો. માસિક ધર્મ આવે ત્યારે હુંફાળું ગરમ કરીને રબ પીવો, દુ:ખાવામાં આરામ મળશે.
હેડીમાથી બચાવ :મૂત્રવર્ધક ગુણને કારણે વરીયાળી હેડીમા રોગથી બચી શકાય છે. આ રોગ બીજા કારણોથી થઇ શકે છે. એટલા માટે યોગ્ય કારનો જાણી સાચો ઈલાજ કરાવો.
વજન ઓછુ કરવામાં મદદ :વરીયાળામાં મૂત્રવર્ધક ગુણ હોય છે જેનાથી તે પાચનમાં સુધાર કરવામાં મદદ કરે છે અને મેટાબોલિઝમનનુ સ્તર વધારે છે. આ વજન ઓછુ કરવાના પ્રાકૃતિક ગુણ છે. વજન ઘટાડવાનું લક્ષ્ય લઈને ચાલી રહ્યા છો તો વરીયાળીને પીસી લો અને તેના પાઉડરને બે વખત દરરોજ ગરમ પાણી સાથે લો.
ઉલટી, ઉબકાની તકલીફ રહેતી હોય તેમના માટે પણ વરીયાળી ઉત્તમ દવા છે.તેના માટે વરીયાળીના પાનનો રસ પાણીમાં ઉમેરી દર્દીને આપવો.વરીયાળી પેટના સોજાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવે છે.વરીયાળી ના બીજ ખાસ કરીને જઠરશોથ લક્ષણના ઉપચાર માટે કરવામાં આવે છે.આ ઉપરાંત રોજની રસોઈમાં પણ તમે વરીયાળીનો ઉપયોગ કરી શકો છો.વારંવાર થતી શરદીની તકલીફ દૂર કરવી હોય તો વરીયાળી અને લવિંગનો ઉકાળો બનાવી પીવો.વરીયાળી ચયાપચન ક્રિયા વધારવામાં ઉપયોગી છે.
જેને ધૂમ્રપાનની આદત હોય તેમણે પણ વરીયાળીનું સેવન કરવું જોઈએ.વરીયાળીનું વમનરોધી હોવાને કારણે ઉબકા અને ઉલટી ની સારવાર માં મદદ કરે છે.તે ગૈસ્ટ્રીક સ્ત્રાવ ને વ્યવસ્થિત કરીને અલ્મીય સ્વાદ અને મોઢાના ખાટા સ્વાદને દુર કરવામાં મદદ કરે છે.વરીયાળીમાં ઘી ઉમેરી પીવાથી ધૂમ્રપાનની તલબ દૂર થાય છે.વરીયાળી અને સાકરને સમાન માત્રામાં ઉમેરી તેનું ચૂર્ણ બનાવો અને રોજ આ ચૂર્ણનું સેવન સવારે અને રાત્રે કરવું.તે ગૈસ્ટ્રીક એસીડ નો સ્ત્રા વ્યવસ્થિત કરે છે અને ષ્લેશ્મિક કલાના શોથ માં કામ કરે છે.આ ચૂર્ણથી યાદશક્તિ વધે છે.