મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું જેમા આજે આપણે વાત કરીશુ ગુજરાતના ફાગવેલના શૂરવીર ભાથીજી મહારાજ વિશે ભાથીજી મહારાજના એક કલ્યાણકારી ધામ, જે ફાગવેલમાં આવેલુ છે. જ્યાં સદાય ભક્તોની અવરજવર રહે છે અને કહેવાય છે કે કોઈપણ શ્રદ્ધાળુની માનતા પૂરી થતા અહિં ભાથીજીના ચરણોમાં કાપડનો ઘોડો ચઢાવાની પરંપરા છે. ભાથિજી કે જે ભાથી ખત્રી અથવા ભાથીજી મહારાજ તરીકે ઓળખાય છે તેઓ ગુજરાત રાજ્યમાં હિંદુ ધર્મમાં દેવતા તરીકે પૂજાય છે.
મિત્રો મધ્ય ગુજરાતના ખેડા જિલ્લામાં તથા સૌરાષ્ટ્રના અમુક પ્રદેશોમાં યુદ્ધ નાયક તરીકે ઓળખાય તથા પૂજાય છે.ઐતિહાસિક નોંધો તપાસતા એ જણાઇ આવે છે કે,ડાકોરના રહિશ અને ભગવાન કૃષ્ણના પરમભક્ત વિજયસિંહ બોડાણા જ્યારે પ્રથમ વખત દ્વારિકાની યાત્રાએ ગયેલા ત્યારે તેઓ પાટણના જયમલ રાઠોડ સાથે તેમના સંઘમાં જોડાઇને ગયા હતાં.ભક્ત બોડાણાથી તો કોણ અજાણ હોય.ભગવાન કૃષ્ણને દ્વારિકાથી ડાકોર લઇ આવનાર મહાન પ્રભુભક્ત.હાથમાં તુલસીનો છોડ ઉગાડીને દ્વારિકાની યાત્રાઓ કરનાર એક ધુની,મસ્ત અને અંતરાત્માને સદાનિર્મળ રાખનાર નરસૈયો એટલે બોડાણા.
મિત્રો આ ભક્ત વિજયસિંહ બોડાણાને પોતાના સંઘમાં દ્વારિકાની યાત્રાએ લઇ જનાર પાટણના જયમલ રાઠોડના જ વંશની પેઢીઓમાં ખેડા જીલ્લાના કઠલાલ તાલુકામાં કપડવંજ પાસે આવેલા ફાગવેલ ગામ રાઠોડ તખ્તસિંહ થયા હતા અને આ તખ્તસિંહ એક ગરાસદાર હતા અને તેમને ત્યા ભાથીજીનો જન્મ વિ.સં.1600 ઇ.સ.1544 ના કારતક સુદ એકમના દિવસે થયો હતો અને ભાથીજી નાગદેવતાનો અવતાર માનવામાં આવતા હતા અને એ સવા માસના થયા ત્યારે તેમના કપાળના મધ્ય ભાગમાં નાગફેણનું ચિહ્ન ઉપસી આવ્યું હતું અને તે સમયથી જ લોકો તેમને દેવાંશી માનતા.
મિત્રો તમને જણાવી દઇએ કે જેમ જેમ દિવસ જાય તેમ ભાથીજી મહારાજ ના ચમત્કારિક શક્તિના પરચા સૌને જોવા મળતા હતા અને ભાથીજી ગૌસેવા, નાગસેવા અને ગરીબોની ખૂબ સેવા કરતા.તખ્તસિંહ રાઠોડના વિવાહ ચિખડોલના ગરાસિયાના પુત્રી અકલબા સાથે થયા હતાં.ઠકરાણા અકલબા અને તખ્તસિંહને ખોળે ચાર સંતાનો જન્મ્યા હતા અને બે પુત્રીઓ અને બે પુત્રો.પુત્રીઓના નામ સોનબા અને બીનજીબા હતાં.જ્યારે હાથીજી અને ભાથીજી નામના બે પુત્રો હતાં.
હાથીજીને પણ આજે લોકો શ્રધ્ધાથી વંદન કરે છે,તેઓ પણ એક વીર હતાં અને વિક્રમ સંવત 1600 અને ઇ.સ.1544ના કારતક મહિનાના પડવાને દિવસે એટલે કે બેસતાં વર્ષને દિવસે ભાથીજીનો જન્મ થયો હતો અને કહેવાય છે કે ભાથીજી નાનપણથી જ તેજસ્વી, નીડર કરૂણાશીલ અને લોકોના દુ:ખોને જાણનારા હતાં અને ભાથીજી મહારાજ 12 વરસની વર્યે જંગલ મા શિકાર કરવા ગયા હતા ત્યારે જંગલમા જઈ ને પાછા આવતા હતા ત્યારે એમને જોયુ કે રસ્તા માં નાગ અને નોળીયા ને બન્ને ઝગડતા જોઇ ને ભાથીજી મહારાજ નવાઈ પામે છે.
ભાથીજી મહારાજે એ બને ને છુટા પાડે છે ને નોળીયા ને ભગાડી મુકે છે આ બાજુ નાગદેવ એ જોયુ કે મારુ કોઇ એ જીવન બચાયુ છે અને જેમ ભાથીજી દાદા ને આશીર્વાદ આપતા હોય એમ ફેણ કરી ને એમના સ્થાને જતા રહે છે. આમ ભાથીજી ને નાગ દેવતા સાથે પ્રીતી થઇ જાય છે અને પછી થી ભાથીજી ઘરે જતા રહે છે જ્યારે બીજા દિવસ થી ભાથીજી મહારાજ દરરોજ નાગ દેવતા ને એ જ્ગ્યા જઈ ને દરરોજ દુધ પિવડાવતા હતા.તેમણે નાનપણથી જ પોતાના ગરાસની રૈયતની ચિંતા માથે લીધી હતી.
લોકો તેમને લાડ કરતાં હતા અને ભાથીજી મહારાજ નાગદેવતા નો અવતાર મનાય છે અને જ્યારે ભાથીજી સવા મહિનાના થયા ત્યારે તેમના કપાળ પર નાગની ફેણનું ચિહ્ન દેખાઇ આવેલુ અને આથી લોકો તેને કોઇ દેવતાઇ પુરુષ માનવા લાગેલા.ભાથીજી ઉચ્ચ વર્ણના હોવા છતાં તેમણે કદી નાત-જાતને ગણકારી નહોતી એમણે એક હરિજન કન્યાને પોતાની સગી બહેનના રૂપમાં માની હતી અને તેમના બધાં દુ:ખો દુર કરવાની અને કોઇપણ સ્થિતીમાં તેમનું રક્ષણ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
મિત્રો આ જ વાત દર્શાવે છે કે ભાથીજી મહારાજ ની ખાનદાની કેટલી મહાન હતી ભાથીજી જન્મથી જ શુભ લક્ષણો ધરાવતા હતા રમતા-રમતા એક વખત ભાથીજીની નજર નાગદેવતા પર પડી ગયા હતા જેથી તેઓની સાથે રમનાર છોકરાઓ ઘરે નાસી ગયા હતા અને ગભરાયેલા બાળકોએ માતા અક્કલબાને સંદેશો આપ્યો હતો કે ભાથીજી તો નાગદેવતાની સાથે ઉભા છે અને નાગદેવતાને દૂધ પીવડાવે છે અને દરરોજ આ રીતે ભાથીજી મહારાજ રાફડા પાસે જઈને નાગદેવતાને દૂધ પીવડાવતા હતા.
ભાથીજીએ આજીવન ગાયને માટે બધું કરી છૂટવાની ટેક લીધી હતી.તેઓ વીર હતાં તેમજ તલવારની ધાર પર તેણે ગાયમાતાની રક્ષા કરેલી અને ગૌસેવા કરેલી અને જો કોઇ ગાયને હેરાન કરે કે મારે તો ભાથીજીની તલવાર એના માથે તોડાતી એ ઉપરાંત તેમણે નાગને મારવાની પણ મનાઇ ફરમાવેલી હતી તેમજ નાગને તે દેવતાનો અંશ માનતા.સર્પ કદી જાણી જોઇને દંશ ના મારે પણ જો માનવી ભુલથી કે જાણી જોઇને તેના પર પગ મુકે,પ્રહાર કરે તો જ એ સ્વબચાવ માટે થઇને નાછૂટકે દંશ આપે છે.
આજે પર્યાવરણની રક્ષા માટેના આ પ્રયત્નની નીમ ભાથીજીએ લગભગ સાડા ત્રણસો વર્ષ અગાઉ નાખી હતી કારણ કે તેઓ સર્પને તે દેવતાઇ રૂપ માનતા હતા અને સર્પદંશની મુસીબતના પણ તે તારણહાર હતાં.ભાથીજી ગરીબોના બેલી હતાં.તેઓ ગરીબ,નિ:સહાય લોકોની સાથે હંમેશા ખડેપગે ઉભા રહેતા.તેમની આ મહાનતાને લીધે જ તો લોકો આજે પણ તેમને પૂજે છે અને દિવસે દિવસે ભાથીજી મહારાજની યશગાથા ગામે ગામે પંથ કાપતી પવનવેગી સાંઢણીઓની જેમ જવા લાગી હતી.
અને લોકો એના મુખ દર્શન કરીને પોતાની જાતને ધન્ય ગણવા લાગ્યા સમય પસાર થતા ભાથીજી મહારાજ 16 વર્ષનાં થયા અને પરણવાની ઉંમર થઈ એટલે માતા-પિતાની આજ્ઞા હોવાથી ભાથીજી કંકુબા સાથે લગ્ન માટે તૈયાર થયા હતા અને જાન માંડવે આવી ચુકી હતી.ઢોલ વાગી રહેલા,શરણાઇઓ પોતાના દેહના કટકા કરીને રાગ આલાપતી હોય એમ મંગળ સુરો રેલાવી રહી હતી ત્યારે લગ્નમંડપમાં વેદીની ફરતે ભાથીજી ફેરા ફરી રહ્યાં હતાં ભાથીજીનાં કંકુબા સાથે લગ્નની વિધિનાં ત્રણ મંગળફેરા પૂર્ણ થયા બાદ ચોથા મંગળફેરા ફરવાનાં સમયે ફાગવેલની ધરાએ જાણે પોકાર કર્યો હોય તેમ.
ગામમાંથી એક ભક્ત રડતા રડતા લગ્ન મંડપમાં આવ્યો અને ભાથીજી મહારાજને સંદેશો આપ્યો કે ગામની ગાયોને દુશ્મનો પકડીને લઇ જઇ રહ્યાં છે.અને આ સાંભળીને પલ પહેલાં શૃંગાર રસમાં દિપતો આ નરબંકો આંખના પલકારામાં વીર રસથી કાળજાળ કાલભૈરવ બની ગયો અને આતરસુંબાનાં બહારવટિયાઓ ફાગવેલ ગામની ગાયો દોરી જાય છે આ સંદેશો સાંભળતા જ ભાથીજી મહારાજ લગ્નમંડપમાં તલવારથી પોતાની વરમાળા કાપીને ફાગવેલ ગૌ રક્ષા માટે દોડી ગયા હતાં.
ભાથીજી મહારાજ પોતાની તલવાર લઈને ફાગવેલથી 6 કિમી દૂર આવેલ ખાખરીયા વનની સીમમાંથી ગાયોને દોરીને લઈ જતાં બહારવટિયા ઓને રોકીને તેઓની સાથે ભાથીજી મહારાજે યુદ્વ કર્યું હતું અને આ યુદ્વ દરમિયાન દુશ્મનોએ એકાએક પાછળથી ભાથીજી મહારાજ ઉપર ઘા કરતા મસ્તક ધડથી અલગ કરી દીધું હતું અને ભાથીજી મહારાજ નું ધડ બહારવટિયાઓ સાથે લડતું રહ્યું. ગૌ રક્ષક ભાથીજી મહારાજનાં ધડે દુશ્મનોને મારીને ગાયોને બચાવી લીધી હતી અને કહેવાય છે કે ભાથીજીનું ધડ દુશ્મનો સાથે સાડાત્રણ દિવસ લડતું રહ્યું હતુ અને યુદ્વનાં અંતે તેઓ વીરગતિએ પામ્યા હતા.
જો કે આ બલિદાનની ગાથાને લોકો આજે પણ યાદ કરે છે અને ક્ષત્રિય કુળમાં સામર્થ્ય બતાવી મૃત્યું પામી તેમણે નામ અમર કર્યું હતું.ભાથીજીનું માથુ ખોળામાં લઇને આ આર્યરમણી બળી.હજી જેમનો પુરો પરિચય નહોતો એવા નરવીરને લઇને ભરયુવાનીમાં સતી થનાર કંકુબા જેવી સતીત્વને અમર રાખતી આર્યનારીઓને લીધે જ તો આજે ધર્મ સંસ્કૃતિ બચી રહી છે અને કહેવાય છે કે ભાથીજી મહારાજે પોતાની જાતે પોતાની જ મૂર્તિ બનાવી હતી પરંતુ સમયનાં અંતે આ મૂર્તિ ખૂબ જ જૂની થતા આ મૂર્તિને સમાધિ આપવામાં આવી અને એક નવી મૂર્તીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
અને અહીં આ સ્થાનક પર લોકોની અપાર આસ્થા જાડાયેલી છે તેમજ ભાથીજી મહારાજને જ્યારે અગ્નિદાહ દેવાયો ત્યારે તેમણે તેમના ભાઇ હાથીજીના દેહમાં પ્રવેશ કર્યો અને કહયુ હતુ કે લોકોને કહેજો કે જેને સાપ કરડે તે બધાં મારી માનતા રાખી મને યાદ કરે અને જો બનવાકાળ નહિ હોય તો સર્પદંશ ઉતરી જશે અને આમ જ થાય છે એ તો શત પ્રતિશત્ સત્ય છે અનેક લોકો સર્પદંશમાંથી મુક્તિ પામે છે અને જીવતદાન પામે છે.શ્રધ્ધાનો વિષય હો તો પુરાવાની શી જરૂર હાથીજીએ ભાથીજીના અવતારકાર્યમાં સહયોગ આપ્યો અને તેમને પણ લોકો દેવતાઇ અંશ માનતા હતા અને તેમના દર્શન માટે આતુર બનતા હતા.
આજે હાથીજીની પણ પૂજા થાય છે.આજે ગામેગામ ભાથીજીના મંદિરો,ડેરીઓ આવેલ છે.લોકો ભક્તિભાવ પૂર્વક ભાથીજી-હાથીજીને શીશ નમાવે છે.ફાગવેલમાં ભાથીજી મહારાજનું ભવ્ય મંદિર આવેલ છે.અહિં ભાથીજીના પ્રાગટ્ય દિવસે એટલે કે બેસતાં વર્ષને દિવસે મેળો ભરાય છે.ભક્તો દુર દુર થી પોતાની મનોકામના પૂરી કરવા માટે અહીં આવે છે અને મનોકામના પૂરી થતા વિવિધ વસ્તુઓ ચઢાવવામાં આવે છે અને તેમા ખાસ કાપડનો કે ચાંદીનો ઘોડો અહીં ચઢાવવામાં આવે છે.
કારણ કે શૂરવીર ભાથીજી મહારાજ સફેદ ઘોડા પર સવાર થઈને યુદ્વ લડવા નીકળ્યા હતા અને આ સાથે જ અહીં મોટી સંખ્યામાં ચાંદીનાં છત્તર ચઢાવે છે. ઘણા લોકો અહી સંતાન માટે પણ માનતા રાખે છે અને સંતાન પ્રાપ્તિ થતાં અહીંયા આવીને ઘોડીયું ચઢાવે છે. દૂર દૂરથી લોકો અહીં ચાલીને પણ આવે છે અને ભાથીજી મહારાજની સામે શિશ ઝૂકાવે છે.ભાથીજીને નાગદેવતાની સાથે જાણે કે એક અનોખો નાતો હતો જ્યારે ભાથીજી વિરગતિ પામ્યા ત્યારે પણ નાગદેવતા તેના દેહની પાસે જ રહ્યા હતા.
અને આ માટે આજે પણ ફાગવેલ ખાતેનાં આ મંદિરમાં એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિને ગમે તેવો ઝેરી સાપ કરડે અને તેને અહીં લાવવામાં આવે તો સાપનું ઝહેર જલદી જ ઉતરી જાય છે. અહીનાં મંદિરમાં નાગ દેવતાની પણ ખાસ પૂજા કરવામાં આવે છે.હાલમાં આ મંદિરનાં જીર્ણોદ્વા નું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં રાજસ્થાનનાં ખાસ પથ્થરો મંગાવીને તેનાં પર સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે જેનાં પિલ્લર મંદિરની શોભા વધારી રહ્યાં છે.