ગુજરાતના આણંદ માં આવેલું છે ખોડીયાર માનું અદ્ભુત મંદિર, જાણો આ મંદિરની વિશેષતા વિશે…

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ કે આજે હું તમારા માટે આ લેખમાં તમને એક એવી માહિતી આપવા જઈ રહ્યો છું જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે.મિત્રો તમને જણાવી દઈએ કે જેમા આજે આપણે વાત કરીશુ ચરોતરના રાજરાજેશ્વરી મા ખોડિયાર ના એકમાત્ર મંદિર વિશે તે પહેલા મા ખોડિયારના પ્રાગટ્ય વિશે જાણી લઈએ.

Advertisement

મિત્રો તમને જણાવી દઈએ કે શ્રી ખોડિયાર માતાજીનાં પ્રાગટય અંગેની જે કથા મળે છે તે મુજબ મહાદેવના વરદાનથી 1200 વર્ષ પૂર્વે મા ખોડલ અવતર્યા હતા. આશરે ૯ થી ૧૧મી સદીની આસપાસના સમયની વાત છે. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાનાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતાં. તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં. તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો. પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુ:ખ દેવળબાને સાલ્યા કરતું હતું.

મિત્રો મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર, માયાળુ અને પરગજુ હતાં. તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતિમો વણલખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો. જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં.

તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખુંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિ:સંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ‘મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા.

ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુ:ખ થયુ.આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબજ દુ:ખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી. મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે.

મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરિકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું. આમ મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી. તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા, જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા.

આમ મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ, જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું અને ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે.એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જીવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં.

તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા અને તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને.

ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડયુ અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં હતા.સૌનાં દુ:ખ હરતી અને સૌનું સાંભળતી ખોડિયાર માતાજીને અનેક જ્ઞાતિના લોકો પૂજે છે. લોકો અહીં ચાલીને આવવાની માનતા પણ રાખે છે અને અહીં ચૈત્રી અને આસો નવરાત્રિ ઉપરાંત અષાઢી બીજ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

મિત્રો ગરવી ગુજરાત મધ્યે લીલી હરિયાળી ચરોતર ભૂમિની મધ્યે આણંદ શહેર થી ૪ કિ.મી દૂર આણંદ-નડીયાદ સ્ટેટ હાઈવે ઉપર મહી કેનાલ શાખા ઉપરના રસ્તા દ્વારા વરસડા તળાવ લાંભવેલ પાસે વર્ષો જુનું ઘણું જ પુરાણું વણઝારા વખતનું માં ભગવતી રાજરાજેશ્વરી ખોડીયારનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે આ સ્થળ આણંદ શહેરના સીમાડા ઉપર લાંભવેલ ગામના પાદરમાં આવેલું છે.આ સ્થળ ઉપર ભયાનક ઝાળી,ઝાંખરા બાવળી વચ્ચે દિવસે અંધારું ભાસે લૂંટારા લૂંટી જાય તેવા સ્થળ ઉપર ઇ.સ ૧૯૬૮માં સ્થળના વિકાસરૂપ વિશ્વકર્મા પ.પૂ.શાંતિદાસ મહારાજશ્રી પધારેલ.

કહેવાય છે કે સંત પારસમણિ સ્વરૂપ છે તેમના આવવા ને તપના પ્રભાવથી આ સ્થળનો વિકાસ ત્યાં વસવાટ કરતાં ભરવાડ સમાજના અગ્રણી એવા ભગવાનભાઈ ગીગાભાઈ ભરવાડના તથા ગ્રામજનોના સહકારથી નાની ડેરીમાંથી ૧૫×૨૫ નું શિખર બંધી મંદિર આકાર પામ્યું જેમાં નયનરમ્ય સુંદર મનોહર માં ખોડિયારની ભવ્ય પ્રતિમાનું પ્રતિષ્ઠા મહોત્સવ ૧૯૭૧માં ઉજવી અને હાલમાં પણ જે બિરાજમાન માંની પ્રતિમા છે તે જ પ્રતિમાને ૪૧મું વર્ષ પ્રવર્તમાન છે.ત્યારબાદ પ.પૂ.શાંતિદાસ મહારાજશ્રીની ઘણી જ ધગશ અને ખેન હોવાથી આ સ્થળ એક પિકનીક સ્થળ યાત્રાધામ બની ગયુ હતું.

સમય સ્થળના પરિવર્તનશીલતાના સિધ્ધાંત રૂપી સદર માતાજીનું મંદિર ભાવિક ભક્તોના આવન જાવનથી નાનુ લાગવા માંડયું જેથી પુનઃજીણોધ્ધાર ભાવિકભક્તોના સહયોગથી ૧૯૮૭માં શરૂ કરી વિશાળ ફલક ઉપર ૫૧ શિખરીવાળું ૬૧ ફૂટ ઉંચાઇ ધરાવતું શિખરબંધી મંદિર ઘુમ્મટવાળું માં ચામુંડા, માં અંબાજી, માં મહાકાળી, માં ગાયત્રી, શ્રી ગણેશ, શ્રી હનુમાનજી, શ્રી ક્ષેત્રપાળ, અને નીચેના પુરાણા ગોખમાં માં ખોડિયારની પ્રતિમાનું પ્રતિષ્ઠા કરી ૧૯૯૧માં જીણોધ્ધાર કાર્ય અટકાવી દીધું.

જે ૧૯૯૫ માં પ.પૂ.દાદાગુરુ શાંતિદાસ મહારાજ શ્રીના કરકમળો દ્વારા શ્રી સુવર્ણ કળશ પ્રતિષ્ઠા કરી પૂર્ણ કર્યું સંતો પોતાનું કર્મ પૂર્ણ કરી સદેહે અમર થાય તેમ ૨૯-૧૦-૧૯૯૫ને રવિવાર કારતક સુદ પાંચમે માં ખોડિયારની ગોદમાં કાયમ માટે અખંડ જ્યોતમાં વિલીન થઈ આજે પણ માતાજીનાં જમણા હાથ ઉપર સમાધિ સ્થળ ઉપર શિવસ્વરૂપ થઈ શ્રી શાંતિદાસ મહારાજશ્રી શ્રી શાંતિનાથ મહાદેવ તરીકે અમર થઈ ગયાં.

સમયના વહેણ સાથે પ.પૂ. મહારાજશ્રીના બ્રહમલીન થયા પછી તેમની ઇચ્છાનુસાર તથા ટ્રસ્ટના સહમતિથી પ.પૂ.વિનોદચંદ્ર મહારાજશ્રીએ ગુરુ પરંપરા અનુસાર મહારાજશ્રી તરીકેનું માતાજીની સેવા પુજાનું સઘળો કાર્યભાર સંભાળી લીધો.ત્યારબાદ પ.પૂ.દાદાગુરુના આશીર્વાદ તથા પ્રેરણા અનુસાર ટ્રસ્ટીશ્રી દેવાભાઈ ભરવાડ, ટ્રસ્ટીશ્રી મહેશભાઈ સી.પટેલ તથા ટ્રસ્ટીશ્રી બાબુભાઈ પટેલ, તથા ટ્રસ્ટીશ્રી બળદેવભાઈ પટેલની આગવી સૂઝથી સમાધિ મંદિર, ત્યાં પાકો વિશાળ રોડ, તૈયાર થઈ ગયો.

૨૦૦૧માં પ.પૂ.દાદાગુરુશ્રીની ઇચ્છાનુસાર તથા તેમના કરકમળ દ્વારા ભૂમિપૂજન થયેલ તેવા માતાજીનાં મંદિરના પટાંગણમાં ભીડભંજન મહાદેવ આકાર લઈ પ્રતિષ્ઠા થઈ આમ આ સ્થળ ૧૨ એકર વિસ્તારમાં પથરાયેલું છે.મંદિરના પટાંગણમાં વિશાળ બે મજલાની ધર્મશાળા તથા યજ્ઞશાળા તથા વિશાળ વટવૃક્ષ ધરાવતો ભવ્ય ઉધાન તૈયાર થઈ ગયું. પટાંગણમાં પ્રવેશ માટે વિશાળ પ્રવેશદ્વાર તૈયાર થઈ ગયું.આમ સદર મંદિરના વિકાસમાં હાલના ટ્રસ્ટના પ્રમુખશ્રી દેવાભાઈ ભગવાનભાઇ ભરવાડ તથા પ.પૂ. વિનોદચંદ્ર મહારાજશ્રીની ઉત્સાહ, કાર્ય ધગશથી સમગ્ર સ્થળ અનેક ભાવિક ભકતોથી કાયમ માટે ઉભરાયેલું ભરચક ભીડદાયક જોવા મળે છે. આવનાર દરેક દર્શનાર્થીની તમામ મનોકામના માં ખોડીયાર પરિપૂર્ણ કરી ભાવિક ભક્તોની અનેરું આકર્ષણ ઊભું કરે છે.

Advertisement