એક સમયે ખાવાના પણ હતા ફાફા અને આજે આવુ આલિશાન જીવન જીવે સાઉથનો આ મશહૂર કોમેડીયન…..

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ સાઉથના સુપરસ્ટાર કોમેડીયન બ્રહ્માનંદ વિશે સાઉથના ફૅમસ હાસ્ય કલાકાર બ્રહ્માનંદમ 65 વર્ષના થઈ ગયા છે. આંધ્રપ્રદેશના સાટેનાપલ્લી જિલ્લાના મુપલ્લા ગામમાં 1 ફેબ્રુઆરી, 1956ના રોજ જન્મેલા, બ્રહ્માનંદમ વિશે લોકો ઘણું જાણે છે, પરંતુ તેમના પરિવાર વિશે ઓછી માહિતી છે.

Advertisement

બ્રહ્માનંદમ તેમના માતાપિતાના 8 બાળકોમાંથી 7માં છે. બ્રહ્માનંદમે લક્ષ્મી અલાપતિ સાથે લગ્ન કર્યા છે અને તેમને બે પુત્રો છે. લક્ષ્મી હાઉસ વાઈફ છે. તેમના મોટા પુત્રનું નામ રાજા ગૌતમ અને નાના દીકરાનું નામ સિદ્ધાર્થ છે. રાજા ગૌતમે 2004માં ફિલ્મ ‘પલ્લાકિલો પેલ્લી કુટુરુ’થી એન્ટ્રી કરી હતી બ્રહ્માનંદમ સાઉથ સિનેમાના એક ખૂબ જ મોટા સિતારા છે અને તેઓ કોમેડી રોલ માટે ખૂબ જ જાણીતા છે. તેમની કોમેડી દર્શકોને ખુબ જ પસંદ આવે છે. બ્રહ્માનંદમે થોડા દિવસો પહેલા જ તેમનો ૬૫ મો જન્મદિવસ ઉજવ્યો હતો. તો ચાલો આજે અમે તમને તેમની સાથે જોડાયેલ ખાસ વાતોથી અવગત કરાવી દઈએ.

બ્રહ્માનંદમનો જન્મ ૧ ફેબ્રુઆરી ૧૯૫૬માં આંધ્રપ્રદેશના “ગંટૂર” માં થયો હતો. તે ઘણા લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી જોડાયેલા છે અને અત્યાર સુધીમાં ૧ હજારથી પણ વધારે ફિલ્મોમાં તેઓ કામ કરી ચૂક્યા છે. અભિનેતાએ પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ ૧૯૮૭થી કરી હતી. આ દરમિયાન તેમની ફિલ્મ “અહા ના પેલાંતા”  રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું નિર્દેશન જાણીતા તેલુગુ નિર્દેશકે કર્યું હતું.

બ્રહ્માનંદમનું અત્યાર સુધીનું ફિલ્મી કરિયર ખૂબ જ શાનદાર રહ્યું છે અને તેમનું નામ સાઉથ સિનેમાના દિગ્ગજોમાં લેવામાં આવે છે. પોતાના લગભગ ૩૪ વર્ષના ફિલ્મી કરિયરમાં બ્રહ્માનંદમને ૫ વાર નંદી એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. બ્રહ્માનંદમ આજે જે સ્થાન પર છે ત્યાં સુધી કોઈ પહોંચી શક્યું નથી. આજે તેઓ એક આલીશાન જિંદગી જીવે છે પરંતુ  ફિલ્મોમાં કામ કરતા પહેલા તેમના પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હતી અને એટલા માટે તેમના પરિવારમાં માત્ર તેમણે જ M.A. સુધી અભ્યાસ કર્યો છે. બ્રહ્માનંદમ ના વૈવાહિક જીવનની વાત કરીએ તો તેમણે લક્ષ્મી કન્નેગનતિ સાથે લગ્ન કર્યા છે. તેમના બે બાળકો છે. જેમનું નામ રાજા ગૌતમ અને સિદ્ધાર્થ છે.

મળ્યા છે આ મોટા એવોર્ડ.કોમેડી કિંગના નામથી પોતાની ખાસ ઓળખાણ રાખવાવાળા બ્રહ્માનંદમને ૫ નંદી એવોર્ડ મળવાની સાથે બીજા ઘણા મોટા એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે. તેમને બેસ્ટ કોમેડિયન માટે “સિનેમા એવોર્ડ” પણ આપવામાં આવ્યો છે. ભારતીય સિનેમામાં અમૂલ્ય યોગદાન આપવા માટે ભારત સરકાર દ્વારા બ્રહ્માનંદમને વર્ષ ૨૦૦૯માં પદ્મશ્રી જેવા દેશના ચોથા સૌથી ઊંચા સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

બ્રહ્માનંદમ ના નામ પર નોંધાયેલો છે આ મોટો રેકોર્ડ.બ્રહ્માનંદમ ના નામ પર એક ખૂબ જ મોટો રેકોર્ડ પણ નોંધાયેલો છે, જે માત્ર દક્ષિણ ભારતીય સિનેમા જ નહિ પરંતુ બોલીવુડ દુનિયાના કોઈપણ ફિલ્મી કલાકાર ના નામ પર નોંધાયો નથી. બ્રહ્માનંદમ ના નામ પર કોઈપણ જીવિત એક્ટર દ્વારા સર્વાધિક સ્ક્રીન ક્રેડિટનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયેલો છે. પોતાના એક ઇન્ટરવ્યૂમાં બ્રહ્માનંદમ કહી ચૂક્યા છે કે “જો તમે કોમેડિયન છો તો પછી તમારે એકદમ સહજ રહેવું પડશે અને તમારી આજુબાજુની ગતિવિધિઓ પર હંમેશા નજર રાખવી પડશે. તેનાથી તમને કોઈપણ કિરદારમાં હાસ્યને સામેલ કરવાનું સરળ થઈ જશે”.

બ્રહ્માનંદમ એક ફિલ્મ માટે મોટી ફી વસુલે છે.ફી લેવાના મામલામાં પણ બ્રહ્માનંદમનો કોઈ જવાબ નથી. આ મામલામાં તેમણે દક્ષિણ ભારતીય સિનેમાના ઘણા સિતારાઓને પણ પાછળ છોડી દીધા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર બ્રહ્માનંદમ એક ફિલ્મ માટે ૧ કરોડ રૂપિયાની ભારે ભરખમ રકમ વસૂલે છે. ક્યારેક આર્થિક તંગીથી સંઘર્ષ કરવા વાળા બ્રહ્માનંદમ આજે કરોડો રૂપિયા સાથે ઘણી લગ્ઝરી ગાડીઓના પણ માલિક છે. જ્યારે તેમણે પોતાનું ઘર પણ ખૂબ જ સુંદર અને વૈભવશાળી બનાવ્યું છે.

તેલુગુ ફિલ્મોમાં ‘કોમેડી કિંગ’ તરીકે ઓળખાતા અભિનેતા ‘બ્રહ્માનંદમ’ 60 વર્ષના થઇ ચુક્યા છે.આ કોમેડિયન અભિનેતા લીડ સ્ટાર કલાકારોને પણ અભિનયની બાબતમાં પાછળ છોડી દે છે.બ્રહ્માનંદમનો જન્મ આંધ્રપ્રદેશના સાટેનાપલ્લી જિલ્લાના મુપલ્લાં ગામમાં 1 ફેબ્રુઆરી,1956 ના રોજ થયો હતો.બ્રહ્માનંદમેં પોતાના કેરિયરની શરૂઆત ડાયરેક્ટર જન્ધ્યાલાની ફિલ્મ ‘ચન્તાબાબાઈ’ માં એક નાના એવા રોલ દ્વારા કરી હતી અને આજે તે સાઉથ ફિલ્મોના જાણીતા કોમેડીયન બની ચુક્યા છે. સાઉથની દરેક બીજી ફિલ્મોમાં તમને બ્રહ્માનંદમની કોમેડીની ઝલક જોવા મળી જાશે.

બ્રહ્માનંદમ કોલેજના દિવસો દરમિયાન અન્ય બાળકોની મિમિક્રી કરતા રહેતા હતા.પરિવારની આર્થિક સ્થિતિ ઠીક ન હતી માટે તેના પરિવારમાં પોતે જ એકમાત્ર એવા વ્યક્ત્તિ હતા જેણે એમ.એ ની ડિગ્રી મેળવી હતી. પણ તેના ભાગ્યના દરવાજા ત્યારે ખુલી ગયા જ્યારે તેલુગુ ફિલ્મોમાં એક જાણીતા ડાયરેક્ટરે તેને ફિલ્મોમાં કામ આપ્યું.બ્રહ્માનંદમની આજે લોકપ્રિયતા એટલી વધારે છે કે દરેક કોઈ ડાયરેક્ટર તેને પોતાની ફિલ્મોમાં લેવા માગે છે કદાચ આજ કારણ છે કે બ્રહ્માનંદમ 1000 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે અને ખુબ કમાણી કરી રહ્યા છે.60 વર્ષની ઉંમરમાં પણ બ્રહ્માનંદમ આજે પણ એટલા જ લોકપ્રિય છે અને પુરા જોશની સાથે કામ કરી રહ્યા છે અને કદાચ તેને લીધે જ આજે તેને સાઉથ ઇન્ડસ્ટ્રીના કોમેડી કિંગ કહેવામાં આવે છે.આગળના વર્ષે બ્રહ્માનંદમેં પોતાની ફી વધારીને 1 કરોડ રૂપિયા કરી નાખી છે અને હવે તે એક ફિલ્મ માટે 1 કરોડ રૂપિયાની ફી લે છે. તેમણે આ નિર્ણય પોતાની લોકપ્રિયતા અને હિટ ફિલ્મોને લીધે લીધો છે.કોઈપણ કોમેડિયન માટે આટલી ફી મેળવવી ખુબ મોટી વાત છે.

ટીચરના સ્વરૂપે પોતાના કેરિયરની શરૂઆત કરનારા કોમેડીયન સુપરસ્ટાર બ્રહ્માનંદમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ શામિલ છે.આ રેકોર્ડ વર્ષ 2007 માં એક જ ભાષામાં 700 થી પણ વધારે ફિલ્મોમાં એક્ટિંગ માટે દર્જ થયેલો છે. પોતાના બે દશકોથી પણ વધારે લાંબા કેરિયેરમાં 1000 થી પણ વધારે ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે.બ્રહ્માનંદમ 24 કલાકમાં 5 લાખ રૂપિયાની કમાણી કરી લે છે.

બ્રહ્માનંદમની લોકપ્રિયતા એટલી બધી વધારે છે કે રોજ ટીવી પર તેની ઘણી ફિલ્મો દેખાડવામાં આવે છે. બ્રહ્માનંદમને પોતાના અભિનય માટે પાંચ નંદી એવોર્ડથી, પ્રદ્મશ્રી એવોર્ડ તથા અન્ય પણ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવી ચુક્યા છે.આજે પણ બ્રહ્માનંદમની પાસે ઘણી ફિલ્મોના પ્રોજેક્ટ પડેલા છે. બ્રહ્માનંદમ 320 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે.આ સિવાય બ્રહ્માનંદમની પાસે ઘણી લગ્ઝરી ગાડીઓનો કાફલો છે.

મિત્રો તમને જણાવી દઇએ કે બ્રહ્માનંદમના મોટા દીકરા રાજા ગૌતમે 9 વર્ષ પહેલા 24 ઑક્ટોબર, 2012ના રોજ સિનેમેટોગ્રાફર શ્રીનિવાસ રેડ્ડીની પુત્રી જ્યોત્સના સાથે લગ્ન કર્યા હતા. જ્યોત્સના હાઉસ વાઈફ છે તો બ્રહ્માનંદમનો નાનો દીકરો સિદ્ધાર્થનો ઇન્ટરેસ્ટ એક્ટિંગ કરતાં ડિરેક્શન ક્ષેત્રે વધુ લોકપ્રિય છે. ચિરંજીવી સહિત અલ્લુ અર્જુન અને સાઉથના ઘણા મોટા સેલેબ્સ બ્રહ્માનંદમના પુત્રના લગ્નમાં પહોંચ્યા હતા. નાના દીકરા સિદ્ધાર્થના હજી લગ્ન થયા નથી.

બ્રહ્માનંદમે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ભગવાનનો આભાર માનું છું કે હું નાનપણથી લોકોને હસાવવામાં સફળ છું. મારો મિત્ર એમસીવી શશિધર, જે ડીડી-8 માં લીડ પ્રોગ્રામિંગ અધિકારી હતો, મને તે લોકપ્રિય લેખક આદિ વિષ્ણુના ઘરે લઈ ગયા. તેણે કહ્યું કે હું ખૂબ સારી સ્ટેન્ડઅપ કૉમેડી કરી શકું છું જે ટીવી પર ઓનએર કરી શકાય છે. આ પછી મેં જાંધ્યાલાએ મને જોયો અને આ રીતે 1985માં મને પહેલો બ્રેક મળ્યો.

કૉલેજમાં વિદ્યાર્થીઓને વારંવાર હસાવતા બ્રહ્માનંદમને એક વખત ઇન્ટર કોલેજ ડ્રામા કૉમ્પિટિશનમાં શ્રેષ્ઠ સપોર્ટિંગ કલાકારનો એવોર્ડ મળ્યો હતો, ત્યારબાદ તેમની નાટક પ્રત્યેની રુચિ વધી ગઈ. આ દરમિયાન તેલુગુના જાણીતા નિર્દેશક જાંધ્યાલાએ બ્રહ્માનંદમને ‘મોદ્દાબાઈ’ નામના નાટકમાં એક્ટિંગ કરતા જોવા મળ્યા અને પછી તેમને તેમની ફિલ્મ ‘ચન્તાબાબાઈ’માં રોલની ઓફર કરી હતી.બ્રહ્માનંદમે એવા એક્ટર છે, જે દક્ષિણ ભારતની લગભગ દરેક ફિલ્મોમાં હોય છે. દરેક અભિનેતા અને દિગ્દર્શક તેમની સાથે કામ કરવા માંગે છે. બ્રહ્માનંદમ મુજબ, એકવાર મારા મિત્રના દીકરાએ મને પૂછ્યું કે તમારું નામ બ્રહ્મનંદમ કોણે રાખ્યું છે?

બ્રહ્માનંદમના જણાવ્યા મુજબ, મારા પપ્પાએ પણ મને ક્યારેય કહ્યું ન હતું કે તેમણે મારું નામ બ્રહ્માનંદમ કેમ રાખ્યું. પછી મેં જાતે મારા નામનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો, પછી ખબર પડી કે આ નામનો અર્થ એટલે બ્રહ્માંડનો આનંદ થાય છે.બ્રહ્માનંદમનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું છે. એક જ ભાષાની 700 થી વધુ ફિલ્મોમાં અભિનય કરવા બદલ આ રેકોર્ડમાં નામ નોંધાયું હતું. એટલું જ નહીં, 2009માં સિનેમામાં બ્રહ્માનંદમનું યોગદાન જોઈને તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

તેમણે ત્રણ દાયકા લાંબી કારકિર્દીમાં 1000થી વધુ ફિલ્મો કરી છે બ્રહ્માનંદમના મોટા પુત્ર રાજા ગૌતમના લગ્નમાં પ્રભાસ અને રવિ તેજા પણ આવ્યાં હતાં શરૂઆત ના દિવસોમાં બ્રહ્માનંદમના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હતી. જો કે, તેઓ તેમના પરિવારમાં એકમાત્ર વ્યક્તિ હતા જેમણે એમએ સુધી અભ્યાસ કર્યો. પોસ્ટગ્રેજ્યુએશન પછી, તેમણે તાત્કાલિક તેલુગુ લેક્ચરર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, પરંતુ નસીબે બીજું કંઇક સ્વીકાર્યું હતું.

Advertisement