ધોનીની આ 12 તસવીરો સાબિત કરે છે કે તેને રૂપિયા નો જરા પણ ઘમંડ નથી…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે ક્રિકેટ જગતના કિંગ એટલે કે ધોનીને જોઈ ઓળખની જરૂર નથી. હા, ધોનીનું નામ આવતાની સાથે જ મગજમાં એક શાંત વ્યક્તિની તસવીર તરી આવે છે. આજ કારણ છે કે તેઓ ને કેપ્ટન કૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પોતાના ક્રિકેટ કરિયર માં ઘણા વર્ષો સુધી કેપ્ટન રહી ચૂક્યા છે. તેઓએ પોતાની કેપ્ટનશિપ હેઠળ 2011નો વર્લ્ડ કપ જીતવામાં મદદ કરી છે. આજે ધોની પાસે પૈસા અને ખ્યાતિ બંને પૈકી કોઈની કમી ના હોવા છતાં તેઓ એકદમ જમીન સાથે જોડાયેલ રહે છે. તેમની આ આદતને લીધે જ આજે તેઓ આખી દુનિયામાં રાજ કરી રહ્યા છે.

Advertisement

આવી સ્થિતિમાં આજે અમે તમને ધોની સાથે જોડાયેલી કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ, જે દર્શાવે છે કે ધોની એકદમ સરળ અને જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે. તો ચાલો આપણે આ તસવીરો પર એક નજર કરીએ.ધોનીને બાઈકનો ખૂબ શોખ છે. જેના લીધે તેઓ પાસે આજે ઘણી બાઈકો નું કલેક્શન છે. જોકે જ્યારે બાઈક સાફ કરવાની વાત આવે છે ત્યારે ધોની ખુદ બધી જ બાઈક સાફ કરે છે. આ દર્શાવે છે કે ધોનીને કોઈ પણ જાતનો ઘમંડ નથી.

ધોની ઘણી વખત જમીન પર એટલે કે ક્રિકેટ મેદાન પર ઊંઘ લેતા નજરે પડી જાય છે, જે દર્શાવે છે કે ધોની ને શોઓફ કરવાનું બિલકુલ પસંદ નથી.ધોની પાસે કરોડો રૂપિયા હોવા છતાં તેઓ કોઈ મોટી સલૂનમાં વાળ કપાવવા ને બદલે સરળ નજીકની દુકાનમાં વાળ કપાવે છે.ધોની પોતાના ઘરની દરેક વસ્તુનું ધ્યાન રાખે છે અને જ્યારે પણ કોઈ ઘરમાં વસ્તુ બગડે છે તો તેઓ જાતે જ રિપેર કરે છે.

ધોની કોઈ ફેમસ હોટલમાં જમવાને બદલે સરળ ખાવાનું પસંદ કરે છે અને તેની એક તસવીર પણ વાયરલ થઈ છે.તમને જાણીને આશ્ચર્ય થશે કે ધોની ક્રિકેટ સાથે સાથે ફૂટબોલ રમવામાં પણ અવ્વલ છે અને તેઓ તેને રમતા નજરે પણ પડે છે.આ તસવીર ત્યારે ક્લિક કરવામાં આવી હતી, જ્યારે ધોની અને તેમની પત્ની પાસપોર્ટ ઓફિસ ગયા હતા અને ત્યાં તેમની સરળ સ્વભાવ દેખાઈ આવે છે. ધોનીને વરસાદમાં પલળી ને આનંદ કરવાનું પણ પસંદ કરે છે.

એકવખત ધોનીને બધા જ ખેલાડીઓ માટે તેમની બેગમાં ડ્રીંક લઈને આવ્યા નજરે પડ્યાં હતા. જે તેમનો સરળ સ્વભાવ દેખાય છે.ધોનીને સામાન્ય વ્યક્તિની જેમ સાઇકલ ચલાવવાનું પણ પસંદ કરે છે.ધોની સામાન્ય વ્યક્તિઓની જેમ જમીન પર ગમે ત્યારે આરમ કરવા બેસી જાય છે. જે તમને આ તસવીરમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.ધોની તેના બાળપણના મિત્ર સત્ય પ્રકાશ સાથે નજરે પડી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોની એ નાના શહેર માંથી નીકળી ને ક્રિકેટર બનવા પાછળ ખુબજ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડ્યો છે.મહેન્દ્રસિંહ ધોની એ જે કોઈ ને પણ સ્વીકાર્યું છે એ સોનુ બની ગયું છે.તેઓ એ અનહોની ને પણ હોની કરી બતાવી છે.શરૂઆત ના સમય માં તેઓ માટે કઈ ખાસ ન હતું.ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્રસિંહ ધોની i 7 જુલાઇએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. ધોનીના જન્મદિવસ પર જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ હકીકતો.

ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન જેને આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારત 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વન ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે.ધોનીએ 2004માં બાંગ્લાદેશ સામેઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું.ધોનીનો રાંચીમાં થયો જન્મ.એમએસ ધોનીનો જન્મ 7 જુલાઇ, 1981માં રાંચીમાં થયો હતો. ધોનીના પિતા રાંચીમાં પંપ ઓપરેટરનું કામ કરતા હતા.ધોનીનો પરિવાર રાંચીની મેકોન કોલોનીમાં રહેતો હતો. જોકે, હવે ધોની રાંચીના રિંગરોડ પર આવેલા પોતાના ફાર્મ હાઉસમાં રહે છે.ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 6 સદી ફટકારી છે. જ્યારે 318 વન ડે મેચમાં 9967 રન બનાવ્યા છે. ધોનીએ 91 ટી-20 મેચમાં 1455 રન બનાવ્યા છે.

13 વર્ષની ઉંમરમાં પ્રથમવાર ક્રિકેટ રમવાની મળી હતી તક.ધોનીનો જન્મ રાંચીના શ્યામલીમાં થયો હતો. ધોની શરૂઆતનો અભ્યાસ શ્યામલીના જવાહર વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતો હતો. ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે ધોનીને ક્રિકેટ નહી પરંતુ ફૂટબોલ ખૂબ પસંદ હતી. તે સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ફૂટબોલની મેચમાં ગોલકીપર તરીકે મેદાનમાં ઉતરતો હતો. પરંતુ એક દિવસ સ્કૂલમાં ક્રિકેટની મેચ દરમિયાન ટીમનો વિકેટકીપર ના આવતા ટીમના કોચ કેશવ રંજન બેનર્જીએ 13 વર્ષના ધોનીને વિકેટકિપિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.કોચે સીધા ધોનીના હાથમાં ગ્લવ્ઝ થમાવી દીધા હતા. 13 વર્ષના ધોનીએ આ પહેલા ક્યારેય ક્રિકેટ રમી નહતી. ધોનીને મળેલી આ તકે તેની આખી લાઇફ બદલી નાખી.

ધોનીના પિતાનો ઓછો પગાર હોવાને કારણે તે સમયે તેની પાસે કોચિંગ અને ક્રિકેટ કિટ માટે રૂપિયા નહતા. તે ઉધાર ગ્લવ્ઝ લઇને ક્રિકેટ રમતો હતો.ઓપનિંગમાં તક મળતા મચાવી ધમાલ.ધોનીએ 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. ઇન્ટરસ્કૂલ દરમિયાન પ્રથમવાર વિકેટકીપર ધોનીને પ્રથમવાર ઓપનિંગમાં ઉતારવામાં આવ્યો હતો અને તેણે બેટિંગમાં ધમાકો બોલાવી લીધો હતો. આ મેચમાં ધોનીએ ધોનીએ 150 બોલમાં 23 ફોર અને 6 સિક્સરની મદદથી 214 રન બનાવ્યા હતા.ધોનીને 1999માં જ Center Poll Pre LTDમાં જગ્યા મળી જેમાં તેને મેચ રમવા માટે મહિને 2200 રૂપિયા મળતા હતા.

રેલવેમાં નોકરી મળી પરંતુ ક્રિકેટનો શોખ રહ્યો યથાવત.ધોની બિહાર રણજી ટીમમાં રમતો હતો ત્યારે તેને રેલ્વેમાં નોકરી મળી હતી અને ખડગપુર રેલ્વે સ્ટેશને પોસ્ટિંગ મળી હતી.ધોનીએ રેલવે રણજી ટીમમાં રમવાનો પ્રયાસ કર્યો પરંતુ 2 વખત સિલેક્શનમાં ફેઇલ થઇ ગયો. બાદમાં પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે ધોનીએ રેલવેની નોકરી સ્વીકારી લીધી હતી. 2001થી 2003 સુધી ધોનીએ ટિકિટ કલેક્ટરની નોકરી કરી હતી.રેલવેમાં નોકરી મળવાને કારણે ધોનીને રેલવેની રણજી ટીમમાં પણ સ્થાન મળવામાં કોઇ મુશ્કેલી રહી નહીં. ધોનીનું પોસ્ટિંગ ખડકપુર/દુર્ગાપુરમાં થવાને કારણે ક્રિકેટને વધુ સમય આપી શકતો નહતો. જેથી તેણે નોકરી છોડી દીધી હતી અને પાછો રાંચી આવી ગયો અને ક્રિકેટમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું.

ફૂટબોલમાં હતો રસ.શરૂઆતમાં ધોની ક્રિકેટને લઇ સીરિયસ નહતો. ધોનીનું મન ફૂટબોલ અને બેડમિન્ટનમાં વધુ હતું. તે આ રમતમાં ક્લબ અને જિલ્લા સ્તરની ટીમમાં પણ સિલેક્ટ થયો હતો, તે ગોલકીપર હતો.ધોની ફૂટબોલર હતો. તે પોતાની સ્કૂલની ટીમમાં ગોલકીપર હતો. આઇએસએલ લીગમાં તે ચેન્નઇયન એફસીનો માલિક પણ છે.ધોનીએ 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ કર્યુ ડેબ્યુ.એમએસ ધોનીએ 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે ડેબ્યુ કર્યુ હતું. મેચના પ્રથમ બોલ પર જ ધોની 0 રને આઉટ થયો હતો.શ્રીલંકા-પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમક રમત રમી આવ્યો ચર્ચામાં એમએસ ધોની 31 ઓક્ટોબર 2005માં શ્રીલંકા વિરૂદ્ધ રેકોર્ડ 183 રનની ઇનિંગ રમી ચર્ચામાં આવ્યો હતો.

આ કોઇ વિકેટકીપર દ્વારા બનાવવામાં આવેલ બેસ્ટ સ્કોર છે. 2006માં ધોનીએ 5મી ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. 23 જાન્યુઆરી 2006માં ફૈસલાબાદમાં પાકિસ્તાન વિરૂદ્ધ ધોનીએ 148 રન બનાવ્યા હતા.ગાંગુલીને કારણે ટીમમાં આવ્યો ધોની.એમએસ ધોનીને ટીમમાં લાવવાનો શ્રેય ગાંગુલીને જાય છે. ગાંગુલીએ ઝારખંડ તરફથી રમતા ધોનીની પ્રતિભાને ઓળખી લીધી હતી.પાકિસ્તાન સામેની શ્રેણીમાં ગાંગુલીએ ધોનીને ત્રીજા નંબરે રમવાની તક આપી અને ધોનીએ 148 રન ફટકારી દીધા હતા.પાકિસ્તાન સામેની શ્રેણીમાં ધોનીને ટીમમાં રાખવા માટે ગાંગુલીએ સિલેક્ટર્સ સામે બાંયો ચઢાવી હતી. આજે ધોની જેટલી પણ ઉંચાઈએ પહોંચ્યો છે તેની પાછળ ગાંગુલીનું મહત્વપૂર્ણ યોગદાન છે.

Advertisement