છેલ્લો દિવસમાં જોવા મળેલી આ અભિનેત્રી જીવે છે આવું આલીશાન જીવન,રીયલ લાઈફમાં તો છે ખુબજ સ્ટાઈલિશ…..

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં છેલ્લા દિવસની એક્ટર નિશા નો કિરદાર નિભાવનાર કિંજલ રાજપ્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છે.ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં “છેલ્લો દિવસ” થી પોતાના અભિનય થી યુવા હૈયાના દિલમાં સ્થાન પામનાર અભિનેત્રી કિંજલ રાજપ્રિયાએ પછી પાછી વાળીને જોયું નથી. અભિનેત્રી કિંજલ રાજપ્રિયાએ અત્યારે ૬ જેટલી ફિલ્મ કરી છે. તેની છેલ્લી ફિલ્મ કેમ છો ફિલ્મ સફળ નીવડી છે.છેલ્લો દિવસ તો દરેક ગુજરાતી મિત્રોને યાદ હશે કારણ કે આ એક એવી ફિલ્મ છે જેને દરેક લોકોને ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડ્યા અને લોકોને ફરીથી ગુજરાતી સિનેમા તરફ વાળ્યા, 2015માં રીલિઝ થયેલી આ ફિલ્મના એક એક ડાયલોગ એક એક કલાકાર આજે ગુજરાત માં જ નહિ દેશ વિદેશમાં ખૂણે ખૂણે વસતા દરેક ગુજરાતીને યાદ છે.

એમના ડાયલોગ આજે પણ કોલેજોમાં ચર્ચાનો વિષય બને છે અને આ ફિલ્મ ગુજરાતી સિનેમા માટે ‘પાથ બ્રેકીંગ’ ફિલ્મ કહી શકાય કે એ પછી ગુજરાતી સિનેમાએ એક નવો રસ્તો શરૂ કર્યો, આજે આ ફિલ્મની જ નહીં બીજી ઘણી બધી વાતો કરવાની છે, ફિલ્મની ‘નિશા’ સાથે.ફિલ્મની હિરોઈન અને આજે ઘર ઘરમાં લોકપ્રિય બની ગયેલી યુથ આઇકન કિંજલ રાજપ્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છે.

મિત્રો તમને જણાવી દઈએ કે કિંજલ ને નાનપણથી ફિલ્મો જોવાનો શોખ હતો અને નાની હતી ત્યારથી જ સ્કૂલના નાટકોમાં ભાગ લેતી હતી અને તેની પાછળનું એક ખાસ કારણ પણ હતું કે તેમના ઘરમાં હંમેશા કલા ને પ્રાધાન્ય અપાતું હતું અને ઘરનું વાતાવરણ જ એવું હતું તમને મહત્વની વાત જણાવી દઈએ તો તેમના દાદા શ્રીરામ કુમાર રાજપ્રિયને ‘ગૌરવ’પુરસ્કાર મળેલો છે.એ સિનેમેટોગ્રાફર અને આર્ટ ડિરેક્ટર હતા, આ ઉપરાંત ઘરના અન્ય સભ્યો ને પણ સંગીત અને કલા પ્રત્યે ખુબ પ્રેમ છે, હવે તમે વિચારો કે ઘરમાં આવું વાતાવરણ હોય તો પછી તમે કઈ રીતે સંગીત, કલા,થિયેટર, એક્ટિંગથી દૂર રહી શકો.

સંગીત અને કલાના વાતાવરણમાં રહીને તે મોટી થઈ અને ત્યારબાદ કોલેજમાં ડાન્સ અને થિયેટર સાથે જોડાઈ હતી અને H.K. આર્ટ્સ કોલેજ અમદાવાદથી ગ્રેજ્યુએશન કર્યું હતું, H.K. વિષે તમને તો ખ્યાલ હશે જ કે ત્યાં નાટક અને કલા સાથે સંકળાયેલી પ્રવૃતિઓ સતત થયા કરે જેમણે કાજલ નાટકના પ્રેમને એક્ટિંગના પ્રેમને વધારવામાં ખુબ મદદ કરી, ગ્રેજ્યુએશન બાયોટેક્નોલોજી સાથે કર્યું હતું પણ તેમનો પહેલો પ્રેમ એક્ટિંગ અને સ્ટેજ જ હતા,તમને એક ખાસ વાત જણાવી દઈએ કે ઘણા બધા ને એવું લાગે છે કે ‘છેલ્લો દિવસ’ તેમની પહેલી ફિલ્મ હતી પણ એ પહેલા મેં ‘રફબુક’ નામની ફિલ્મમાં કામ કર્યું છે, જાણવા મળ્યું કે ‘છેલ્લો દિવસ’ ફિલ્મ માટે ઓડિશન ચાલી રહ્યા છે.

તેમાં કાજલે પણ ઓડિશન આપ્યુંને અને તેમનું સિલેક્શન થઈ ગયું બસ આ રીતે તેમની ફિલ્મી સફરની શરૂઆત થઇ ગઈ.કાજલ માટે ફિલ્મોએ ખાલી ગ્લેમર પૂરતી મર્યાદિત નથી, તે કોઈ પણ રોલ પસંદ કરતી વખતે ખાસ ધ્યાન રાખે છે કે ફિલ્મમાં સ્ટોરીને પ્રાધાન્ય આપતા અને કેરેક્ટરને પ્રાધાન્ય આપતા રોલ હોય,ઉપરાંત એવી ફિલ્મો પહેલા પસંદ કરે છે જેમાં કેરેક્ટર કાંઈ નવું હોય, એવો રોલ હોય જે પહેલાની ફિલ્મોમાં ભજવાયો ન હોય.

કાજલે જણાવ્યું હતું કે ફિલ્મ કોઈ પણ હોય એમાં આવતા મહિલા કિરદાર જસ્ટિફાઇડ હોવા જોઈએ, ફિલ્મ ભલે હીરો સેન્ટ્રિક હોય પણ એમાં આવતા મહિલા કિરદારને પૂરતો ન્યાય મળવો જોઈએ, કેરેક્ટરની લેન્થ નાની હોય તો ચલાશે પણ એ જસ્ટિફાઇડ હોવું જોઈએ.કાજલે આગળ જણાવતા કહ્યું કે આવનાર વર્ષ મારા માટે ખુબ વ્યસ્ત છે,હું હાલમાં ‘કેમ છો’ ફિલ્મના નિર્માતા ‘આર્ટમેન ફિલ્મ્સ’ સાથે એક ફિલ્મ કરી રહી છું.

આ ફિલ્મ ફેમેલીડ્રામા છે જેમાં મારી સાથે હીરો તરીકે તુષાર સાધુ કામ કરી રહ્યા છે. આ ફિલ્મ મારા માટે એક આગવું સ્થાન ધરાવે છે કેમકે આ ફિલ્મમાં મારું જે કેરેક્ટર છે એની સાથે આજની ઘણી બધી સ્ત્રીઓ પોતાને કનેક્ટ કરશે, મારું કેરેક્ટર આજના જમાનાની મહિલાનું છે જે એકદમ રિયાલિસ્ટિક છે, દરેક મહિલાને આ કેરેક્ટર જોયા પછી લાગશે કે આ મારી વાત કરી રહી છે.આ ઊપરાંત એક ફિલ્મ કરી રહી છું જેનું શૂટિંગ આવતા મહિનાથી શરૂ થશે બીજી એક ફિલ્મ છે જેનુ શુટિંગ આવતા વર્ષની શરુઆતમા શરુ થશે.એક પ્લે પણ કરી રહી છું જેમાં મારી સાથે ઓજસ રાવલ જોવા મળશે.

આજના સમયમાં સોશ્યલમીડિયાનું ખુબ મહત્વ અને પ્રભુત્વ છે એટલે તમે એને અવોઇડ નથી કરી શકતા  વળી જયારે સોશ્યલ મીડિયા પર તમે એક્ટિવ હોવ લોકો તમને ફોલો કરતા હોય ત્યારે તમારી જવાબદારી વધી જાય છે મહત્વની વાત છે કે સોશ્યલ મીડિયા તમને ઘણું શીખવાડે પણ છે, રહી વાત ટ્રોલની તો એ માટે કાજલે કહ્યું કે જો તમે એક પોપ્યુલર વ્યક્તિ છો તો તમને વખાણની સાથે સાથે ક્રિટિસિઝમ પણ મળશે, આ એક સિક્કાની બે બાજુ જેવા છે, તમને ક્યારેક પોઝિટિવ ક્રિટિસિઝમ મળે ક્યારેક નેગેટિવ પણ મળે તમારે એ માટે તૈયાર રહેવું પડે.

તમે એક જાણીતી વ્યક્તિ છો એટલે તમારે ક્રિટિસિઝમ માટે પણ તૈયાર રહેવું જોઈએ, નકારાત્મક અભિપ્રાયોથી તમારે હતાશ થવાની જરૂર નથી એને હળવાશથી લેવાની જરૂર છે.આ બધું કરવા માટે તમારી માનસિક સજ્જતા ખુબ જરૂરી છે, સમય સાથે જેમ બધું બદલાય છે એમ નકારત્મક અભિપ્રાય આપનારા લોકો પણ બદલાઈ જતા હોય છે ભૂલી જતા હોય છે. બસ ધૈર્ય અને હિંમતની જરૂર છે.