એક સમય એ ઘોડા ગાડીમાં પોતાનો ધંધો કરતાં હતાં આજે રાખે છે રોલ્સ રોય જેવી મોંઘી ગાડીઓ,જુઓ તસવીરો…….

મસાલા કિંગ એમડીએચના માલિક ધર્મપાલ ગુલાટીના મુત્યુના સમાચારની અફવા ફેલાઈ હતી. ઘણાં મીડીયા રિપોર્ટ અનુસાર એવું જણાવવામાં આવ્યું હતું કે, શનિવારે મોડી રાતે રાજધાની દિલ્હીમાં એમનું નિધન થયું હતું. પરંતુ ત્યાર બાદ એ વાત સામે આવી કે ઘર્મપાલ ગુલાટીના મૃત્યુના સમાચાર ફક્ત એક અફવા હતી. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનના સિયાલકોટમાં 1922માં થયો હતો. એમના પિતા ચુનીલાલ ગુલાટી 1947માં દેશના ભાગલા પછી દિલ્હી આવીને વસ્યા હતા. ત્યાર બાદ 1959માં એમડીએચ મસાલા ફેક્ટરીની સ્થાપના ધર્મપાલ ગુલાટીએ 1959માં દિલ્હીના કીર્તિનગરમાં કરી હતી. આજે તેને મસાલા માટે આખા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ જાણીતી માનવામાં આવે છે. અહેવાલ અનુસાર, વર્ષ 2017માં ધર્મપાલ ગુલાટી સૌથી વધુ વેચાનાર એફએમસીજી પ્રોડક્ટના સીઈઓ બન્યા હતા. સૌથી ખાસ વાત તો એ છે કે આ ઊંચાઈઓ સુધી પહોંચનાર  ઘર્માપાલ ગુલાટીએ માત્ર પાંચ ધોરણ સુધી ભણેલા છે. એ પછી એમણે શાળા છોડી દીધી હતા. અને તેમના પિતાની દુકાન પર બેસતા હતા.

Advertisement

 

એમડીએચ મસાલાના ચેરમેન ધર્મપાલ ગુલાટીને સ્વાતંત્ર્ય દિવસ વખતે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. MDH મસાલાઑની દુનિયામાં સૌથી વધુ લોકપ્રિય મસાલની કંપની છે, પરતું આપણે માત્ર સ્વાદિષ્ટ વાનગીઓ ખાવાથી મતલબ રાખીએ છીએ. ક્યારે વિચાર્યું કે આ એમડીએચ મતલબ શું થાય છે ? આ કંપનીની શરૂઆત કઈ રીતે થઈ ? આ કંપનીનું માલિક કોણ છે? આવાં ઘણા બંધા સવાલો આપણાં મનમાં હોય છે પરતું આપણે આ સવાલો પર વધુ કઈ વિચારતા નથી.

આજે આપણે જાણીશું કે એમડીએચ મસાલાની શરૂઆત કઈ રીતે થઈ અને આ કંપની કોને સ્થાપી તે આપણે જાણીશું. આજે માત્ર ભારતમાં નહીં પરતું વિશ્વમાં એમડીએચનું નામ છે, અલગ દેશોમાં મસાલાની બ્રાંચો છે અને દેશની મોટી કંપનીઑમાં તેમનું નામ બોલાય રહ્યું છે, આજે કરોડો-અબજો રૂપિયાની તેમની કમાણી છે.

ધર્મપાલ ગુલાટીનો જન્મ પાકિસ્તાનના સિયાકોટમાં થયો હતો અને તેમના પિતા મહાશિયા ડી હટ્ટી નામની મસાલાની દુકાન ચલાવતા હતા. ગુલાટીજી પણ 10 વર્ષની ઉંમરમાં પોતાનું શિક્ષણ છોડીને પિતા સાથે દુકાન જવાનું શરૂ કર્યું. જ્યારે 7 સપ્ટેમ્બર 1947માં ભારત-પાકિસ્તાનના ભાંગલા પાડ્યા ત્યારે તેઓ પાકિસ્તાનથી દિલ્હી આવી ગયા હતા. દિલ્હીમાં જ્યારે તેઓ આવ્યા ત્યારે તેમના પિતાએ તેમણે 1500 રૂપિયા આપ્યા તેમાંથી 650 રૂપિયાની ઘોડાગાડી લઈને તેને ચલાવાનું કામ કર્યું.

આજીવિકા ચાલવા માટે તેમણે આ કામ કર્યું અને આ કાર્યમાં તેઓને ધારે એવી સફળતાના મળી. થોડા સમયમાં તેઓએ ઘોડા ગાડી વેચીને ફરીથી પોતાનો જૂનો ધંધો ચાલૂ કર્યો. પિતાનો વ્યવસાય અપનાવીને તેમણે નાની દુકાન બનાવી આ ધંધા તેઓ ખૂબ સફળતા મળી અને ત્યાર બાદ તેઓએ 1953માં ચાંદની ચોકમાં એક દુકાન ભાડે રાખી અને ત્યાર બાદ 1959માં સ્વ્યમ એક નવી ફેકટરીની શરૂઆત કરવા માટે કિર્તિ નગરમાં એક જમીંન ખરીદી.

અને શરૂ થયો એક નવો યુગ અને નામ રાખ્યું “ એમડીએચ _ મહાશિયા દી હટ્ટી “ અરેલે કે એક મહાનુભાવ આદમીની દુકાન ‘ આજે 96 વર્ષની ઉંમરે પણ ધર્મપાલ ગુલાટી પોતે તેમના મસાલાઑ માટે જાહેરાત કરે છે, આટલાં વર્ષો બાદ એમડીએચ તેમના નામથી ઓળખાય છે, હાલમાં ભારતના રાષ્ટ્રપતિના હસ્તે તેમણે સન્માનીત કરવામાં આવ્યા.

આ પહેલા 2018માં જાણવા મળ્યું હતું કે ધર્મપાલજી નું નિધન થઈ ગયું છે, પરતું એ સમાચાર ફેક હતા. આજે પણ એમડીએચના તેઓ સ્થાપક છે અને તો સમાજ સેવા પણ કરી રહ્યા છે, એમડીએચના નામે સ્કૂલઑ પણ છે, ખાસ વાતએ કે આજે એમડીએચ ધર્મપાલ નામથી સૌ કોઈ ઓળખે છે, તેમની એક શોર્ટ ફિલ્મ પણ છે.

Advertisement