મા બનવું એ દરેક મહિલા માટે ખુશીની વાત હોય છે.જીવનમાં દરેક મહિલાને મા બનવાનું સૌ ભાગ્ય પ્રાપ્ત થાય છે.જ્યારે કોઈ પરિવારમાં મહિલા માં બનવાની હોય ત્યારે આખું પરિવાર ખુશ હોય છે.માં બનવાની સાથે જ એક મહિલા પર ઘણા પ્રકારની જવાબદારીઓ હોય છે. નાની બેદરકારી મોટા અકસ્માતમાં ફેરવાય છે.
યુકેમાં રહેતી એક મહિલા 18 વર્ષની ઉંમરે માતા બની હતી. આ માતા, જે પોતાની પુત્રીને ખૂબ પ્રેમ કરે છે, તે ભૂલ કરી અને છોકરીએ પોતાનો જીવ ગુમાવ્યો. હવે 20 વર્ષીય મહિલાએ આ ઘટનાને અન્ય માતા-પિતા સાથે શેર કરીને જાગૃત કરવાનો પ્રયાસ કર્યો છે. આ માતાની પીડા એવી છે કે તે કોઈને કહેવામાં અસમર્થ છે. મહિલાએ પોતે અકસ્માતની રાતની કહાની કહી હતી.
યુકેમાં રહેતા શેનોન માઉન્ડે તેની કહાની લોકો સાથે શેર કરી. શેનોન 18 વર્ષની ઉંમરે માતા બની ગઈ હતી.આ પછી તેણે તેની પુત્રીની ખૂબ કાળજી લીધી.પરંતુ તેને શું ખબર હતી કે એક ભૂલની તેને આટલી મોટી સજા મળશે.
માત્ર 17 વર્ષમાં તેને ખબર પડી કે તે એક માતા બનવાની છે.આટલી નાની ઉંમરે એકલી માતા બનવાનો વિચાર તદ્દન ભયાનક હતો.પરંતુ શેનોનની માતાએ તેને ટેકો આપ્યો હતો.ત્યારબાદ 2018 માં શેનોને તેની પુત્રીને જન્મ આપ્યો.તેણે તેનું નામ લીલા રે રાખ્યું. આટલી નાની ઉંમરે માતા બનવાની સાથે તેની ઉપર ઘણી જવાબદારી પણ આવી ગઈ હતી.
શેનન તેની પુત્રી લીલા રે ને સાથે લઈને સૂતી હતી.આ સમય દરમિયાન જુલાઈ 2018 માં તે તેની પુત્રી સાથે તેના રૂમમાં સૂઈ રહી હતી.અચાનક લીલા તેની ઉઘમાં રડવા લાગી.શેનને તેને તેની બાજુમાં સુવડાવી અને તેને છાતી સાથે લગાવીને દૂધ પીવડાવવા લાગી.
બાળકને દૂધ પીવડાવતા સમયે શેનને ઊંઘ આવવા લાગી અને તે થોડા સમય પછી સૂઈ ગઈ જ્યારે બાળકના મોઢામાં સ્તન ત્યાનું ત્યાં જ રહી ગયું ત્યારે આ બાળકીના ગૂંગળામણ થવા લાગી.સવારે જ્યારે શેનની આંખ ખુલી ત્યારે શેનને તેની પુત્રીને જોય તો ત્યારે તે શ્વાસ લઈ રહી ન હતી.તેના શરીરનો રંગ પીળો અને હોઠનો રંગ વાદળી થઈ ગયો.પોતાની દીકરીના આવા હાલ જોઈ પછી શેનન પોતાના આત્મવિશ્વાસથી એકદમ તૂટી પડે છે.શેનોન તેની બાળકી ગુમાવી દીધી હતી.
લોકોની સાથે પોતાની સ્ટોરી શેર કરતાં શેનને કહ્યું હતું કે તે પુત્રી ગુમાવવાથી ઓછું દુ:ખ નથી થતું. પરંતુ આસપાસના લોકોએ પણ તેને ખૂબ દુ:ખી કર્યુ.તેને બેબી કિલરના નામથી બોલાવવા લાગ્યા હતા.તેના દુ:ખને સમજવાને બદલે લોકોએ તેના પર ખોટા આક્ષેપો કરી રહ્યા હતા.શેનને અન્ય માતાપિતાને વિનંતી કરી છે કે તેઓ તેમના બાળકને દૂધ પીવડાવતા સમયે ક્યારેય સૂતા નહીં.દુર્ઘટના ક્યારેય પણ કોઈ પણ સાથે થઈ શકે છે.