બોલિવુડની અભિનેત્રીઓ પણ ફિકી પડે છે આ ફિટનેસ ટ્રેનર ની સામે, જુઓ તેમની હોટ તસ્વીરો…..

મિત્રો આજની આ ભાગદોડ ભરી જિંદગીમાં લોકો પોતાના શરીરનું ધ્યાન આપતા નથી.અને પૈસા કમાવામાં એટલા પાગલ બની જાય છે કે તેઓ રાત્રે સારી રીતે ઉંઘી પણ સકતા નથી.અને પાછળથી શરીર અને સ્વાસ્થ્ય ને લઈને અને પરેશાનીઓ ઉભી થાય છે.જેને માટે તેઓ અનેક બજારમાં મળતી દવાઓનો ઉપયોગ કરે છે.આમ તો આ દવાઓ કંઈપણ સારું રિઝલ્ટ આપતી નથી અને ઉપરથી શરીરને કોઈક વાર નુકસાન પણ થાય છે.પોતાની બોડી બનવવા માટે બજારમાં ઘણા પ્રોડક્ટ મળતા હોય જે અમુક સમય બાદ તમારા સ્વાસ્થ્યને નુકશાન કરે છે.

મિત્રો આ ટ્રેનર છે જેને કોઈ પણ જીમ વગર પોતાનું વજન ઓછું કર્યું અને આજે તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ દેખાય છે.આ ફિટનેસ ટ્રેનર, જેના પ્રશંસકોની સંખ્યા કરોડોમાં છે. હા, અમે વાત કરી રહ્યા છીએ સપના વ્યાસ પટેલ, જે ફિટનેસ ટ્રેનર છે અને સાથે સાથે એક બ્લોગર અને મોડેલ પણ છે. જય નારાયણ વ્યાસ કે જેઓ ગુજરાતના સ્વાસ્થ મંત્રી હતા, સપના વ્યાસ પટેલ તેમની જ પુત્રી છે.

સોશિયલ મીડિયામાં સપના વ્યાસની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ઇન્સ્ટાગ્રામમાં તેના 14 લાખથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે ફેસબુકમાં તેની ઘણી ફેન ફોલોઇંગ પણ છે. સપના વ્યાસ તેની ફિટનેસ માટે ખૂબ સભાન છે.તેણી તેના ખોરાક અને વ્યાયામ અંગે સમાધાન કરતું નથી. તેની સાથે, તે ફિટ રહેવા માટે અન્યને માર્ગદર્શન આપે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે સપનાએ માત્ર એક જ વર્ષમાં 33 કે.જી. વજન ઘટાડ્યું છે.

ગુજરાત બીજેપી નેતા અને રાજ્યના એક્સ મિનિસ્ટર જયનારાયણ વ્યાસની દીકરી સપના વ્યાસ પટેલ ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાઇ છે. તે જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 80 કિલો હતું. પરંતુ તેણે દવા કે સર્જરી વિના 30 કિલો વજન ઓછું કર્યું છે. આજે સપના ઇન્સ્ટાગ્રામથી લઇને યુટ્યુબ પર ફેમસ ફિટનેસ ટ્રેનર સ્વરૂપે પ્રખ્યાત છે.

વજન ઘટાડવાની આપે છે ટિપ્સ, ઉલ્લેખનીય છે કે ઓવર વેટ દરમિયાન સપનાએ ડાઈટ કન્ટ્રોલ કરીને કાર્ડિયો એક્સરસાઈઝની સાથે વેટ ટ્રેનિંગ અને ટેનિસ રમીને પોતાનું વજન ઓછું કર્યું હતું.

સપનાના કહેવા મુજબ વજન ઘટાડવા જીમમાં જઈ રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી.તેના કહેવા પ્રમાણે વજન ઘટાડવા દરરોજ 1 કલાક વોક અને 45 મિનિટ અન્ય એક્સરસાઈજ કરવી જોઈએ.સપના લોકોને હેલ્થ પ્રત્યે અવેર કરવા માંગે છે, તેથી હવે તે યુટ્યૂબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકોને ટ્રેનિંગ આપી રહી છે.

ફક્ત ડાયટ અને ખાન-પાનના આધારે જ સપનાએ પૂરું વજન ઘટાડ્યું છે. જયારે સપનાએ વજન ઘટાડ્યું તો ત્યારબાદ તેના વ્યક્તિત્વમાં બદલાવ જોવા મળ્યો. આ કારણથી સપનાએ ફિટનેસ ટ્રેનર બનવાનો નિર્ણય કર્યો. જ્યાર બાદ તેઓ આજે સર્ટીફાઈડ ટ્રેનર બની ગયા છે.ફિટનેસનું મહત્વ જાણ્યા બાદ સપનાએ ઘણી મહેનત કરી હતી.

જેના કારણે આજે તેમનો આ લુક જોવા મળે છે. આજકાલ ઘણા છોકરા- છોકરીઓ વજન ઘટાડવા માટે હજારો રૂપિયા ખર્ચે છે પણ સપનાના હિસાબથી વજન ઓછુ કરવા માટે આટલા રૂપિયા ખર્ચવાની જરૂર નથી.

ઈન્સ્ટાગ્રામ પર 12 લાખ લોકો કરે છે ફોલો, ઈન્સ્ટાગ્રામ પર સપના વ્યાસના 14 લાખ જ્યારે ફેસબુક પર 4,09,900થી વધારે ફોલોઅર્સ છે.સપના યુટ્યૂબ ચેનલ પણ ચલાવે છે. આ ચેનલને 9 લાખથી વધુ લોકો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે.પોતાની યૂટ્યૂબ ચેનલથી તે ફિટનેસ સાથે સંકળાયેલી ટિપ્સ આપે છે. ઉપરાંત સેલેબ્સના ઈન્ટરવ્યૂ પણ કરે છે.

તેમણે વિડીયો સાઈટ યુ-ટ્યુબ પર પણ પોતાની ચેનલ બનાવી રાખી છે અને તેઓ સતત તેમાં વિડીયો પોસ્ટ કરતી હોય છે. સાથે જ તેઓ એક જીમ પણ ચલાવે છે. તે લોકોને હેલ્થ વિશે પણ જાગૃત કરતી રહેતી હોય છે.

સપનાનો જન્મ 10 નવેમ્બર 1989ના રોજ અમદાવાદમાં થયો હતો. અત્યારે 27 વર્ષીય સપના પરણિત છે.સપનાએ અમદાવાદમાં સ્ટડી કરી છે.તેણે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સાઈકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે.

જે બાદ તેણે ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેનેજમેન્ટ નિરમા યુનિવર્સિટીમાંથી MBA કર્યું.2010માં સપનાએ રિબોક પ્રોફેશનલ ફિટનેસ ટ્રેનિંગ કોર્સ જોઈન કર્યો.

સપનાએ અમદાવાદની ઈન્ડિયન મેનેજમેન્ટ એકેડમીમાંથી લાઈફસ્ટાઈલ બ્રાન્ડ મેનેજમેન્ટમાંથી પીએચડી પણ કર્યું છે.તેણે ન માત્ર પોતાનું વજન ઘટાડ્યું પરંતુ આજે તે એક સર્ટિફાઈડ ટ્રેનર પણ છે.સપના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક સહિત અનેક સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર એક્ટિવ છે અને પોતાના ફોટા શેર કરતી રહે છે.

ફિટનેસ ટ્રેનર બન્યા બાદ તેઓ સોશિયલ મીડિયા પર એક્ટીવ છે અને લોકોને ફિટનેસ ટીપ્સ આપે છે. ઉલ્લેખનીય છે કે તેમણે સ્લિમ થવા કોઈ ઓપરેશન નથી કરાવ્યું.