આ કારણે પણ મહિલાઓ ને રહે છે હાર્ટ એટકે નો ખતરો,સમયસર જાણી લો નહીં તો..

નમસ્તે મિત્રો આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજકાલ આપણે જોઈએ છીએ કે લોકોને હદયને લગતી બીમારીઓ વધી રહી છે, જેવીકે કોરોનરી આર્ટરી ડિસીઝ, એંજાઇના, હાર્ટ એટેક સહિતની બીમારીઓ થઇ શકે છે. હદય શરીરના બાકીના ભાગમાં લોહી અને ઓક્સિજન પૂરા પાડવામાં કામ કરે છે. પરંતુ જ્યારે આ પંપ બરાબર કામ કરતું નથી, ત્યારે લોહી અને ઓક્સિજનને શરીરના બાકીના ભાગમાં ન જવાથી સમસ્યા થાય છે. આને કારણે લોહીનો પ્રવાહ અટકે છે અને હાર્ટ એટેકની સંભાવનાઓ વધી જાય છે.

Advertisement

અમે તમને જાણવા જઈ રહ્યા છે, હાર્ટ એટેક આવતા પેહલા કેવા સંકેતો આપે છે, તેના થી બચવા શું કરવું, કેવી કાળજી લેવી, ચાલો વિગત વાર જાણીએ. હૃદય એકમાત્ર અંગ છે જેને સાંભળી શકિયે છીએ અને અનુભવી શકિયે છીએ. હાર્ટ એટેક વ્યક્તિને ગમે ત્યારે આવી શકે છે. હાર્ટ એટેક આવવાના સંકેત મહિના પહેલા જ શરૂ થઇ જાય છે. હાર્ટ એટેકનુ સૌથી પહેલુ લક્ષણ હોય છે દિલની નિકટ છાતીમાં દુખાવો. આ બાજુઓ જબડુ અને પીઠ સુધી જાય છે. વધુ તનાવથી છાતીમાં ભારેપણુ લાગતુ હોય છે. અને ખાંસી પણ આવે છે.

પહેલાના સમયમાં અમુક ઉંમર પછી ના લોકોને રદયની બીમારીઓ જોવા મળતી હતી અને હૃદયરોગના હુમલા પણ આવતા હતા પરંતુ પાછલા થોડા વર્ષોમાં નાની ઉંમરમાં પણ આવી બીમારીઓ જોવા મળતી હોય છે. ઘણા લોકોનું માનવું છે કે હાર્ટ અટેક માત્ર પુરૂષોમાં જ જોવા મળે છે મહિલાઓમાં નહીં પરંતુ આપણી જે બદલી રહેલી જિંદગીની વાત કરીએ તો મહિલાઓમાં પણ હાર્ટ એટેક ની સમસ્યા જોવા મળી શકે છે.

આજે આપણે મહિલાઓને હાર્ટ એટેક આવવાના કારણો હોઈ શકે તેની વિશે જણાવવાના છીએ,આપણી અસ્ત-વ્યસ્ત જીંદગીના કારણે આજકાલ નાની ઉંમરના લોકોને પણ આવો જોવા મળે છે. હાલમાં જ એક થયેલા અભ્યાસમાં જણાવાયું હતું કે મહિલાઓમાં પણ હૃદય રોગના હુમલાનો ખતરો વધી રહ્યો છે.

એક રિપોર્ટ અનુસાર જો પૂરતી નિંદ્રા ન લેવામાં આવે તો મહિલાઓ માટે હાર્ટ એટેક નો ખતરો વધે છે. કારણકે પૂરતી નિંદ્રા ન લેવાને કારણે આર્ટરીઝ બ્લોક થઇ શકે છે જેનાથી રદય માં રોગ થવાની સંભાવના વધી જાય છે.વધતું વજન ની વાત કરીએ તો આજકાલ દરેક માનવી પોતાના વજનને લઈને ઘણી વખત મુશ્કેલીમાં પડી શકે છે. જો વજન સતત વધતું રહેતું હોય તો આપણ હાર્ટ એટેકનો ખતરો વધારે છે. આથી કાયમ પોતાની જાતને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવી જોઈએ.

મહિલાઓએ હલકી માત્રામાં પરંતુ કસરત કરવી જોઈએ. કારણ કે આનાથી શરીરમાં ઈન્સ્યુલિનની માત્રા બરાબર જળવાઈ રહે છે. જેનાથી હૃદય સંબંધિત રોગોથી બચી શકાય છે. એટલું જ નહીં જો નિયમિત પણે આ કસરતો કરવામાં આવે તો હાર્ટ એટેકના ખતરાને પણ ઘણા અંશે ટાળી શકાય છે.ઘણી મહિલાઓ બ્લડ પ્રેસર પર નજર રાખતી હોતી નથી. આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે કારણ કે બ્લડ પ્રેસર ના હિસાબે શરીરને કરવામાં પરેશાની થઇ શકે છે. આથી જો કોઈ સંકેત જણાય તો તરત જ ચેક અપ કરાવી લેવું જોઈએ.

આજકાલ મહિલાઓ પણ વર્ક કરતી હોવાથી તેઓને પણ ઓફિસ અને ઘર સંભાળવાની જવાબદારી માથે હોવાથી ઘણી વખત ડિપ્રેશનનો શિકાર થાય છે તો વધુ પડતો સ્ટ્રેસ લઈ લે છે. જે હાર્ટ-અટૅકનું એક મુખ્ય કારણ બની શકે છે. આથી યોગ અથવા જરૂર પડે તો મેડી સ્ટેશન કરીને પણ પોતાને તનાવથી દૂર રાખવાની કોશિશ કરવી જોઈએ.

આ સિવાય અમુક વાતો એવી છે જેનું ધ્યાન રાખવું જોઈએ, જેમકે અમુક ઉંમર પછી પોતાના શરીરનું રેગ્યુલર ચેક-અપ કરાવવું જોઈએ. તેમજ પોતાના કોલેસ્ટ્રોલને ધ્યાનમાં રાખવું, પોતાના મગજ પર સ્ટ્રેસ ન લેવો અને હળવી કસરતો કરતા રહેવું. પોતાની જાતને એક્ટિવ રાખવી. અને લો ફેટ ડાયેટ લેવું. જેનાથી ઘણી બીમારીઓથી દૂર રહી શકાય છે.

ભારતમાં દર વર્ષે 30 વર્ષથી લગભગ 900 લોકોની મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે. એવું માનવામાં આવે છે કે, 1990માં 24ટકા મૃત્યુની તુલનામાં ભારતમાં હ્રદય રોગને કારણે 2020 સુધી 40ટકા મૃત્યુ થઇ શકે છે. પહેલાં હ્રદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી, પરંતુ આજકાલ યુવાઓમાં પણ હ્રદય સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

હાર્ટ એટેક બચવાના ઉપાય:-દિલને સ્વસ્થ રાખવા માટે પહેલાં ખુદને ફિટ રાખો. સ્મોકિંગ અને ડ્રિંકિંગને ત્યજીને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગા કે કસરત કરવી. કસરત કરવાથી વ્યક્તિ તણાવમુક્ત રહે છે. જે દિલ માટે બહુ જરૂરી છે. જો તમે બિયર કે વ્હિસ્કી પીવો છો તો તેની જગ્યાએ રેડ વાઈન પીવાનું શરૂ કરી દો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેને પોલિફેનોલ્સ કહેવાય છે. આ બ્લડ વેસલ્સની પરતનું રક્ષણ કરે છે. સફરજનમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે એન્ટી-ઈન્ફ્લેમેટરી હોવાને કારણે બ્લડથી બ્લડ ક્લોટ થવા નથી દેતું. તેમાં ફાઈબર અને વિટામિન વધારે હોય છે.

સફરજન સ્નેક્સ ટાઈમમાં ખાવાની આદત નાખવી જોઈએ. જો તમે બદામ ગરમ છે એવું માનીને ખાતા નથી તો તમે દિલની બીમારીઓ માટે તૈયાર થઈ રહ્યા છો. કારણ કે બદામમાં જે તેલ હોય છે તે દિલ માટે ફાયદાકારક હોય છે. બદામમાં વિટામિન ઈ, ફાઈબર અને વિટામિન હોવાને કારણે કોલોસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. દિવસમાં 4-5 બદામ જરૂર ખાવી. રાતે પલાળીને પણ બદામ ખાઈ સકો છો. સોયા ખાવામાં ટેસ્ટી નથી હોતા, પરંતુ દિલ માટે સારું હોય છે. સોયામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જો તમે નોનવેજ નથી ખાતા તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે સોયા. સોયામાં રેડ મીટ જેટલી તાકાત હોય છે. આ બોડીમાં એક્સટ્રા સેચુરેટેડ ફેટને ઘટાડે છે. સોયાને તમે ચાવલ કે શાકમાં મિક્ષ કરીને ખાઈ શકો છો. સોયા મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છે. જે દિલ માટે બહુ લાભકારક હોય છે.

સ્ટ્રોબેરી, કેનબેરીજ, બ્લુબેરી, મલબેરી, હક્લબેરી, ગૂઝબેરી અને અન્ય બેરીઝમાં વિટામિન સી, કેલ્શિયમ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તમે બેરી ખાવાથી ક્યારેય કંટાળશો નહીં. જેથી દિલ ખોલીને બેરી ખાવી જોઈએ. આ રીતે ફાઈબર ફ્રુટ્સ સવારે નાસ્તામાં ઓટ્સ અને દહીં પણ ખાવું જોઈએ. દિલને હેલ્ઝી રાખવા માટે બેરીઝ ખાવાનું શરૂ કરી દો. સોલ્મન ફિશ ખાઈને દિલ ખુશ થઈ જાય છે. ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે શરીરમાં બ્લડ ક્લોટિંગ થવા નથી દેતું. જો તમને ફિશ પસંદ છે તો અઢવાડિયામાં બે વાર ફિશ જરૂર ખાવી.

પરંતુ બહુ સ્પાઈસી ફિશ ન ખાવી. ટામેટામાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને કેન્સર કે દિલથી જોડાયેલી બીમારીઓ માટે ખતરો રહેતો નથી. શોધ મુજબ જે લોકો દરરોજ ટામેટું ખાય છે, તેમને દિલની બીમારીઓ અને કેન્સરની બીમારીનો ખતરો ઘટી જાય છે. જો તમે ટામેટા નથી ખાતા તો હવે ખાવાનું શરૂ કરી દો. ટામેટાનું સલાડ અથવા શાકમાં નાખીને ખાવું. ટામેટા મેમરી અને એન્ટી એજિંગ માટે પણ ફાયદાકારક હોય છે.

લીલા શાકભાજી અને ઓલિવ ઓઈલ બન્ને તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમા છે. ડાયટમાં લીલાં શાકભાજી લેવાથી દિલ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પાસે નથી આવતી. દિવસની શરૂઆત આખા અનાજ કે દળિયાથી કરવી. જેથી તમારું દિલ આખો દિવસ હેલ્ધી રહેશે. રોજ આખા અનાજના દળિયા ખાવાથી હાર્ટ ફેઈલ થવાની સંભાવના ઘટી જાય છે કારણ કે તે દિલને કોરોનેરી બીમારીઓથી બચાવે છે.

ઓટ્સ પણ દિલને હેલ્ધી રાખવા માટે બેસ્ટ માનવામાં આવે છે. ઓટ્સમાં ભરપૂર ફાઈબર હોય છે. સાથે ઓમેગા-3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે અને બ્લડ વેસલ્સને સાફ રાખે છે. વ્હાઈટ રાઈસ કરતાં વધુ સારું છે કે તમે બ્રાઉન રાઈસ ખાઓ. બ્રાઉન રાઈસ હાઈ બ્લડપ્રેશર અને એથરોસ્ક્લેરોસિસને કંટ્રોલ કરે છે. આ ફાઈબરનો સારો સ્ત્રોત અને કોલેસ્ટ્રોલના લેવલનવે ઘટાડવામાં મદદ કરે છે.

Advertisement