ચામડીના દરેક રોગો માટે રામબાણ ઇલાજ છે આ વસ્તુ, એકવાર જરૂર વાંચજો આ લેખ…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવીએ કે કુંવાડિયાની શીંગનાં લીલાં બીને લસોટી લીંબુના રસમાં કાલવી દરાજ પર ઘસવાથી બેત્રણ દિવસમાં જ દરાજ મટે છે.કુંવાડિયાનાં સુકાં બીજનું ચૂર્ણ લીંબુના રસમાં લસોટી લગાડવાથી દાદર અને ખરજવું મટે છે.

Advertisement

કુંવાડિયાનાં બીજની કોફી બનાવીને પીવાથી ખસ અને ખૂજલી મટે છે.કુંવાડિયાનાં બીજ ચાવીને ખાવાથી અપચો, પેટનો દુખાવો, પેટની ગાંઠ અને દમ મટે છે. દમમાં લાંબા સમય સુધી કુંવાડિયાનાં બી ખાવાં જોઈએ.ડહોળો પેશાબ, પેશાબમાં ક્ષાર જતો હોય તો કુંવાડિયાનાં પીળાં ફૂલ ૧૦ ગ્રામ અને સાકર ૧૦ ગ્રામનું મિશ્રણ કરી સવાર-સાંજ ખાવાથી પેશાબનો રંગ અસલી બને છે.એલોપથીમાં દાદરની દવા બહુ મોંધી હોય છે તે જ્યારે મટી ગઈ તેમ સમજી દવા બંધ કરીએ એટલે દાદર ખરજવું ફરી ઊથલો મારે છે.અત્યારે વન વગડામાં કે પડતર જમીનમાં કુંવાડિયો પાકવા આવ્યો છે તેની શીંગ લીલી પણ ઘણે ઠેકાણે જોવા મળે છે.

તેનાં પાનની ભાજીનું શાક બનાવી પણ ખાઈ શકાય અથવા તેનાં પાનનો સ્વરસ પણ એટલો જ ઉપયોગી નીવડે છે દાદર ખરજવામાં.તો શા માટે દાદર ખરજવામાં મોંઘી મોંઘી એલોપથી દવા ખાવી.લગભગ બધા જ મેડિકલ સ્ટોર વાળા સ્કિન સુધા નામનો મલમ તેમના સ્ટોર્સમાં રાખે છે.તેમાં એક એક થી ચડિયાતાં ઔષધ પ્રયોજાયાં છે.ચામડીનાં તમામ રોગમાં તે બહુ ઉત્તમ કામ કરે છે.જેનો મને સ્વઅનુભવ છે.

ચામડીનાં દરદથી પીડાતા દરેકને વિનંતી કે આ બહુ સસ્તો મલમ લાવી તેનો ઉપયોગ દાદર ખરજવું કે કોઈ પણ તકલીફ ઉપર કરશે તો તેને બહુ રાહત મળશે.આયુર્વેદમાં કિડનીને ‘વૃક્ક‘ કહેવામાં આવે છે. આપણાં શરીરમાં બે કિડની હોય છે. પ્આયુર્વેદનાં ઔષધો અને ઉપચારમાં જેમને રસ હોય તેમણે ‘ચકમર્દ‘ને ઓળખી લેવા જેવો છે. આ ચકમર્દને આપણે ગુજરાતીમાં કુંવાડિઓ અથવા પુંવાડીઓ કહીએ છીએ. ચોમાસામાં આપણે ત્યાં તેના છોડ વિપુલ પ્રમાણમાં થાય છે. અણગમતી વાસયુક્ત આ કુંવાડિયાનો છોડ ચામડીના રોગોનું ઉત્તમ ઔષધ છે. આ વખતે તેના ઔષધિય ગુણકર્મો અને ઉપયોગો જણાવવાનો ઉપક્રમ છે.

ઉપર જણાવ્યું તેમ ચોમાસું આવ્યા બાદ કુંવાડિયાનાં ૨ થી ૫ ફૂટ ઊંચા છોડ ભારતનાં લગભગ બધા જ પ્રદેશોમાં જોવા મળે છે. પીળા રંગના ફૂલ અને પાનની વિશીષ્ટ રચનાને લીધે તે તરત જ ઓળખાઈ આવે છે.આયુર્વેદ પ્રમાણે આ કુંવાડિયો સ્વાદમાં મીઠો, કડવો અને ખારો, પચવામાં હળવો, શીતળ, હૃદયને પ્રિય અને હિતકારી તેમજ ત્વચાનાં દાદર, ખસ, ખરજવું, ખંજવાળ, કોઢ, શીળસ જેવી તકલીફો તથા વાયુ, પિત્ત, મળ-મૂત્રનો અવરોધ, અરુચિ, તાવ, ઉધરસ, દમ, મસ્તક શૂળ વગેરેનો નાશ કરે છે. એનાં બીજ સ્વાદમાં તીખા, ગરમ, ગ્રાહી(સંકોચક) અને કફ, કોઢ, દમ, દાદર અને સોજા મટાડે છે. આપણે ત્યાં ઘણા પ્રદેશોમાં ગરીબ લોકો કુંવાડિયાની પાનની ભાજી કરીને ખાય છે. આ ભાજી ખાટી, પિત્તકરનાર, પચવામાં હળવી, ગરમ અને કોઢ, વાયુ, ખંજવાળ, ઉધરસ તથા દમનો નાશ કરનાર છે.

તેનાં પાનમાં એમોડીન નામનું એક ગ્લુકોસાઈડ મળે છે.જે ક્રાઈસોફેનિક એસિડ જેવું હોય છે. એના પાનમાં કેર્થાિટન નામનું એક વિરેચક દ્રવ્ય, એક લાલ રંગનું દ્રવ્ય સેમજ સલ્ફેટ, ફોસ્ફેટ, કેલ્શીયમ, લોહ, સોડીયમ, પોટેશિયમ વગેરે ખનીજ દ્રવ્યો હોય છે.આયુર્વેદના વિદ્વાન વનસ્પતિશાસ્ત્રી મહર્ષિ ભાવમિશ્રએ કુંવાડિયાનાં પર્ણોને ‘દદ્રુધ્ન‘ કુંવાડિયાનાં બીજ પણ દાદરનું અક્સીર ઔષધ છે. કુંવાડિયાનાં બીજોનું ચૂર્ણ કરી રાખવું. દાદર-દરાજ પર આ ચૂર્ણ કુંવાડિયામાં જ પાનનાં રસ અથવા છાશમાં વાટીને લગાવવું. બે-ચાર દિવસમાં જ દાદરમાં રાહત થવા લાગશે. આયુર્વેદનાં ચક્રનો અર્થ પણ દાદર થાય છે. એટલે દાદરનો નાશ કરે તે ચક્રમર્દ.

શીળસને આયુર્વેદમાં શીતપિત્ત કહે છે. કુંવાડિયાનાં મૂળ એ આ શીતપિત્તનું ઉત્તમ ઔષધ છે. શીળસ-શીતપિત્તમાં ખાટા પદાર્થોને ત્યાગ કરીને આ પ્રમાણે પચાર કરવો. કુંવાડિયાનાં મૂળ લાવી ધોઈને, સ્વચ્છ કરી સૂક્વવા. પછી તેને ખૂબ ખાંડી, બારીક ચૂર્ણ કરીને બાટલી ભરી લેવી. અડધી ચમચી જેટલું આ ચૂર્ણ દિવસમાં બે વાર ઘીમાં મેળવીને ચાટી જવું. શીળસમાં ઘણો લાભ જણાશે.અવાર-નવાર જેઓને સર્વાંગ શરીરે સોજા ચડી જતા હોય તેઓને કુંવાડિયાનાં પર્ણોનું સેવન કરવાથી ઉત્તમ પરિણામ મળે છે.

કુંવાડિયાનાં પર્ણોનું શાક બનાવીને થોડા દિવસ તેનો નિયમિત આહારમાં ઉપયોગ કરવો. સાથે કુંવાડિયાનાં પર્ણોનો ઉકાળો કરીને તેનું સેવન કરવાથી ઝડપથી પરિણામ મળે છે. કુંવાડિયાનું સેવન નાના બાળકોને દાંત આવતા હોય ત્યારે કરાવવું જોઈએ. આશરે આઠ મહિના પછી બાળકોને દાંત આવવાની શરૂઆત થાય છે. એ સમયે કુંવાડિયાનાં પાનનો ઉકાળો કરી સવાર-સાંજ અડધી-અડધી ચમચી આપવાથી દાંત સરળતાથી આવે છે અને બાળકની શક્તિ વધે છે.કુંવાડિયો એક રસાયન ઔષધ છે. તેની સાથે બીજા કેટલાંક ઔષધો પ્રયોજીને ‘ચક્રમર્દાદિ તેલ‘ બનાવવામાં આવે છે. વિભિન્ન પ્રકારના ચામડીનાં રોગોનું તે ખૂબ જ ઉત્તમ ઔષધ છે.

ગુજરાત તથા ભારતમાં ચોમાસા પછી જંગલ, ખેતર, મેદાનો કે ખંડેરમાં આપમેળે થતો, એક વર્ષાયુ છોડ ‘કુંવાડિયો‘ (ચક્રમર્દ, ચકવડ/પવાડ) ૨ થી ૫ ફુટ ઊંચો, અલ્પ કડવી ગંધવાળો હોય છે. તેમાં પાન સંયુક્ત, ૫ પ્રદંડ બે ગાંઠવાળા, પાન ૩-૩ની જોડમાં, ઉપરથી ગોળાકાર, ચીકણાં, ચમકતા પોપટી કે લીલારંગના, મેથીના પાન જેવા થાય છે. તેની પર પીળા રંગના ફૂલ આવે છે અને શિયાળામાં છ ઈંચ લાંબી, ચોખંડી, જરા વળેલી, પાતળી અને અણીદાર શીંગો થાય છે. તે શીંગમાં મેથીના દાણા જેવડા, વેલણ જેવા ૨૦-૩૦ બીજ હોય છે. પાન, તેની છાલ અને બીજ દવામાં વપરાય છે.

કુંવાડિયાનો સ્વાદ કડવો, ખારો મીઠો, ગુણમાં હળવો, ઠંડો, લૂખો, દેહકાંતિ તથા કોમળતા વધારનાર અને ચળ, ખસ, ખરજવું, કોઢ, શીળસ જેવા ત્વચાનાં દર્દો; વાયુ, પિત્ત-કફ, દમ, ખાંસી, વિષ, સોજો, ગોળો, કૃમિ, શ્વાસ, વાતરક્ત (ગાઉટ) જેવા દર્દો મટાડે છે. કુંવાડિયાનાં બીજ ગરમ, તીખા, લૂખા, ઉષ્‍ણવીર્ય, સંકોચક, વાયુની સવળી ગતિકર્તા, કફ દોષ બહાર કાઢનાર, પાચક અને ભૂખવર્ધક, બળ દેનાર, અને ત્વચાનાં દર્દો, મેદસ્વિતા, કૃમિ, વિષ, લકવા, અડદિયો વા, વાયુનાં દર્દો, કબજિયાત, ગોળો, હરસ, લોહી વિકાર, ખાંસી, શ્વાસ તથા હ્રદયરોગ મટાડે છે. કુંવાડિયો ચામડીના તમામ દર્દોમાં ઉત્તમ લાભ કરે છે.

ખસ-ખરજવું, દાદર, ચળ,કુંવાડિયાના બીજ ૧૦ ગ્રામ, કપીલા ૧૦ ગ્રામ અને ગંધક ૨૦ ગ્રામનું ચૂર્ણ કરી, તેને લીંબુના રસનો પુટ આપી, તેમાં વેસેલીન મેળવી, મલમ બનાવી વાપરવો.ચરબી-ફેટવાળો ડહોળો પેશાબ,કુંવાડિયાના મૂળનો ઉકાળો કરી, બે વાર પીવો.બદ ગાંઠ ફોડવા, પાનની લુગદી ગરમ કરી, ગાંઠ પર પોટીસ મૂકવી.શીળસ, કુંવાડિયાના બીજ કે મૂળનું ચૂર્ણ ઘીમાં ચાટવું.આખા શરીરે સોજા,કુંવાડિયાના પાનનો ઉકાળો કરી, સવાર-સાંજ પીવો તથા તેનાં પાનની ભાજી બનાવી ખાવી.લોહી વિકાર,કુંવાડિયાનાં બી શેકીને તેનો પાઉડર (કૉફી રૂપે) ઉકાળો કરી રોજ બે વાર પીવો, ખૂબ લાભપ્રદ છે

દાદર-ખરજવું, કુંવાડિયાનાં બી, બાવચીનાં બી, ગંધક, સિંદૂર અને ફૂલાવેલ ટંકણખારનું બારીક ચૂર્ણ કરી, તેમાં લીંબોળીનું અથવા સરસિયું તેલ મેળવી, મલમ બનાવી વાપરવો. ખરજવા પર કુંવાડિયાનાં મૂળ પાણી કે ગોમૂત્રમાં ઘસીને લગાવવું.ગરમીનો તાવ, કુંવાડિયાના મૂળનું ચૂર્ણ ૨ થી ૫ ગ્રામ જેટલું દિનમાં ૩ વાર ઠંડા પાણી સાથે લેવાથી, ગરમી (પિત્ત) નો તાવ, હાથ પગનાં તળિયાં ગરમ રહેવા, ઠંડીમાં શરીરમાં ગરમી જણાવી અને આંખોની બળતરા મટે છે.કૃમિ-શ્વાસ, કફ, કુંવાડિયાના પાનની ભાજી બનાવીને રોજ ખાવી.બાળકોને દાંતની પીડા, કુંવાડિયાનાં પાનની ચા (ઉકાળો) બનાવી, મધ કે ગોળ ઉમેરી પાવી.

Advertisement