એક ફિલ્મ કરવાનો આટલો ચાર્જ લે છે આ હિરોઈનો જાણો કોણ લે છે સૌથી વધુ ચાર્જ…..

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જે એક ફિલ્મમાં કરોડોની કમાણી કરે છે.આપણી બોલીવુડ અભિનેત્રીઓની કમાણીની વાત કરીએ તો, તે પણ બોલિવૂડના પુરુષ અભિનેતાઓ કરતા ઓછા નથી. બોલિવૂડ અભિનેત્રીઓ હવે એક ફિલ્મ માટે કરોડો રૂપિયા વસૂલ કરે છે.હવે બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓ માત્ર દેશમાં જ નહીં પણ આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ્સમાં પણ કામ કરીને ઘણી કમાણી કરી રહી છે.તે સમય વીતી ગયો છે જ્યારે બોલિવુડની ફિલ્મોમાં અભિનેત્રીઓ ઝાડની આજુબાજુ ફક્ત નૃત્ય કરવા અને ગાવા માટે હોય છે. આજકાલ, દરેક અભિનેત્રી જે ફિલ્મોમાં કામ કરે છે, તે સાથે, તેણે ફિલ્મોનું નિર્માણ પણ શરૂ કર્યું છે અને જાહેરાત શો વગેરેથી પણ નાણાં કમાય છે. તમે જાણો છો કે બોલીવુડની બધી અભિનેત્રીઓ ખૂબ જ ધનિક હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ હિરોઇનોમાં સૌથી ધનિક કોણ છે? તો ચાલો એક નજર કરીએ બોલિવૂડની સૌથી વધુ કમાણી કઈ અભિનેત્રી કરે છે.માધુરી દીક્ષિત.

Advertisement

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે 1984 માં અબોધ ફિલ્મમાં પોતાનો પગ મૂક્યો હતો. તે છેલ્લા 33 વર્ષથી બોલિવૂડમાં ફાળો આપી રહી છે. માધુરી હજી પણ એક ફિલ્મ માટે 4 કરોડ લે છે. તેની શાનદાર સંપત્તિ $ 35 મિલિયનની છે.એશ્વર્યા રાય બચ્ચન.

એશ્વર્યા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોથી દૂર છે. આ હોવા છતાં બચ્ચન પરિવારની પુત્રવધૂ એશ્વર્યા રાય બોલિવૂડની સૌથી ધનિક હીરોઇન છે. સમાચાર અનુસાર, 2015 સુધીમાં એશ્વર્યાની કુલ સંપત્તિ 235 કરોડ રૂપિયાથી વધુની છે. એશ્વર્યા હજી પણ સૌથી મોટી બ્રાન્ડ સાથે કામ કરી રહી છે.દીપિકા પાદુકોણ.

બોલિવૂડ થી હોલીવુડ સુધી એક મોટું સ્થાન મેળવનારી અભિનેત્રી દીપિકા પાદુકોણે ૨૦૧૭ થી ૨૦૧૮ સુધી માં ૧૧૨ કરોડ ૮૦ લાખ રૂપિયા ની કમાણી કરી છે અને આ રેકોર્ડ વિશ્વ વિખ્યાત ગિનીસ વર્લ્ડ રેકોર્ડ માં નોંધાયો છે.બોલીવુડની ટોપ એક્ટ્રેસમાં દીપિકા પાદુકોણ છે. દીપિકા આજના સમયમાં સૌથી મોંઘી એક્ટ્રેસ છે. જે એક ફિલ્મ બનાવવાના 14-15 કરોડ રૂપિયા લે છે. દીપિકાએ એક પછી એક અનેક હિટ ફિલ્મો આપી છે જેના કારણે તેની કિંમત દરવર્ષે વધતી ગઈ છે. દીપિકાની હિટ ફિલ્મોમાં પદ્માવત, બાજીરાવ મસ્તાની, પીકુ, હેપી ન્યુ યર, ચેન્નઈ એક્સપ્રેસ અને ઓમ શાંતિ ઓમ મોખરે છે. એક ઇન્ટરવ્યૂમાં દીપિકાએ જણાવ્યું હતું કે પદ્માવતમાં તેની ફી રણવીર સિંહ કરતા વધુ હતી.પ્રિયંકા ચોપડા.

પ્રિયંકા ચોપડા આમ તો ખૂબ જ હોટ અને સુંદર અભિનેત્રી માનવામાં આવે છે અને તેને બોલિવુડમાં પોતાનું એક અલગ અસતિત્વ ઉભુ કર્યુ છે.પ્રિયંકા ચોપડા બોલીવુડમાં જ નહીં પરંતુ હોલીવુડમાં પણ પોતાના અભિનયથી પ્રસંશા પ્રાપ્ત કરી છે.હોલીવુડ ફિલ્મો બાદ હવે બૉલીવુડ પર ધ્યાન કેન્દ્રિત કરી રહેલી પ્રિયંકા ચોપડા એક ફિલ્મ બનાવવાના 12 કરોડ રૂપિયા લે છે. તેઓ અભિનેત્રી ઉપરાંત ફિલ્મ પ્રોડ્યુસર અને સિંગર પણ છે. નિક જોનસ સાથે લગ્ન કર્યા પહેલા તેમણે સલમાન ખાનની ભારત સાઈન કરી હતી. જેના માટે તેને 13 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ 2 દિવસના શુટિંગ પછી તેઓએ તે ફિલ્મના શુટિંગમાં બ્રેક લગાવી હતી.કરીના કપૂર.

બોલીવુડની હોટેસ્ટ સેલિબ્રિટી કરીના કપૂર પોતાના 20 વર્ષના કરિયરમાં ટોપની એક્ટ્રેસ રહી છે. તેના ફિલ્મ લિસ્ટ પર નજર કરવામાં આવે તો આપણે જાણી શકીએ કે તે શા માટે બોલીવુડની બેસ્ટ અદાકાર છે!! ‘કભી ખુશી કભી ગમ’, ‘જબ વી મેટ અને હાલ માંજ’ રિલીઝ થયેલી ‘વિરે દી વેડિંગ’ કરિનાની હિટ ફિલ્મોના લિસ્ટમાં સામેલ છે. રીપોર્ટના જણાવ્યા પ્રમાણે તે એક ફિલ્મ માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.આલિયા ભટ્ટ.

ઓછી ઉંમર માં સૌથી વધારે સફળતા મેળવવા વાળી આલિયા ભટ્ટ ને પણ પોતાની ફિટનેસ માટે ઘણી વખત જીમ માં આવતા-જતા દેખવામાં આવી છે. બોલીવુડ ની સૌથી ખુબસુરત અને ક્યુટ અભિનેત્રીઓ માંથી એક આલિયા એ ઘણી સુપરહિટ ફિલ્મો માં કામ કર્યું છે. એક થી ચઢિયાતી એક સુપરહિટ ફિલ્મો માં કામ કરી ચુકેલી તેમના ઘણા દીવાના પૂરી દુનિયા માં છે.આ વર્ષની હિટ રહેલી ફિલ્મોમાં ‘રાઝી’ ફિલ્મથી આલિયાએ બધાના દિલ જીતી લીધા હતા. રિપોર્ટ્સના કહેવા અનુસાર તેઓએ રાઝી ફિલ્મ પછી પોતાના ચાર્જમાં વધારો કર્યો છે. સ્ટુડન્ટ ઓફ ધ યર થી બોલીવુડમાં ડેબ્યુ કરવાવાળી આલિયા એક ફિલ્મ માટે 8 કરોડ રૂપિયા લે છે. બોલીવુડની બીજી મોંઘી એક્ટ્રેસની વાત કરીએ તો સોનમ કપૂર અને વિદ્યા બાલન એક ફિલ્મમાં 7 કરોડ તો, સ્ત્રી જેવી સુપરહિટ ફિલ્મ કરનારી શ્રદ્ધા કપૂર એક ફિલ્મ માટે 6-7 કરોડ ચાર્જ કરે છે.પ્રીતિ ઝિન્ટા.

પ્રીતિ, આઈપીએલ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબની સહ-માલિક, બોલિવૂડની કારકિર્દી સારી રહી છે. ભલે પ્રીતિ ઝિન્ટા ફિલ્મોથી દૂર છે, પરંતુ પૈસાની દ્રષ્ટિએ તે કોઈથી ઓછી નથી. તેમની કુલ સંપત્તિ હાલમાં 66 કરોડ જેટલી છે. તેમની સંપત્તિ પણ $ 30 મિલિયનની નજીક છે.

Advertisement