કરોડોની પ્રોપર્ટી ગોવામાં આલીશાન બંગલો, જુઓ આવી આલીશાન જિંદગી જીવે છે દીપિકાનો પતિ રણવીર……

રણવીરસિંહ ભાવનાની એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ફિલ્મોમાં તેના શ્રેષ્ઠ અભિનય માટે જાણીતા છે. પહેલી ફિલ્મ માટે તેને બેસ્ટ ડેબ્યુટન્ટ એક્ટરનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. આજના કલાકારોની યાદીમાં તે એક અગ્રણી અભિનેતા છે. આજના યુવાનોમાં તે ખૂબ જાણીતો છે. તેમની પાછળ હાલની પેઢી મોટી સંખ્યામાં છેમાનવામાં આવે છે કે તે ઈન્ડસ્ટ્રીનો સૌથી એનર્જેટિક એક્ટર છે. અને આ વસ્તુ તેની સ્ક્રીન પરની એક્ટિંગથી પણ જોવા મળી રહી છે.બહુ થોડા સમયમાં જ બોલિવૂડ પર રાજ કરનાર રણવીર સિંહ 35 વર્ષના થઇ ગયા. 6 જુલાઇએ તેમનો જન્મદિવસ હતો. 6 જુલાઇ 1985માં મુંબઇમાં તેમનો જન્મ થયો હતો. જો કે રણવીર સિંહની લાઇફ સ્ટાઇલ લક્ઝૂરિયસ છે.

Advertisement

તેમની પાસે 224 કરોડ રૂપિયાથી પણ વધુની પ્રોપર્ટી છે. તેમને લક્ઝૂરિયસ કારનો પણ શોખ છે. તેમની પાસે આલિશાન 3 બંગલા છે. તેમણે 10 વર્ષમાં 13 ફિલ્મોમાં કામ કર્યું. ત્રણ વર્ષ સંઘર્ષ કર્યાં બાદ તેમને 2010માં ‘બેન્ડ બાજા બારાત’ ફિલ્મ મળી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્મા લીડ રોલમાં હતી. રણવીર સિંહ અપકમિંગ ફિલ્મ ’83’માં ક્રિકેટર કપિલદેવની ભૂમિકા ભજવશે.

રણવીરસિંહે તેની પ્રેમિકા અને બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ સાથે વર્ષ 2018 માં ઇટાલીના લેક કોમ્બોમાં લાંબા સમયથી ચાલતી પ્રેમ કથા બાદ લગ્ન કર્યા છે. રણવીરે 2012 માં તેની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામલીલાના શૂટિંગ દરમિયાન દીપિકાને તેનું હૃદય આપ્યું હતું. 6 વર્ષની લાંબી લવ સ્ટોરી દરમિયાન બંનેએ ઘણી વખત એકબીજા પ્રત્યે ખુલ્લેઆમ પ્રેમ વ્યક્ત કર્યો હતો 2018માં રણવીરે દીપિકા પાદુકોણ સાથે ઇટલીમાં ધૂમધામથી લગ્ન કર્યાં હતા. ત્યારબાદ બેંગલુરુ તથા મુંબઈમાં બોલિવૂડ સેલેબ્સ, મિત્રો અને સગાસંબંધીઓ માટે ગ્રાન્ડ રિસ્પેશન યોજ્યું હતું. રણવીરનો ગોવામાં 9 કરોડનો બંગલો છે. આ સિવાય 10-10 કરોડના ગોરેગાંવ મુંબઇમાં તેમનો એક-એક ફ્લેટ છે. પ્રભાદેવી મુંબઇમાં સી- ફેસિંગ એક ફ્લેટ છે. આ ફ્લેટને તેમણે 13 કરોડમાં ખરીદ્યો હતો.

અમેરિકાથી મુંબઇ પરત ફર્યા પછી, તેણે થોડા વર્ષો માટે જાહેરાતમાં કોપીરાઇટર તરીકે કામ કર્યું. ત્યારબાદ જાન્યુઆરી 2010 માં યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલા ફિલ્મ બેન્ડ બાજા બારાતમાં તેમને ઓડિશન કરવાની તક મળી, જેમાં તેમને મુખ્ય ભૂમિકાની ઓફર કરવામાં આવી. આ ફિલ્મથી શરૂ થયેલી રણવીરની આ બોલિવૂડ સફર ઘણી ખાસ રહી છે, જેમાં તેણે અત્યાર સુધીની ઘણી બોલીવુડ ફિલ્મો પોતાના પ્રિયજનોને આપી છે ગોલિયોં કી રાસલીલા રામલીલા, કીલ દિલ, પદ્માવત, ગલી બોય અને બાજી રાવ મસ્તાની રણવીનની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો છે. રણવીરને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે ઘણી ફિલ્મોમાં ઘણા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.રણવીર કારના પણ શોખીન છે. તેમની પાસે અનેક સારી મોડલની લક્ઝૂરિયસ કાર છે. તેમની પાસે 3.29 કરોડની Aston Martin Rapide છે. 2.5 કરોડની લેન્ડ રોવર રેન્જ વોગ તેમજ 1.7 કરોડની જુગુઆર એકસ જેએલ, 1.04 કરોડની ટોયેટા લેન્ડ ક્રૂઝ પરડો છે.

83 લાખની મર્સિડીઝ બેંચ જીએલએસ, 70 લાખની મર્સિડીઝ બેંચ ઇ ક્લાસ, 59.78 લાખની ઓડી ક્યૂ-5 અને 10.97 લાખ રૂપિયાની મારૂતી સીઆઝ છે.આ સિવાય રણવીર પાસે એક વિન્ટેજ મોટર સાઇકલ છે, જેની કિંમત 6.8 લાખ છે. રણવીર પાસે જે એસ્ટર્ન માર્ટિન કાર છે. જે જેમ્સ બોન્ડ ફિલ્મમાં જોવા મળતી કલ્ટ કાર છે. જે રીતે રણવીર પાસે કારનું કલેકશન છે. તેવી જ રીતે તેમની પાસે જૂતાનું પણ શાનદાર કલેકશન છે. તેમની પાસે 1 હજાર જૂતા છે. જેની કિંમત 68 લાખથી પણ વધુ છે.

રણવીર ગોવામાં એક બંગલો ધરાવે છે જેની કિંમત 9 કરોડ છે. આ સિવાય તેમનો મુંબઇના ગોરેગાંવમાં એક ફ્લેટ છે, જેની કિંમત 10 કરોડ છે. મુંબઈના પ્રભાદેવીમાં સી-ફેસિંગ એ બીજો ફ્લેટ છે, જેને તેણે 15 કરોડમાં ખરીદ્યો છે.દસ વર્ષની કરિયરમાં રણવીરે માત્ર 13 ફિલ્મમાં જ કામ કર્યું છે. તેમણે 2010માં આવેલી ફિલ્મ ‘બેન્ડ બાજા બારાત’થી ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેમણે ‘લેડીઝ વર્સિસ રિકી બહલ’, ‘રામલીલા’ ‘ગુંડા’  ‘દિલ ધડકને દો ‘બાજીરાવ મસ્તાન સિંબા ‘પદ્માવત’, ‘ગલી બોય’ જેવી ફિલ્મમાં કામ કર્યું.

તેમની અપકમિંગ ફિલ્મ ’83’ અને ‘જયેશભાઇ જોરદાર’ છે.વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો રણવીર સિંહ હાલમાં ફિલ્મ ’83’ ની તૈયારી કરી રહ્યો છે. તેમની ફિલ્મ 1983 માં ભારતના વર્લ્ડ કપના વિજય પર આધારિત છે. આ ફિલ્મમાં રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા ભજવશે. આ સિવાય દીપિકા પાદુકોણ પણ આ ફિલ્મમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. વિશેષ વાત એ છે કે ફિલ્મમાં રીઅલ લાઇફ હસબન્ડ વાઇફ પણ પતિ પત્નીની ભૂમિકા ભજવશે. આ સિવાય રણવીર સિંહ અને આલિયા ભટ્ટના ગલી બોયની પણ ઓસ્કર માટે પસંદગી કરવામાં આવી છે.

Advertisement