એક સમયે આવા ઘરમાં રેહતો હતો મહેન્દ્રસિંહ ધોની પરંતુ અત્યારનું ઘર જોય અચક પામી જશો,જુઓ તસવીરો….

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની છેલ્લા કેટલાક દિવસોથી વેકેશન માણી રહ્યા છે. જુલાઈમાં ઇંગ્લેન્ડમાં યોજાનાર વનડે વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાંથી ભારત બહાર ફેંકાયા બાદ 38 વર્ષીય ધોની વેકેશન પર ઉતર્યા છે અને ત્યારબાદ ભારતીય ટીમ સાથે તેઓ મેચ રમી રહ્યા નથી.ભારતીય ક્રિકેટ ટિમ માં એવાં ઘણા દિગગજ ક્રિકેટરો છે જે તેની બેટિંગ ના કારણે દેશ ના કરોડો લોકો ના દિલ માં રાજ કરે છે.આજ ના સમય માં ક્રિકેટ એક એવો લોકપ્રિય ખેલ બની ગયો છે કે નાના મોટા બધાજ તેને પસંદ કરે છે.જ્યારે પણ ક્રિકેટ નું નામ આવે ત્યારે સૌથી પહેલા એકજ નામ સંભળાય છે મહેન્દ્રસિંહ ધોની.પોતાના હેલિકોપટર શોટ થી પોતાની ઓળખાણ બનાવવા વાળા માહી જ્યારે પણ મેદાન માં ઉતરે છે સામે વાળી ટિમ નો પરસેવો છૂટી જાય છે.મહેન્દ્રસિંહ ધોની ને ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટ ક્ષેત્રે ઘણી ખ્યાતિ મળી ચુકી છે.

Advertisement

તેઓ ને ફક્ત ભારત માજ નહીં પણ વિદેશ માં પણ બધા ઓળખે છે કારણકે તે તેની ટિમ ને જીતાડવા માટે ત્યાં સુધી મહેનત છોડતા નથી કે જ્યાં સુધી સામેવાળા ની હાર ના થઇ જાય.તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોનીએ ટિમ ઇન્ડિયા ને એ મુકામ સુધી પહોંચાડી દીધી છે કે જેની ઉમ્મીદ પણ કરી શકાય તેમ નહતી.આ ભારત ના કુલ કપ્તાન ખુબજ ખુશ મિજાજ સ્વભાવ ના છે.તેની આજ ખાસીયતે જ બધાને તેના દીવાના કરી દીધા છે.આજે અમે કુલ કપ્તાન ની જિંદગી ના કેટલાક એવા ફોટો તમને દેખાડવા જઈ રહ્યા છીએ કે એ જોઈને તમે વિશ્વાસ પણ નહિ કરી શકો કે ધોની આ દુનિયા માં પણ જીવતા હતા.મોટા ભાગના લોકો એ એ વિચાર્યું હશે કે જ્યારે કોઈ મોટો નિર્ણય લેવામાં આવે તો તેને ખુબજ સમજી વિચારી ને લેવામાં આવે છે.ખાસ કરી ને કોઈ એવો નિર્ણય પણ હોઈ શકે કે તે આપણી આવનારી જિંદગી ને બદલાવી ને મૂકી દે છે.તો આવી પરિસ્થિતિ માં મોટાભાગ ના લોકો ની ઊંઘ પણ ઉડી જાય છે.પરંતુ આ દુનિયા ની અંદર ઘણા લોકો એવા પણ મળે છે જેને આ પરિસ્થિતિઓ સાથે કોઈ લેવા દેવા નથી અને જો તેને ફરક પણ પડે તો તેના ચહેરા પર કોઈ બદલાવ આવતો નથી.

આવીજ સ્થિતિ અત્યારે ટિમ ઇન્ડિયા ના પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની ની છે.તમને જણાવી દઈએ કે મહેન્દ્રસિંહ ધોની એ નાના શહેર માંથી નીકળી ને ક્રિકેટર બનવા પાછળ ખુબજ સંઘર્ષપૂર્ણ પરિસ્થિતિઓ નો સામનો કરવો પડ્યો છે.મહેન્દ્રસિંહ ધોની એ જે કોઈ ને પણ સ્વીકાર્યું છે એ સોનુ બની ગયું છે.તેઓ એ અનહોની ને પણ હોની કરી બતાવી છે.શરૂઆત ના સમય માં તેઓ માટે કઈ ખાસ ન હતું.ભારતીય ક્રિકેટ ટીમના સૌથી સફળ કેપ્ટનમાં સામેલ મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni) 7 જુલાઇએ પોતાના જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો છે. ધોનીના જન્મદિવસ પર જાણીએ તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ હકીકતો.

ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સફળ કેપ્ટન જેને આઇસીસીની ત્રણેય મોટી ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ધોનીની કેપ્ટન્સીમાં ભારત 2007માં ટી-20 વર્લ્ડકપ, 2011માં વન ડે વર્લ્ડકપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે.ધોનીએ 2004માં બાંગ્લાદેશ સામેઆંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યુ હતું.ધોનીનો રાંચીમાં થયો જન્મ.એમએસ ધોની (MS Dhoni)નો જન્મ 7 જુલાઇ, 1981માં રાંચીમાં થયો હતો. ધોનીના પિતા રાંચીમાં પંપ ઓપરેટરનું કામ કરતા હતા.ધોનીનો પરિવાર રાંચીની મેકોન કોલોનીમાં રહેતો હતો. જોકે, હવે ધોની રાંચીના રિંગરોડ પર આવેલા પોતાના ફાર્મ હાઉસમાં રહે છે.

ધોનીએ 90 ટેસ્ટ મેચમાં 4876 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને 6 સદી ફટકારી છે. જ્યારે 318 વન ડે મેચમાં 9967 રન બનાવ્યા છે. ધોનીએ 91 ટી-20 મેચમાં 1455 રન બનાવ્યા છે.13 વર્ષની ઉંમરમાં પ્રથમવાર ક્રિકેટ રમવાની મળી હતી તક.ધોનીનો જન્મ રાંચીના શ્યામલીમાં થયો હતો. ધોની શરૂઆતનો અભ્યાસ શ્યામલીના જવાહર વિદ્યા મંદિરમાં અભ્યાસ કરતો હતો. ઘણા ઓછા લોકોને ખ્યાલ હશે કે ધોનીને ક્રિકેટ નહી પરંતુ ફૂટબોલ ખૂબ પસંદ હતી. તે સ્કૂલમાં અભ્યાસ દરમિયાન ફૂટબોલની મેચમાં ગોલકીપર તરીકે મેદાનમાં ઉતરતો હતો. પરંતુ એક દિવસ સ્કૂલમાં ક્રિકેટની મેચ દરમિયાન ટીમનો વિકેટકીપર ના આવતા ટીમના કોચ કેશવ રંજન બેનર્જીએ 13 વર્ષના ધોનીને વિકેટકિપિંગ કરવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.કોચે સીધા ધોનીના હાથમાં ગ્લવ્ઝ થમાવી દીધા હતા. 13 વર્ષના ધોનીએ આ પહેલા ક્યારેય ક્રિકેટ રમી નહતી. ધોનીને મળેલી આ તકે તેની આખી લાઇફ બદલી નાખી.

ધોનીના પિતાનો ઓછો પગાર હોવાને કારણે તે સમયે તેની પાસે કોચિંગ અને ક્રિકેટ કિટ માટે રૂપિયા નહતા. તે ઉધાર ગ્લવ્ઝ લઇને ક્રિકેટ રમતો હતો.ઓપનિંગમાં તક મળતા મચાવી ધમાલ.ધોનીએ 10મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. ઇન્ટરસ્કૂલ દરમિયાન પ્રથમવાર વિકેટકીપર ધોનીને પ્રથમવાર ઓપનિંગમાં ઉતારવામાં આવ્યો હતો અને તેણે બેટિંગમાં ધમાકો બોલાવી લીધો હતો. આ મેચમાં ધોનીએ ધોનીએ 150 બોલમાં 23 ફોર અને 6 સિક્સરની મદદથી 214 રન બનાવ્યા હતા.ધોનીને 1999માં જ Center Poll Pre LTDમાં જગ્યા મળી જેમાં તેને મેચ રમવા માટે મહિને 2200 રૂપિયા મળતા હતા.રેલવેમાં નોકરી મળી પરંતુ ક્રિકેટનો શોખ રહ્યો યથાવત.ધોની બિહાર રણજી ટીમમાં રમતો હતો ત્યારે તેને રેલ્વેમાં નોકરી મળી હતી અને ખડગપુર રેલ્વે સ્ટેશને પોસ્ટિંગ મળી હતી.ધોનીએ રેલવે રણજી ટીમમાં રમવાનો પ્રયાસ કર્યો પરંતુ 2 વખત સિલેક્શનમાં ફેઇલ થઇ ગયો. બાદમાં પરિવારની ખરાબ આર્થિક સ્થિતિને કારણે ધોનીએ રેલવેની નોકરી સ્વીકારી લીધી હતી. 2001થી 2003 સુધી ધોનીએ ટિકિટ કલેક્ટરની નોકરી કરી હતી.

રેલવેમાં નોકરી મળવાને કારણે ધોનીને રેલવેની રણજી ટીમમાં પણ સ્થાન મળવામાં કોઇ મુશ્કેલી રહી નહીં. ધોનીનું પોસ્ટિંગ ખડકપુર/દુર્ગાપુરમાં થવાને કારણે ક્રિકેટને વધુ સમય આપી શકતો નહતો. જેથી તેણે નોકરી છોડી દીધી હતી અને પાછો રાંચી આવી ગયો અને ક્રિકેટમાં ધ્યાન આપવાનું શરૂ કર્યું.ફૂટબોલમાં હતો રસ.શરૂઆતમાં ધોની ક્રિકેટને લઇ સીરિયસ નહતો. ધોનીનું મન ફૂટબોલ અને બેડમિન્ટનમાં વધુ હતું. તે આ રમતમાં ક્લબ અને જિલ્લા સ્તરની ટીમમાં પણ સિલેક્ટ થયો હતો, તે ગોલકીપર હતો.ધોની ફૂટબોલર હતો. તે પોતાની સ્કૂલની ટીમમાં ગોલકીપર હતો. આઇએસએલ લીગમાં તે ચેન્નઇયન એફસીનો માલિક પણ છે.ધોનીએ 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ કર્યુ ડેબ્યુ.એમએસ ધોનીએ 23 ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ વિરૂદ્ધ વન ડે ડેબ્યુ કર્યુ હતું. મેચના પ્રથમ બોલ પર જ ધોની 0 રને આઉટ થયો હતો.

શ્રીલંકા-પાકિસ્તાન વિરૂદ્ધ આક્રમક રમત રમી આવ્યો ચર્ચામાં એમએસ ધોની 31 ઓક્ટોબર 2005માં શ્રીલંકા વિરૂદ્ધ રેકોર્ડ 183 રનની ઇનિંગ રમી ચર્ચામાં આવ્યો હતો. આ કોઇ વિકેટકીપર દ્વારા બનાવવામાં આવેલ બેસ્ટ સ્કોર છે. 2006માં ધોનીએ 5મી ટેસ્ટમાં જ સદી ફટકારી હતી. 23 જાન્યુઆરી 2006માં ફૈસલાબાદમાં પાકિસ્તાન વિરૂદ્ધ ધોનીએ 148 રન બનાવ્યા હતા.ગાંગુલીને કારણે ટીમમાં આવ્યો ધોની.એમએસ ધોનીને ટીમમાં લાવવાનો શ્રેય ગાંગુલીને જાય છે. ગાંગુલીએ ઝારખંડ તરફથી રમતા ધોનીની પ્રતિભાને ઓળખી લીધી હતી.પાકિસ્તાન સામેની શ્રેણીમાં ગાંગુલીએ ધોનીને ત્રીજા નંબરે રમવાની તક આપી અને ધોનીએ 148 રન ફટકારી દીધા હતા.પાકિસ્તાન સામેની શ્રેણીમાં ધોનીને ટીમમાં રાખવા માટે ગાંગુલીએ સિલેક્ટર્સ સામે બાંયો ચઢાવી હતી. આજે ધોની જેટલી પણ ઉંચાઈએ પહોંચ્યો છે.

તેની પાછળ ગાંગુલીનું મહત્વપૂર્ણ યોગદાન છે.ભારતને જીતાડ્યો ટી-20 વર્લ્ડકપ અને વન ડે વર્લ્ડકપ.24 સપ્ટેમ્બર 2007માં ધોનીની કેપ્ટનશીપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી હતી. ટી-20 વર્લ્ડકપ જીતનારો વિશ્વનો પ્રથમ કેપ્ટન બન્યો હતો. 2011ની વર્લ્ડકપ ફાઇનલમાં ધોનીએ શ્રીલંકાને હરાવી બીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. ધોનીએ ફાઇનલમાં 91 રનની ઇનિંગ રમી હતી.ધોનીનો સમોસાના બદલે મિત્રએ શીખવાડ્યો હેલિકોપ્ટર શોટ.એમએસ ધોનીને તેનો સિગ્નેચર હેલિકોપ્ટર શોટ ફટકારતા તેના મિત્ર સંતોષે શીખવાડ્યો હતો. જોકે, તેનું 2013માં એક બીમારીને કારણે મોત થઇ ગયું.

ધોની અને સંતોષ સાથે ટેનિસ બોલ ટૂર્નામેન્ટ રમતા હતા, આ દરમિયાન ધોની સંતોષના એક શોટનો દીવાનો થઇ ગયો જેને તે થપ્પડ શોટ કહેતો હતો.ધોનીએ જીદ કરી કે સંતોષ તેને આ શોટ શીખવાડે તે બાદ સંતોષે સમોસા ખવડાવવાની શરત પર ધોનીને આ શોટ રમતા શીખવાડ્યો હતો. આ શોટ આજે ધોનીના હેલિકોપ્ટર તરીકે જાણીતો છે.પરંતુ દુખની વાત એ છે કે ધોનીને ફેમસ શોટ શીખવાડનાર સંતોષ આ દુનિયામાં નથી. 2013માં સંતોષનું એક્યૂટ પૈક્રિયાઇટિસ નામની બીમારીથી મોત થયું હતું.ધોની જ્યારે ટીમ ઇન્ડિયા સાથે એક ટૂર પર હતો ત્યારે તેને સંતોષની હાલતના સમાચાર મળ્યા હતા.ધોનીએ ત્યારે ફોન કરી સંતોષને લઇ જવા માટે રાંચીથી દિલ્હી એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. તે બાદ સંતોષે દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.

સંતોષની સારવારનો ખર્ચ ધોની ઉઠાવી રહ્યો હતો.હેરસ્ટાઇલનો છે દિવાનો.એમએસ ધોની પોતાના વાળની સ્ટાઇલ માટે પણ જાણીતો રહ્યો છે. ક્યારેક લાંબા વાળ માટે જાણીતો ધોની સમય સમયે હેર સ્ટાઇલ બદલતો રહે છે. ધોની બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમના વાળનો દીવાનો હતો. ધોનીના લાંબા વાળ જોઇ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે તેને કપાવવાની ના પાડી હતી, જોકે, તે પછી પત્ની સાક્ષીના કહેવાથી તેને વાળ કપાવી નાખ્યા હતા.ધોનીએ સાક્ષી સાથે કર્યા છે લગ્ન.એમએસ ધોનીએ 4 જુલાઇ 2010માં સાક્ષી રાવત સાથે લગ્ન કર્યા હતા.મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીની મુલાકાત કોલકાતાની ફાઇવ સ્ટાર ‘હોટલ તાજ’માં થઇ હતી.મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષી રાંચીમાં સાથે ભણતા હતા.તે બાદ સાક્ષી દહેરાદૂન ચાલી ગઇ હતી. 2008માં બન્નેની કોલકાતાની ફાઇવ સ્ટાર ‘હોટલ તાજ’માં મુલાકાત થઇ હતી.

ધોની કોલકાતામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેસ્ટ મેચ રમી રહ્યો હતો અને ટીમ હોટલ તાજમાં રોકાઇ હતી. સાક્ષીએ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે અને તે હોટલમાં ઇન્ટર્નશીપ તરીકે કામ કરતી હતી. ધોની અને સાક્ષીને એક દીકરી ઝીવા છે. જેનો જન્મ 6 ફેબ્રુઆરી 2015માં થયો હતો.ધોની સાથે જોડાયેલા અન્ય FACT.ધોનીને 2011માં ભારતીય સેનામાં માનદ લેફ્ટનન્ટ કર્નલ બનાવવામાં આવ્યો છે.ધોની કેટલીક વખત કહી ચુક્યો છે કે ભારતીય સેનામાં સામેલ થવુ તેનું બાળપણનું સ્વપ્ન હતું.ધોનીને કાર અને બાઇક્સનો ઘણો શોખ છે.ધોની પાસે 2 ડઝનથી વધુ બાઇક છે.આ સિવાય તેની પાસે હમર જેવી મોંઘી કાર પણ છે.એમએસ ધોની ભારતીય રેલ્વેમાં ટિકિટ કલેક્ટર તરીકે કામ કરતો હતો. તે બાદ એર ઇન્ડિયામાં નોકરી કરી, તે બાદ એન.શ્રીનિવાસનની કંપની ઇન્ડિયા સીમેન્ટમાં અધિકારી બની ગયો.મિત્રો જાણીએ ધોની વિશે દિગ્ગજ ક્રિકેટર શુ માને છે.સચિન તેંડુલકર: કારકિર્દીમાં હું જેટલા કેપ્ટનની અંડરમાં રમ્યો તેમાં એમએસ ધોની સૌથી બેસ્ટ છે.

એડમ ગિલક્રિસ્ટ મને ધોનીની બેટિંગ જોવાની ઘણી મજા આવે છે. તે આગળનો એડમ ગિલક્રિસ્ટ નહી પરંતુ પહેલા એમએસ ધોની છે.સ્ટીવ વોંઘ: જો હું પોતાની ફેવરિટ ટીમ બનાવુ તો તેમાં સચિન તેંડુલકર ઓપનર અને એમએસ ધોની કેપ્ટન હશે.કપિલ દેવ: ધોની મારો હીરો છે. અમે અવાર નવાર તેંડુલકર-સેહવાગની વાત કરીએ છીએ પરંતુ આ યુવકમાં અન્ય દિગ્ગજો જેવુ જ ટેલેન્ટ છે.માઇકલ હસી: એમએસ ધોનીની લીડરશિપમાં રમવુ મારી માટે કોઇ ગિફ્ટથી ઓછુ નથી.રાહુલ દ્રવિડ: ધોની બેન્ચમાર્ક સેટ કરનારો ગ્રેટ લીડર છે. મે હંમેશા તેની ક્ષમતાની પ્રશંસા કરી છે કારણ કે તે કૂલ અને બેલેંસ્ડ રહે છે.ધોની એ જીવન ખુબજ સંઘર્ષ કર્યો છે.

Advertisement