ડુંગર પર આવેલ રામદેવપીર મહરાજ ના દર્શન નથી કર્યા તો કરીલો થઈ જશો પાવન…..

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. તમને જણાવી દઈએ કે કચ્છમાં હબો ડુંગર એટલે હબાય ટેકરી ડુંગરની હાર માળા આવેલી છે. આ ટેકરી ઉપર નવખંડના રાજા નકળંક નેજાધારી પીર શ્રી રામદેવજી મહારાજનું ભવ્ય સ્થાન આવેલું છે. આ સ્થાન સંત શ્રી મેકરણ દાદાના હયાત હતા ત્યારથી છે અને સંત શ્રી મેકરણ દાદા પણ દર બીજના દર્શન કરવા અહિં આવતા હતા.આ સ્થાનની સ્થાપના ઢોરી ગામના પરબત પબો રખીયા એ કરેલી છે. સુમરાસર, જુરા, અંધૌવ, હોડકો,પાલનપર અને ઢોરી આ બધા ગામના રખીઆઓનું સંધ કચ્છ થી રામદેવરા રણુજા રાજસ્થાન પગપાળા જાત્રા એ જવા માટે નીકળયા હતા.

Advertisement

તેમા ઢોરી ગામના પબા રખીયા પણ જાવાની તૈયારી કરી પણ પબા રખીયા ને આંખે તકલીફ અને પગે કપાસીયા તથા શરીરે તાવ હોય છતા હઠ પક્ડી મારે રણુજા ધામ જાવુ છે. આખો સંઘ પબા રખીયાન વિનંતી કરે છે કે બાપા તમે રેકાઈ જાવ ન ચાલો તમારી તબીયત બરોબર નથી.આમ કહીને આખુ સંઘ જય બાબેરી કહી જાજા જોહાર કરીને પગપાળા યાત્રાએ હાલતા થયા .પણ બન્યુ એવુ કે મધરાત્રે પબા રખીયા ઊંઘ માથી જાગી જતા ઢોરી ગામથી એકલા પગપાળા ચાલતા થયા.અંધારામાં કશુજ દેખાય નહી બસ એક જ રામાપીર રામાપીરનું રટણ કરતા કરતા રણની વાટના બદલે ડુંગરોની વાટમાં જાઈ પોહચયા.

તે દિવસે વળી ચૈત્રી બીજની દિવેલ ની રાત્રી હતી અને ઉગતી થાવર બીજના દિવસે પબા રખીયો હબાય ટેકરી ઉપરથી પડી જાય છે. તયારે જ રણુજા રાજા રામદેવ પીર પબા રખીયાને ડુંગર પરથી પડતો જીલી લીધો અને દર્શન આપ્યા.પબા રખીયાની અંગ પીડા દુર થઈ ગઈ અને અલખ ધણી શ્રી રામદેવ પીર પબા રખીયાને વરદાન આપ્યુ પબા ભગત તમારી યાત્રા સંપુર્ણ થઈ છે હવે આ જગ્યા તમે પુજા કરજો તમારા હાથે દુખીયાનું દુઃખ દુર થશે અને વાંજીઆ ઘરે પુત્ર થાશે.મનની માનેલી બધી મુરાદ પુરી થશે.આમ વરદાન આપીને રામદેવ પીર અંતરધ્યાન થયા અને તે જગ્યાએ રામદેવ પીરના પગલા કંકુ ખા સોપારી શ્રીફળ સાથે ધજા પણ ફરકવા લાગી.

ત્યારથી હબાય ટેકરી ધર્મ સ્થળ બન્યુ અને કચ્છથી ગયેલા અન્ય રખીયાઓના સંઘ ને પબા રખીયો રણુજા રામદેવરામાં મળયો.રામદેવપીરે ભક્તિની શક્તિ નું પ્રમાણ આપ્યુ.રામદેવપીર મંદિરથી ઊતર દિશામાં મેકરણ દાદાનો અખાડો દક્ષીણમાં વાઘેશ્વરીમાતાજીનું સુંદર મંદિર તથા ઉગમણે શ્રવણ કાવડીયો ધરમપુર ગામ અને આથમણે હલામણ જેઠવાની ખાંભીઓની વચમા રામદેવ ધામ છે.હબાય ધામ ભુજ તાલુકાનું ગામ છે. ટેકરીનું નૈસર્ગીક સ્થામ મનને ચીર શાંતી આપે છે. હબાય ગામથી રામદેવ ધામની ટેકરી ૪ કિલો મીટરના અંતરે છે.

કચ્છમાં હબો ડુંગર ( એટલે હબાય ટેકરી ) ડુંગરની હાર માળા આવેલી છે. આ ટેકરી ઉપર નવખંડના રાજા નકળંક નેજાધારી પીર શ્રી રામદેવજી મહારાજનું ભવ્ય સ્થાન આવેલું છે.આ સ્થાન સંત શ્રી મેકરણ દાદાના હયાત હતા ત્યારથી છે અને સંત શ્રી મેકરણ દાદા પણ દર બીજના દર્શન કરવા અહિં આવતા હતા.આ સ્થાનની સ્થાપના ઢોરી ગામના પરબત ( પબો ) રખીયા એ કરેલી છે.

સુમરાસર, જુરા, અંધૌવ, હોડકો,પાલનપર અને ઢોરી આ બધા ગામના રખીઆઓનું સંધ કચ્છ થી રામદેવરા રણુજા રાજસ્થાન પગપાળા જાત્રા એ જવા માટે નીકળયા હતા.તેમા ઢોરી ગામના પબા રખીયા પણ જાવાની તૈયારી કરી પણ પબા રખીયા ને આંખે તકલીફ અને પગે કપાસીયા તથા શરીરે તાવ હોય છતા હઠ પક્ડી મારે રણુજા ધામ જાવુ છે. આખો સંઘ પબા રખીયાન વિનંતી કરે છે કે બાપા તમે રેકાઈ જાવ ન ચાલો તમારી તબીયત બરોબર નથી.આમ કહીને આખુ સંઘ જય બાબેરી કહી જાજા જોહાર કરીને પગપાળા યાત્રાએ હાલતા થયા .પણ બન્યુ એવુ કે મધરાત્રે પબા રખીયા ઊંઘ માથી જાગી જતા ઢોરી ગામથી એકલા પગપાળા ચાલતા થયા.

અંધારામાં કશુજ દેખાય નહી બસ એક જ રામાપીર રામાપીરનું રટણ કરતા કરતા રણની વાટના બદલે ડુંગરોની વાટમાં જાઈ પોહચયા.તે દિવસે વળી ચૈત્રી બીજની દિવેલ ની રાત્રી હતી અને ઉગતીથાવર બીજના દિવસે પબા રખીયો હબાય ટેકરી ઉપરથી પડી જાય છે.તયારે જ રણુજા રાજા રામદેવ પીર પબા રખીયાને ડુંગર પરથી પડતો જીલી લીધો અને દર્શન આપ્યા.પબા રખીયાની અંગ પીડા દુર થઈ ગઈ અને અલખ ધણી શ્રી રામદેવ પીર પબા રખીયાને વરદાન આપ્યુ પબા ભગત તમારી યાત્રા સંપુર્ણ થઈ છે હવે આ જગ્યા તમે પુજા કરજો તમારા હાથે દુખીયાનું દુઃખ દુર થશે અને વાંજીઆ ઘરે પુત્ર થાશે.મનની માનેલી બધી મુરાદ પુરી થશે.આમ વરદાન આપીને રામદેવ પીર અંતરધ્યાન થયા અને તે જગ્યાએ રામદેવ પીરના પગલા, કંકુ -ચોખા, સોપારી, શ્રીફળ સાથે ધજા પણ ફરકવા લાગી.

ત્યારથી હબાય ટેકરી ધર્મ સ્થળ બન્યુ અને કચ્છથી ગયેલા અન્ય રખીયાઓના સંઘ ને પબા રખીયો રણુજા રામદેવરામાં મળયો.રામદેવપીરે ભક્તિની શક્તિ નું પ્રમાણ આપ્યુ.રામદેવપીર મંદિરથી ઊતર દિશામાં મેકરણ દાદાનો અખાડો દક્ષીણમાં વાઘેશ્વરી માતાજીનું સુંદર મંદિર તથા ઉગમણે શ્રવણ કાવડીયો ધરમપુર ગામ અને આથમણે હલામણ જેઠવાની ખાંભીઓની વચમા રામદેવ ધામ છે.હબાય ધામ ભુજ તાલુકાનું ગામ છે. ટેકરીનું નૈસર્ગીક સ્થામ મનને ચીર શાંતી આપે છે.હબાય ગામથી રામદેવ ધામની ટેકરી ૪ કિલો મીટરના અંતરે છે.

મિત્રો તમને રામદેવરા મંદિર વિશે પણ જણાવી દઈએ.રાજસ્થાનમાં જેસલમેરથી લગભગ ૧૨ કિલોમીટર દૂર રામદેવરા (રુણીચા)માં બાબાનું વિશાળ મંદિર છે. સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ લોક દેવતા પ્રતિ ભક્તોનું સમર્પણ એટલું બધું છે કે પાકિસ્તાન થી પણ મુસ્લિમ ભક્ત પણ નમન કરવાં ભારત આવે છે. બહુજ બધાં શ્રદ્ધાળુ ભાદ્ર માહની દશમી એટલે કે રામદેવ જયંતી પર રામદેવરામાં લાગતો વાર્ષિક મેળામાં અવશ્ય પહોંચવા માંગે છે. આ મેળો એક મહિનો કરતાં પણ વધારે ચાલે છે.રામદેવરામાં મુખ્ય સ્થાનક છે બાબા રામદેવ પીરનું સમાધિ સ્થળ. અહી એની જ પૂજા થાય છે અને લાખો લોકો શ્રદ્ધા પૂર્વક નમન કરીને પોતાની મન્નતો પૂરી કરે છે.

આ વિશાળ મંદિર પરિસર અને તેની આજુ બાજુના અનેક સ્થળો આસ્થાથી ભરપુર અને દર્શનીય છે. એમાં મુખ્ય સ્થળ છે.ચોપન વર્ષની ઉંમરે રામદેવપીરે વિ.સં. ૧૫૧૫ની સાલમાં ભાદરવા સુદ-૧૧ને ગુરુવારના દિવસે રણુંજા (રામદેવરા) માં સમાધિ લીધી. દયાળીબાઈએ રામાપીરે સમાધિ લીધી એના બે દિવસ પહેલાં ભાદરવા સુદ-૯ના રોજ સમાધિ લીધેલ. રામદેવપીરે સમાધિ લીધા પછી રાણી નેતલદેને બે જોડિયા પુત્ર અવતર્યા. એકનું નામ દેવરાજ અને બીજાનું નામ સાદુજી. હાલમાં ગાદીપતિ તરીકે રામાપીરના વંશજ ભોમસિંહજી છે.ચાલો જાણી લઈએ મંદિર આસપાસની જગ્યાઓ વિશે.

રામ સરોવર,રામ સરોવર બાબા રામદેવ મંદિરની પાછળની તરફ આવેલું છે. આ લગભગ ૧૫૦ એકર ક્ષેત્રમાં ફેલાયેલું છે એવં ૨૫ ફૂટ ઊંડું છે વરસાદમાં પૂરું ભરાઈ જવાનાં કારણે આ સરોવર બહુજ રમણીય સ્થાન બની જાય છે માન્યતા છે કે બાબાએ ગુંદલી જાતીનાં બેલદારોએ આ તળાવની ખોડાઈ કરાવી હતી. આ તળાવ આખાં રામદેવરા જલાપૂર્તિનું સ્રોત છે. કહેવાય છે કે જાંભોજીનાં શ્રાપને કારણે આ સરોવર માત્ર ૬ માસ જ ભરાયેલું રહે છે.ભક્તજન અહીંયા આવીને સરોવરમાં ડૂબકી લગાવીને પોતાની કાયાને પવિત્ર કરે છે. એવં એનું જલ પોતાની સાથે લઇ જાય છે અને નિત્ય એનું આચમન કરે છે.

પરચા બાવડી.પ્રચા બાવડી મંદિરની પાસે જ સ્થિત છે. અહીંથી બાબાનાં મંદિરમાં અભિષેક હેતુ જલાપૂર્તિ થાય છે. માનવામાં આવે છે કે આ બાવડીનું નિર્માણ બાબા રામદેવજીનાં આદેશ અનુસાર વાણિયા બોય્તાએ કરાવ્યું હતું. લાખો શ્રદ્ધાળુ પરચા બાવડીની સેંકડો સીડીઓ ઉતરીને અહીં દર્શન કરવાં પહોંચે છે. માન્યતાનુસાર આંધળાની આંખો, કોઢીને કાયા આપવાંવાળું આ જળ આ ત્રણ પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીનું મિશ્રણ છે.

રૂણીચા કુવો,રૂણીચાકુવો રામદેવરા ગામથી ૨ કિલોમીટર દૂર પૂર્વમાં સ્થિત છે. અહીંયા રામદેવજી નિર્મિત એક એક કુવો અને બાબા રામદેવનું એક નાનું મંદિર પણ છે. ચારે તરફ સુંદર વુક્ષો અને નવીનતમ છોડોનાં વાતાવરણમાં સ્થિત આ સ્થળ પ્રાત: ભ્રમણ હેતુ પણ યાત્રીઓને માફક આવે છે. માન્યતાઓ અનુસાર રાણી નેતલદેને તરસ લાગવાંને કારણે બાબા રામદેવજીએ પોતાનાં ભાલાની નોકથી આ જગ્યાએ પાતાળમાંથી પાણી કાઢયું હતું. ત્યારથી જ આ સ્થળ રાણી સા નો કુવોનાં રૂપમાં ઓળખાવા માંડ્યું પરંતુ ઘણી સદીઓથી અપભ્રંશ થઇ થઇને એ રુણીચા કુવામાં પરિવર્તિત થઇ ગયું. આ દર્શનીય સ્થળ સુધી પહોંચવા માટે પાકી સડકનાં માર્ગની સુવિધા પણ ઉપલબ્ધ છે. એવં રાત્રિ વિશ્રામ હેતુ વિશ્રામગૃહ પણ બનેલું છે . મેળાના દિવસોમાં અહીંયા બાબાનાં ભક્તજનો રાત્રીમાં જમવાનું આયોજન પણ કરતાં હોય છે.

ડાલીબાઈની જાળ.ડાલીબાઈની જાળ અર્થાત એ ઝાડ કે જેની નીચે બાબા રામદેવજીને ડાલીબાઈ મળી હતી. એ સ્થળ મંદિરથી ૩ કિલોમીટર દૂર NH-15 પર સ્થિત છે. કહેવાય છે કે રામદેવજી જ્યારે નાનાં હતાં ત્યારે તેમને એ ઝાડ નીચે એક નવજાત શિશુ મળ્યું હતું.બાબાએ એનું નામ ડાલીબાઈ રાખીને એને પોતાની ધર્મની બહેન બનાવી દીધી હતી.ડાલીએ પોતાનું સંપૂર્ણ જીવન દલિતોનાં ઉદ્ધાર કરવાં એવં બાબાની ભક્તિને સમર્પિત કરી દીધું હતું. આજ કારણે જ એને બાબા રામદેવજીની પહેલાં સમાધિ ગ્રહણ કરવાનું શ્રેય પ્રાપ્ત થયું હતું.

પંચ પીપળી.પંચ પીપળી એ સ્થાન છે જ્યાં પર બાબાએ મક્કાથી આવેલાં પાંચ પીરોને એમનાં કટોરા, કે જે તેઓ મક્કા ભૂલી આવ્યાં હતાં એમાં ભોજન કરાવ્યું હતું. એજ પાંચ પિરોને કારણે પાંચ પીપળાનાં ઝાડ ઊગ્યાં હતાં અને બાબા રામદેવજી ને “પીરોના પીર રામસાપીર”ની ઉપાધિ પણ પ્રાપ્ત થઇ હતી. આ સ્થળ મંદિરથી ૧૨ કિલોમીટર દૂર એક ગામમાં સ્થિત છે અહીયા બાબા રામદેવનું એક નાનું મંદિર એવં સરોવર પણ છે.ગુરુ બાલીનાથજીની ધૂણા.રામદેવજીનાં ગુરુ બાલીનાથજીના ધુણા અથવા આશ્રમ પોખરણમાં સ્થિત છે. બાબાએ બાલ્યકાળમાં અહીંયા ગુરુ બાલીનાથજી પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી.આ એજ સ્થળ છે જ્યાં બાબાને બાલીનાથજીએ ભૈરવ રાક્ષસથી બચવાં હેતુ છુપાવાનું કહ્યું હતું.

શહેરની પશ્ચિમ તરફ સાલસાગર એવં રામદેવસર તળાવની વચમાં સ્થિત ગુરુ બાલીનાથનાં આશ્રમ પર મેળા દરમિયાન આજે પણ લાખો યાત્રીઓ અહીંયા ધુણા પ્રતિ પોતાની શ્રદ્ધા અર્પિત કરે છે.બાલીનાથજીનાં ધુણાની પાસે જ એક પ્રાચીન બાવડી પણ સ્થિત છે.રામદેવરા આવવાંવાળાં લાખો શ્રદ્ધાળુઓ બાબાનાં ગુરુ મહારાજનાં દર્શન કરવાં અવશ્ય જાય છે.ભૈરવ રાક્ષસ ગુફા, બાળપણમાં બાબા રામદેવે બધાં જનમાનસમાંથી ભૈરવ નામનાં રાક્ષસનાં આતંકમાંથી મુક્ત કરાવ્યાં હતાં. એ ભૈરવને બાબાએ એક ગુફામાં આજીવન બંદી બનાવી દીધો હતો.આ ગુફા મંદિર થી ૧૨ કિલોમીટર દૂર પોખરણની પાસે સ્થિત છે પહાડી પર સ્થિત આ ગુફા ભૈરવ રાક્ષસની શરણાસ્થળી છે. અહી સુધી જવાનો પાકો સડક માર્ગ છે.

રામદેવારમાં પ્રતિવર્ષ ભાદરવા સૂદ બીજ થી ભાદરવા સૂદ એકાદશી સુધી એક અતિવિશાળ મેળો ભરાય છે. આ મેળો બીજની મંગળા આરતીની સાથે શરુ થાય છે સાંપ્રદાયિક સદભાવનાં પ્રતિક આ મેળામાં શામિલ થવાં અને મન્નતો માંગવા માટે રાજસ્થાન જ નહીં ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લોકો પહોંચે છે.કોઈ પગપાળા તો કોઈ યાતાયાતનાં વાહનોનાં માધ્યમથી રામદેવરા પહોંચે છે. રુણિચા પહોંચતાં જ ત્યાની છટા અનુપમ લાગે છે મેળાના દિવસોમાં રુણિચા નવી નગરી બની જાય છે. મેળાના અવસર પર જાગરણ આયોજિત થાય છે તથા ભંડારોની પણ વ્યવસ્થા હોય છે

મેળામાં ઘણાં કિલોમીટર લાંબી કતારોમાં ચાલતાં ચાલતાં ભક્તજન બાબાનો જયજયકાર કરતાં દર્શન હેતુ આગળ વધે છે. આ મેળાના અવસર પર પંચાયત સમિતિ એવં રાજ્ય સરકાર પૂર્ણ વ્યવસ્થા કરવામાં જુટેલી રહેતી હોય છે.આ મેળા સિવાય અતિરિક્ત માઘ મહિનામાં પણ મેલો ભરાય છે એને માઘ મેલો કહેવામાં આવે છે.જે લોકો ભાદરવા મેળાની ભયંકર ભીડથી થાકી-કંટાળી જતાં હોય છે. એ લોકો માઘ મેળામાં અવશ્ય શામિલ થાય છે તથા મંદિરમાં શ્રદ્ધાભિભૂત થઈને ધોક લગાવે છે.મેળાનું દ્રશ્ય લોભામણું, મનભાવન, મનમોહક એવં સદભાવ અને ભાઈચારાનાં પ્રતિક જેવો જ અનુભવ બધાંને જ થાય છે. બધાં યાત્રીઓનાં મુખમાંથી એક જ સંબોધન જય બાબેરી નીકળતું પ્રતીત થાય છે.

Advertisement