આત્મા અને મનુષ્યને જોડતો પિતૃપક્ષ 14 સપ્ટેમ્બરથી શરૂ થશે. ધાર્મિક માન્યતા છે કે ભાદરવા માસની પૂર્ણિમાની તિથિથી તર્પણ કરવામાં આવે છે. આ દિવસોમાં પરલોકમાં રહેતા પિતૃઓની આત્મા પોતાના પરિવારના સભ્યોને મળવા પરલોકથી વિદાઈ લે છે અને આસો માસ સુધી તે ધરતી પર નિવાસ કરે છે. આ 15 દિવસમાં મનુષ્યને સંયમ પૂર્વક રહેવું જોઈએ. આ દિવસોમાં ભાવને ત્યાગ કરી અને સદાચારનું જીવન વ્યતીત કરવું જોઈએ તેનાથી પિતૃઓને પ્રસન્નતા રહે છે.
ગરુડ પુરાણમાં કહેવાયું છે કે પિતૃલોકમાં ગયેલી આત્મા પિતૃ પક્ષમાં જ્યારે પરત આવે છે તો તે પોતાના પરિવાર દ્વારા આપેલા પિંડ, અન્ન અને જળને ગ્રહણ કરે છે. પિતૃઓની આત્માને બળ મળે અને તે પોતાના પરિવારનું કલ્યાણ કરે છે. જે પિતૃઓને અન્ન અને જળ પ્રાપ્ત થતું નથી તે ભુખ અને તરસથી વ્યાકુળ થઈ અમાસના દિવસે પરત ફરે છે. જેમના પિતૃઓ નિરાશ રહે છે તેમના પરીવારમાં પણ નિરાશા અને ક્લેશ વધે છે
પુરાણો અનુસાર પિતૃ પક્ષમાં પિતૃઓના નામથી તર્પણ કરી અને તેમને જળ અર્પણ કરવું જોઈએ. જે તિથિ પર પિતાનું મૃત્યુ થયું હોય તે દિવસે પિતૃઓના નામથી શ્રાદ્ધ કરવું જોઈએ અને બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ. પિતૃઓ માટે બનેલા ભોજનને ગાય, કુતરા, કાગડાને પણ આપવું જોઈએ. તેમાંથી પિતૃઓને પણ ભાગ મળે છે.
કોઈ પણ વ્યક્તિના નિધન માત્ર તેની યાદ જ હંમેશા આપણા મનમાં જીવંત રહેતી હોય છે. આપણે ત્યાં આપણા પ્રિયજનોના નિધન બાદ તેમની તસવીરો ઘરમાં લગાવીએ છીએ, જેથી તેમની હંમેશા યાદ આવતી રહે અને તેમના આર્શીવાદ બધા પર બની રહે. અનેક લોકો પોતાના પૂર્વજોની તસવીર મંદિરમાં લગાવે છે અને તેમની પૂજા કરે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આવું ન કરવું જોઈએ. આવું કરવાથી ભગવાન નારાજ થાય છે. આવામાં અમે તમને બતાવીશું કે, ઘરના કયા ખૂણામાં તમારે પૂર્વજોની તસવીર લગાવવી જોઈએ.

સૌપ્રથમ તો તમારે પિતૃની છબી કદી પણ મંદિરમાં ન રાખવી જોઈએ. અહીં પિતૃની છબી હોય એ અશુભ ગણાય છે.પૂર્વજોની તસવીરને ક્યારેય પણ ઘરની વચ્ચોવચ આવતી જગ્યા પર ન લગાવો. તેમજ ફોટો બેડરૂમ કે કિચનમાં પણ ન લગાવતા. આવું કરવાથી ઘરમાં લડાઈઝઘડા વધે છે. સુખ સમૃદ્ધિમાં ઉણપ આવે છે.
શાસ્ત્રોના અનુસાર, મંદિરમાં પિતૃઓનો ફોટો મૂકવો વર્જિત છે. પિતરોનો ફોટ મંદિરમાં રાખવાથી દેવી-દેવતા નારાજ થાય છે. તેથી પિતરો અને દેવતાઓના સ્થાનને અલગ રાખવા જોઈએ.ઘરમાં ક્યારેય એ સ્થાન પર પિતૃઓની તસવીર ન લગાવો, જ્યાં આવતા જતા સમયે તમારી નજર પડે.દક્ષિણ અને પશ્ચિમની દિવાલો પર ક્યારેય તેમની તસવીર ન લગાવો. આવું કરવાથી સમૃદ્ધિ અટકી જાય છે.
પિતૃઓની તસવીર ક્યારેય જીવિત લોકો સાથે લગાવવી ન જોઈએ. કેમ કે, તે અશુભ માનવામાં આવે છે. કોઈ પણ જીવિત વ્યક્તિની સાથે પિતૃઓની તસવીર હોય, તો તેમના પર નકારાત્મક અસર પડે છે. તેમની ઉંમર પણ ઘટી જાય છે.
પિતૃઓની તસવીર હંમેશા ઉત્તર દિશાની દિવાલમાં લગાવવું યોગ્ય માનવામાં આવે છે. જેથી તેમી દ્રષ્ટિ દક્ષિણ તરફ પડે. અથવા તો પછી પિતૃઓની તસવીર એવી જગ્યા પર લગાવો જે દિશામુક્ત હોય.મિત્રો આમ તો સામાન્ય રીતે પૂજાઘર ઈશાન ખૂણામાં હોય છે અને પૂજાઘર ઈશાન ખૂણામાં હોવાથી પિતૃની છબી પૂર્વ દિશામાં રાખવી જોઈએ. જો પૂજા ઘર પૂર્વ દિશામાં હોય તો તમે ઈશાન ખુણામાં પિતૃની છબીઓ રાખી શકો છો.
ઉત્તર દિશા તરફ પિતૃની છબી રાખવી એ શુભ મનાય છે. કારણ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને ઊર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે. તેથી અહીં પિતૃઓની છબી હોવી એ શુભ મનાય છે. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં કદી પણ પિતૃની છબી ન રાખવી જોઈએ. દક્ષિણ અને પશ્ચિમ દિશામાં પિતૃની છબી હોવાથી ઘરના વિકાસ પર અસર પડે આવે છે. તેનાથી ઘરની ઉન્નતિ રૂંધાય જાય છે અને સાથે જ તે દિશામાં છબી હોવાના કારણે ધન-સંપત્તિને પણ નુકસાન થવાની શક્યતા રહે છે.ઘરના બ્રહ્મસ્થાન એટલે કે મધ્યભાગમાં કદી પણ પિતૃની છબી ન રાખવી જોઈએ. મધ્ય ભાગમાં છબી હોવાના કારણે તમારા પિતૃના માન સન્માનને ઠેસ પહોંચે છે. પિતૃઓની છબી ઉમરાની ઉપરની દિવાલ પર ન હોવી જોઈએ. કારણ કે અહીંથી વારંવાર અવરજવર હોવાથી તેઓનું અપમાન થાય છે.
આ સાથે જ અમે તમને જણાવી દઈએ કે પિતૃની છબી પર માળા ચઢાવવી જોઈએ અને જો પિતૃ ઉપર કુદરતી ફૂલોની માળા હોય તો ખુબ જ શુભ મનાય છે અને આ કુદરતી ફુલની માળા રોજ બદલવી જરૂરી છે.