ખજૂરભાઈ ગરીબ પરિવાર માટે બન્યા દેવદૂત, લોકો તેમને કહી રહ્યા છે ગુજરાતના સોનુ સુદ…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ખજૂર ભાઈ એટલે કે નીતિન જાની ગરીબ લોકો માટે દેવદૂત બનીને સામે આવ્યા છે. તાઉતે વાવાજોડાના કારણે અસરગ્રસ્થ થયેલા ગામડાના લોકો કહે છે કે જે કામ સરકારને કરવાનું હતું તે ખજૂર ભાઈએ કરી દીધું. આ આફ્તે ગણા લોકોના ઘર ઉજાડી દીધા હતા. આ ગામડામાં મદદ કરવા માટે ખજૂર ભાઈ અને તેમની ટિમ 2 દિવસનો પ્રવાસ નક્કી કરીને ગયા હતા.

Advertisement

પરિસ્થિતિ એ એવા મજબુર કરી દીધા કે આજે તેમને સૌરાષ્ટ્રમાં મહિનો થવા આવી ગયો છે. તો પણ આજે મદદ કાર્ય ચાલુ છે. ખજૂર ભાઈ માટે પણ આ સફર આસાન ન હતી કારણ કે મદદ એક બે લોકોને નહતી કરવાની. જયારે તે સૌરાષ્ટ્રના ગામોમાં પહોંચ્યા ત્યારે ઘણા લોકોને મદદની જરૂર હતી અને તેમને નક્કી કર્યું કે ગમે તેટલા દિવસ થાય પણ હું બનતી મદદ કરીશ. ઘણા એવા ઘરડા લોકો હતા કે જેમની આગળ પાછળ કોઈ ન હતું અને તેમના ઘર આ વાવાજોડાએ તોડી પડ્યા હતા. એવા લોકોની મદદ ખજૂર ભાઈએ કરી હતી. ઘણા એવા પરિવારો પણ હતા કે જેમની પાસે ખાવા માટે પૂરતું કરિયાણું પણ ન હતું

માટે ખજૂર ભાઈ અને તેમની ટીમે કરિયાણાની કીટો વહેંચી હતી અને આ કીટમાં 8 થી 10 દિવસ સુધી ચાલે એટલું કરિયાણું હતું. તેમને સોસીયલ મીડિયા દ્વારા લોકોને મદદની અપીલ કરી હતી અને તેમને સોસીયલ મીડિયા દ્વારા ઘણું દાન પણ આવ્યું છે. તેમનું કહેવું છે કે આ દાન જરૂરિયાત મંદ લોકો પાછળ વાપરવામાં આવશે. ખજૂર ભાઈએ જે પ્રવાસી મજુર હતા તેમને બારડોલીથી બસ કરીને બિહાર મોકલ્યા હતા. ખરેખર તેમની સેવાને સલામ છે.

તમને જણાવી દઈએ કે મૂળ સુરતમાં જન્મેલ જાની પરિવારનાં બે ભાઈઓમાંથી એક ભાઈ નીતિન જાની તેમનું બચપણ જ મજાકીયું સ્વભાવવાળું હતું તો પછી અત્યારની કોમેડીની વાત થાય. તેને એજ્યુકેશન બારડોલીથી લીધું. અને માસ્ટર ડીગ્રી પુના શહેર ખાતે કરી. મિત્રો બારડોલીથી અભ્યાસ અર્થે અને પિતાના કહેવાથી પુના શિફ્ટ થયા. પછી MCA, MBA અને LLBનું પદ મેળવ્યું.

અહીં સુધીની લાઈફ તો કોમન મેન તરીકે પસાર થતી હતી.ભણતર બાદ IT સેક્ટરમાં એક વર્ષની નોકરી કર્યા પછી પણ કોઈ યોગ્ય પ્લેટફોર્મ મેળવવા માટે પ્રયત્નશીલ હતાં. એક પ્રોજેક્ટને લઈને બોલીવૂડ સાથે થોડો સંબંધ બન્યો. એ વાતમાં એવું કહી શકાય કે, જ્યાં સુધી સાચી મંઝીલ ન મળે ત્યાં સુધી સંઘર્ષ કરતો રહેવો જોઈએ. આ વાતને મૂળમાં રાખીને લાંબી સફરને કાપવા માટે નીતિન તૈયાર થઇ ગયા.

મિત્રો રીડીંગનાં જબરા શોખીન એવા નીતિન જાનીએ તેમના શૂટિંગ કામ સાથે LLB નો અભ્યાસ પણ ચાલું રાખ્યો. કહેવાય છે ને જે સારૂં વાંચે એ સારા વિચાર રાખે. તેમ પોતાની કારકિર્દીને ધ્યાનમાં રાખીને તે હંમેશા પ્રયત્નશીલ રહે છે.અહીં સુધી તો મનમાં ફેમ અને નેમનો વિચાર સુધ્ધા ન’તો આવ્યો. બધાની જેમ જ લાઈફ પસાર થતી હતી. એક પ્રખ્યાત નીતિનને પ્રશ્ન કર્યો કે, તમે માસ્ટર ડીગ્રીમાં MBA, MCA અને વકીલાત પણ કરી તો આ એક્ટિંગ ફિલ્ડમાં કઈ રીતે આવ્યા.

મિત્રો સહજ વાત છે આટલું વાંચ્યા પછી આપણા મનમાં પણ આજ પ્રશ્ન ઉદ્દભવે. આ પ્રશ્નનો જવાબ જાણીએ એ પહેલાં થોડી તેના કેરિયર રિટેલેડ વાતો જાણીએ. તેમાં તમને આપમેળે જ જવાબ મળી જશે. નીતિન જણાવતા કહે છે કે મેં ક્યારેય એક્ટિંગ કરવાનું સપનું પણ જોયું ન હતું અને આ ફિલ્ડમાં આવવાનો સહેજ પણ વિચાર ન હતો. આ બધું થયું સંજોગોવસાત પણ કેવી રીતે.થોડા સમય પહેલા જ નીતિનની એક ફિલ્મ રીલિઝ થઇ હતી આવું જ રહેશે. એ ફિલ્મમાં ડાયરેકશન અને સ્ક્રીપ્ટીંગ ખુદ નીતિન સાહેબે કરેલ છે. આમ પણ મૂળ આર્ટ તેની એ જ હતી.

મિત્રો બાદ તેઓ એક્ટિંગમાં પણ આગળ નીકળ્યા. એ ફિલ્મ આવું જ રહેશે ના ડાયરેક્ટર અને નીતિન જાનીએ વિચાર્યું કે, આપણી ફિલ્મ આવી રહી છે તો તેના માર્કેટિંગનાં ભાગરૂપે પણ કઇંક એવું નવીન કરીએ જે કોઈએ આજ સુધી કર્યું નથી, જેથી ફિલ્મને સફળતામાં પણ મળેએ વિચાર અંતે જીગલી અને ખજૂરનાં શો રૂપે પરિણમ્યો.ઉપરાંત લોકોને જાણ થશે અને ગુજરાતી એક એવો શો આવશે જે ફેમીલીમાં બધા એક સાથે બેસીને જોઈ શકે.

મિત્રો ત્યારે આ વિચારનાં ફળરૂપે જીગલી અને ખજૂર શો ની શરૂઆત થઇ.શરૂઆતી દૌરમાં પ્રોડક્શન કોસ્ટ નીચી રહે એ માટે ખુદ નીતિને જ એક્ટિંગ કરવાની હા કહી. એ સમયે કોઈ શો ને સુપર ડુપર હીટ આપે તેવો કોઈ એક્ટર ધ્યાનમાં ન હતો. એવી રીતે અન્ય પ્રોડક્શન મેમ્બરે ખજૂરનાં પાત્ર માટેની પસંદગી નીતિનને જ આપી અને શો ને આગળ વધારવાની સલાહ આપી.ખરેખર ગુજરાતની ઘરતી ઘણાં સારા અને માઈન્ડ પાવરથી ભરપુર હોય તેવાં અનેક આર્ટીસ્ટોને સાચવીને બેઠી છે.

મિત્રો એ લીસ્ટમાં જાની બ્રધર્સનો પણ સમાવેશ થાય છે. નીતિન જાની અને તેના નાના ભાઈ તરૂણ જાની, આ બંનેએ ગુજરાત અને બહારનાં દેશોમાં પણ ખ્યાતી મેળવી છે. કોમેડી શો જીગલી અને ખજૂરે હંમેશા ઘરમાં બનતી વાસ્તવિકતા દર્શાવી છે. ઘરેલું કિસ્સાઓને પ્રસિદ્ધ કર્યા છે. આ જ કારણ છે કે, આજના સમયમાં ઘરદીઠ માણસો નીતિન જાની અને તેમની ટીમને ઓળખે છે.એક્ષટ્રા ઓડીનરી નેમ જીગલી ને ખજૂરથી આવતા શો ના નામ જીગલી અને ખજૂર પાછળની પણ થોડી કહાની છે.

મિત્રો નીતિન સર કહે છે કે, જીગલી નામ પહેલીથી ગમી ગયું હતું એટલે તે ફિક્સ જ હતું. પરંતુ મેલ કેરેક્ટર માટેનું નામ શું રાખવું? એ મનમાં વિચાર ચાલતો હતો. એ દરમિયાન સિંગાપુરમાં એક મોલમાં નીતિન ખજૂર લઇ રહ્યા હતાં એ સમયે જાની બ્રધર્સ વચ્ચે વિચારોના સ્ફુરણ થયા અને ફાઈનલી ખજૂર નામ રાખવામાં આવ્યું. બાદ તો હાલનાં સમયમાં કોઈને જણાવવું પડે તેમ નથી કે, કેટલી પ્રસિદ્ધિ મળી?? ઘરમાં એક એવો સમય આવ્યો કે, આ યુગમાં વાઈફ પણ તેમના હસબન્ડને ખુશ મિજાજમાં ખજૂર કહીને બોલાવે છે.

મિત્રો જોવો આમ હોવું જોઈએ આ છે ગુજરાત અને અંતે તો અમે ગુજરાતી ને.બધાની જેમ નીતિનની કારકિર્દીની સફળતા માટે પણ તેમની મહેનત છે. ઘણી ખરી મહેનતનાં પરિણામે આજે સમગ્ર વિશ્વમાં નામ બન્યું છે. એ બધામાં બંને જાની ફેમીલીના ભાઇઓ એવું માને છે કે, તેમનાં માતા-પિતાનો ખૂબ સપોર્ટ અને ઈશ્વરની કૃપાથી આજ અહીં સુધીનાં મુકામે પહોંચી શકાયું છે.જયારે પહેલો જીગલી અને ખજૂરનો શો રીલીઝ થયો એ પહેલા પણ તેને ગણપતીને પ્રાર્થના કરી હતી કે, બાપા મહેનત બહું કરી છે. તેનું ફળ અમને આપજે.

જેથી અમને ખુદમાં વિશ્વાસ રહે. અંતે એ જ થયું.ભાગ્યની ડાયરીમાં સફળતા પહેલેથી જ લખાય ગઈ હતી. આજે સેંકડો ઘરના છોકરાઓથી લઈને વડીલો સુધી હૈયા પર અને હોઠ પર રહેતું નામ ખજૂરનું છે.નાના સપનાથી લઈને ચાલું થતી કારકિર્દી આજ ઘરના સભ્યો માફક હદયમાં વસે છે. નીતિન ખુદ જણાવતા એ પણ કહે છે. આવું જ રહેશે ફિલ્મ પછી હવે જીગલી અને ખજૂર ત્યારબાદ ગુજરાતી ભાષામાં બાહુબલી જેવી ફિલ્મ બનાવવાની ઈચ્છા છે.

મિત્રો નીતિન સર ની પર્સનલી એક વાત બહુ ગમી, એ વાતમાં એ કે, નીતિન ખુદ કહે છે, ગુજરાતમાં જોવા લાયક સ્થળ તો છે જ. ઉપરાંત શૂટિંગ માટે પણ ખુબ સારા લોકેશન મોજુદ છે. કદાચ બોલીવૂડમાં આ સ્થળો વિશે ઓછી જાણ હશે તેથી ગુજરાતને મારે એ રીતે પણ ફેમસ કરવું છે. આ વાત પરથી નીતિનની ભલાઈનો સ્વભાવ નજરે પડે છે.સમગ્ર જીગલી અને ખજૂર ટીમનો તે ખાસ આભાર વ્યક્ત કરે છે. તે ખુદ તેમનાં મુખશબ્દોથી સ્વીકારે છે કે, આજે જે લોકચાહના છે તેમાં સમગ્ર ટીમનો મોટો ફાળો છે.

Advertisement