છાતીમાં દુઃખાવો અને ચક્કર આવવા એ હોઈ શકે છે લો BP ના લક્ષણો,બચવા કરો આ એક માત્ર વસ્તુ નું સેવન…

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંઆપણને ઘણીવાર ખૂબ જ થાક લાગે છે, ખૂબ પરસેવો થાય છે, નબળાઈ જેવું લાગે છે, શરીર ઠંડું પડી જાય, ચક્કર આવે, આંખે અંધારાં આવે છે. આવું થાય ત્યારે આપણે ગભરાઈને ડોકટરને મળવા દોડી જઈએ છીએ અને ત્યારે ખબર પડે છે કે આ તો લો બ્લડપ્રેશરને લીધે થાય છે. ગરમીને કારણે શરીરમાંથી પાણી ઘટી જવાને લીધે આવું વારંવાર થાય છે.જોકે આ સિવાય પણ લો બ્લડપ્રેશર થવાનાં બીજાં ઘણાં કારણો હોઈ શકે છે, જેમ કે ફેફસાની બીમારીમાં, હૃદયરોગની બીમારીમાં, કિડનીના રોગોમાં, લોહીમાં સોડિયમનું પ્રમાણ ઘટવાથી કે હાઈ બ્લડપ્રેશરની વધુ દવાઓ લેવાથી પણ લો બ્લડપ્રેશર થઈ શકે છે.

ભાગદોડવાળી અનિયમિત જીવનશૈલીમાં દરેકને કોઈને કોઈ સમસ્યા રહે છે. તેના કારણે લો BPની સમસ્યા સર્જાય છે. લો બીપી એટલે કે હાઈપોટેંશન પણ ખતરનાક હોઈ શકે છે. જો તમારું બીપી 90-60ની વચ્ચે રહે છે તો તમને લો બીપીની સમસ્યા રહે છે. જેમાં તમને ચક્કર આવવા, હાર્ટબીટ ઘટવી, ઝાંખું દેખાવવું વગેરે સમસ્યાઓ રહે છે. મોટાભાગના લોકો ફક્ત હાઈ બીપીને જ ખતરો માને છે. પરંતુ લો બીપી પણ નુકસાનકારક હોઈ શકે છે. જ્યારે તમને આવી સમસ્યા રહેતી હોય ત્યારે તમારે તરત જ કોફીનું સેવન કરવું જોઈએ. તે તમને તરત જ લાભ આપશે.BPની સમસ્યામાં કરો આ ચીજનું સેવનહાઈ અને લો બંને બીપીની સમસ્યામાં રહો સાવધાનકોફીનું સેવન લો બીપીની સમસ્યામાં લાભ આપશે.કોફી.

લો બીપીને તરત જ કંટ્રોલ કરવું હોય તો કોફીનું સેવન લાભદાયી રહે છે. તે એક સારો વિકલ્પ હોઈ શકે છે. કોફીમાં રહેલું કેફીન બીપીના લેવલને નોર્મલ કરવામાં મદદ કરે છે. સીમિત પ્રમાણમાં કોફી પીવાથી લાભ થાય છે.પરંતુ તેનું વધારે પડતું સેવન પણ ડિહાઈડ્રેશનની સમસ્યા સર્જે છે.સતત પાણી પીતા રહો.

ગરમીની સીઝનમાં બીપી લો રહેવાની સમસ્યા વધારે રહે છે. કારણ કે પરસેવાની મદદથી શરીરમાંથી મીઠું બહાર નીકળી જાય છે. એવામાં ડોક્ટર્સ હાઈડ્રેટ રહેવાની સલાહ આપે છે. લો બીપીની સમસ્યાથી પીડિત લોકોએ રોજ 8-10 ગ્લાસ પાણી પીવું.સોડિયમ યુક્ત ખોરાક વધારો.

લો બીપીના દર્દીએ શરીરમાં સોડિયમ જળવાઈ રહે તેનું ધ્યાન રાખવું. તે ખૂબ જ જરૂરી છે. દર્દીને મીઠા વાળું પાણી આપવું યોગ્ય રહે છે. તેમાં સોડિયમ હોય છે તે બીપી વધારવામાં મદદ કરે છે. લો બીપી સમયે એક ગ્લાસ પાણીમાં અડધી ચમચી મીઠું નાંખીને પીવાથી રાહત મળશે. આ સિવાય ખાંડ અને પાણી પણ પીવડાવી શકો છો.કાર્બોહાઈડ્રેટ્સનું સેવન ઘટાડો.

કાર્બોહાઈડ્રેટ્સ પેટમાં જઈને બ્રેક ડાઉન કરે છે. તેનાથી કાર્બ્સ સરળતાથી પચી જાય છે. બીપીનું લેવલ તેનાથી ઘટી શકે છે. દર્દીઓ માટે ખતરનાક હોઈ શકે છે. એવામાં દર્દીઓએ તેનો ઉપયોગ ઘટાડવો જોઈએ.લો બીપી ધરાવતા લોકોને ક્યારેક જમ્યા પછી કે ભુખ્યા પેટે ઉભા ઉભા પણ ચક્કર આવે છે. ત્યારે માત્ર બે ગ્લાસ પાણી પીવાથી બીપી નૉર્મલ થઈ જાય છે.ગાજરનો તાજો રસ એના જેટલા જ દુધમાં મેળવી દરરોજ સવારે લેવાથી લો બ્લડપ્રેશરની સમસ્યા દૂર થાય છે. એનું પ્રમાણ પોતાની જરૂરીયાત મુજબ રાખવું.

ચીત્રકમુળ, અજમો, સંચળ, સુંઠ, મરી, પીપર અને હરડેનું સરખા ભાગે બનાવેલું ચુર્ણ સવાર, બપોર, સાંજ પાણી સાથે લેવાથી લો પ્રેશરની બીમારીમાં જડથી દૂર થાય છે.હોમિયોપેથીમાં તો લો બ્લડપ્રેશર માટે ઘણી અસરકારક દવાઓ છે. દર્દીનાં લક્ષણોને આધારે અલગ-અલગ દવાઓ અપાય છે. ખૂબ જ થાક લાગતો હોય તો ચાઈના ઓફ નામની દવા ઉપયોગી છે. બંધ ઓરડામાં શ્વાસ લેવાની તકલીફ પડતી હોય તો કાર્બોવેજ નામની દવા આપવામાં આવે છે. નાડીના ધબકારા ધીમા પડી જાય અને સાથે સાથે ચક્કર આવતા હોય તે વખતે વિસ્કમ આલ્બ નામની દવા તાત્કાલિક આપવામાં આવે છે. બી.પી.માં હૃદયના ધબકારા અનિયમિત થવા લાગે અને પાણીની તરસ ના લાગતી હોય ત્યારે જેલ્સેમિયમ કામમાં આવે છે.

ક્યારેક બ્લડપ્રેશર ઓછું થઈ જાય એ સમજ્યા, પરંતુ જો વારંવાર આવું થવાની તકલીફ રહેતી હોય તો દરદીએ ચેતી જવું જોઈએ; કેમ કે એ ક્યારેક હાર્ટ, કિડની અને થાઇરોડ ગ્રંથિની તકલીફ હોઇ શકે છે.શરીરમાં લોહી સતત ફરતું રહે છે. રક્તવાહિનીઓમાં લોહીનું ભ્રમણ યોગ્ય રિધમમાં ચાલતું રહે એ માટે રક્તવાહિનીઓનું ચોક્કસ દબાણ નિશ્ચિત થયેલું હોય છે. જ્યારે લોહીના ભ્રમણમાં અચાનક જ વધારો કે ઘટાડો થાય છે.

ત્યારે રક્તવાહિનીઓમાં બ્લડપ્રેશર ઘટે છે. ઊંચું બ્લડપ્રેશર હોય એ ખરેખર ઘાતક હોય છે, જ્યારે નીચું રક્તદબાણ હોય એ દરેક સંજોગોમાં ઘાતક નથી હોતું. ઘણા એવા સંજોગો હોય છે જેમાં સામાન્ય રીતે બીપી નીચું જ રહે.લો બ્લડપ્રેશરને કારણે તકલીફનાં લક્ષણો દેખાતાં હોય તો એ પ્રત્યે બેદરકારી સારી નથી, કેમ કે શરીરમાં લો બીપીને કારણે લોહીનું પરિભ્રમણ ઓછું થતાં શરીરના જુદાંજુદાં અવયવો અને કોષોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન અને પોષક તત્વો મળતાં નથી.

સામાન્ય સંજોગોમાં કોઈનું અચાનક બીપી લો થવાને કારણે તકલીફ ઊભી થાય તો તેની આસપાસની વ્યક્તિઓએ કેટલીક પ્રાથમિક સારવાર કરવી જોઈએ. સૌથી પહેલાં તો દરદીને ખુલ્લી હવામાં લઈ જવો અને કપડાં ખૂલતાં કરી લેવાં જેથી તેને શ્વાસ લેવામાં ઓછી તકલીફ પડે. ચક્કર આવતાં હોય તો તેને ઊભા રહેવાને બદલે એક પડખે સુવડાવવો. સીધા સૂવાથી શ્વાસ લેવામાં કદાચ તકલીફ વધી શકે છે. એ પછી તરત જ એક ચમચી મીઠું અને ખાંડ મોંમાં નાખી દો.

ધારો કે વ્યક્તિ ગળી શકે એમ ન હોય તો જીભ પર મીઠું અને ખાંડ મૂકી રાખો.થોડીક સ્વસ્થતા આવે એટલે એને ખૂબ બધી ખાંડ, મીઠું અને લીંબુવાળું પાણી પીવડાવવું જોઇએ. બીપી સામાન્ય થયા પછી જ્યૂસ, ભાખરી અને બટર અથવા તો ચોકલેટ જેવી વસ્તુઓ ખાઈને અડધોથી એક કલાક સુધી વ્યક્તિએ સંપૂર્ણ આરામ કરવો.એક વાતનું ખાસ ઘ્યાન રાખવું કે હોમિયોપથીની દવાઓ ડોકટરનો સંપર્ક કર્યા પછી તેમના માર્ગદર્શન અનુસાર જ લેવી જોઈએ.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ.