ફિલ્મો માં આવતા પહેલા જ સ્ટાર બની ગઈ જાવેદ જાફરી ની દીકરી, સુંદરતા માં મોટી મોટી અભિનેત્રીઓને પણ આપે છે ટક્કર….

જાવેદ જાફરીની વાત આવે એટલે ડાન્સિંગ અને મિમિક્રીને ભુલાય નહીં. એક સારા ડાન્સર અને કોમેડિયનની સાથે જાવેદ જાફરી અભિનેતા, કોરિયોગ્રાફર, સિંગર પણ. સાથે જ ડાન્સ સ્ટેપ અને અભિનયથી લોકોનાં દિલ પણ જીત્યાં. પિતા જગદીપ પણ ભારતીય ફિલ્મ ક્ષેત્રના પ્રખ્યાત કોમેડિયન હતા. જાવેદને વારસામાં જ પિતા દ્વારા આ ગુણ મળેલા.

જાવેદ જાફરીનો જન્મ ૪ ડિસેમ્બર, ૧૯૬૩માં મુંબઈમાં થયો હતો. કોલેજકાળ વખતે તેણે વિચાર્યુ પણ ન હતું કે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો ભાગ બનશે. પણ કોલેજમાં જાવેદ જાફરીને ડાન્સ અને એન્કરિંગનો ભારે શોખ. જાવેદ જાફરીએ ૧૯૮૫માં સુભાષ ઘાઈની ફિલ્મ મેરી જંગથી ફિલ્મી કરિયરની શરૂઆત કરી. ફિલ્મમાં આમ તો તેનો નેગેટિવ રોલ. પણ તેણે પોતાના અભિનયથી લોકોને ખાસ્સા એવા પ્રભાવિત કર્યા. ફ્લ્મિનું ગીત બોલ બેબી બોલ રોક ઓન રોલમાં તેમના ડાન્સિંગ પરફોર્મન્સથી લોકો અંજાઈ ગયા. જાવેદે તહેલકા, ઓહ ર્ડાિંલગ યે હૈ ઈન્ડિયા, અર્થ, ગૈંગ, મેં પ્રેમ કી દીવાની હૂં, જંતરમંતર, સલામ નમસ્તે, સિંઘ ઇઝ કિંગ, થ્રી ઈડિયટ્સ, ધમાલ, બેંગ બેંગ જેવી ફિલ્મમાં કામ કર્યું. તેને પહેલી વાર ફિલ્મ સલામ નમસ્તે માટે બેસ્ટ કોમિક રોલનો આઈફા એવોર્ડ પણ મળ્યો.

ફિલ્મ ધમાલમાં માનવનો રોલ લોકોએ ખૂબ આવકાર્યો. સોની ટીવી પર પ્રસારિત થયેલો બાળકોનો ડાન્સ શો બૂગી વૂગીમાં તે પોતાના ભાઈ નાવેદ જાફરી અને દોસ્ત રવિ બહલ સાથે જજ તરીકે જોવા મળ્યો. તેણે ફિલ્મફેર, સ્ક્રીન, આઈફા જેવા અનેક શો પણ હોસ્ટ કર્યા. ભારત અને વિદેશમાં ૨૦૦થી પણ વધુ લાઈવ શો કર્યા. માઈકલ જેક્સન, અમિતાભ બચ્ચન, આમીર ખાન, એ.આર.રહેમાન જેવી હસ્તીઓ સાથે સ્ટેજ શો કર્યા.

ડિઝનીના હિન્દી વર્ઝન માટે મિકી માઉસ, ગૂફી, ડોન કારનેઝ માટે પોતાનો અવાજ આપ્યો. ટીવી પર પ્રસારિત થતા ટકેસી કાસ્ટલ શોમાં કરેલા વોઈસ ઓવરને કોણ ભૂલી શકે ! ઈન્ટરનેશનલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન ક્લબ ઓફ એશિયન એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન દ્વારા તેનું લાઈફ મેમ્બરશિપથી સમ્માન કરાયું. આ સિવાય તે ફર્સ્ટ ઈન્ડિયા ઈન્ટરનેશનલ એનિમેશન એન્ડ કાર્ટૂન ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૧૫નો બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યો છે. ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં તે આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી લખનઉ બેઠક પરથી ચૂંટણી લડયો પણ નસીબે સાથ આપ્યો નહીં.

હાલ બોલિવૂડના દિગ્ગજ હાસ્ય કલાકાર જાવેદ જાફરી 55 વર્ષના છે. જાવેદ એક સારા અભિનેતાની સાથે સાથે એક મહાન હાસ્ય કલાકાર તરીકે પણ ઓળખાય છે. તે ઉદ્યોગમાં મલ્ટિ-ટેલેન્ટેડ સ્ટાર માનવામાં આવે છે.

તેની અત્યાર સુધીની કારકિર્દીને જોતા, એમ કહી શકાય કે તે કોઈપણ ભૂમિકામાં ઉત્તમ લાગે છે. પરંતુ, આજકાલ જાવેદ જાફરીના પુત્ર અને પુત્રીની ફિલ્મ પ્રવાસની વાતો ખૂબ સાંભળવા મળી રહી છે. અમે તેની પુત્રી એલાવિયા વિશે વાત કરી રહ્યા છીએ, જે તેના ગ્લેમરસ ફોટા માટે અવારનવાર ચર્ચામાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે તે જલ્દીથી બોલિવૂડમાં એન્ટ્રી કરી શકે છે.

ડેબ્યૂ પહેલાં 15 મોટી ઓફર્સ નામંજૂર કરી ચુકી છે,જાવેદ જાફરીને ત્રણ સંતાનો છે, જેમાં બે પુત્ર અને એક પુત્રીનો સમાવેશ છે. તેમના નામ મિઝાન, અબ્બાસ અને અલાવીયા છે. એવા અહેવાલો મળી રહ્યા છે કે જાવેદની પુત્રી આલવિયા ટૂંક સમયમાં ડેબ્યુ કરવાની છે.અગાઉ, એવા અહેવાલ પણ મળ્યા હતા કે તેણીએ અત્યાર સુધીમાં 15 મોટી ઓફરનો ઇનકાર કર્યો છે. અલાવીયાના ભાઇ મિઝને કહ્યું હતું કે “અલાવીયાને અત્યાર સુધીમાં 15 ફિલ્મની ઓફર મળી છે. એલાવિયાના જણાવ્યા પ્રમાણે તે હમણાં અભિનય કરતા પહેલા પોતાનો અભ્યાસ પૂર્ણ કરવા માંગે છે. તેનો અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં તેની પાસે એક વર્ષ બાકી છે.

જણાવીએ કે અલાવિયા હાલમાં ન્યૂયોર્કમાં છે અને ફેશન-બિઝનેસનો અભ્યાસ કરે છે. નોંધપાત્ર વાત એ છે કે, આલાવિયાએ તેની સ્કૂલનું શિક્ષણ દેશની સૌથી ખર્ચાળ શાળાઓમાંની એક મુંબઈની ધીરુભાઇ અંબાણી સ્કૂલથી કર્યું છે.એલાવિયા ઘણીવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ જોવા મળે છે. અલાવીયાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1,30,000 ફોલોઅર્સ છે. અલાવીયા અને શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી કપૂરની બેસ્ટ ફ્રેન્ડ છે. બંને ઘણીવાર ગપસપ કરતા અને સાથે ચાલતા જોવા મળે છે.

પુત્ર મિજાન પણ ટૂંક સમયમાં ડેબ્યૂ કરશે,બોલિવૂડમાં 34 વર્ષ ગાળનાર જાવેદ જાફરીએ 1985 ની સાલમાં ફિલ્મ ‘મેરી જંગ’ થી કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ, તે ખૂબ જ ઓછી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. એવું કહી શકાય કે જાવેદ હંમેશા સહાયક ભૂમિકામાં દેખાતો હતો.પરંતુ હવે તેનો પુત્ર મિઝાન સિનેમેટોગ્રાફીમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. અહેવાલો અનુસાર જાવેદ જાફરીનો પુત્ર મિઝાન ફિલ્મ ‘મલાલ’ અંગે ચર્ચામાં છે. હવે આપણે બધા જાણીએ છીએ કે મિજાન એકમાત્ર સ્ટાર કિડ્સ નથી જે બોલીવુડમાં ડેબ્યુ કરવા જઇ રહ્યો છે.

અલાવિયા બોલિવૂડમાં ક્યારે એન્ટ્રી કરશે તેની તો જાણ નથી, પરંતુ અલાવીયા રણવીર સિંહ અને જસ્ટિન વેબરની ફેંન છે. તાજેતરમાં તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે રણવીર સાથે જોવા મળી રહી છે. તેમની જબરદસ્ત સ્ટાઇલ અને ફેશન સેન્સને કારણે સોશિયલ મીડિયા પર સ્ટાર્સ, સાથે સાથે લાઈમ લાઈટમાં પણ આવવા લાગી છે. અલાવિયા હંમેશાં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર સક્રિય રહે છે અને ફોટા દ્વારા તેના મિત્રોને રૂટિન વિશે કહેતી રહે છે.

આ પહેલા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડેએ પણ પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી છે. અનન્યા ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’ માં જોવા મળી હતી. આ પહેલા સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન અને શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે પણ ડેબ્યૂ કર્યું છે. હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે જાવેદ જાફરીની પુત્રી આલવિયા પણ ટૂંક સમયમાં જોવા મળશે.