એકતાં કપૂરની સિરિયલમાં આવતી કુસુમ હવે લાગે છે ખુબજ હોટ તસવીરો જોઈ અચક પામી જશો….

એવા અનેક ચહેરાઓ છે કે જે એક સમયે દરેક ઘરોમાં જાણીતા હતા, સમય જતાં આ ચહેરા પણ ઝાંખા થઈ ગયા
વર્ષ 2001માં ટીવી પર એક સીરિયલ આવતી હતી ‘કુસુમ’. આ સીરિયલમાં મુખ્ય પાત્રની ભૂમિકા નિભાવનાર નૌશીન અલી સરદાર એ વખતે દરેક ઘરમાં ‘કુસુમ’ નામથી જ ઓળખાતાં હતાં.ટેલિવિઝન જગતમાં એકતા કપૂરનું એક આગવું નામ છે. એની સિરિયલોના લોકો દીવાના છે. એકતા કપૂરની આવી એક લોકપ્રિય ટીવી સિરિયલ હતી ‘કુસુમ’.

Advertisement

જેમાં અભિનેત્રી નૌશીને મુખ્ય રોલ ભજવ્યો હતો અને એના થકી એ ઘણી ફેમસ ઓન થઈ ગઈ હતી. વર્ષ 2001થી લઈને વર્ષ 2005ની વચ્ચે નૌશીને કુસુમનો રોલ ભજવ્યો હતો. નૌશીને જ્યારે ટીવી ઇન્ડસ્ટ્રીમાં પગલું માંડ્યું ત્યારે એની ઉંમર ફક્ત 18 વર્ષની હતી. જોકે હવે એને ઓળખી શકવું ખૂબ જ મુશ્કેલ છે.સીધી સાદી છોકરી કુસુમના રોલમાં દર્શકોએ નૌશીનને ખૂબ જ પસંદ કરી હતી. જોકે એ પછી એ ઘણા સમય સુધી લાઈમલાઈટથી દૂર થઈ ગઈ હતી.અને જ્યારે નૌશીન પરત ફરી ત્યારે એના દેખાવને કારણે એ ખૂબ જ ચર્ચામાં રહી હતી.વર્ષ 2001થી અત્યાર સુધી વીતેલા ઘણા વર્ષોમાં નૌશીનનો ચહેરો ઘણો જ બદલાઈ ચુક્યો છે અને એને જોઈને એવું લાગી રહ્યું છે જાણે એને કોઈ સર્જરી કરાવી છે.

પણ પોતાના બદલાયેલા દેખાવ અંગે નૌશીને કહ્યું છે કે વર્ષ 2003માં એમનું એક્સિડન્ટ થયું હતું અને એ એક્સિડન્ટમાં એમની ખોપરી અને હાંસડીમાં ફેક્ચર થયું હતું. સાથે સાથે એમના નાક પર પણ ઇજા પહોંચી હતી. એ પછી એને સર્જરી કરાવી અને આ જ કારણ છે જેના લીધે એના દેખાવમાં બદલાવ આવ્યો.જોકે જ્યારે નૌશીનના ટ્રાન્સફોર્મેશનના ફોટા સામે આવ્યા તો લોકો એ એમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. અને એ કારણે નૌશીને પોતાના બધા જ ફોટા ડીલીટ કરી દીધા હતા. નૌશીનનું કહેવું હતું કે એમને લોકો એમના ચહેરા અને વાળ વિસજે વાત કરી રહ્યા હતા એનાથી તકલીફ થઈ રહી હતી. એટલા માટે એને ફોટા ડીલીટ કરી દીધા.

નૌશીન અલી સરદારે થોડા સમય પહેલા એ પણ જણાવ્યું હતું કે એને કુસુમથી મળેલી લોકપ્રિયતાને કારણે પણ તકલીફ સહન કરવી પડી હતી. એને કહ્યું હતું કે લોકો વિચારે છે કે હું કુસુમ જેવી જ દેખાઉં પણ એ સાચું નથી. હું જ્યારે કુસુમનો રોલ કરતી હતી ત્યારે મારી ઉંમર ઓછી હતી. અને સૌથી મોટી વાત એ છે કે ત્યારે મારે પોતાના રંગને ઘઉવર્ણ બતાવવા માટે મેકઅપ કરવો પડતો હતો. મારા વાળનો કલર બ્રાઉન છે. એ દરમિયાન હું બ્લેક કલરના વાળ વાળી વિગ પહેરતી હતી.

જ્યાં એક બાજુ નૌશીનને એના દેખાવના કારણે લોકો ટ્રોલ કરી રહ્યા છે તો એક સમય એવો પણ હતો જ્યારે પ્રોડ્યુસરે એને કામ આપવાની ના પાડી દીધી હતી.નૌશીને જણાવ્યું હતું કે એમને દેવીનો રોલ ફક્ત એટલે જ ન આપવામા આવ્યો કારણ કે એ મુસ્લિમ છે.એમના કહેવા પ્રમાણે આવું એકવાર નહિ ત્રણ વાર થયું હતું. એ સમયે નૌશીનને આ વાતે ઘણું આશ્ચર્ય થયું હતું, જે પછી એને પ્રોડ્યુસરના વિચારો પર નારાજગી પણ વ્યકત કરી હતી.

તમને જણાવી દઈએ કે નૌશિન અલી સરદારે કુસુમ સિવાય કાલચક્ર, ગંગા, બિંદ બનુંગા ઘોડી ચડુંગા, અલાદીન વગેરે જેવી સીરિયલમાં કામ કર્યું છે. એ સિવાય એ ફિયર ફેક્ટર ઇન્ડિયા, મિસ્ટર એન્ડ મિસ ટીવી વગેરે જેવા રિયાલિટી શોમાં પણ દેખાઈ ચુકી છે. નૌશીને ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું હતું પણ કમનસીબે એમને એમાં સફળતા ન મળી.હવે 35 વર્ષનાં થઈ ગયેલાં નૌશીન ઇંસ્ટાગ્રામ પર પોતાની તસવીર અપલોડ કરતાં રહે છે. તેઓ એક નવી સીરિયલ ‘અલાદ્દીન’માં જોવા મળ્યાં.આ શો સાથે સંકળાયેલી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી અને ત્યારબાદ લોકો તેમને ટ્રોલ કરવા લાગ્યા.ટ્રોલ કરનાર લોકોએ નૌશીનની ઉંમર અને તસવીરો પર ફિલ્ટરનો ઉપયોગ કરવા અંગે મજાક કરી.

સોશિયલ મીડિયા પર થયેલા ટ્રોલિંગના જવાબમાં નૌશીને બીબીસીને કહ્યું કે જ્યારે તેઓ કુસુમ સીરિયલમા કામ કરતાં હતાં, ત્યારે તેમની ઉંમર 17-18 વર્ષ હતી એ સમયે તેઓ 29-30 વર્ષની મહિલાનો રોલ કરતાં હતાં.લોકોને લાગે છે કે અત્યાર સુધી તો હું 50 વર્ષની મહિલા થઈ ગઈ હોઈશ, જોકે એવું જરાય નથી.ગ્લૅમરની દુનિયામાં મહિલાઓની ઓછી ઉંમરનું કેટલું મહત્ત્વ છે, આ અંગે નૌશીન જવાબ આપે છે કે બોલીવૂડની દુનિયા પુરુષપ્રધાન છે એમ ટીવીની દુનિયામાં મહિલાઓ વધારે રોલ કરે છે.

તેઓ કહે છે, “ટીવીની દુનિયામાં તમે 21 વર્ષના હોવ કે પછી 41 વર્ષના હોવ તમને માતાનો રોલ મળી શકે છે. જો લીડ રોલ છોડી દેતી અભિનેત્રીઓની વાત કરીએ તો તેમણે પારિવારિક જવાબદારીઓના કારણે બ્રેક લેવો પડે છે.”નૌશીને વાતવાતમાં એક અત્યંત જરૂરી બાબત તરફ ધ્યાન ખેંચ્યું.તેમણે કહ્યું કે જો કોઈ એક્ટ્રેસ સતત કામ કરે તો વધારો પ્રશ્નોનો સામનો કરવો પડતો નથી, પણ જો કોઈ પારિવારિક કારણોસર કે અંગત કારણોસર નાનામોટા બ્રેક લે તો તેમને લોકો ફરીથી તરત સ્વીકારતાં નથી.

તેમને મળતાં રોલમાં પણ પરિવર્તન આવી જાય છે.જોકે નૌશીન આ વાત ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સંદર્ભે કરતાં હતાં પણ મહિલાઓની ઉંમર અને કૅરિયર સાથે જોડાયેલું આ સત્ય તમામ અન્ય નોકરીઓમાં પણ લાગુ પડે છે.ફોર્બ્સ ઇન્ડિયામાં પ્રકાશિત એક રિપોર્ટ જણાવે છે કે ભારતમાં મહિલાઓ ક્યારેય એક લીનિયર કૅરિયર જૉબ(સતત નોકરી) કરી શકતી નથી.આ રિપોર્ટ પ્રમાણે, સેન્ટર ફૉર ટૅલેન્ટ ઇનોવેશન (સીટીઆઈ)એ વર્ષ 2012માં દુનિયાના અલગ-અલગ ભાગોમાં મહિલાઓની નોકરી કરવાની પૅટર્ન પર અભ્યાસ કર્યો.આ અભ્યાસમાં ભારત તરફથી 3 હજાર મહિલા અને પુરુષના ઇંટરવ્યૂ થયા, ત્યાર બાદ નિષ્કર્ષ નીકળ્યો કે ભારતમાં 36 ટકા મહિલાઓ પોતાની નોકરીથી બ્રેક લઈ લે છે.

Advertisement