ફૂલ જેવી બાળક નાં જન્મ બાદ તેના પગ ઉલ્ટા છે તેમ ખબર પડતાં જ માં બાપ દીકરી ને એકલી મૂકી ચાલ્યાં ગયાં…….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમાં આજે આપણે વાત કરીશું એક એવી ઘટના વિશે જેને જાણ્યા બાદ તમે પણ હેરાન થઇ જશો તો આવો જાણીએ.મિત્રો તમને જણાવી દઇએ કે આ કિસ્સામાં બન્યું છે એવું કે મધ્યપ્રદેશના હરદાની જિલ્લા હોસ્પિટલ માં એક અસામાન્ય બાળકી જન્મી છે. બાળકીને બંને પગ ઘૂંટણથી ઊલટા છે. પંજા પીઠ તરફ છે. ડોક્ટર આ કેસને દુર્લભ માની રહ્યા છે. તેનું વજન સામાન્ય બાળકોથી ઓછું 1 કિલો 600 છે. તેને સ્પેશિયલ ન્યૂ બોર્ન કેર યુનિટ(SNCU)માં દાખલ કરવામાં આવી છે. અસામાન્ય બાળકીના જન્મ પછી બે દિવસથી માતા-પિતા બંને ગુમ છે તેમજ ખિરકિયા બ્લોકના ઝાંઝારી નિવાસી વિક્રમની પત્ની પપ્પીની ડિલિવરી થઈ હતી.

Advertisement

તેણે પુત્રીને જન્મ આપ્યો. ડિલિવરી સામાન્ય હતી. જોકે જન્મના સમયથી જ બાળકીના બંને પગ ઊંધા હતા. આ જોઈને ડોક્ટર અને નર્સ ચિંતામાં મુકાયાં હતાં અને ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.સની જુનેજાએ જણાવ્યું હતું કે 5 વર્ષના કેરિયરમાં અત્યારસુધીમાં આવો કેસ આવ્યો નથી. ઈન્દોર-ભોપાલના ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટોમાં પણ આને લઈને ચર્ચા છે. તેમનું કહેવું છે કે આ મામલો રેર છે. બાળકનું વજન 1 કિલો 600 ગ્રામ છે.

સામાન્ય રીતે જન્મના સમયે બાળકોનું વજન 2 કિલો 700 ગ્રામથી 3 કિલો 200 ગ્રામ સુધી હોય છે તેમજ માતા-પિતા જોવા આવ્યાં નથી જન્મ પછી બાળકી ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને ખતરાથી બહાર છે. જોકે માતા-પિતા તેને છોડીને ચાલ્યાં ગયાં છે. મંગળવારે હોસ્પિટલ પરિસરમાં તેમને શોધવામાં આવ્યાં. માઈકથી જાહેરાત કરવામાં આવી, જોકે તેમની ભાળ મળી નથી.

હવે હોસ્પિટલ મેનેજમેન્ટ પોલીસની મદદ લેશે ઓપરેશન કરીને પગ સીધા કરવામાં આવી શકે છે ઈન્દોરના અરબિંદો હોસ્પિટલ ના હાડકાંના રોગના નિષ્ણાત ડો. પુષ્પવર્ધન મંડલેચાનું કહેવું છે કે આ બીમારી માતાના ગર્ભમાં ઓછી જગ્યા હોવાને કારણે અથવા તો અનુવાંશિક હોઈ શકે છે. આવા પ્રકારના કેસ લાખોમાં એક હોય છે. ઓપરેશન પછી ઘૂંટણોને સીધા કરી શકાય છે. બાળકીને જોયા પછી જ આ અંગે કંઈપણ કહી શકાય છે. અત્યાર સુધીમાં મેં આવા પ્રકારનો કેસ જોયો નથી.

જયારે મિત્રો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો હતો હૈદરાબાદમાં એક જલપરી જેવા બાળકનો જન્મ થયો છે. કમનસીબે તે વધારે સમય સુધી જીવિત રહી શક્યું નથી. જોકે આ દુર્લભ નજારો જોઈને તે બાળકના પરિવાર તથા ડોક્ટરને પણ ભારે આશ્ચર્ય થયું હતું. કારણ કે ખૂબ જ દુર્લભ પ્રકારની બીમારી છે,જે 10 લાખ બાળક પૈકી કોઈ એક બાળકને થઈ શકે છે.તેમા બાળકનું શરીર માનવીનું અને અડધુ શરીર માછલીની આકૃત્તિ હોઈ શકે છે. તેને મરમેડ સિંડ્રોમ કહેવામાં આવે છે. લોકો તેને મત્સ્ય-માનવ પણ કહે છે.

હૈદરાબાદમાં આવેલી પેટલાબુર્જ મેટરનિટી હોસ્પિટલમાં આ બાળકનો જન્મ થયો હતો. લોકો તેને મરમેડ બેબી તરીકે પણ ઓળખે છે. એટલે કે જલપરી જેવું બાળક. અડધુ માનવ શરીર અને અડધુ માછળી. જોકે આ બાળક કેટલાક કલાક જ જીવિત રહી શક્યું. કારણ કે તેને જન્મ સંબંધિત બીમારી થઈ હતી, જેને મરમેડ સિંડ્રોમ કહેવામાં આવે છે મરમેડ સિંડ્રોમને લીધે બાળકના શરીરનો ઉપરનો ભાગ માનવી જેવો હોય છે, પણ નીચેનો ભાગ વિકસિત થઈ શકતો નથી.

તેને લીધે નીચેનો ભાગ માછલીની પૂંછ જેવો દેખાય છે. એટલે કે માછલીની પાંખો જેવી હોય છે મરમેડ સિંડ્રોમને સાઈરેનોમેલિયા પણ કહે છે ગયા સપ્તાહ માં બાળકનો જન્મ થયો હતો. જન્મ થયાના થોડા કલાકો સુધી તે જીવિત રહી શક્યો હતો અલ્ટ્રાસાઉન્ડ તપાસમાં જાણી શકાયું ન હતું કે બાળક આ બીમારીનો ભોગ બનેલું હતું.મરમેડ સિંડ્રોમ અથવા સાઈરેનોમેલિયા ત્યારે થાય છે કે જ્યારે માતા-પિતા પૈકી કોઈ એકમાં જેનેટીક ડિસઓર્ડર હોય અથવા પર્યાવરણને લીધે જીન્સમાં કોઈ ખામી આવી જાય છે. સામાન્ય રીતે આ ત્યારે થાય છે કે જ્યારે એક માનવીથી બીજા માનવીમાં પૂરા જીન્સ પહોંચતા નથી.

કોઈ કારણથી રક્તવાહીની સિસ્ટમ સંપૂર્ણપણે વિકસિત થઈ શકતી નથી અને હૈદરાબાદમાં જન્મેલું બાળક બે પગ ધરાવતું ન હતું. તેના શરીરના નીચેના ભાગના હાંડકા એકબીજા સાથે જોડાઈ ગયેલા હતા. પેટમાં પણ અનેક અંગ ગુમ હતા. પેલ્વિસ તથા બન્ને કિડની પણ ન હતી. NCBIના મતે સામાન્ય રીતે આ પ્રકારના બાળકનો જન્મ થાય છે પણ તે લાંબા સમય સુધી જીવિત રહી શકતા નથી અને વર્ષ 2018માં મહારાષ્ટ્રના અંબાજોગાઈ સ્થિત સ્વામી રામાનંદ તીર્થ ગ્રામીણ સરકારી હોસ્પિટલમાં પણ આ જ પ્રકારના એક બાળકનો જન્મ થયો હતો. તેનું પણ 15 મિનિટમાં મૃત્યુ થયું હતું.

જ્યારે મિત્રો આવા જ એક કિસ્સામાં બન્યું છે એવું કે માતા બનવાની ખુશી જ કંઇક અલગ હોય, પણ બિહારની એક યુવતીએ પોતાના નવજાત બાળકને જોઇને બૂમાબૂમ કરી હતી. આ ઘટના બિહારના જમુઇ જિલ્લાની છે. જ્યાં એક મહિલાએ વિચિત્ર બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકને જોવા માટે હોસ્પિટલે હજારો લોકોએ લાઇન લગાવી હતી. નવજાત શિશુને જોયા બાદ લોકોએ વિવિધ પ્રકારની ચર્ચા શરૂ કરી હતી.

જ્યાં બીજી બાજુ માતા પોતાના બાળકની હાલત જોઇને ભયભીત થઇ હતી.મળેલી માહિતી મુજબ બિહારના લખીસરાય જિલ્લામાં રહેતી પહાડી મદારીની પત્ની રાની દેવીને પેટમાં દર્દ થતાં કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર ખસેવામાં આવી હતી. ડૉક્ટરોએ તેને માં બનવાની વાત જણાવી હોસ્પિટલે દાખલ કરી દીધી. ત્યારે મહિલાના પરિજનો પણ ભારે ખુશ થયા હતા પણ મહિલાએ આંખો વિનાના બાળકને જન્મ આપતાં બધાની ખુશી ફૂર્ર થઇ ગઇ હતી.

હોસ્પિટલમાં દાખલ અન્ય લોકોને માહિતી મળતાં બાળકને જોવા માટે દોડી આવ્યા હતા. એટલું જ નહીં શહેરના અમુક વિસ્તારમાંથી પણ લોકોએ આ અનોખા બાળકને જોવા માટે લાઇન લગાવી હતી. જો કે લોકોને ત્યાંથી હટાવીને હોસ્પિટલમાંથી ભીડ ઓછી કરવામાં આવી હતી.હોસ્પિટલમાં નિદાન કરી રહેલા ડોક્ટર અરવિંદ કુમારે જણાવ્યું કે સગર્ભાએ ખાણીપીણીમાં યોગ્ય ધ્યાન ન આપ્યું હોવાથી આનુવંશિકતાનો વિકાસ ન થઇ શક્યો. આ કારણે જ બાળકોની આંખોનો વિકાસ ન થઇ શક્યો. સારા નિદાન માટે બાળકને પટના પીએમસીએચ લઇ જવાની સલાહ આપી છે.

Advertisement