બોલિવૂડની આ અભિનેત્રીઓ એ જાતે જ પોતાના પગ પર મારી કુહાડી,અને કરી નાખ્યું પોતાનું કરીયર બરબાદ,આ હતો બધા લાડલી….

રેક વ્યક્તિના અલગ અલગ સપના હોઈ છે જેને પુરા કરવા માટે તે ઘણી મહેનત કરે છે.અને સફળતા પણ મેળવે છે.સપના પુરા કરવા માટે ઘણું બધું છોડવુ પણ પડે છે. એવી જ રીતે અત્યારે એકટર બનવું એ સપનું જોવુ પણ સારું છે પણ તેને પૂરું કરવા માટે ઘણી મહેનત જોવે છે.જોકે બોલીવુડ માં આવતા દરેક સ્ટાર એ જ વિચારે છે કે તે ઇન્ડસ્ટ્રીઝ નો મોટો એકટર્સ બનશે, પરતું દરેક લોકોની કિસ્મત તે પોતે લખે છે. પોતાની મહેનત ના જોશ થી વ્યક્તિ મહાનાયક ની બરાબર પણ બની શકે છે અથવા એની સાથે કામ પણ કરી શકે છે. પરતું અમુક એવા પણ સ્ટાર છે જેણે જબરદસ્ત કામયાબી પ્રાપ્ત કરી પરતું પોતે જાતે જ એની કામયાબીને નાકામયાબી માં બદલી નાખી. ઘણી વાર લોકો ભગવાન ને દોષ આપે છે જયારે એનું કરિયર ખરાબ થઇ જાય છે અને ઉપર વાળા એ સમયે તે વ્યક્તિ ની કદર નથી કરતા, પરતું જેને કામયાબી તરત મળી જાય છે તે ક્યારેય ભગવાનનો આભાર નથી માનતા.

આજના સમયમાં અમુક દર્શકો ને તો યાદ પણ નહિ હોય કે જે ક્યારેક એના ફેવરીટ હતા. આ બોલીવુડ એક્ટર્સે જાતે કર્યું એમનું કરિયર ખરાબ. આજે તો ચાલો જાણી લઈએ તમારા કોઈ ફેવરીટ તો નથી ને..વિજય રાજ અભિનેતા વિજય રાજે એમની ફિલ્મો અને અભિનય થી ઘણા લોકોના દિલ જીતી લીધા હતા. વિજય જયારે ફિલ્મ ‘દીવાને હુએ પાગલ’ ની શુટિંગ ચાલી રહી હતી તો યુનાઇટેડ અરબ અમીરાત માં પોલીસ દ્વાયા નશીલી દવાઓ રાખતા પકડાઈ ગયા હતા. એ પછી વિજય રાજને ફિલ્મો માં કામ કરવાનો મોકો ન મળ્યો.

મોનિકા બેદી 18 જાન્યુઆરી, 1975 ના રોજ જન્મેલી મોનિકા બેદીનો જન્મ પંજાબના ચબ્બેવાલ ગામમાં થયો છે. તે ચાર વર્ષની હતી જ્યારે તેના માતા-પિતા ડૉ પ્રેમ કુમાર બેદી અને શકુંતલા બેદી નોર્વે સિફ્ટ થયા હતા. તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટી, UKમાંથી સાહિત્યનો અભ્યાસ કર્યો છે. સાથે સાથે તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી એક્ટિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ૯૦ ના દશકા માં અભિનેત્રી મોનિકા બેદી એ અંડરવર્લ્ડ સાથે સબંધ રાખવા માટે ફિલ્મ ને છોડી દીધી અને અબૂ સલેમ ની પ્રેમિકા બનીને રહી. તે પુર્તગાલ માં પકડાઈ ગઈ હતી અને મુંબઈ માં ૬ મહિના સુધી જેલમાં બંધ રહી, પછી એને છૂટી કરી દીધી. પછી મોનિકા એ નાના પરદા પર કામ ચાલુ કર્યું પરતું ફિલ્મો માં પાછી નહિ આવે.મોનીકા કહે છે કે પરંતુ જ્યારે હું તેની સાથે રહેવા લાગી ત્યારે મને સમજાયું કે, અમે એકબીજા માટે નથી બન્યા. મને સમજાયું કે અમારા બંનેની વિચારસરણી જ જુદી છે. ત્યારે મને લાગ્યું કે, હું તેની સાથે રહી શકીશ નહીં. પણ તે સમજવા તૈયા ન થયો. પછી એક ખરાબ તારીખ આવી 18 સપ્ટેમ્બર 2002. કે ત્યારે પોર્ટુગલમાં ધરપકડ કરવામાં આવી અને અમે બન્ને અલગ પણ થઈ ગયા.

ધરપકડ પછી મોનિકાએ તેના જીવનના કડવા અનુભવોને આધારે એક પત્રમાં એક કવિતા લખી. કે જે કંઈક આવી હતી. આખી દુનિયા કોઈને માટે છોડી દો, કોઈ માણસ માટે નહીં, તે પ્રેમ કરતા વધુ મહત્વનું છે, જીવન જીવવા માટે પ્રેમ જ બધું નથી. મોનિકા બેદી પોતાના ભાગની સજા ભોગવી ફરીથી સિલ્વર સ્ક્રીન પર પરત ફરી. મોનિકાને બનાવટી પાસપોર્ટ બદલ દોષી ઠેરવવામાં આવી હતી.

વિવેક ઓબરોયવિવેકે એના કરિયર ની શરૂઆતમાં તો સારી એવી ફિલ્મ કરી પરતું એક્ટર વિવેક ઓબરોય એ એમનું કરિયર સલમાન ખાન ની સાથે ઝગડો કરીને ખરાબ કરી નાખ્યું. વર્ષ ૨૦૦૩ માં નશાની હાલતમાં સલમાન ખાને વિવેક ને જે શરાબના નશામાં ધમકી આપી હતી એના વિરુદ્ધ વિવેકે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સલમાન ખાન વિરુદ્ધ ઘણું બધું કહ્યું. પરતું સલમાને ઇન્ડસ્ટ્રીઝ ના દરેક ફિલ્મમેકર ને કહી દીધું હતું કે જે એની સાથે કામ કરશે તેની સાથે એ કામ નહી કરે.જોકે હાલમાં બોલિવુડ એકટર વિવેક ઓબેરોય ના ઘરે બેંગલુરૂ સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચ (CCB)એ દરોડા પાડ્યા છે. વિવેકની પત્નીના ભાઇ આદિત્ય અલ્વા બેંગલુરૂ ડ્રગ્સ કેસમાં આરોપી છે. પોલીસે તેની તપાસમાં વિવેકના મુંબઇ ના ઘરે પણ દરોડા પાડ્યા છે. વિવેકનો સાળો આદિત્યની વિરૂદ્ધ કેસ નોંધાયા બાદથી તે ભાગેડુ છે. સીસીબી એ કોર્ટ વોરંટ લઇ વિવેકના ઘરે શોધખોળ કરી.

CCBની તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે કૉટનપેટ કેસમાં આદિત્ય અલવા ભાગેડુ છે. વિવેક ઓબેરોય તેનો સંબંધી છે, અમને માહિતી મળી હતી કે અલ્વા ત્યાં છે. આથી અમે ચકાસણી કરવા માંગતા હતા. તેના માટે કોર્ટમાંથી વોરંટ લાવ્યા હતા અને સીસીબીની ટીમ મુંબઇમાં તેમના ઘરે ગઇ હતી.આપને જણાવી દઇએ કે સેંડલવુડ ડ્રગ્સ કેસમાં કેટલાંય મોટા નામ આવી ચૂકયા છે. તેમાં રાગિણી દ્વિવેદીનું નામ પણ છે. આદિત્યના ઘરે પણ સીસીબી ટીમ પહેલાં દરોડા પાડી ચૂકી છે.

હની સિંહહની સિંહ જે તેમના મંચ નામ યો યો હની સિંગ અથવા હની સિંગ તરીકે વધુ ઓળખાય છે, એ ભારતીય રેપર, સંગીત નિર્માતા, ગાયક અને ફિલ્મ કલાકાર છે. તેમણે રેકોર્ડિંગ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરેલી અને ત્યારબાદ ભાંગરા નિર્માતા બન્યા. તેમણે બોલીવુડ ફિલ્મોનું સંગીત પણ નિર્માણ કરવાની શરૂઆત કરેલ છે.એક સમય હતો જયારે રૈપર અને સિંગર હની સિંહે એક પછી એક હિટ આપીને દર્શકો ના સૌથી ફેવરીટ બની ગયા હતા. હની સિંહે ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા અને ઘણા લોકો ના દિલમાં ઉતરી ગયા પરતું સમયે એની હાથમાં માઈક લઈને ડ્રગ્સ પકડાવી દીધું. એ પછી હની સિંહ એમાં ઊંડો ઉતરી ગયો અને લગભગ ઇન્ડસ્ટ્રીઝ માં ૨ વર્ષ સુધી ગુમ રહ્યો. પરતું આ વર્ષ એનું એક ગીત આવ્યું હતું જે ફ્લોપ રહ્યું.