દરોજ કરો શિવજીનાં આ મંત્રનો જાપ દરેક ઈચ્છા થશે પૂર્ણ,થશે ખુબજ લાભ……

ભારત વૈવિધ્યપૂર્ણ દેશ છે. અહીંના અમુક વિસ્તારમાં હિન્દૂ-મુસલમાન સાથે મળીને બધા તહેવારો ઉજવતા હોય છે. કોઈને ખબર પણ ના પડે કે આ હિંદુંનો તહેવાર છે કે મુસલમાનનો. થોડા જ દિવસોમાં તહેવારની રમઝટ ચાલુ થઇ જશે. રક્ષાબંધનથી ચાલુ થશે તહેવાર ત્યારનાદ સાતમ-આઠમ ત્યારબાદ ગણેશચતુર્થી ત્યારબાદ નવરાત્રી અને છેલ્લે દિવાળી સુધી તહેવારની હારમાળા ચાલુ જ રહેશે

Advertisement

હિંદૂ શાસ્ત્ર અનુસાર ત્રિદેવોમાંથી દેવાધિદેવ મહાદેવ સંહારક શક્તિ તરીકે પૂજનીય છે. શિવ નામનો અર્થ કલ્યાણ, શુભ અને મંગળ છે. શિવનું નામ જાતકને અશુભથી દૂર લઈ જાય છે અને મન, કર્મ અને વચનથી વ્યક્તિને ભક્તિ તરફ લઈ જાય છે.

શિવ નામનો જે જાપ કરે છે તેના મનના ખરાબ ભાવ, વિચાર અને ઈચ્છાઓનો અંત આવી જાય છે અને તેના જીવનનું કલ્યાણ થાય છે. શિવ ભગવાન સંહારક છે પરંતુ તેઓ ખરેખર તો ખરાબ શક્તિ અને પાપીઓનો નાશ કરી ધર્મનું જ રક્ષણ કરી રહ્યાં છે. શિવના કાર્યો જ જગત માટે કલ્યાણકારી સાબિત થાય છે. સાંસારિક જીવનમાં પણ લોકો સ્વાર્થને વશ થઈ અને એવા કાર્યો કરી બેસે છે જેના કારણે તેમના જીવનમાં સમસ્યાઓ સર્જાવા લાગે છે. આ સમયમાં પણ શાસ્ત્રોમાં દર્શાવેલા શિવ મંત્ર કામના સાબિત થાય છે.

આ શિવમંત્રનો જાપ જીવનની સમસ્યાઓને દૂર કરી મનને પાવન કરે છે. આ મંત્ર અત્યંત નાનો અને સરળ છે અને તેનો જાપ કરવામાં આવે તો વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જો કે તમે નિયમિત રીતે પણ આ મંત્રનો જાપ કરી શકો છો. જો કે શિવરાત્રિએ આ મંત્રનો જાપ કરો ત્યારે શિવજીને સફેદ ફૂલ અર્પણ કરવા, દૂધથી બનેલી મીઠાઈ ધરાવવી અને ધૂપ-દીપ કરી આ મંત્રનો જાપ કરવો. મંત્રજાપ પછી આરતી કરી સંકટમુક્તિ માટે પ્રાર્થના કરવી.

શ્રાવણમાસ મહાદેવનો સૌથી પ્રિય માસ છે. શ્રાવણ માસમાં ભોળાના ભક્તો વિશેષ પુજા ભક્તિ કરીને મહાદેવના આશીર્વાદ મેળવે છે. ભોળાનાથનો પ્રિય અને પવિત્ર માસમાં ભક્તો પર વિશેષ કૃપા થવાથી ભક્તોની મનોકામના પૂરી થાય છે. આ ઉપરાંત આ મંત્રનો જાપ કરવાથી આ માહિનામાં નાણાકીય સમસ્યા પણ દૂર થશે.

ભગવાન શિવનો આ મંત્ર જાપ કરવાથી મન પાવન થાય છે અને વિશેષ ફળ મળે છે. આ મંત્રનો જાપ સોમવારે કરવાથી તેનું વિશેષ ફળ મળે છે. આ મંત્ર જાપ નિયમિત રીતે પણ કરી શકો છો.પણ જો કે સોમવારે આ મંત્રનો જાપ કરો ત્યારે શિવજીને સફેદ ફૂલ અર્પણ કરીને દૂધની બનેલી મીઠાઈ ધરાવીને ધૂપ-દીપ કરીને આ મંત્રનો જાપ કરવો જોઈએ. મંત્રજાપ કર્યા પછી આરતી કરી સંકટમુક્તિ માટે પ્રાર્થના કરવી.

મંત્ર.નમો રૂદ્રાય મહતે સર્વેશાય હિતૈષિણે।નંદીસંસ્થાય દેવાય વિદ્યાભકરાય ચ ।।પાપન્તકાય ભર્ગાય નમોનન્તયા વેધસે।નમો માયાહરેશાય નમસ્તે લોકશંકર ।।નામાવલી મંત્ર.શિવજીને પ્રસન્ન કરીને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવારે પૂજા દરમિયાન આ નામાવલી મંત્રનું ઉચ્ચારણ કરવું તથા તે ઉપરાંત અદિવસમાં કોઈ પણ સમયે 108 વખત તેમનો જાપ અવશ્ય કરવો અને તેમજ આખા મહિના દરમિયાન નિયમિત રીતે સવારે અને સાંજે 108 વખત મંત્રનો જાપ કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે. પૂજા કર્યા પછી ભગવાન શિવની આ નામાવલી મંત્રોની સાથે તેમનુ ધ્યાન કરીને શિવજીને પ્રસન્ન કરી શકો છો.

મહામૃત્યુંજય મંત્ર:ॐ हौं जूं सः ॐ भूर्भुवः स्वःॐ त्र्यम्‍बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्उर्वारुकमिव बन्‍धनान्
मृत्‍योर्मुक्षीय मामृतात्ॐ स्वः भुवः भूः ॐ सः जूं हौं ॐ હામૃત્યુ જાપ વિષે વેદોમાં પણ ઘણી સ્તુતિ લખવામાં આવી છે. આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળા સાથે કરવાથી ઘણો લાભ થાય છે. મનયુંષણ જીવનમાં આવેલા અણઘડ દુઃખ, દર્દ અને અચાનક આવેલી બીમારીમાંથી મુક્તિ મેળવી શકાય છે. સાથે જ કોઈ મનુષ્યને અકાળ મૃત્યુની દર લાગતો હોય તો તે માટે મહામૃત્યુંજય લાભદાયીક છે.

શિવપુરાણમાં જણાવ્યા અનુસારમંત્રનો સવાર અને સાંજ જાપ કરવાથી બધી મુશ્કેલીઓ દૂર થાય છે.મહામૃત્યુંજયનો જાપ કરવાથી કયારે પણ ધનની અછત આવતી નથી.આ મંત્ર કરવાથી શિવજીનીતમારી ઉપર કૃપા અપરંપાર હોય છે.જે મનુષ્યને લાંબુ આયુષની ચાહના હોય તે આ મંત્રનો કાયમ જાપ કરે તો અકાળે મૃત્યુથી છુટકારો મેળવી શકાય છે. અને દીર્ઘ આયુષ્ય મળે છે.મહામૃત્યુંજય જાપથી કાલસર્પ દોષ, ભૂતપ્રેત, સંતાન દોષ માંગલિક દોષ જેવા ઘણા દોષોથી મુક્તિ અપાવે છે.

જે મહિલાઓને સંતાન પ્રાપ્તિ ના થતી હોય તે મહિલા નિયમિત રૂપે આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવની કૃપા બને છે. અને પારણું બંધાઈ જાય છે.મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે ઘણા બીજા લાભ થાય છે. આ મંત્રનો જાપ કરવાથી દરેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે.આમ જો સોમવારના દિવસે આ રીતે કોઈપણ ભક્ત સાચા હદયથી ભગવાન શંકરની પૂજા આરાધના કરે તો તેના કારણે ભગવાન શંકરની વિશેષ કૃપા દ્રષ્ટિ તે ભક્તો ઉપર પડે છે અને તેના કારણે તે ભક્ત પોતાના જીવનમાં રહેલા દરેક વિઘ્ન અને સંકટોથી દૂર થઈ શકે છે.

શ્રાવણમાં આ દાન કરવાથી થશે લાભ.શ્રાવણ મહિનામાં દરરોજ ગાય કે બળદને લીલો ચારો ખવડાવવો જોઈએ અને ગરીબને ભોજન કરાવવાથી ઘરમાં ક્યારેય પણ અન્ન ખુટશે નહી.શ્રાવણ માસમાં ઘરે તુલસીની સ્થાપના કરવી. આ મહિનામાં ઘરે વિવિધ છોડ લગાવો. આવુ કરવાથી ઘરમાં આનંદ ઉલ્લાસ આવે છે.શ્રાવણ મહિનામાં ઘરની પૂર્વ દિશામાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની મૂર્તિ અથવા પોસ્ટર લગાવવાથી ઘરમાંથી કંકાશ દૂર થાય છે.

શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને તેની સાથે જ ઘરમાં ચાંદી અથવા તાંબાનું ત્રિશૂળ મૂકવું જોઈએ જેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને આ ઉપરાંતમાં તિજોરીમાં ચાંદી અથવા તાંબાની બનેલી નંદી મૂકવી તેમજ ઘરના મુખ્ય દરવાજા પર ચાંદી અથવા ત્રાંબાનો સાપ મુકવાથી અટકેલાં કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે.

Advertisement