ગર્ભવતી મહિલાઓએ આ કારણે ન કરવો જોઈએ મેકઅપ,નહીં તો થશે ખૂબ નુકસાન…

ગર્ભવતી મહિલાઓને તેમનું ધ્યાન રાખવા માટે સલાહ આપવામાં આવે છે. કારણકે તેમા સુરક્ષાની પણ હોય છે. જોકે ગર્ભવસ્થાના 9 મહિના જ પોતાનું ધ્યાન રાખવાનું જરૂર હોય છે. પરંતુ 3 મહિના બાદ સ્થિતિ પહેલાના મુકાબલામાં થોડીક વધારે ગંભીર હોય છેય જેને લઇને મહિલાઓ તેની લાઇફસ્ટાઇલની સાથે જ ખાણીપીણી પર પણ ધ્યાન આપવાની જરૂરત હોય છે.

ગર્ભવસ્થાના બીજે કે ત્રીજા મહિનામાં મહિલાઓના શરીરમાં પરિવર્તન આવવાનું શરૂ થઇ જાય છે. ત્રીજા મહિના બાદ ભ્રુણ વિક્સિત થવાની સાથે મહિલાઓનું પેટ વધવા લાગે છે. જેથી મહિલાઓને ઘણા સામાન્ય દુખાવાનો સામનો કરવો પડે છે. ગર્ભવસ્થાના પહેલા 12 અઠવાડિયામાં મહિલાઓના હોર્મોનમાં થતા બદલાવ, પોષણની જરૂરિયાત તેમજ લો બ્લડ પ્રેશરના કારણથી ઘણી સમસ્યાઓ થાય છે. આવો જોઇએ ગર્ભવતી મહિલાઓએ ઘણી એવી વાતો છે તેની પર ધ્યાન આપવું ખૂબ જરૂરી છે.

આપણે ત્યાં ‘કોઠાના સંસ્કાર’ જેવો શબ્દ છે. સુભદ્રા ગર્ભવતી હતાં ત્યારે ગર્ભમાં જ અભિમન્યુએ ચક્રવ્યૂહની વિદ્યા શીખી હતી. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેના પર સંસ્કાર પડવાના શરૂ થઈ જાય છે. આથી જ ગર્ભવતી મહિલાએ પોતાના આચારવિચાર અને આહારવિહાર પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પરંતુ આ એકલી ગર્ભવતી મહિલાની જવાબદારી નથી. બાળક કંઈ એકલું તેનું જન્મવાનું નથી. તેની સાથે બાળક તેના પતિનું પણ છે. તેના સાસુસસરા, નણંદ વગેરે પણ પોતાના પૌત્રપૌત્રી કે ભત્રીજાભત્રીજીના સારા કાર્ય માટે ‘અમારા પરિવારનું બાળક’ કહીને ગર્વ લેશે. તેથી તેમની પણ જવાબદારી બને છે કે જ્યારે તેમના પરિવારની વહુ ગર્ભવતી હોય ત્યારે તે આનંદમાં રહે. તેને ક્રોધ ન આવે.

આથી જ પહેલાંના સમયમાં પહેલી પ્રસૂતિ કરાવવા વહુને પિયર મોકલતા હતા. પહેલી પ્રસૂતિ વખતે હજુ વહુ સાસરામાં બરાબર ગોઠવાઈ ન હોય અને સાસરિયાઓને પણ હજુ વહુ પ્રત્યે જોઈએ તેવી લાગણી બંધાઈ ન હોય. તેથી પ્રસૂતિ વખતે તે જો પિયરમાં રહે તો તે આનંદમાં રહી શકે. તેની માતાને ખબર હોય કે તેની દીકરીને શું ગમશે અને શું નહીં. તેને શું જોઈએ અને શું નહીં.

આ તો વાત થઈ ગર્ભાવસ્થા દરમિયાન કાળજીની. પરંતુ આ સાથે બીજી કેટલીક કાળજી ગર્ભવતી મહિલાએ અને તેના પરિવારજનોએ રાખવાની જરૂર છે. મહિલા ગર્ભવતી હોય ત્યારે સારાં ચરિત્ર ધરાવતા લોકોનાં પુસ્તકો વાંચે, ટીવી બને તો ટાળે. મોબાઇલ પણ બને તેટલો ઓછો વાપરે. અને હા, જો માતૃભાષા પ્રત્યે ગૌરવ હોય (અને કોને નહીં હોય) તો ગર્ભાવસ્થામાં રહેલા બાળકને માતૃભાષા માટે પ્રેમ જગવી શકાય.

આ વાત કોઈ આધાર વગર અમે નથી કહી રહ્યા. અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં ઇકાહ્ન સ્કૂલ ઑફ મેડિસિનમાં એન્વાયરન્મેન્ટલ ઍન્ડ પબ્લિક હૅલ્થના પ્રાધ્યાપક શાન્ના સ્વાને એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મુજબ, જો ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થાની શરૂઆતમાં થેલેટ નામના રસાયણોના સંપર્કમાં આવે તો બાળક ભાષા કૌશલ્યો બરાબર શીખતું નથી. તે મોડું બોલતા શીખે છે.થેલેટ એ ઘણાં બધાં ઉત્પાદનોમાં મળે છે. તે નૅઇલ પૉલિશ અને હૅર સ્પ્રેથી માંડીને ખાદ્ય ચીજોના પૅકેજિંગ તેમજ વિનાઇલ ફ્લૉરિંગમાં તે હોય છે.

નવા અભ્યાસ મુજબ, સંશોધકોને જાણવા મળ્યું છે કે બાળકમાં ભાષા શીખવામાં વિલંબ થવાનું જોખમ ૩૦ ટકા વધુ હોય છે. આ વધુ જોખમ જેમની માતા ગર્ભાવસ્થામાં, ખાસ કરીને બે થેલેટ- ડિબુટીલ થેલેટ (ડીબીપી) અને બુટીલ બેન્ઝીલ થેલેટ (બીબીપી)ના સંપર્કમાં આવે તો રહે છે. બંને રસાયણો વિનાઇલ ફ્લૉરિંગ, સૌંદર્ય પ્રસાધનો અને પ્લાસ્ટિકનાં રમકડાંઓમાં હોય છે.

દરેક મહિલાએ ગર્ભવસ્થા દરમિયાન પોષણયુક્ત ડાયેટ લેવું જોઇએ. આ સમય પર મહિલાઓએ વધારેમાં વધારે પૌષ્ટિક આહાર લેવાની જરૂરત હોય છે. કારણકે તમે જે ખાશો તેની અસર શિશુના વિકાસ પર પણ થશે. ગર્ભવસ્થાના 12 અઠવાડિયામાં મહિલાઓએ પ્રોટીન, વિટામીન તેમજ મિનરલ વધારેમાં વધારે સેવન કરવું જોઇએ. જેથી તમારા શિશુનો વિકાસ યોગ્ય રીતે થઇ શકે. આ દરમિયાન તમારે અનાજથી બનેલી વસ્તું, ફળ, લીલા શાકભાજી વધારે પ્રમાણમાં લેવા જોઇએ. સાથે જ ડોક્ટરની સલાહ લેતા પૂછવું જોઇએ કે ગર્ભવસ્થામાં જરૂરી આર્યન, કેલ્શ્યિમ, વિટામીન ડી તેમજ ફોલેટ પૂરતા પ્રમાણમાં લેવું જોઇએ.

ગર્ભવસ્થાના પહેલા મહિનામાં કસરત કરવાથી મહિલાઓને તણાવ તેમજ અનિદ્રાથી રાહત મળે છે. નિષ્ણાંતો મુજબ વધારે મહિલાઓ ગર્ભાવ્સથા દરમિયાન પણ વ્યાયામ કરી શકે છે. પરંતુ તે અંગે પહેલા ડોકટરની સલાહ લેવી જરૂરી છે. તમે ગર્ભવસ્થામાં વ્યાયામની શરૂઆત કરવા માંગો છો તો નિયમિત રીતે અડઘો કલાક ચાલવું જોઇએ તેમજ સ્વીમિંગ અને યોગ પણ કરવા જોઇએ. વ્યાયામ દરમિયાન બ્લડ પ્રેશર તેમજ બ્લડ શુગરમાં બદલાવના કારણે પ્રથમ ક્વાર્ટરમાં ચક્કર તેમજ થાક લાગવાની સમસ્યા થઇ શકે છે.

આમ તો યુવતીઓ અને સ્ત્રીઓ મેકઅપની દીવાની હોય છે અને તેમની વેનિટી બેગથી માંડીનો ઓફિસ કે આઉટિંગના પર્સ અને બેગ પણ નાના નાના મેકઅપ ટૂલ્સ અને કિટથી અપડેટ હોય છે જોકે  અતિશય તેમજ નિયમિતપણે કરાતો મેકઅપ તમારો આઇક્યૂ ઘટાડે છે એવું કેટલાક સંશોધનમાં સાબિત થયુંછે.

વધુ પડતો મેકઅપ કરવાથી સ્કીન ખરાબ થવાનો ડર રહે છે એ સૌ જાણે છે  પણ શું તમને એ ખબર છે કે વધુ પડતો મેકઅપ કરવાથી તે તમારો આઈક્યૂ પણ ઓછો કરે છે? મેક-અપ પ્રોડક્ટસમાં સામેલ લીડ ધાતુની માત્રા સીધી જ તમારા મસ્તિષ્કને નુકસાન પહોંચાડી શકે છે. જો કે તમામ મેકઅપ પ્રોડક્ટસમાં સૌથી વધુ જોખમી લિપસ્ટીક છે.

તાજેતરમાં થયેલા એક સંશોધનમાં એ વાત સામે આવી છે કે વધુ મેકઅપ કરવાથી બુદ્ધિ ક્ષમતા પર અસર પડે છે. 22 લિપસ્ટીકની બ્રાન્ડસ પર કરવામાં આવેલા પરીક્ષણ દરમ્યાન એ વાત સામે આવી કે તેમાથી લગભગ 55 ટકામાં લીડની માત્રા જોવા મળી છે.

અંડરરાઈટર્સ લેબોરેટરીઝે ખુલાસો કર્યો છે કે 22માંથી 12 લિપ પ્રોડક્ટસ ઝેરીલા હોય છે. સંશોધનકર્તાઓના જણાવ્યા પ્રમાણે લીડની થોડી માત્રા પણ માનસિક સ્વાસ્થ્યને નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આવી પ્રોડક્ટસથી દુર રહેવાની સલાહ પણ સંશોદનમાં આપવામાં આવી છે.