હાલ આવું જીવન જીવે છે “હમારી બહૂ સિલ્ક”ની એક્ટ્રેસ,હાલ ખૂબ ખરાબ હાલત થઈ ગઈ છે,તસવીરો જોઈને ઓળખી નહીં શકો….

મિત્રો આ લેખમાં હું આપણું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું તેમજ આજે હું તમને ટીવીનો લોકપ્રિય શો હમારી બહુ સિલ્ક ફેમ એક્ટ્રેસ સરિતા જોશીએ સિરિયલ વિશે જણાવવાનો છું અને તેમજ છેલ્લા 7 મહિનાથી તેમને ફી મળી નથી અને તેમની પાસે રહેવા માટે પણ પૈસા નથી અને તેમજ આ કોરોના રોગચાળાને કારણે લોકડાઉનનો અમલ દેશભરમાં કરવામાં આવ્યો હતો, જેની અસર સામાન્ય લોકોથી લઈને સ્ટાર્સ સુધીના લોકો પર પડી છે. કામ બંધ થતાં દરેકને તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારબાદ જણાવ્યું છે કે આ સરિતા જોશીને ગયા વર્ષે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમનું કહેવું છે કે તે એકલા છે અને સિનિયર સિટિઝન છે. આવી સ્થિતિમાં, તેમની ફી ન મળવાને કારણે જ તેઓ પોતાની રૂટિન લાઇફની આવશ્યક ચીજવસ્તુઓ પણ ખરીદી શકતા નથી.ગુજરાતી રંગભૂમિના દરેક કલાકારોએ ગુજરાતી ચલચિત્રો પર પોતાના અભિનયથી ખુશ કર્યા છે અને તેમજ આ ટેલિવૂડની દુનિયા અને બોલીવૂડમાં પણ ગુજરાતી કલાકારોએ પોતાનું મ્હત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતી રંગભૂમિમાં મશહુર દિગ્દર્શક પ્રવિણ જોશી અને એટલાં જ લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશી જેને સૌ કોઇ આજે પણ સંતુ રંગીલીના નામથી ઓળખે છે. તેમની પુત્રી કેતકીને પણ રંગભૂમિ અને અભિનયના સંસ્કાર ધરાવે છે.ગળગુથીમાં જ તેમને અભિનય મડેલું.

જેના પરિવારના દરેજ સભ્યો રંગભૂમિ સાથે જોડાયેલા હોય તે કેતકી પણ અભિનયની દુનિયામાં કઈ રીતે પાછળ રહી શકે અને તેમજ આ સરિતા જોશી જેમને ગુજરાતી રંગભૂમિ પર કેટલા વર્ષો સુધી રાજ કર્યું અને ત્યાર પછી ટેલિવૂડની દુનિયામાં પણ એટલી જ લોકપ્રિયતા મેડવી. તેમની બહેન પદ્મારાનીએ પણ જીવ્યા ત્યાં સુધી પોતાનું જીવન રંગભૂમિને સમર્પિત કર્યું છે અને તેમજ જ્યાં ઘરમાં અભિનયનો માહોલ હોય તે ઘરમાં જન્મેલું સંતાન કઈ રીતે પાછળ રહી શકે તેવું પણ કહ્યું છે.સરિતા જોશીએ કહ્યું કે તે એક વરિષ્ઠ નાગરિક છે અને એકલા રહે છે. તેઓ આઠ વર્ષના હતા ત્યારથી કામ કરી રહ્યા છે. તેઓ કહે છે કે આનો અર્થ એ નથી કે તેઓ આ રીતે પોતાની મહેનતની કમાણીને જવા દે. હવે 7 મહિનાથી વધુનો સમય થઈ ગયો છે અને સિન્ટા અને નિર્માતાઓના કહેવા પછી પણ, કોઈ સમાધાન મળ્યું નથી.

સરિતાએ કહ્યું કે રોગચાળાને લીધે, તેમણે નક્કી કર્યું હતું કે તેઓ થોડા મહિના કામ કરશે નહીં, પરંતુ રોજિંદી જરૂરીયાતોને પહોંચી વળવા તેમને પૈસાની જરૂર છે તેમજ અભિનેત્રીએ કહ્યું કે તેમણે ક્યારેય તેમની ઉંમરને તેમના કામમાં આવવા દીધી નથી. કરારમાં, 10 કલાકનો ઉલ્લેખ છે પરંતુ ઘણીવાર તેમણે 12-15 કલાક કામ કર્યું છે કારણ કે તેમને પોતાનો એપિસોડ પુરો કરવાનો હતો તેમજ આ પહેલા તેમની સાથે ક્યારેય આવું બન્યું નથી અને તેમણે એસોસિએશન અને ચેનલને આ મામલે દખલ કરવા અપીલ કરી છે અને તેમજ તમને જણાવી દઈએ કે આ સરિતા જોશી બા બહુ ઓર બેબી, એક મહલ હો સપને કા અને ખિચડી રીટર્ન જેવી ટીવી સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે.

વાત ગુજરાતને ગૌરવ પ્રદાન કરનાર મહિલાઓની હોય અને ત્યારે જન્મે મરાઠી એવાં સરિતા જોશીનું નામ વિસરાઈ ન જાય તેની તકેદારી રાખવી પડે. એ બાબત જ દર્શાવે છે કે ગુજરાતી સમાજજીવનમાં તેમનું પ્રદાન કેટલું અદકેરું, કેટલું સવાયું હશે! પૂણેના ભીમરાવ ભોંસલેના પુત્રી સરિતાનો ઉછેર વડોદરામાં થયો. તેમનાં પિતા બેરિસ્ટર હતા અને સાહ્યબી, સુવિધા વચ્ચે તેમનું બાળપણ પાંગર્યું હતું. પરંતુ પછી આકસ્મિક સંજોગોમાં પરિવારની સમૃદ્ધિ છીનવાઈ ગઈ ત્યારે અભિનય જ તેમનાં માટે આજીવિકાનું નિમિત્ત બન્યો હતો.

માત્ર 6 વર્ષની વયથી રંગમંચ પર પદાર્પણ કરી ચૂકેલા સરિતા જોશીએ એટએટલાં નાટકોમાં બહુવિધ ભૂમિકાઓ ભજવી છે કે ઈન્ડિયન નેશનલ થિયેટર અને સરિતા જોશી બંનેનો ઉલ્લેખ અનિવાર્યપણે એકમેક સાથે કરવો પડે. સંતુ રંગીલી નાટકમાં તેમણે કરેલી સંતુની ભૂમિકા એટલી લોકપ્રિય બની ગઈ કે આજપર્યંત સંતુ અને સરિતા બંને એકબીજાથી અલગ પાડવા મુશ્કેલ થઈ પડે છે. એ સિવાય તેમણે ધુમ્મસ, કોઈ ભીંતેથી આયના ઉતારો જેવા નાટકો ભારે લોકપ્રિય નીવડ્યા હતા અને તેમજ આ સરિતા જોશીની બંને દીકરીઓ પૂર્વી અને કેતકી અભિનય સાથે જોડાયેલી છે અને આજે આપણે વાત કરી રહ્યા છે કેતકી જોશીની જે મુંબઈમાં જન્મેલાં હોવા છ્તાં પણ ગુજરાત સાથે તેમનો અનેરો સંબધ છે.

કેતકી દવેએ અનેક ગુજરાતી નાટકો અને ગુજરાતી ફિલ્મો તેમજ કેટલીક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. કોઈ પણ કલાકાર જ્યારે અભિનયમાં પા પા પગલી કરે છે અને ત્યારે આગળી પકડીને ચલાવનારા ઘણા મળી શકે પરંતુ હાથ પકડનાર એક જ હોય છે જે હમેશા તમારી સાથે રહે. બસ આવી જ રીતે કેતકી એ પણ ઘણા નાટકો અને ફિલ્મોમાં કામ કર્યું પણ તેમને લોકપ્રિયતા તો એક્તા કપૂરની ધારાવાહિક ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં દક્ષા કાકીની ભૂમિકાથી મળી છે. અભિનયમાં કેતકી કોમેડી રોલ માટે મશહુર બન્યાં હતાં.