ધર્મના નામે પોતાના શિષ્ય સાથે કરતો હતો, આવુ અભદ્ર વ્યવહાર જાણીને તમે પણ ચોકી જશો…

નમસ્કાર મિત્રો આજે આપણે આ લેખમા તમારુ સ્વાગત કરિએ છે મિત્રો જગતમાં પિતા પુત્ર, મા દીકરો કે દીકરી, પતિ-પત્ની વગેરે સંબંધો હોય છે અને તેમાં ગુરુ શિષ્ય પણ એક નાજુક સંબંધ છે. જે ગુરુને સમર્પણ થયા બાદ આખી જિંદગી તેને જ વફાદાર રહીએ છે અને તે પરમ વિનય સુધી પહોંચી ગુરુ આજ્ઞા પ્રમાણે સાધના કરી સિદ્ધિ પ્રાપ્ત કરવાની રહે છે અને ત્યાં સાચા ગુરુના લક્ષણો તેમજ સાચા શિષ્યના લક્ષણો જગતમાં વિવિધ વિવિધ માન્યતાઓ ગુરુ માટે પ્રવર્તે છે અને તેથી આવા કાળમાં એટલે કે ગુરુ કરવા માટે લોકો મુંઝાઈ જાય છે.

મિત્રો કોઇપણ મહિલા માટે તેની સાથે થતું શોષણ અસહનીય હોય છે.અને કોઇપણ મહિલાની સહમતી વગર તેને અડવું એકપ્રકારની અભદ્ર હરકત જાતીય શોષણમાં આવે છે અને બે મહિલાએ પહેલા તંત્ર સાધનાની વિદ્યાર્થિની રહી ચૂકી છે તેઓએ તંત્ર સાધના કરતાં લોકોની હકિકત ઉજાગર કરી છે અને તેઓએ થાઇલેન્ડના જાણીતા તંત્ર સાધના કેન્દ્ર અગામા યોગ વિરુદ્ધ નિવેદન આપ્યું હતુ જેમાં બંનેએ જણાવ્યું કે કેવી રીતે સાધના કેન્દ્રમાં યોગ અને તંત્રના બહાને સ્વામી મહિલાઓ સાથે દુષ્કર્મ કરતાં હતા તેમજ અગામા કેન્દ્ર પર અનેક મહિલાઓએ પણ સેક્સુઅલ અસોલ્ટનો કેસ દાખલ કરાવ્યો હતો.જો કે કેન્દ્રએ આ તમામ આરોપો નકારી કાઢ્યા હતા.

સસ્કિઆ મહલર નામની તંત્ર વિદ્યાર્થિનીએ અગામા કેન્દ્રમાં પોતાની સાથે થયેલી ઘટના અંગે જણાવ્યું છે અને તેણીએ કહ્યું કે થાઇલેન્ડમાં તંત્ર વિદ્યાના નામે મહિલાઓનું શારીરિક શોષણ કરવામાં આવે છે અને મહલરે જણાવ્યું કે અગામાના ફાઇન્ડર નર્સિસ ટરકાઉ જેવા સ્વામી વિવેકાનંદ સરસ્વતીના નામથી પણ ઓળખાય છે અને આ મહિલાઓને યોનિ મસાજ કરવાનું કહેતા હતા યોનિ શબ્દ મહિલાઓના સેક્સુઅલ ઓર્ગનને સંસ્કૃતમાં કહે છે.

પોતાની સાથે થયેલી યાતનાને યાદ કરી મહલરે કહ્યું કે સ્વામી જી આ મસાજ કરાવવા માટે તમામ મહિલાઓને દબાણ કરતાં હતા અને સાથે જ આ દરમિયાન તેઓ પોતાના કપડા ઉતારી નાખતા હતા અને મહલર એ દર્દનાક ક્ષણને યાદ કરી રડવા લાગે છે અને તેણીએ કહ્યું કે જ્યારે આ મસાજથી તે મનાઇ કરતી તો તેને માનસિક યાતના આપવામાં આવતી હતી અને દરેક પ્રકારે પ્રતાડિત કરવામાં આવી હતી અને તેણીએ કહ્યું કે જો આ પ્રકારની ઘટનાને રેપ ન કહેવું તો શું કહવું.

મિત્રો થાઇલેન્ડની આ યોગ કેન્દ્રના કારણે ઘણી બદનામી થઇ હતી અને અનેક પર્યટકોએ અહીં સ્વામીજી દ્વારા તંત્ર સાધનાના બહાને ગ્રૂપ સંભોગ કરાવવાનો પણ આરોપ લગાવ્યો હતો મહિલાઓની સાથે થતા શોષણને માનસિક સારવાર કરતા રેચલ વેન્સ્ટીનનું કહેવું છે કે સમાજમાં આવા અનેક સ્વામી ભર્યા પડ્યા છે જેઓ ધર્મ અને સાધનાના બહાને મહિલાઓનું શોષણ કરે છે.

તો અન્ય એક તંત્ર સાધનાની વિદ્યાર્થિનીએ પણ અગામા કેન્દ્ર પર આરોપ લગાવ્યો છે તેમજ વિજયશ્રી ફેરેસ નામની આ મહિલાએ ખુલાસો કર્યો કે છ સપ્તાહમાં તેને આશ્રમમાં અનેક કડવા અનુભવો થયા હતા અને તેને ગ્રૂપ સંભોગ નો ભાગ બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું તેમજ ફેરેસે જણાવ્યું કે કેન્દ્રમાં પહેલા દિવસે જ તેને સ્પષ્ટતા કરી હતી કે તેઓ આવી કોઇ સાધનામાં ભાગ નહીં લે અને આ પહેલા ફેરેસને વાતોમાં સમજાવવામાં આવી ત્યારબાદ માનસિક રીતે હેરાન કરવામાં આવી હતી.

અને ત્યાં હાજર અનેક અન્ય મહિલાઓ જ ફેરેસને ટાર્ગેટ કરતી હતી અને આ મહિલાઓ ફેરેસને સ્વામીની વાત માનવા માટે દબાણ કરતી હતી અને અન્ય મહિલાઓ ફેરેસને દેખાડો બંધ કરવાનું કહેતી હતી અને ફેરેસે કહ્યું કે આ દરમિયાન તેણીને એટલું ટોર્ચર કરવામાં આવી કે અંતે તે થાકી-હારી આ સાધનામાં જોડાવાનો નિર્ણય લીધો હતો.

ફેરેસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને બે વર્ષ થઇ ગયા છે અને હવે આ અંગે તે ખુલીને વાત કરી શકે છે અને તેની અનેક મહિલા મિત્ર જે સ્વામીના આ કુકર્મનો શિકાર બની હતી તે આજે પણ ઉંડા આઘાતમાં છે અને આ સમગ્ર મામલે ક્યારેય પણ સ્વામીએ કોઇ નિવેદન આપ્યું નથી. તેના એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું જેમાં તે એક મહિલાને કહે છે કે તારું દર્દ એક સપ્તાહમાં દૂર કરી દઇશ જેનાથી તું ખુશ થઇ જઇશ.

જ્યારે આ મામલે અગામા કેન્દ્રનું કહેવું છે કે તેમને ત્યાં યોનિ મસાજ અને ગ્રૂપ સેક્સ જેવી કોઇ વિધિ થતી નથી. એટલું નહીં મહિલાઓનું કોઇ શોષણ પણ નથી થતું હતુ તો સોશિયલ વર્કર મિચેલ બોએહમનું કહેવું છે કે મહિલાઓને આવી તંત્ર સ્કૂલની સાવધાની પૂર્વક પસંદગી કરવી જોઇએ અને નાની ભૂલ તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

જોકે સ્કૂલ વહીવટીતંત્રે જણાવ્યું છે કે ગંભીર આક્ષેપો લાગતા સંસ્થાપક વિવેકાનંદ સરસ્વતીએ સ્કૂલની તમામ વહીવટી અને શિક્ષણ સંબંધી જવાબદારીઓથી પોતાને અલગ કરવા નિર્ણય લીધો છે અને વિવેકાનંદ સરસ્વતી એ દેશ છોડી દીધો છો અને શાળા પ્રબંધને યુવતીઓની જાતીય સતામણીના આરોપેને તો ફગાવી દીધા છે.

પણ જાતીય સતામણીના આરોપ કરનારી યુવતીઓની માફી માગી છે. તપાસ માટે યોગ સ્કૂલે તપાસ સમિતિની રચના કરી છે સ્વામી વિવેકાનંદ મૂળે રોમાનિયાના રહીશ છે અને તે ભારતના ઋષિકેષમાં સમય ગાળ્યા પછી તેઓ થાઇલેન્ડ પહોંચ્યા હતા.અને ઋષિકેશને યોગનું જન્મસ્થાન માનવામાં આવે છે.